Main Menu

Saturday, August 4th, 2018

 

ખાંભા તાલુકાના ડેડાણ મા પ્રાથમિક શાળામાં હોમગાર્ડ જવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયૂં

મોહસીન પઠાણ ડેડાણ અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી અશોકભાઈ જોષી ની સૂચના અનુસાર તાલીમ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ડેડાણ હોમગાર્ડ ઇન્ચાર્જ કમાન્ડર શ્રી ધનશ્યામભાઈ કચ્છી જે ડી જોષી મૂન્નાભાઇ શિયાળ અશોક પરમાર સહિતના હોમગાર્ડ જવાનો દ્વારા ડેડાણ ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું


વડિયા સુરવો ડેમ ખાતે વાડિયા પંચાયત ટિમ દ્વારા વૃક્ષાએ નું રોપણ કરાયું

રાજુ કારિયા વડિયા વડિયા પંચાયત પ્રમુખ છગનભાઇ ઢોલરીયા તેમજ મહમદભાઈ રસોયા વેપારી મંડળ પ્રમુખ મિતુલભાઈ ગણાત્રા ધીરુભાઈ ઢોલરીયા.મિહિરભાઈ સુમરા જેઓ ના હાથે vruxa રોપણ કરવામાં આવ્યું આ તકે પંચાયત કર્મચારી ટિમ પણ જોડાઈ હતી


દામનગર શહેર ની પાણી પુરવઠા બોર્ડ ની કચેરી કમ્પાઉન્ડ માં નવ લાખ લીટર ની પાણી શુદ્ધિકરણ ની ક્ષમતા ધરાવતો સંપ ધડાકા ભેર તૂટી પડ્યો

દામનગર શહેર ના પાણી પુરવઠા બોર્ડ ની કચેરી કમ્પાઉન્ડ માં આવેલ ત્રણ સંપ પેકી એક નંબર નો સંપ બપોર ના ૩-૧૫ કલાકે ધડાકા ભેટ તૂટી પડ્યો નવ લાખ લીટર પાણી શુદ્ધ કરવા ની ક્ષમતા ધરાવતો  સંપ અચાનક તૂટી પડવા નું કારણ શું ? કાળુભાર પાણી પુરવઠા યોજના હેઠળ ની વિશાળ સંકુલ ધરાવતી કચેરી માં એક એક લાખ લીટર ની સંગ્રહ શક્તિ ધરાવતા ઓવર હેડ પણ પડવા ની રાહ માં છે બાજુ માં મોટી રહેણાંક વસાહત માટે ખતરા રૂપ ઓવર હેડ પણ પડું પડું થઈ રહ્યા છે         Read More


બાબરા તાલુકા સંકલનની બેઠકમાં હોબાળો…સંકલન સમિતિની બેઠકમાં લોક પ્રશ્નો સાંભળવામાં નહી આવતા હોવાનો આક્ષેપ…ભાજપના ઈશારે તંત્રના બાબુઓ કામ કરતા હોવાનો આક્ષેપ : વિરજી ઠુમર….

રાજુ બસીયા બાબરા બાબરામાં બીઆરસી ભવન ખાતે પ્રાન્ત અધિકારી ના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિતિમાં તાલુકાની સંકલન બેઠક યોજાઇ હતી આ બેઠકમાં તાલુકાના વિવિધ પ્રકારના લોક પ્રશ્નો રજૂ થતા હોય છે અને તેનો સ્થળ પર નિકાલ કરવામાં આવતો હોય છે      આ સંકલન બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર, સહિત દરેક સરકારી કચેરી ના વડા સહિત તાલુકાના અપેક્ષિત આગેવાનો અને અરજદારો ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે આજની આ બેઠકમાં લાઠી પ્રાન્ત અધિકારી વી.સી બોડાણા દ્વારા કોંગ્રેના   જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન સહિત તાલુકાના અગ્રણી આગેવાનો અને સરપંચોRead More


અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી

અમદાવાદ : કાર ચોરી કરતી ટોળકીના ૩ શખ્સો ઝડપાયા

અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારમાં ફોરવ્હીલ ગાડીઓની ચોરીઓ કરતી ટોળકીના ત્રણ ઈસમોને પકડી લઈ તેમની પાસેથી ચોરીની ૨૮ જેટલી કાર કબ્જે કરીને ૨૫૧ જેટલા કાર ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાંચની ટીમ જ્યારે પેટ્રોલીંગ પર હતી ત્યારે બાતમીના આધારે આરોપી અરવિંદભાઈ દુલાભાઈ માણીયા (પટેલ) રહે. બાવળાનાને ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી ફોરવ્હીલ ચોરીના ગુન્હાઓ વધુ પ્રમાણમાં બની રહ્યા છે. ચોરીના ગુન્હા વધતા ચોરાવાળી જગ્યાઓની ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તથા માણસો દ્વારા વિઝીટ કરવામાં આવતી હતી અને જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવી તેમજRead More


રેનેસાંસ અમદાવાદ હોટલ દ્વારા

શહેરમાં જાપાનીઝ-સિચુઆન સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ કુરો શરૂ

ગુજરાત રાજ્યના જાપાનીઝ સમુદાય સાથે મજબૂત સંબંધો તથા રાજ્યમાં જાપાનીઝ મૂડીરોકાણમાં તેમજ વ્યુહાત્મક ભાગીદારીઓમાં સતત થઈ રહેલા વધારાની સાથે સાથે જાપાન અને ગુજરાત વચ્ચે સતત વાયબ્રન્ટ સાંસ્કૃતિક આદાન-પ્રદાનને ધ્યાનમાં લઈને બિઝનેસ ટ્રાવેલર્સને અપેક્ષિત ન હોય તેવો સારો અનુભવ પૂરો પાડવાના તેમજ વિવિધ સંસ્કૃતિઓ સાથે સમન્વયના ઉદ્દેશ વડે પ્રવાસીઓને સહાયક બનવાની બ્રાન્ડ ફિલોસોફી અનુસાર અમદાવાદ હોટલ દ્વારા અધિકૃત જાપાનીઝ અને સિચુઅન સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ ‘કુરો’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં સૌપ્રથમ અને અનોખી પહેલ તરીકે અમદાવાદમાં એસજી હાઇવે પર રેનેસાંસ હોટલ દ્વારા ‘કુરો’ ના રસોઈ કૌશલ્યને પૂરક બને તે રીતે શાકાહારી અનેRead More


ફિલ્મના પ્રમોશનને લઇ સ્ટારકાસ્ટ ભારે ઉત્સાહિત

શું થયું ગુજરાતી કોમેડી ફિલ્મની સ્ટારકાસ્ટ શહેરની મુલાકાત

ગુજરાતી કોમેડી ફિલ્મ શું થયુ? ના પ્રમોશનને લઇ ફિલ્મનો હીરો મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા સહિતની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. ફિલ્મના પ્રમોશનને લઇ સ્ટારકાસ્ટ ભારે ઉત્સાહિત હોવા સાથે તેમણે જણાવ્યું કે, કંઇક અલગ અને રસપ્રદ વિષય આધારિત આ ફિલ્મ હોઇ ગુજરાતી દર્શકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવશે તેવો અમને વિશ્વાસ છે. શું થયુ ફિલ્મની વાર્તા કંઇક એ પ્રકારની છે કે, મનન એક સાધારણ છોકરો છે, જે ક્રિકેટ રમતી વખતે પડી જાય છે અને તેને પથ્થર વાગવાથી પોતાની યાદશકિત ગુમાવી બેસે છે. તે તેના મિત્રો અને પ્રેમિકાને પણ ભૂલી જાયRead More


મગફળી કાંડ મુદ્દે કોંગ્રેસ લડાયક મૂડમાં

મગફળી કાંડ : ભાજપ સરકાર સત્યને છુપાવવા પ્રયાસો કરે છે

તાજેતરમાં પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળી વેપારીઓએ લેવાની ના પાડતા આ કોથળાઓની તપાસ દરમ્યાન તેમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળી છે, તેવી જ રીતે ટેકાના ભાવે ખરીદાયેલ ૩૫૦૦ કરોડની મગફળી કે જે ગોડાઉનોમાં સંગ્રહીત છે તે તમામ મગફળીના કોથળાઓમાં માટી-ધૂળ-ઢેફા-રેતી ભરેલા છે, જેથી તે તમામ કોથળાઓ સરકારી તંત્ર, વિપક્ષ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓ અને મીડીયાના મિત્રોની હાજરીમાં ઊંધા ઠાલવીને મગફળીની ગુણવત્તા ચકાસવા અને ઉચ્ચ ન્યાયપાલિકાના નામદાર ન્યાયાધીશોની અધ્યક્ષતામાં સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા ગઈકાલ તા. ૨-૮-૨૦૧૮ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીRead More


મગફળી ખરીદીએ કોઇ કૌભાંડ નથી : વાઘાણી

મગફળીના પ્રશ્ને કોંગી મગરના આસું સારવાનું બંધ કરે : ભાજપ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મગફળી મામલે કોંગ્રેસ મગરના આસું સારવાનું અને જુઠ્ઠા આક્ષેપો કરવાનું બંધ કરે. મગફળી ખરીદી કે કોઈ કૌભાંડ નથી પરંતુ ભાજપા સરકારની ખેડુતોના હિત માટેની ઉદાહરણરૂપ ઉત્તમ કામગીરી છે. ગયા વર્ષે ગુજરાતમાં મગફળીનો મબલખ પાક થયો હતો ત્યારે બજારમાં મગફળીનો ભાવ ઘટીને ૬૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. તહેવારો નજીક હતા તેથી ખેડુતો ચિંતિત હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપા સરકારે મગફળી ખરીદીનો ઐતિહાસિક નિર્ણય લઈ બજાર ભાવ રૂપિયા ૬૦૦ હોવા છતાં ૯૦૦ રૂપિયાના ભાવે ખેડુતોની અંદાજે ૧૦ લાખ ટન મગફળીની ખરીદીRead More


સની લિયોન બાદ સૌથી લોકપ્રિય થઇ રહી છે

હવે સેક્સી અર્શી થિયેટરમાં પણ ભૂમિકા કરવા સુસજ્જ

બિગ બોસ-૧૧માં પોતાના વિવાદાસ્પદ નિવેદન અને ડ્રેસના કારણે ચર્ચામાં રહેનાર અભિનેત્રી સેક્સી અર્શી ખાન હવે બોલિવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. તે તમિળ અને હિન્દી ફિલ્મો મેળવી રહી હોવાના હેવાલ મળ્યા છે. તે થિયેટરમાં પણ પોતાની એક્ટિંગ  કુશળતા સાબિત કરવા માટે ઉત્સુક છે. બિગ બોસમાં ભાગ લીધા બાદ તેની બોલબાલા સતત વધી રહી છે. અર્શી ખાન હવે પ્રભાસ સાથે એક ફિલ્મ કરી રહી હોવાના હેવાલ મળ્યા છે. બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે તે અંગેના હેવાલ તો પહેલાથી જ આવી ચુક્યા છે. હવે એવુ જાણવા મળ્યુ છેRead More