Main Menu

Monday, July 23rd, 2018

 

ખાંભા તાલુકાના વાંગધ્રા ગામેથી ૧૫,૭૦૦/- ના પ્રોહી. મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર આર.આર.સેલ

ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી એન.એન. કોમાર સાહેબના માર્ગદર્શન હેઠળ દારૂ તેમજ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચના મુજબ ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એ.એસ.આઈ. વી.ડી.ગોહિલ તથા હેડ.કોન્સ. કિરણભાઈ સોલંકી પેટ્રોલિંગમાં હતા,દરમ્યાન એ.એસ.આઈ. વી.ડી. ગોહિલને મળેલ બાતમી આધારે છાણાં વાંકીયા તરફથી એક મોટર સાયકલ ડેડાણ તરફ દેશીદારૂ લઈને આવતો હોવાની ચોક્કસ બાતમી આધારે વાંગધ્રા ગામ પાસે રોકી ચેક કરતા લાખાભાઈ મનુભાઈ પરમાર રે.છાણાં વાંકીયા તા.ગીર ગઢડા વાળો દેશીદારૂ લીટર- ૩૫ તથા મોટર સાયકલ સહિત કિ.રૂ. ૧૫,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી ખાંભા પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


ગુજરાતમાં હજુ સુધી ૪૨૭ મીમીથી વધુ વરસાદ

ગુજરાત : છેલ્લા ૮ દિનમાં સિઝનનો ૫૦ ટકા વરસાદ

ગુજરાતભરમાં મોનસુન જારદારરીતે સક્રિય થયેલું છે. આઠ દિવસના ગાળામાં જ સિઝનનો ૫૦ ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાના આંકડા સપાટી ઉપર આવ્યા છે. ક્રિકેટ ખેલાડીની જેમ ધીમી ઇનિંગ્સ બાદ ગુજરાતમાં મોનસુને આક્રમક બેટિંગ કરી છે અને છેલ્લા દિવસોમાં વરસાદી આંકડાને સરભર કરી દીધા છે. ૨૦મી જૂનથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઓછો વરસાદ નોંધાયો હતો. જા કે, ત્યારબાદ જારદાર વરસાદ થયો છે. ૧૩મી જુલાઈથી ૨૦મી જુલાઈ વચ્ચેના આઠ દિવસના ગાળામાં જ ૨૫.૮ ટકા સુધીનો વરસાદ ખાબકી ગયો છે. પહેલા ૨૦મી જૂનથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળામાં ૨૨.૮ ટકા વરસાદ થયો હતો જેની સામેRead More


નવસારી, વલસાડ, સુરત, ભરુચ માટે ચેતવણી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ માટે ચેતવણી

ગુજરાતમાં હજુ પણ જારદારરીતે મોનસુન સક્રિય થયેલું છે. જુદી જુદી સિસ્ટમ સક્રિય થયેલી હોવાથી આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તંત્રની ચેતવણી બાદ જે વિસ્તાર માટે ચેતવણી જારી કરવામાં આવી છે ત્યાં જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. હાલમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઇ ચુક્યો છે જેથી પહેલાથી જ બચાવ ટીમો સક્રિય છે. બીજી બાજુ પુરગ્રસ્ત વિસ્તારો માટે રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસો પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇRead More


સુરતના પરબત પાટીયામાં ખાડીના પાણી ઘૂસ્યા

ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : સુરતમાં ભારે વર્ષા

ગુજરાત રાજયમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. ખાસ કરીને સુરત જિલ્લામાં વરસાદનું જાર વધુ નોંધાયું હતું. સુરતમાં ભારે વરસાદને પગલે સ્થાનિક ખાડીઓમાં પાણીનું જળસ્તર નોંધનીય રીતે વધ્યું હતું અને કાંકરા અને મીઠી ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતાં પરવત પાટિયાની સરસ્વતી સ્કૂલ સહિતની ત્રણ સ્થાનિક શાળાઓ ખાડીના પાણીમાં ડૂબી હતી. માત્ર શાળાઓ જ નહી પરવત પાટિયા અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરો-દુકાનો અને બજારોમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા હતા, જેને લઇ સ્થાનિક લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં સુરત જિલ્લામાં સૌથીRead More


મૃતકના પરિવારને બે લાખના વળતરની જાહેરાત

ગાઝિયાબાદમાં ઇમારત તુટી પડી ૧નું મોત, અનેક ઘાયલ

ગ્રેટર નોઇડાના શાહબેરી ગામમાં બે ઇમારતો ધરાશાયી થવાની ઘટનાને લઇને હોબાળો હજુ શાંત થયો નથી ત્યારે ગાઝિયાબાદના મસુરીમાં વધુ એક ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. નિર્માણ હેઠળની એક ઇમારત આજે ધરાશાયી થતાં એક વ્યક્તિ  મોતના સમાચાર મળ્યા છે. અનેક લોકો કાટમાળ હેઠળ ફસાયા હોવાના અહેવાલ મળ્યા છે. પાંચ લોકોને હજુ સુધી બચાવી લેવામાં આવ્યા છે જેમાં બાળકોનો સમાવેશ થાય છે. સરકારે મૃતકના પરિવારને બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મામલામાં ગંભીરતાને ધ્યાનમાં લઇને તપાસના આદેશ કરી દીધા છે. કમિશનરRead More


સાગર સીમા સુરક્ષિત રાખવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે. – ગૃહ રાજયમંત્રીશ્રી

સમગ્ર વિશ્વના આર્થિક, સામાજિક, અને સાંસ્કૃતિક ઉત્કર્ષમાં સાગરનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. એ જ રીતે ભારતની કલા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવનાના સંદેશના પ્રસારણમાં ભારત અને ગુજરાતના સાગર(માર્ગ)નું મહત્વનુ યોગદાન રહ્યુ છે. ત્યારે સ્વચ્છ સાગર, સમર્થ ભારત, સુરક્ષિત સાગર, સમૃધ્ધ ભારતની ભાવના ચરિતાર્થ કરવા સાગર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા તા.૨૧ અને ૨૨ જુલાઇ દ્વિદિવસીય સીમા જાગરણ મંચ સાગર ભારતી દ્વારા ચિંતન શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શિબિરના સમાપન પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, વિશાળ સાગર કાઠો ધરાવતા ગુજરાતની સાગર સીમા સમૃધ્ધ અને સુરક્ષિત બનેતે હેતુથી રાજયRead More


ભાવનગર જિલ્લાના પાલીતાણા પ્રાંન્તના પડતર પ્રશ્નોનો નિકાલ અંગેનો કાર્યક્રમ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

ભાવનગર જિલ્લાના પાલીતાણા પ્રાંન્તના પડતર પ્રશ્નોનો નિકાલ અંગેનો કાર્યક્રમ ચમો વિધાલય ખાતે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મંત્રીશ્રીએ જણાવ્યુ હતું. કે સરકારનુ બીજુ નામ છે ઉધરાણી, ફોલોપ કામ કરવાની ટેકનીક છે. ટુકમાં વહીવટી સુધારણા અંગેનો આપણા રૂપાણી સરકારનો પ્રયત્ન છે. આ કાર્યક્રમમાં સીટી/શહેરમાં દબાણ હશે તો સગા સબંધીની કે અંગત કોઇ વાત સાંભળવામાં આવશે નહી. સરકાર કોઇની સેહ શરમ રાખયા વગર કડક હાથે કાર્યવાહી કરી દબાણ દુર કરવામાં આવશે. પછી કોઇ પણ વ્યકતિએ મને ફોન કરવા નહિ. આ કાર્યક્રમમાં પાલીતણા અને ગારીયાધાર તાલુકાનાRead More


વરસાદ એક મહિનો મોડો શરૂ થયો તેનુ કારણ ગ્લોબલ વોર્મીંગ હોવાનુ જણાવતા મંત્રીશ્રી

ભાવનગર જિલ્લા શિહોર પ્રાન્ત હેઠળના ઉમરાળા, વલ્લભીપુર અને શિહોર તાલુકાના ગામોના પડતર પ્રશ્નોના નિકાલ/ઉકેલ અંગેનો કાર્યક્રમ શિહોર ખાતેની મામલતદાર કચેરીના હોલમાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમન અધ્યક્ષ સ્થાને મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રોઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, આપણે ત્યા મહેમાન આવે ત્યારે અડધો ગ્લાસ જ પાણી આપવુ મોટુ કુટુંબ આખા દિવસમાં ૪ થી ૫ લીટર પીવાનુ પાણી વેડફીફ નાખે છે. તે ખુબ જ ગંભીર બાબત છે. આવા સંજોગમાં સમગ્ર રાજયમાં પીવાના પાણીની ઘટ પડે છે. સૌએ પાણીની બચત કરવી જોઇએ તેના ઉપર મંત્રીશ્રીએ ભાર મુકયો હતો. આ કાર્યક્રમમાંRead More


બોટાદ શહેર માં જેન શાશન પ્રભાવક પૂજ્ય યોગશ્રમણ વિજયસુરીશ્વરજી સહિત ના સંતો નો વર્ષાવાસ પ્રવેશ

બોટાદ શહેર માં તપગછ જૈન સંઘ માં આજે નેમિસુરીજી મહારાજ ના સંપ્રદાય ના ગુરુદેવ આચાર્ય શ્રી યોગશ્રમણ વિજયસુરીશ્વરજી  મહારાજ નો ચાતુર્માસ પ્રવેશ થયો. જેન શાશન પ્રભાવક પૂજ્ય યોગશ્રમન વિજયસુરીશ્વરજી ને સત્કારવા ભાવિકો દ્વારા ધમોઉલ્લાસ થી સંતો ને વર્ષાવાસ પ્રવેશ કરાવ્યો.


વિધુ વિનોદ ચોપડા ફિલ્મ બનાવવા માટે તૈયાર

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવવાની તૈયારી કરી ચુક્યા છે. આ ફિલ્મનુ નામ એક લડકી કો દેખા તો એસા લગા રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી ચોપડા નિર્દેશન કરનાર છે. આ સંબંધમાં વાત કરતા વિધુ વિનોદ ચોપડાએ વિગત આપતા કહ્યુ છે કે આ એક ખુબ મોટી બાબત છે. તે આને લઇને ખુબ ઉત્સાહિત છે. અનિલ કપુરની સાથે ફિલ્મને લઇને તેઓ પહેલાથી જ આશાવાદી હતા. અનિલ કપુર અને સોનમ એક સાથે કામ કરી રહ્યા છે. અનિલ કપુરRead More