Main Menu

Thursday, July 12th, 2018

 

ડુંગર ગામમાં સરકારી દવાખાના પાસે આવેલો પૂલ છેલ્લા ૨ વર્ષ થી જર્જરિત

રાજુલા તાલુકાના ડુંગર ગામમાં સરકારી દવાખાના પાસે એક પુલ છેલ્લા બે વર્ષથી તૂટી ગયો છે તંત્રની બેદરકારી સામે આવી…તેમ છતાં આ બાબતે આગળ અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આ પુલ પરથી પસાર થતા લોકો માટે આ પુલ મોત બની શકે છે હાલ માં વરસાદ વરસી ગયો જેના કારણે આ પુલ તૂટી ગયો છે અને આ પુલ પરથી પસાર થઈ શકાતું નથી અને તેથી અનેક લોકો માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે આ માટે ગામમાં રહેતા જાગૃત નાગરિકો દ્વારા તેમજ એડવોકેટ મંજુર ગાહા એ પણRead More


ડેડાણ ગામના વિવિધ પ્રશ્નો ના હલ ન આવતા ડેડાણ ગામ આવતી કાલે બંધ નૂ એલાન

ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં છેલ્લાં ઘણાં સમયથી અવારનવાર જીઈબી દ્વારા વિજળીના ધાધીયા કરવામાં આવે છે અને એસ.ટી દ્વારા પણ અનેક રૂટો બંધ કરવામાં આવ્યાં છે અનેક વાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ ઉકેલ ન આવતા ગામજનો દ્વારા ના છુટકે આવતીકાલે તા ૧૩/૭/૨૦૧૮ ના રોજ ડેડાણ ગામ બંધ નુ એલાન આપ્યું છે અને જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે…..


સાંસદ દ્વારા શેત્રુંજી ડેમ શાળા ખાતે વૃક્ષરોંપણ

સાંસદ ડો. ભારતીબેન શિયાળ ના હસ્તે શેત્રુંજીડેમ ખાતે વૃક્ષારોપણનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો. પાલીતાણા-તળાજા માર્ગ પર આવેલ ઉત્તર બૂનીપાદી વિધ્યાલય તેમજ શેતૃનજીડેમ કે.વ. શાળાના સંયુકત ઉપ્કાર્મે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યકર્મમાં શેત્રુંજી સેવાસમાજ ના લાલાજીભાઈ સોલંકી, લવજીભાઈ ધોળકિયા, અતીતબાપુ, સરપંચ રઘુરામબાપુ તેમજ ડો. ધીરુભાઈ શિયાળ, તુલસીભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શેત્રુંજીડેમ સ્થિત શિક્ષણ સંસ્થા થી લઇ ને શેત્રુંજીડેમ સુધી રોડ ની બંને બાજુ લીમડા સહિતના વૃક્ષો મુંબઈના દાતા સુશીલાબેન પરમાનાન્દભાઈ શાહ ના સહયોગ થી વૃક્ષઉછેર માટે રક્ષણ મળે તેવા ટી ગાર્ડ ફાળવવામાં આવ્યા છે. દાતાશ્રી ની પ્રેરણા થી રોડ ની બન્નેRead More


ઉમરાળા ના ટીંબી માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની સેવા થી ખુશ થઈ રૂપિયા દસ લાખ નું દાન કરતા સદગૃહસ્થ

સ્વામીશ્રી નીર્દોશાનંદજી માનવસેવા હોસ્પિટલ.ટીંબી આજરોજ આપની આ હોસ્પિટલની શુભેચછા મુલાકાતે આવેલ શ્રીમતી અમૃતબેન તુલસીભાઈ ધનજીભાઈ સંચ્પરા, ગામ- અધેવાડા (રાવજીભાઈ તરસમીયાના દીકરી) એ હોસ્પીટલમાં ચાલતા સેવાકાર્ય રૂબરૂ નિહાળીને રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દસ લાખ પૂરનું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે. આ તકે સમગ્ર ટ્રસ્ટીમંડળના સભ્યશ્રીઓએ તેઓનો ખુબ ખુબ આભાર માનેલ છે. અને હોસ્પિટલ ના પ્રમુખશ્રી ખીમજીભાઈ દેવાની દ્વારા ટીઓને સન્માનિત કરવામાં આવેલ છે.


ફોર ટ્રેક રોડના પાણીનો નિકાલ ન થતા નજીકના ગામના ખેતરો બન્યા તળાવો..તીકુભાઈ વરુ

બાબરીયાવાડમાં મુુશળધાર વરસાદથી નાગેશ્રી, હેમાળ, ટીંબીથી પસાર થતો અને નવો બનતો અંગ્રો કંપની દ્વારા ફોરટેક  રોડમાં પાણીનો નિકાસ ન થવાથી ખેડુતોના લાખો રૂપિયાનું ખાતર બિયારણ ફેલ પાણીના નિકાલ માટે રોડ કોન્ટ્રાકટર દ્વારા કાર્યવાહી નહીં કરાય તો ખેડૂતો દ્વારા રોડ ચકકાજામ કરાશે. સતત ૩ દિવસથી મુશળધાર વરસાદ પડતા નેશનલ હાઈવેને નવો રોડ જે ફોરટ્રેકની ઉંચાઈએ બનતા નાગેશ્રી, મીઠાપુર હેમાળ, દુધાળા, નવી જુની જીકાદ્રી હેમાળથી શેલણા, ટીંબી સુધીના તમામ ખેડૂતોના ખેતરોમાં નવા રોડના પાયે ખેતર બન્યા તળાવો, ખેડુતોના લાખો રૂપિયા જે એક વખત વરસાદ મોડો આવતા વાવેલ બિયારણો સંપુર્ણ બળી ગયા છેRead More


રાજુલામાં યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં ૪૪૯ દર્દીઓએ સારવારનો લાભ લીધો

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટ, ગાયત્રી શકિત પીઠ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુકત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ યોજાયો. જેમાં હોમીયોપોથીક, આયુર્વેદ સહિત વિનામુલ્યે કેમ્પમાં કુલ ૪૪૯ દર્દીઓએ લાભ લીધો જેમાં નેત્ર નિદાન વિભાગમાં ૧૦૦ દર્દીઓને આંખના ઓપરેશન સહિત વિનામુલ્યે સારવાર તેમજ ૧૦૦ આંખની તપાસ દરમ્યાન જરૂરીયાત લાગતા દર્દીઓને રાહતદરે ચશ્માનું વિતરણ કરાયું જે  નદર્શન નેત્રાલયથી  કીર્તીભાઈના માર્ગદર્શન મુજબ આંખના ડો. મેહુલભાઈ તથા સુદર્શન નેત્રાલય અમરેલીનો ડો. સ્ટાફ તેમજ આર્યુવેદ વિભાગના ડો. એસ.કે. જીંજાળા દ્વારા ૧રપ દર્દીઓની  અને દવા વિનામુલ્યે અપાઈ તેમજ હોમીયોપેથીકના મેડીકલ ઓફીસર ડો. એસ.બી. ભટ્ટ તથા ડો. વિશાલભાઈ દોશીRead More


વનવિભાગે સિંહોની સુરક્ષા માટે ટેકરા બનાવ્‍યા

શેત્રુંજી નદી આસપાસ 3પ જેટલા સિંહોનો વસવાટ હોવાથી સુરક્ષા વધારવી જરૂરી હતી આનંદો : વનવિભાગે સિંહોની સુરક્ષા માટે ટેકરા બનાવ્‍યા સિંહપ્રેમીઓની સિંહોની સુરક્ષા મામલે થયેલ રજુઆત બાદ વનવિભાગ સક્રીય 3 વર્ષ પહેલાં નદીમાં ઘોડાપુર આવતાં અંદાજિત 9 સિંહો પુરમાં તણાઈ ગયા હતા અમરેલી, તા. 11 અમરેલી જિલ્‍લામાં ખાસ કરીને શેત્રુંજી નદી કાંઠાના વિસ્‍તારોમાં જે અમરેલીનો બૃહદગીર વિસ્‍તાર છે તેમાં મોટી સંખ્‍યામાં સિંહોનું વિચરણ છે અને ગરમીને કારણે સિંહો શેત્રુંજી નદીમાં જ બેસી રહેછે અને અહીનાં ઠંડા વિસ્‍તારમાં જ તેનો કાયમી નિવાસ છે. ત્‍યારે ચોમાસામાં સિંહોને અહીથી દુર કરવા જરૂરી છેRead More


આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ એસપીને પત્ર પાઠવ્‍યો

અમરેલી પાલિકાનાં સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરાતા ચકચાર

અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ, ચીફ ઓફીસર ઓવરશીયર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ આર.ટી.આઈ. એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કરી છે. તેઓએ પોલીસ અધિક્ષકને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, રાજય સરકારની સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍ય શહેરી વિકાસ યોજના (એસ.જે.એમ.એમ. એસ.વી.વાય.) નાં વર્ષ ર016-17 નાં ડુડા/વશી/ર004/ર017, તા. 11/08/ર016 અને ડુડા/વશી/ યુડીપી88/3પ4/ર017, તા. 31/01/ર017 ના મંજુર થયેલ કામો પૈકીનાં સરકારનાં વખતો વખતનાં આદેશો અને ઠરાવો અનેશરતોનું સરેઆમ ઉલ્‍લંઘન કરી એસ.જે.એમ.એમ.એસ.વી.વાય.નાં ગ્રાન્‍ટનાં રાષ્‍ટ્રીય નાણાનો સ્‍વ હિતાર્થે અને આર્થિક લાગતા વળગતાને ફાયદો કરાવવા ખાનગી અને જમીનોમાં મોટી રકમ વાપરી અને તેમાં પણ કવોલીટી પહોળાઈ જાડાઈ અને એકસ્‍ટ્રાRead More


ડો. કનુભાઈ કળસરીયાનો રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્‍યો

આગામી લોકસભાની ચૂંટણી ગણત્રીના મહિનાઓમાં યોજાવાની છે ત્‍યારે મૂળભૂત કેટલાક કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ એક યા બીજા કારણોસર કોંગ્રેસ છોડીને ભા.જ.પ.માં ગયા છે, તેવા રીસાયેલાઓને અને કોંગ્રેસી જુના જોગીઓને પુનઃ સક્રિય કરવા ફરી કોંગ્રેસનો ખેસ પહેરાવી રાજયભરમાં કોંગ્રેસનો જળહળતો વિજય કરાવવા અમરેલીનાં ધારાસભ્‍ય અને વિરોધપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીએ સક્રિયતા દાખવી આવા આગેવાનોને પુનઃ જોડાવા નિમંત્રીત કરી રહૃાા છે. આવા રાજકિય વાતાવરણ વચ્‍ચે સમગ્ર અમરેલી અને ભાવનગર જિલ્‍લાનાં રાજકારણમાં અને આમ પ્રજામાં એક ચર્ચાએ જોર પકડયું છે કે સાચા અર્થનાં સેવાભાવી તબીબ અને મહુવાનાં પૂર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઈ કળસરીયા કોંગ્રેસમા જોડાયRead More


અમરેલીનાં પોલીસ અધિક્ષકે નિરાધાર મા-દીકરીને ન્‍યાય અપાવી દીધો

બગસરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતી એક તરૂણી કે જેના પિતાની ગેરહાજરી હોય અને આ તરૂણીની માતા છેલ્‍લા 14 વર્ષથી પોતાની બગસરા ખાતે આવેલી જમીન ખોટું સોગંધનામું તથા ખોટું કુલમુખ્‍ત્‍યાર નામું તથા ખોટું પેઢીનામાના આધારે આ કામનાઆરોપીઓએ પચાવી પાડેલ હતી. અને આ મિલ્‍કતમાં આ વિધવા બહેન તથા તેની તરૂણ વયની દિકરીનો પણ સરખો હકક હિસ્‍સો હોય પરંતુ આ કામના આરોપીઓએ આ મિલ્‍કતના કાયદેસરના વારસદાર હયાત ન હોય અને તેની વિધવા પત્‍ની અને એક તરૂણવયની દિકરી હોય જેનો કોઈ આસરો ન હોય અને નિરાધાર હોવાનો લાભ લઈ આરોપીઓએ જમીનનું ખોટું સોગંધનામું તથાRead More