Main Menu

Thursday, July 19th, 2018

 

સ્થાનિક વહીવટી તંત્ર પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું નથી : વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી

વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ આજે ઉના તાલુકાના લેરકા, સિમાસી અને કાણકિયા ગામની મુલાકાત લઈને પૂરગ્રસ્ત લોકોને રૂબરૂ મળ્યા હતા. મોટાભાગના ગામવાસીઓએ તંત્રની મદદ મળી ન હોવાની ફરિયાદ કરી હતી. વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ ગામના લોકોને સરકાર પાસેથી તમામ પ્રકારની વધુને વધુ મદદ અપાવવાની ખાતરી આપી હતી. ઉનાના કણકીયા ગામની નજીક આવેલા નવાપરા વિસ્તારમાં વરસાદ બંધ થયા પછી પણ આજે લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાયેલાં છે. નેતાશ્રી ઘૂંટણસમા પાણીમાં થઈને આ ગામના લોકોની મુલાકાત લીધી હતી. સ્થાનિક વહીવટી તંત્ર પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું નથી. હજારો લોકો માટે ઉપર આભ અને નીચે ધરતીRead More


વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આજે ઉના તાલુકાના પૂરગ્રસ્ત લોકોને રૂબરૂ મળ્યા

વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ આજે ઉના તાલુકાના લેરકા, સિમાસી અને કાણકિયા ગામની મુલાકાત લઈને પૂરગ્રસ્ત લોકોને રૂબરૂ મળ્યા હતા. મોટાભાગના ગામવાસીઓએ તંત્રની મદદ મળી ન હોવાની ફરિયાદ કરી હતી. વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ ગામના લોકોને સરકાર પાસેથી તમામ પ્રકારની વધુને વધુ મદદ અપાવવાની ખાતરી આપી હતી. ઉનાના કણકીયા ગામની નજીક આવેલા નવાપરા વિસ્તારમાં વરસાદ બંધ થયા પછી પણ આજે લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાયેલાં છે. નેતાશ્રી ઘૂંટણસમા પાણીમાં થઈને આ ગામના લોકોની મુલાકાત લીધી હતી. સ્થાનિક વહીવટી તંત્ર પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું નથી. હજારો લોકો માટે ઉપર આભ અને નીચે ધરતીRead More


અમરેલી જિલ્‍લામાં સર્વત્ર વરસાદી મહેર

ઝરખીયા, જાળીયા, બગસરા અને લુંઘીયા ખાતે જળાશયોમાં નવા નીરની તસ્‍વીરી ઝલક

અમરેલી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં જળસંગ્રહ માટેના સઘન કાર્યો કરવામાં આવ્‍યા હતા. અત્રે ઉલ્‍લેખનીય છે કે, મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ, તા.૧૨ મે-૨૦૧૮ના રોજ લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશગંગા જલધારા ટ્રસ્ટની લોકભાગીદારીથી બનનાર ‘સરદાર સરોવર’ તળાવનું ખાત મુહૂર્ત અને તકતીનું અનાવરણ કર્યુ હતુ. આ ઉપરાંત મુખ્‍યમંત્રીશ્રીએ લાઠી સ્‍થિત માનસરોવર તળાવ અને દૂધાળા ખાતે ધોળકીયા પરિવાર દ્વારા નિર્મિત તળાવોની મુલાકાત લઇ નિરિક્ષણ કર્યુ હતુ. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્‍લામાં ૨૬૦ કામો પૈકી ૨૩૯ કામો શરૂ કરવામાં આવ્‍યા હતા. આ કામોમાંથી ૧૭૨ કામો પૂર્ણ કરવામાં આવ્‍યા છે. જે પૈકીRead More


ભાવનગરનાં વિપ્ર પરિવારેે કર્યો સામુહિક આપઘાત : ત્રણના મોત, બે વર્ષની બાળા બચી ગઇ

શહેરના ટોપથ્રી સીનેમા પાછળ અને સિદસર રોડ નજીક આવેલા સત્યમ રેસીડેન્સીમાં રહેતા એક વિપ્ર દંપતિએ પોતાના સંતાનોને ઝેરી દવા પીવડાવી જાતે પી લઇ આત્મહત્યા કરી લેતા પતિ-પિત્ન અને પુત્રના મોત થતા અરેરાટી પ્રસરી ગઇ છે. બે વર્ષની નાની માસુમ દિકરી જીવતી મળી આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી પોલીસને સુસાઇડ નોટ મળી છે અને આિથર્ક સંકડામણથી ત્રસ્ત હોવાનું પ્રાથમિક કારણ જણાય છે. પ્રાપ્ત વિગત મુજબ શહેરના ટોપથ્રી સીનેમાની પાછળ આવેલ સત્યમ રેસીડેન્સીમાં રહેતા અને અલંગના સ્ક્રેપનો અને બિલીગનો વ્યવસાય કરતા નિલેશ હસમુખભાઇ ઉપાધ્યાયનું ઘરનું બારણું બંધ હતું. દરમ્યાનમાં બંધ મકાનમાંથી બાળકીનાRead More


ભાવનગર : ધોળે દિવસે બુકાનીધારીઆેએ છરીની અણીએ તળાજા રોડ પર 6.3પ લાખની લૂંટ

શહેરના તળાજા રોડ પર જુના જકાતનાકા નજીક આવેલા હિરાના કારખાનામાં આજે વ્હેલી સવારે બુકાની ધારી ત્રણ શખ્સોએ કારખાનાના માલિકને છરી બતાવી રિવોલ્વર તાંકી રૂપિયા પ થી 6 લાખની કિમંતના હિરા અને રોકડા રૂપિયા 33,000 સહિતના મુદ્દામાલની લુંટ ચલાવી નાસી છુટયા હતા. ઘટનાની જાણ થતાં એસ.પી. સી.ડીવીઝન એસ.પી.,એલ.સી.બી., એસ.આે.જી., અને ભરતનગર પોલીસ કાફલાએ દોડી જઇ તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. ઘટના અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના તળાજા રોડ પરના જુના જકાતનાકા વિસ્તારમાં સિદસર રોડ પર કામિનીયાનગર નજીક આવેલા રાધેક્રષ્ણ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલ આેફિસ નંબર 14માં હિરાનું કારખાનું ધરાવતા અશોકભાઈ પ્રેમજીભાઈRead More


ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ વનગર જિલ્લા ના મહુવા તાલુકાના સેડરડા પુરપીડિતોની મુલાકાતે

ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકાના સેડરડા પુરપીડિતોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા  સાથે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ ભારતીબેન ભીંગરાળિયા,,ધારાસભ્ય પ્રવીણભાઈ મારું,રાજેશભાઇ ગોહિલ,કનુભાઈ બારૈયા,પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાળા,રાજુભાઇ મહેતા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ,પ્રદેશ ડેલીગેટ મિલનભાઈ કુવાડિયા,જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન પ્રહલાદસિંહ ગોહિલ,મહુવા વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ વિજયભાઈ બારૈયા,નાનુભાઈ ડાખરા,પૂર્વ વિપક્ષના નેતા પી.એમ.ખેની,,જીતેન્દ્રભાઈ બાલધિયા,રવિરાજસિંહ ગોહિલ,પાર્થરાજસિંહ ભોજપરા,,જિલ્લા મહિલા કૉંગ્રેસ પ્રમુખ ગીતાબેન કોતર,શહર મહિલા કૉંગ્રેસ પ્રમુખ ભાવનાબેન,,જગદીશભાઈ જાજડિયા,પાલીતાણા કૉંગ્રેસ પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ,તળાજા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ,,જીવરાજRead More


ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ ભાવનગર જિલ્લા ના તળાજા ને મહુવા તાલુકાના પુરપીડિતોની મુલાકાતે

ભાવનગર જિલ્લા ના તળાજા ને મહુવા તાલુકાના પુરપીડિતોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા  સર્કિટ હાઉસ આવી પહોંચ્યા  સાથે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,જૂનાગઢ કૉંગ્રેસના પ્રભારી અનિરુદ્ધસિંહ ગોહિલ,ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ ભારતીબેન ભીંગરાળિયા,શહેર પ્રમુખ  રાજેશભાઇ જોશી,ધારાસભ્ય પ્રવીણભાઈ મારું,રાજેશભાઇ ગોહિલ,કનુભાઈ બારૈયા,માજી ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકા,વલ્લબભાઈ કંટારીયા,ડિસ્ટિક બેંકના ચેરમેન નાનુભાઈ વાઘાણી,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઝવેરભાઈ ભાલિયા, વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ,રાજભાઈ મહેતા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ,પ્રદેશ ડેલીગેટ મિલનભાઈ કુવાડિયા,ભીખાભાઇ જાજડિયા,નાનુભાઈ ડાખરા,પૂર્વ વિપક્ષનાRead More


પાયલોટનો મૃતદેહ મળી આવ્યો

હિમાચલમાં મિગ તુટી પડતા પાયલોટનું મોત

ભારતીય હવાઈદળને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે, હિમાચલ પ્રદેશના એક ગામમાં મિગ-૨૧ ફાઇટર જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા બાદ વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. જા કે, બનાવમાં તપાસ કરવામાં આવતા મોડેથી પાયલોટનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ કરી દેવામાં આવ્યો છે. જેટ પંજાબના પઠાણકોટથી રુટિન ઉડાણ પર હતું. હિમાચલના કાંગરા જિલ્લામાં આશરે ૧.૩૦ વાગે આ ુવિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. દુર્ઘટનાના કારણો હજુ જાણી શકાયા નથી. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ કાંગરા જિલ્લા વહીવટીતંત્રએ તપાસRead More


ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં ત્રણના મોત

ગ્રેટર નોઇડા : નિર્માણ હેઠળ રહેલી બે ઇમારતો ધરાશાયી

ગ્રેટર નોઇડા વેસ્ટના શાહબેરી વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક ચાર માળની અને બીજી છ માળની ઇમારત ધરાશાયી થવાના કારણે ત્રણ લોકોના મોત થઇ ગયા છે. કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. બચાવ અને રાહત કામગીરી હાલમાં ચાલી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોતનો આંકડો વધી શકે છે. ઘટનાસ્થળ પર રહેનાર લોકોએ કહ્યુ છે કે નિર્માણ હેઠળની ઇમારતમાં ૧૫ મજુરોના પરિવારના સભ્યો ફસાયા હોવાના હેવાલ મળ્યા હતા. બીજી ઇમારતમાં છ પરિવારના શિફ્ટ કરવામાં આવ્યા હતા. શાહબેરીમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદRead More


સુરક્ષા દળોની ચિંતામાં વધારો થયો છે. : રિપોર્ટ

જમ્મુ કાશ્મીર : સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે

નવી દિલ્હી,તા. ૧૮ જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધી તરફ લોકો વધુ પ્રમાણમાં આકર્ષિત થઇ રહ્યા છે. હાલમાં બનેલી કેટલીક ઘટના આ તરફ ઇશારો કરે છે. સુરક્ષા દળો માને છે કે છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદીઓને સ્થાનિક લોકો તરફથી સમર્થન મળી રહ્યુ છે. ખીણમાં ત્રાસવાદી ઘટનામાં વધારો થયો છે. સુરક્ષા દળો એમ પણ માને છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યની અંદર સ્થાનિક લોકો હવે વધારે ત્રાસવાદીઓને ટેકો અને સમર્થન આપી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સુરક્ષા દળોની કાર્યવાહીના પરિણામ સ્વરૂપે અડચણો ઉભી થઈ રહી છે. ત્રાસવાદીઓની સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કેટલાક સ્થાનિકRead More