Main Menu

Monday, July 16th, 2018

 

૨૧ જુલાઇ સુધીમાં અત્‍યંત ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૭ થી તા.૨૧ જુલાઇ-૨૦૧૮ સુધીમાં સૌરાષ્‍ટ્રના કેટલાક સ્‍થળોએ અત્‍યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. અમરેલી જિલ્‍લામાં કન્‍ટીજન્‍સી એકશન પ્‍લાન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, મામલતદારશ્રીઓએ જિલ્‍લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવીને દર બે કલાકે તાલુકાની પરિસ્‍થિતિ તેમજ વરસાદ અંગેની વિગતો રિપોર્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે. આ સમય દરમિયાન તલાટી કમ મંત્રી અને રેવન્‍યુ તલાટીએ તેમના સેજાના ગામ પર અચૂક હાજર રહેવાનું રહેશે. દરેક કોઝવે પર વ્‍યવસ્‍થા ગોઠવવા તેમજ કરેલ આયોજનની વિગત મોકલવા, કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.


કુંકાવાવમાં રુબેલા રસી અંગે જન જાગૃતિ અભિયાન રેલી

રાજુભાઈ યાદવ કુંકાવાવમાં વ્રજ વિઘાલય તથા લા કલબ રોયલ ના ઉપકમે રુબેલા રસી અંગે જન જાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી રેલીને બાવકુ ભાઇ ઉઘાડ થતા વસંત ભાઈ મોવલીયા એ પ્રસથાન કરાવયુ  આ રેલી સહેર ના મુખ્ય માર્ગો ઉપર ફરી રુબેલા રસી આપવાની વાત કરી લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા


વડિયા માં સુરગવાળા સાર્વજનિક સ્કૂલ માં એમ આર વેકસીન નો કેમ્પ યોજાયો

રાજુ કારિયા. વડિયા અમરેલીના વડિયા માં સુરગવાળા સાર્વજનિક સ્કૂલ માં એમ આર વેકસીન નો કેમ્પ રાખવામાં આવેલો…ઓરી અને .રુબેલા ના રસી કરણ નું અભ્યાન રાખવામાં આવેલું…સ્કૂલ ના તમામ બાળકો ને રસી આપવા માં આવી હતી.આ તકે પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષ ના નેતા તેમજ ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા તેમજ સત્યમભાઈ એ હાજરી આપી હતી.


ખાંભા ના બોરલા ગામે વિધાર્થીઓ દ્વારા એસ ટી બસ રોકો આંદોલન કરાયું

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા ગામ્ય વિસ્તાર અભ્યાસ કરતા 160 વિધાર્થીઓ દ્વારા બોરાળા ગામે 3 કલાક સુધી બસ રોકો આંદોલન કરવા માં આવ્યું વિધાથી ઓ ને બપોરે જવા માટે ની એક જ બસ હોવાથી પડતી મુશ્કેલી, બીજી બસ ચાલુ કરવા ઉઠેલી માંગ ન સંતોશાતા બસ રોકો આંદોલન કરાયુ              ખાંભા અભ્યાસ અર્થ ગામડે થી આવતા વિધાર્થીઓ ને અભ્યાસ પૂર્ણ કરી બપોરે ઘરે જવા માટે ની એક જ બસ ઉના – ખાંભા રૂટ ની હોય અને 160 થી વધારે વિધાર્થી દ્વારા આજે સવારે બોરલા ગામે બસ રોકોRead More


વાંકિયાના વતનના રતન બાબુભાઇ પેથાણી દ્વારા બનાવાયેલ પ્રવેશદ્વારનું મંત્રી આર સી ફળદુ હસ્તે લોકપર્ણ

 પ્રવેશદ્વાર લોકાપર્ણ સમારોહમાં સંસદશ્રી નારણભાઇ કચડીયા મ્યુ.  ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ, ભંડેરી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હિરેનભાઇ હિરપરા, ધારાસભ્યશ્રીન જે. વી . કાકડિયા માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી પી પી સોજીત્રા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા સંઘના ચેરમેનશ્રી શરદભાઈ લાખાણી,પૂર્વ મંત્રિશ્રી વિવિ વઘાસિયા,શ્રી બાવકુભાઈ ઊંધાડ સહિતના મહાનુભાઓ ઉપસ્થિત રહ્યાં હતા વાંકિયાના વતનના રતન શ્રી બાબુભાઇ પેથાનીનું, અમરેલી જિલ્લા  લેઉવા  પટેલ સમાજ ખોડલધામ સમિતિ ડાયનેમિક ગ્રૂપ ગ્રંપંચાયત વાંકીયા સ્વા વિધાલય વાંકીયા રામદેવજી મંદિર ટ્રસ્ટ ક્ષત્રિય સમાજ દલિત સમાજ બાવાજી સમાજ તથા આસપાસના ૨૦  ગામોના આગેવાનો દ્વારા ભવ્ય સન્માન. અમરેલી  તાલુકાનાં વાંકીયા ગામે વતનના રતન, નિજાનંદસેવા સંઘ અમદાવાદ તથા વાંકીયા ગામ કેળવણી મંડળના પ્રમુખ અને પેથાની Read More


જાફરાબાદ તાલુકા ના સોખડા ગામ બેટ માં ફેરવાયું….તંત્ર દ્વારા ફાયરબ્રિગેડ મારફત તમામ લોકો ને બાજુ ના ગામ ઘેસપુર માં સ્થળાતર કર્યું….50 જેટલા લોકો ને બાજુ ના ગામ માં લવાયા નો પ્રાંત અધિકારી નો દાવો….વરસાદ નું પ્રમાણ વધ્યું….જુઓ વિડીઓ

[wpdevart_youtube]SB7y3nTV0jA[/wpdevart_youtube]જાફરાબાદ તાલુકા ના સોખડા ગામ બેટ માં ફેરવાયું..તંત્ર દ્વારા ફાયરબ્રિગેડ મારફત તમામ લોકો ને બાજુ ના ગામ ઘેસપુર માં સ્થળાતર કર્યું…50 જેટલા લોકો ને બાજુ ના ગામ માં લવાયા નો પ્રાંત અધિકારી નો દાવો…વરસાદ નું પ્રમાણ વધ્યું….વરસાદ ના કારણે વઢેરા સોખડા સહિત ના ગામો ની મુશ્કેલી વધી શકે છે….હજુ પણ કેટલાક લોકો સોખડા ગામ માં હોવાનું સૂત્રો પાસે થી જાણવા મળ્યું….સોખડા સંપર્ક વિહોણું


ખાંભા માં ચાર ઈચ વરસાદ , ખાંભા ની 35 સ્કૂલ માં વરસાદ ના કારણે શિક્ષણ કાર્ય ઠપ્પ ..

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા તેમજ ગીર ના ગામ્ય વિસ્તાર માં આજે સવારે થી 7 વાગ્યા થી ધોધમાર વરસાદ શરૂ થતાં ખાંભા માં ચાર ઈચ વરસાદ પડવા થી ધર્મશાળા માં પાણી ભરાયા હતા તેમજ ગીર ના ભાણીયા , ગીદરડી ,તાતણીયા , લાસા ,નાનુડી , ઇંગોરાળા , મોટા સમઢીયાળા , ડેડાણ , ખડાધાર, બોરાળા ,રાયડી , મોટા સરાકડીયા , સહિત ના ગામ માં અવિરત  પાંચ થી છ ઈચ કરતા વધારે વરસાદ પડવા થી ખાંભા ની ધાતરવડી નદી ચાર વર્ષ બાદ ઘોડાપુર આવ્યું હતું ત્યારે રાયડી નદી માં પણ પુર આવ્યું અને રાયડી ડેમRead More


ખાંભા માં ચાર ઈચ વરસાદ ખાબકતા ખાંભા ની ધાતરવડી નદી માં ચાર વર્ષ બાદ પુર , રાયડી ડેમના ત્રણ દરવાજા ખોલવા માં આવ્યા

[wpdevart_youtube]iR33QoxOw0M[/wpdevart_youtube] ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા ના રાયડી ડેમ ના ત્રણ દરવાજા ખોલાયા અને મોભનેસ ડેમ ઓવર ફલો થવાની તૈયારી : ખાંભા મામલતદાર ખાંભા મામલતદાર નાઘેરા એ જણાવ્યું હતું કે ખાંભા માં આજે સવારે થી વરસાદ શરૂ થયો હતો અને ચાર ઈચ જેટલો વરસાદ પડ્યો છે અને સીઝન નું કુલ વરસાદ 337 મિમી થયેલ છે અને ખાંભા ના રાયડી ડેમ ના ત્રણ દરવાજા ખોલવા માં આવ્યા હતા અને ખાંભા ના કંટાળા ડેમ અને મોભણેશ ડેમ ઓવરફ્લો થવાની તયારી છે ત્યારે 35 જેટલી સ્કૂલ આજે વરસાદ ના કારણે બાળકો ને કોઈ અસર નRead More


ઘોઘા તાલુકા ના લાખાણકા ગામે ઓરી રુબેલા રસીકરણ અભિયાન

ઘોઘા તાલુકા ના લાખાણકા  ગામે ઓરી રુબેલા રસીકરણ અભિયાન ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ના અધ્યક્ષ સ્થાને  યોજાયો જેમાં ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ગોહિલ,ચંદુભા ગોહિલ,મુકેશભાઈ ગોહિલ,પશ્ચિમ યુવા  કૉંગ્રેસ ઉપપ્રમુખ રવીરાજસિંહ ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધીયા,સરપંચ નરેશભાઈ પટેલ,આચાર્ય મહાવીરસિંહ ગોહિલ સહિત પી.એચ.સી.ના અધિકારીઓ,ગ્રામજનો અને બાળકો હજાર રહયા,પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા સરપંચ અને આચાર્ય ને ગામના દરેક બાળકોને રસી મુકાવવવા જાણવ્યું અને ગ્રામ જનોને સહકાર આપવા જણાવ્યું


રાજુલા ના ઘાતરવડી-2 ડેમના ના 8 દરવાજા ખોલવામાં આવ્યા….એક એક ફૂટ ના ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા…ખાખબાઈ, લોઠપુર, ઉચૈયા, સહિતના ગામો કરાયા એલર્ટ….જુઓ વિડીઓ

[wpdevart_youtube]VeBypSH4w6E[/wpdevart_youtube]અમરેલી-રાજુલા ના ઘાતરવડી-2 ડેમના ના 8 દરવાજા ખોલવામાં આવ્યા…. એક એક ફૂટ ના ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા…. નીચાણવાળા 8 ગામોને કરવામાં આવ્યા એલર્ટ…. ખાખબાઈ, લોઠપુર, ઉચૈયા, સહિતના ગામો કરાયા એલર્ટ….