Main Menu

Friday, August 3rd, 2018

 

સાવરકુંડલા ના ઘનશ્યામનગરમાં ૧૧ ફૂટ ની દીવાલ ટપીને દીપડાએ ગાય નું મારણ કર્યું …

ઘનશ્યામ નગર મા ૧૧ ફુટ દીવાલ ટપી ને દીપડાયે ગીર ગાયની ૪ મહીનાની વાછડી નુ મારણ કરીયુ છે. સવારે ૩ વાગે દીવાલ ટપીને આવયો હતો. જે ના માલીક દાસભાઈ ભાકુભાઈ કસવાળા ની વાછડીનુ મારણ કરેલ છે.  ગામમા દીપડા દીવાલ કુદતા ભયનો માહોલ છવાયો.


ગૌ રક્ષક સ્વ.રાજુભાઈ ગાંડાભાઈ રબારીની હત્યા બાબતે નિવેદન

સવિનય ઉપરોક્ત બાબતે આપ સાહેબશ્રીને વિદિત ત્તાય કે તા.૨૫-૭-૨૦૧૮ ના રોજ મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામના ગૌ રક્ષક સ્વ.રાજુભાઈ ગાંડાભાઈ રબારી કે જેઓ સતત ગૌ રક્ષા માટે પ્રયત્નશીલ રહેતા. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવેલ હોઈ, તેમજ આપણો ભારત દેશ કૃષિપ્રધાન દેશ હોઈ, હજારો વર્ષો ગાયને આપણે પવિત્ર માનીએ છીએ. આવા ઉમદા કાર્ય કરનારા સ્વ.રાજુભાઈ ગાંડાભાઈ રબારી હંમેશા ગૌ રક્ષા માટે તત્પર રહેતા. ગૌ રક્ષકશ્રી રાજુભાઈ ગાંડાભાઈ રબારીએ ગેરકાયદેસર ચાલતા કતલખાના સામે મોરચો માંડી ગૌ રક્ષાનું કામ કરી આવા કતલખાના બંધ કરાવ્યા હતા. જેનું મનમાં વેર રાખી કેટલાકRead More


સેન્ટ ઝેવિયર્સના બાળકોને મનોરંજન કરાવ્યું

કાર્ટુન કલાકાર મોટુ-પતુલએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું

દેશની નંબર વન બાળકોની મનોરંજન ચેનલ નિકલોડિયનના સૌથી લોકપ્રિય કાર્ટુન કલાકાર મોટુ અને પતલુ આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. શહેરના મીરઝાપુર વિસ્તારમાં આવેલી વર્ષો જૂની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં મોટુ અને પતલુએ અચાનક મુલાકાત લઇ શાળાના બાળકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બાળકો પણ પોતાના ફેવરીટ અને મનપસંદ કાર્ટુન કલાકાર મોટુ અને પતલુને જાઇને ખુશીથી ઝુમી ઉઠયા હતા અને ચિચિયારીઓ  પાડી ઉઠયા હતા. મોટુ અને પતલુએ પણ બાળકો સાથે હાથ મિલાવી, તેમની સાથે ડાન્સ અને ધીંગામસ્તી કરી તેમને બહુ મોજ મસ્તી કરાવી હતી. મોટુ અને પતલુએ સેન્ટ ઝેવિયર્સ ઉપરાંત શહેરના અન્ય સ્થળોએ પણRead More


મુખ્યમંત્રી ફડનવીસે સ્પષ્ટરીતે ખાતરી આપી

મરાઠાને અનામત આપવા માટેની માંગને સંપૂર્ણ ટેકો

મહારાષ્ટ્ર સરકારે આજે ખાતરી આપી હતી કે, મરાઠા સમુદાયના લોકોને અનામત આપવા માટેની માંગણીને તે ટેકો આપે છે. સરકારે ખાતરી આપી છે કે, સમુદાયના સભ્યોને કાયદાકીયરીતે અનામત આપવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તરફથી આ ખાતરી આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જરૂરી કાયદાકીય પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ અનામત આપવામાં આવશે. રાજ્યના નેતાઓ, મરાઠા આંદોલનના ટોપ નેતાઓ અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મુખ્યમંત્રીએ આ ખાતરી આપી હતી. મરાઠાને અનામત આપવાના મુદ્દે આ મિટિંગ યોજાઈ હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જુદા જુદા વર્ગના લીડરો સાથેRead More


કેશબેક યોજનામાં કાપ મુકવામાં આવ્યો

પેટ્રોલ પંપ ઉપર ડિજિટલ પેમેન્ટ પર કેશબેક ઓછુ

પેટ્રોલ પંપ પર ડિઝીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી કેશબેક યોજનામાં કાપ મુકવામાં આવ્યો છે. ગ્રાહકોને પેટ્રોલ-ડિઝલ ભરાવવાની  સ્થિતિ ડિઝીટલ ચુકવણી પર હવે ૦.૭૫ ટકાના બદલે માત્ર ૦.૨૫ ટકા જ છૂટછાટ મળશે. ચુકાદા સાથે જાડાયેલા લોકો દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. ડિઝીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવાના ઈરાદાથી ૧૩મી ડિસેમ્બર ૨૦૧૬થી પેટ્રોલ અને ડિઝલ ખરીદવા પર ચુકવણી ડેબીટ, ક્રેડિટ કાર્ડથી કરવાની સ્થિતિ માં ૦.૭૫ ટકા છૂટછાટ મળતી હતી. આ છૂટછાટ કેશબેક માધ્યમથી આપવામાં આવી રહી હતી. આના અંદર ચુકવણીના ત્રણ દિવસ બાદ છૂટછાટની રકમ ગ્રાહકોના ખાતામાં પરત આવતીRead More


બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો ઇ-મેલ દ્વારા શાળાઓને મોકલાશે

ICSE શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧ પરીક્ષા બોર્ડ લેશે

કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (આઇસીએસઇ) પણ હવે હાલમાં ચાલી રહેલા આ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનાં પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવતાં હતાં, પરંતુ હવે ધોરણ-૯ અને ધોરણ-૧૧ની પરીક્ષા પણ હવે બોર્ડ દ્વારા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માટે આઇસીએસઇ બોર્ડે તજવીજ હાથ ધરી છે. નવી પધ્ધતિના ફેરફારમાં પરીક્ષાનાં પેપર બોર્ડ પોતાના સ્તરે જ તૈયાર કરાવશે. ધોરણ-૯ અને ૧૧ની પરીક્ષા બે સત્રમાં લેવાશે. ધોરણ-૯ની પરીક્ષા તા.૧ર નવેમ્બરથી ર૮ નવેમ્બર સુધી અને ધોરણ-૧૧ની પરીક્ષા તા.૧ર નવેમ્બરથી ૬ ડિસેમ્બરRead More


કસૂરવાર શાળા-કોલેજાની મિલ્કતોને સીલ મરાશે

પાર્કિંગને લઇ નોટિસને અમલી ન કરનાર શાળાઓ પર તવાઈ

શહેરમાં ચાલતી ટ્રાફિકની ડ્રાઈવને ટ્રાફિક પોલીસ આજથી વધુ કડક બનાવવા જઈ રહી છે. ટ્રાફિક અને પા‹કગ મુદ્દે શહેરની શાળા-કોલેજો, મોલ, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ વગેરે મિલકતોને ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી નોટિસનું સમયમર્યાદામાં પાલન નહી કરાય તો ટ્રાફિક પોલીસ દ્વારા આવી કસૂરવાર મિલકતોનું લિસ્ટ તૈયાર કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવશે. ત્યારબાદ શાળા-કોલેજ, શોપીંગ મોલ કે હોસ્પિટલ  સહિતની આવી પ્રિમાઇસીસીમાં પા‹કગ મુદ્દે સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહી, આ અંગેનો સમગ્ર રિપોર્ટ પણ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્‌લેટ, સોસાયટી તેમજ મિલકતોની બહાર નો-વિઝિટર પા‹કગRead More


અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં તકલીફ પડી શકે

નવરાત્રિ વેકેશન : નિર્ણય પર ફેર વિચારણા કરવાની માંગ

અમદાવાદ શહેરમાં મોટાભાગની ખાનગી સ્કુલો નવરાત્રિ વેકેશનને લઇને વાંધો ઉઠાવી રહી છે. આને લઇને હજુ પણ ચર્ચા ચાલી રહી છે. મોટાભાગની ખાનગી સ્કુલોએ ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગણી કરી છે. આટલી રજા પડશે તો પાઠ્યક્રમ અથવા તો અભ્યાસક્રમને કઇરીતે પૂર્ણ કારશે તેને લઇને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આ વિરોધ પ્રદર્શન જારી રહે તેવી શક્યતા છે. સ્વરનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પત્ર લખીને વિરોધ નોંધાવી દેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ફેરવિચારણા કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યમાં શૈક્ષણિક સત્રની વાત કરવામાં આવે તો પ્રથમRead More


રાજુલા જાફરાબાદને પાક વિમામા અન્યાય…પાક વિમાંમાંથી બાકાત અને જાફરાબાદમાં માત્ર કપાસનો નજીવી રકમનો પાક વિમો : ટીકુભાઈ વરુ

તાજેતરમાં ગુજરાત સરકારના ભા.જ.પ. ના આગેવાનો દ્વારા પાક વિમાની મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે. ત્યારે રાજુલા વિસ્તારને પાકવિમા માથી બાકાત ક્યાં કારણોસર કરેલ. અને જાફરાબાદ તાલુકામાં માત્ર કપાસનો પાક વીમો માત્ર રૂ.૩ ટકા એટલે રૂ.૮૮૦૫૦.૬૬ જેવી નજીવી રકમ ફાળવી ખેડૂતોની મજાક ઉડાડી છે. અને બીજા તાલુકાના તમામ વસ્તુના પાકનો વીમો મળેલ જયારે જાફરાબાદમાં માત્ર કપાસનો વીમો મંજુર કરેલ છે. તો અન્ય વીમો મંજુર કરવો જે વીમો બીજા તાલુકાના પ્રમાણ – જાફરાબાદમાં માંગ છે. વધુ માં જણાવવાનું કે ભા.જ.પ. સરકારને વધુ માં વધુ મત રાજુલા-જાફરાબાદ વિસ્તાર આપે છે. તો આRead More


ભાવનગર શહેરના વિસ્તારોમાં આરસીસી રોડ તેમજ ડ્રેનેજના કામોનું ખાતમહુર્ત

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી આજ રોજ ભાવનગર શહેરમાં અનેક તેના મત વિસ્તારમાં ખાતમહુર્ત કરવામાં આવ્યા હતા જેમાં શહેરના કાળીયાબીડમાં આરસીસી રોડનું ખાતમહુર્ત કર્યું હતું તો શહેરના ફુલસર,હાદાનગર અને કુંભારવાડા જેવા વિસ્તારોમાં આરસીસી રોડ તેમજ ડ્રેનેજના કામોનું ખાતમહુર્ત કર્યું હતું તો નારી ગામ ખાતે પાંચ કરોડના ૫ એમએલડી ફિલ્ટર પ્લાન્ટનું પણ ખાતમહુર્ત કર્યું હતું આ પ્રસંગે ભાજપના સ્થાનિક નેતાઓ અને વોર્ડ પ્રમુખોએ હાજરી આપી હતી કુલ શહેરના પોતાના મત વિસ્તારમાં આશરે ૧૮ કરોડના કામોના ખાતમહુર્ત કર્યા હતા.