Main Menu

Tuesday, July 17th, 2018

 

વરસાદની ઋતુમાં વિશેષ જવાબદારીઓ સુપેરે નિભાવવા અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુનો અનુરોધ

 તા.૧૭ જુલાઇ, ૨૦૧૮ મંગળવાર કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહારમંત્રી તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુએ વરસાદને પગલે અમરેલી જિલ્‍લાની સર્વગ્રાહી સ્‍થિતિ જાણવા સમીક્ષા બેઠક યોજી હતી. અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, ખેતીવાડી સંબંધિત કામગીરી અને સર્વે માટે સકારાત્‍મક અભિગમ દાખવી તે કામગીરી તાત્‍કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી. અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં જરૂરી સહાય અને પાણી પુરવઠો પૂરો પાડવા જણાવ્યું હતુ. અમરેલી ખાતે માર્ગ-મકાન, પીજીવીસીએલ, ખેતીવાડી, આપત્તિ વ્‍યવસ્‍થાપન, પાણી-પુરવઠો, પંચાયતના માર્ગો, પશુપાલન, સિંચાઇ, નાની સિંચાઇ, આરોગ્ય સહિતના જુદાં-જુદાં વિભાગના અધિકારીશ્રીઓ સાથે તેમના વિભાગ સંબંધિત વિગતો-માહિતી મંત્રીશ્રીએ મેળવી જરૂરી સૂચનોRead More


અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ વરસાદથી અસરગ્રસ્‍ત જાફરાબાદ-રાજુલા તાલુકામાં મુલાકાત લીધી

કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહારમંત્રી તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ અમરેલી જિલ્‍લાની મુલાકાત લીધી હતી. જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી ફળદુએ, ધાતરવડી ડેમ અને રાજુલા-જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વમંત્રી સર્વશ્રી વી.વી. વઘાસીયા, શ્રી બાવકુભાઇ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી રવુભાઇ ખુમાણ, શ્રી કમલેશભાઇ કાનાણી, કલેકટરશ્રી આયુષ ઓક, પાણી-પુરવઠા, સિંચાઇ સહિતના વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અમરેલી જિલ્‍લાના દરિયાઇ વિસ્‍તારના જાફરાબાદ-રાજુલા તાલુકાઓમાં છેલ્‍લા કેટલાક  દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત રાજયના અમુક વિસ્‍તારોમાં સતત વરસી  રહેલા વરસાદના પગલે નિર્ણયશીલ રાજય સરકારે મંત્રીશ્રી-પ્રભારીમંત્રીશ્રીઓને વરસાદથી અસરગ્રસ્‍ત સ્‍થળોની મુલાકાત લઇ સ્‍થળ નિરીક્ષણ અને પરિસ્‍થિતિથી વાકેફ થવા સૂચનાRead More


ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલા ગોપાલગ્રામ આરોગ્ય કેન્દ્ર દ્વારા ઓરી અનેરુબેલા નું આયોજન કરાયું

ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલા ગોપાલગ્રામ આરોગ્ય કેન્દ્ર દ્વારા ઓરી અનેરુબેલા નું આયોજન રાખવામાં એવું હતું તેમાં MLA જેવી કાકડિયા તેમ ચાવડા બેન તેમ રતીદાદા . તેમ આરોગ્ય સ્ટાફ તથા મહેશ ભાઈ . તેમજ સમગ્ર સ્ટાફ ગાયત્રી વિદ્યાલય હાજર રહેલા હતા.. તેમજ મેડિકલ ઓફિસર ડો. હિરલ સરવૈયા હાજર રહ્યા હતા ગોપાલગ્રામ સુપર વાઈઝર કિશોર ભાઈ વડદોરીયા જિલ્લા સુપર વાઈઝર બુહા સાહેબ તથા તાલુકા સુપર વાઈઝર મુકેશ ભાઈ ડોબરીયા .તથા પ્રવીણ બેન દેસાઈ. શાંતા બેન ચાવડા . તથા સ્ટાફ પીયૂષ મંગળા સમીર ગોંડળીયા હિના બેન મનીષ રેશ્મા બેન રીતુબેન તેમજ વેગેરે હાજરRead More


ચૌમાસા દરમિયાન પાણીજન્ય રોગો માટે પુરતી તકેદારી લેવા કલેકટર આયુષ ઓક નો અનુરોધ જિલ્લા ના આરોગ્ય તંત્રને સજાગ રહેવા સુચના અપાઇ

ચૌમાસા ની સીઝન દરમિયાન પાણીજન્ય રોગો ને નિયંત્રિત રાખવા આરોગ્ય અને વહિવટીતંત્ર એ સંપુર્ણ સતર્ક રહેવા કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું. અમરેલી જિલ્લા સંચારી રોગ સમિતિ ની બેઠક આજે કલેકટરશ્રી ની અધ્યક્ષતામાં સંપન્ન થઇ હતી તેમણે વધુમાં જણાવ્યું કે દરેક નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરની પંચાયતોએ પીવાના પાણી અને ગટર લાઇન ના પાણી ભળી ન જાય તેની પુરતી તકેદારી રાખવી પણ જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્રારા તમામ આરોગ્ય કેન્દ્રો પર પુરતી દવાનો જથ્થો ક્લોરીનેશન ની સુવિધા સહીત ની તૈયારીઓ રાખવા પણ કલેકટરશ્રી આયુષ ઓકે અધીકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકની સાથેRead More


અમરેલી શહેર માટે જીવાદોરી સમાન ઠેબી ડેમ એકજ રાતમાં ૨૫ ફૂટ પાણીની આવક : ભાજપ દ્વારા જળાશયના વધામણા કર્યા

અમરેલી શહેરની જીવાદોરી સમાનનો ઠેબી ડેમ…. આજ ઠેબી ડેમનું પાણી અમરેલી ની નગરપાલિકા દ્વારા શહેરીજનોને વિતરણ કરવામાં આવે છે આ ઠેબી ડેમ છેલ્લા બે વર્ષથી ઓછી પાણી ની ઓછી આવકને કારણે શહેરીજનો પારાવાર પરેશન થતા હતા પણ ગઈકાલે બાબરા પંથકના ગામડાઓ સાથે ચિતલ ગામ સહિતના વિસ્તારમાં અવિરત વરસાદ ને કારણે એકજ રાતમાં ૨૫ ફૂટ જેટલી પાણીની આવક ઠેબી જળાશયમાં થતા ગુજકોમાસોલ ના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણી કાર્યકરો સાથે જઈને એક વર્ષ માટે પીવાના પાણીની અમરેલી શહેરીજનો ની સમસ્યા નિવારણ થતા જળાશયને વધામણા કર્યા હતા


અમરેલી શહેરના બિસ્માર બનેલા ચિતલ રોડ અને લાઠી રોડ ની મરામત રજૂઆત સાથે ઉગ્રઆંદોલનની ચીમકી

અમરેલી શહેર ના ચિતલ રોડ અને લાઠી રોડ ની હાલત અતિ બિસ્માર બનતા રાહદારી ઓ વાહન ચાલકો ને પસાર થવું મુશ્કેલ બને છે. બને રોડ ઉપર થી પેવર ડામર ઉખડી જવાના કારણે વરસાદી પાણી ભરાયેલા રહે છે.ફૂટપાથ સાઇડ ના ભૂંગળા (પાઈપ)મા ભરાયેલ માટી સાફ ન કરવાના કારણે વરસાદી પાણી સતત ભરાયેલ રહેવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલનો સામનો કરવો પડે છે.ઠેર ઠેર ગાબડા પડવાના કારણે અકસ્માત નો ભોગ પણ બને છે.જેથી અનેક સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવી પડે છે. આવી રીતે અવાર નવાર રજુવાત કરવા છતાં આ બાબતે કોઈ પણ જાતનીRead More


અમરેલી-વેરાવળ, જૂનાગઢ-અમરેલી સહિત મીટર ગેજ સેક્શનની ટ્રેનો રદ્દ

  વરસાદને કારણે અમરેલીનો તમામ રેલ વ્યવહાર બંધ રાજકોટ : સૌરાષ્ટ્ર અને સોરઠના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભાવનગર ડિવિઝન હેઠળ આવતી મીટર ગેજ સેક્શનની તમામ ટ્રેનો તા. ૧૭મીથી સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી અને નવી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવી છે. જેમાં અમરેલી-વેરાવળ-અમરેલી, જૂનાગઢ-અમરેલી-જૂનાગઢ, દેલવાડા-વેરાવળ-દેલવાડા અને દેલવાડા-જૂનાગઢ-દેલવાડાનો સમાવેશ થાય છે. આજે જૂનાગઢ-દેલવાડા ટ્રેન તાલાલા સ્ટેશન સુધી જ ગઈ હતી. ત્યાંથી તાલાલા-દેલવાડા વચ્ચે આંશિક રદ્દ કરાઈ હતી. દેલવાડા-વેરાવળ ટ્રેન પણ આંશિક રદ્દ કરાઈ હતી. દેલવાડાથી ઉપડેલી લોકલ ટ્રેન કરમડીયા પહોંચતા ટ્રેક પર પાણી ફરી વળતાRead More


ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો,નદીમાં આવેલા પુરમાં પુલ ના ડાયવર્ઝન માટે બનાવેલો હંગામી પુલ વહી જતા બારમણ-ટીંબી માર્ગ બંધ

સતત પડી રહેલા ભારે વરસાદના પગલે ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લોના કારણે નદીમાં આવેલા પુરમાં પુલ ના ડાયવર્ઝન માટે બનાવેલો હંગામી પુલ વહી જતા બારમણ-ટીંબી માર્ગ બંધ થયો છે.


વિપક્ષના નેતાના મત વિસ્તારમાં

અમરેલીમાં રોડ પર ખાડા ઑ છે કે ખાડા ઑમાં રોડ છે

થોડા વરસાદમાં જ રસ્તાઑના થયેલા કામોમાં સામે આવ્યો ભ્રષ્ટાચાર ચોમાસાની હજુતો શરૂવાત થઈ છે ત્યાં અમરેલી શહેરના ચીતલરોડ અને લાઠી રોડની હાલત કફોડી બની છે હાલ અહી રોડ પર ખાડા ઑ છે કે ખાડા ઑમાં રોડ છે તે નકી કરવું મુશ્કેલ બન્યું છે હાલમાં વડાપ્રધાનની અમરેલીની મુલાકાત પૂર્વે કરોડોના ખર્ચે આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું પણ નબળા કામોને લીધે અમરેલીમાં પ્રથમ વરસાદમાં આ રોડની માઠી દશા બેઠી છે ત્યારે અહી થી પસાર થતાં રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે પણ અમરેલીના રાજકીય અગ્રણીઓ તેમજ સરકારી બાબુ ઓને આRead More


અમરેલી જિલ્લામાં પુર પ્રકોપથી બચવા સિંહો ચડ્યા ટેકરે…. બૃહદગીર નો અકલ્પનીય દ્રશ્ય થયું સિટીવોચ ના કેમેરામાં કેદ….. જંગલના રાજા સિંહો પહોંચ્યા પહાડ નો ટોચે…. જુઓ સિટીવોચ ન્યુઝ નો exclusive અહેવાલ….

અનરાધાર વરસાદ ખાબકે ત્યારે માનવી તો પોતાની જાતને સુરક્ષિત જગ્યાએ પહોચાડી દે છે પરંતુ જંગલ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ શું કરતા હશે..? આવો પ્રશ્ન સહુ કોઈના મનમાં ઉપસ્થિત થતો જ હોય.. તો આ પ્રશ્નનો જવાબ માટે  ગાંડી ગીરના રેવેન્યુમાં વસતા વનરાજો વરસતા વરસાદમાં પુરના પાણીના પ્રવાહથી બચવા કેવી સલામત જગ્યા પસંદ કરી…. અમરેલી જીલ્લાના ખાંભા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક થી ભારે વરસાદ પડી રહ્યો છે..આ વિસ્તારની તમામ નદીઓ અને નાળા બે કાંઠે વહી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં વસતા સાવજો પોતાના પરિવાર સાથે ક્યાં રહેતા હશે..? આ દ્રશ્યો જુઓ… જમીનથીRead More