Main Menu

Sunday, August 5th, 2018

 

આંકડાની માથાકૂટને બદલે એક એક બાળકને લક્ષ્યમાં રાખો : શ્રી વિનોદ રાવ

આંકડાની માથાકૂટને બદલે એક એક બાળકને લક્ષ્યમાં રાખો તેમ શિક્ષણ અગ્રસચિવ શ્રી વિનોદ રાવે લોકભારતી સણોસરામાં “મિશન વિદ્યા” સમિક્ષ કાર્યક્રમમાં જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સઘન રીતે શિક્ષણમાં સુધારો લાવવા પાયાના સ્તરથી જ કામગીરી થાય તે હેતુથી “મિશન વિદ્યા” સંદર્ભે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં સમિષ્ઠા કાર્યક્રમ યોજાઈ ગયો. શનિવારે યોજાયેલ આ સમીક્ષામા ભાવનગર,બોટાદ, તથા અમરેલીના જવાબદારીવાળા શિક્ષક સામેલ થયા હતા. રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી વિનોદ રાવે આ સમીક્ષા દરમિયાન જણાવ્યું કે, આંકડાની માથાકૂટ કે તેવી બહુ બાબતોમાં પડવાને બદલે એક એક બાળકને લક્ષમાં રાખી કોઈ વિદ્યાર્થી બાળક નબળુ, કુપોષિત છે.Read More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]q4OYhphPxqc[/wpdevart_youtube]


ધારી ગીર પૂર્વમાં ર સિંહણનાં મોતથી સિંહપ્રેમીઓમાં નારાજગી

વન વિભાગની નિષ્‍ક્રીયતાની તપાસ જરૂરી ધારી ગીર પૂર્વમાં ર સિંહણનાં મોતથી સિંહપ્રેમીઓમાં નારાજગી. 3 દીપડા બાદ વધુ ર સિંહણ કાળનો કોળિયો બની. ધારી પંથકમાં ર દિવસ પહેલા 3 દીપડાનાં કમોત થયાની ઘટનાના અહેવાલની શાહી સૂકાઈ નથી. ત્‍યાં આજે ર સિંહણના શંકાસ્‍પદ મોત થતા વન વિભાગની નિષ્‍ક્રીયતા પ્રકાશમાં આવ છે. હડાળા રેન્‍જમાં 9 વર્ષની સિંહણનું વાયરસથી અને મિતીયાળા અભ્‍યારણમાં 1પ વર્ષની કોલર આઈડી સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સિંહ પ્રેમીઓમાં રોષ ઉભો થયો છે. સીસીએફ, ડીસીએલ અને એસીએફ દ્વારા અલગ-અલગ જવાબથી આશ્ચર્ય ફેલાયું છે. કરોડો રૂપિયાનો ખર્ચ વન્‍ય પ્રાણીઓની સુરક્ષાRead More


મગફળી કૌભાંડની હાઈકોર્ટનાં સીટીંગ જજ, વિપક્ષ અને મીડિયાની હાજરીમાં તપાસ કરાવવા માંગ

અસલી આરોપીઓને સ્‍થાને ફરિયાદીને આરોપી બનાવવાનો કારસો ભાજપ સરકારે આચરેલાં રૂ. 4000 કરોડના મગફળી કાંડમાં ‘‘મગફળી માટી ભેળવી છે કે માટીમાં મગફળી ?ની તટસ્‍થ તપાસ હાઈકોર્ટના સિટીંગ જજના નેતૃત્‍વમાં કરવાની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ સરકારે ખરીદેલી મગફળીના ખાનગી અને સરકારી ગોડાઉનોમાં મગફળી ભરેલાં કોથળાઓની તપાસ જજ, વિપક્ષ અને મીડિયાની હાજરીમાં કરવાનો સરકારને પડકાર ફેંક્‍યો છે. ગોંડલના રામરાજય ગોડાઉન ખાતે બીજા દિવસે ઉપવાસ- ધરણાંમાં વિરોધપક્ષના નેતાએ   મગફળી કાંડના મુળિયા છેકમુખ્‍યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલાં હોવાનું જણાવીને ખેડૂત અને કોંગ્રેસના દબાણને કારણે પોલીસે શરૂ કરેલી ધરપકડમાં ભાજપના મોટા માથાંઓને બચાવવાRead More


શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં શ્રાવણ માસ દરમિયાન પંચ મહાયાગ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળીયામાં પંચમહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં વિશ્વ કલ્યાણ અર્થે સંત ગોપાલગીરીબાપુ સેવક સમુદાય અને શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા પૂરા શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ પાંચ યજ્ઞ યોજાશે. પંચ દિવસીય ગણેશયાગ પ્રારંભ શ્રાવણસુદ-૧ રવિવાર તા.૧૨ અને પૂર્ણાહૂતિ શ્રાવણ સુદ-૬ ગુરૂવાર તા.૧૮ થશે. ત્રિ-દિવસીય વિષ્ણુયાગ પ્રારંભ શ્રાવણ સુદ ૭ શુક્રવાર તા.૧૭ અને પૂર્ણાહૂતિ શ્રાવણ સુદ-૯ રવિવાર તા.૧૯ થશે. દ્વાદશ દિવસીય મહારૂદ્ર યાગ પ્રારંભ શ્રાવણ સુદ-૧૦ સોમવાર પૂર્ણાહૂતિ શ્રાવણ વદ-૫ શુક્રવાર તા.૩૧ થશે. દ્વિ દિવસીય નવચંડી યાગ પ્રારંભ શ્રાવણ સુદ ૧૦ સોમવાર અનેRead More


મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો રેલી સાથે થયેલો પ્રારંભ

ભાવનગર જિલ્લામા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી તા. ૦૧ ઓગષ્ટ થી શરૂ થયેલ છે. તદ અનુસાર તા. ૦૧ ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા. ૦૨ ના રોજ બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, તા. ૦૩ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા. ૦૪ ના રોજ મહિલા નેત્રુત્વ દિવસ, તા.૦૫ ના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા. ૦૬ ના રોજ મહિલા ક્રુષિ દિવસ, તા. ૦૭ ના રોજ મહિલા શિક્ષણ દિવસ, તા. ૦૮ ના રોજ મહિલા સ્વચ્છતા દિવસ, તા. ૦૯ ના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા. ૧૦ ના રોજ મહિલા બાળ પોષણ દિવસ, તા. ૧૧ નાRead More


હિરાના કારખાનામાંથી રૂા.૫.૩૦ લાખની લૂંટ કરનાર બે સગીર સહિત ૫ ઝડપાયા

શહેરનાં તળાજા જકાતનાકાથી ટોપથ્રી જવાના રસ્તે રાધે ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આવેલ હિરાના કારખાનામાં વહેલી સવારે પીસ્તલ જેવા હથીયારો સાથે ઘુસી આવી રૂા.૫.૩૦ લાખના હિરા અને રોકડની લૂંટ ચલાવનાર બે સગીર સહિત પાંચ ઈસમોને એલ.સી.બી.ટીમે ઝડપી લીધા હતા અને તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો. બનાવની મળતી વિગત મુજબ શહેર નજીકનાં તરસમીયા ગામે રહેતાં અને તળાજા જકાતનાકા પાસે રાધેક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં હિરાનું કારખાનું ધરાવતાં અશોકભાઈ પ્રેમજીભાઈ પટેલ ભરતનગર પોલીસ મથકમાં ગત તા.૨૦-૭ના રોજ ફરિયાદ આપી હતી કે ત્રણ બુકાની ધારી શખ્સો વહેલી સવારે ૬.૩૦ કલાકે કારખાનામાં ઘુસી પીસ્તોલ અને છરી બતાવી તીજોરીમાંથી કાચા તૈયારRead More


વડવા કુંભાર શેરીમાં તસ્કરોનો તરખાટ પ્લાસ્ટીકના વેપારીની દુકાનમાં ખાતર પાડ્યુ

શહેરના વડવા વિસ્તારમાં આવેલ એક દુકાનમાંથી રૂા.દોઢ લાખની મત્તા ચોરી થવા પામી છે. સમગ્ર બનાવ અંગે એ.ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા વિસ્તારમાં આવેલ કુંભારવાળી શેરીમાં ‘સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક’ ના નામે દુકાન ધરાવતા તથા લોહાણા જ્ઞાતિના અગ્રણી દિનેશબાઈ ઠક્કરએ એવા મતલબની ફરિયાદ નોંધાવી છેકે તાજેતરમાં તેઓની જ્ઞાતિ દ્વારા કરવામાં આવેલ ચોપડા વિતરણની રોકડ રકમ રૂા.૭૦ હજાર તથા દુકાનની વસ્તુ વેચાણનો વકરો દુકાનમાં રાખેલ કબાટના ખાનામા મુકી રાત્રે દુકાન વધાવી ઘરે ગયા હતા સવારે દુકાનની દિવાલમાં કોઈ અજાણ્યા શખ્સોએ બાકોરૂ પાડી કબાટના તાળાતોડી રૂા.દોઢ લાખની મત્તા ચોરી કર્યાનું ધ્યાનRead More


કૈલાસ ગુરૂકુળ ખાતે તુલસી જન્મોત્સવ ઉજવાશે

ચિત્રકુટ ધામ-તલગાજરડા તથા કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે મોરારિબાપુ દ્વારા તુલસી જન્મોત્સવ મનાવવામાં આવશે. આ સાથે વાલ્મીકી વ્યાસ તથા તુલસી પદક અર્પણ સમારોહ અને તુલસી સાહિત્ય સંગોષ્ઠિ યોજાશે. મંગળવાર તા.૧૪ ઓગષ્ટથી શુક્રવાર તા.૧૭ ઓગષ્ટ દરમિયાન પ્રતિ વર્ષની જેમ સંત તુલસીદાસજીના જન્મદિન પ્રસંગે મોરારિબાપુ દ્વારા પદક અર્પણ સન્માન તથા તુલસી સાહિત્ય સંગોષ્ઠિના આયોજન મુજબ મંગળવાર તા.૧૪ સાંજે ૪ થી ૭ કલાકે શંકરાચાર્ય સંવાદ ગૃહ ખાતે સંગોષ્ઠિ યોજાશે. બુધવાર તા.૧૪ સવારે ૯-૩૦ થી બપોર ૧ર-૩૦ કલાક તથા સાંજે ૪ થી ૭ કલાકે સંગોષ્ઠિ યોજાશે. ગુરૂવાર તા.૧૬ સવારે ૯-૩૦ થી બપોરે ૧ર-૩૦ કલાક તથાRead More


મગફળી કાંડ : નાફેડ ચેરમેનના ભત્રીજા સહિત ૨૨ની ધરપકડ

રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનની મગફળીમાંથી ધૂળ, માટીના ઢેફા નીકળવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કૌભાંડમાં આજે આખરે પોલીસે નાફેડના ચેરમેન વાઘજી બોડાના ભત્રીજા રોહિત બોડા સહિત ૨૨ આરોપીઓની ધરપકડ કરતાં રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. મગફળી કૌભાંડના ભારે વિવાદ અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા લગાવાયેલા ગંભીર આરોપો બાદ આખરે સરકારને આ સમગ્ર મામલામાં આકરી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાનો કૌટુંબિક ભત્રીજો રોહિત બોડા, સૌરાષ્ટ્ર વેરહાઉસના મેનેજર મગન જાલાવડિયા, ધણેજ સહકારી મંડળીના પ્રમુખ કાળુભાઇ, ચારથી વધુ અધિકારીઓ અને સહકારીRead More