Main Menu

Monday, August 6th, 2018

 

ઓરી- રૂબેલા અંતર્ગત લાઠી મા લાલજી દાદા ના વડલા ખાતે યોજાયી તાલુકા ની શાળા ના આચાર્ય શ્રી ની મીટીંગ

માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી વી. સી. બોડાણા, લાઠી મામલતદાર સાહેબ શ્રી આર. કે. મનાત, લાઠી RCHO સાહેબ શ્રી ડૉ. આર. કે. જાટ અમરેલી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. આર આર મકવાણા, લાઠી ની અધ્યક્ષતા હેઠળ લાલજી દાદાના વડલા ખાતે ઓરી- રૂબેલા અંતર્ગત લાઠી તાલુકા ની જે જે શાળા માં સંતોષકારક કામગીરી થયેલ હતી એ બાબત જે તે શાળા ના આચાર્યો ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું મીટિંગ દરમિયાન માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી લાઠી દ્વારા તમામ શાળા ની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી, ડૉ. આર કેRead More


ઇફકો અને લોકભારતી સણોસરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ…

ઇફકો અને લોકભારતી સણોસરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે શ્રી અરુણભાઈ દવે એ કહ્યું કે, આપણે જીવતા રેહવું હોય તો, ઝાડ વાવવા પડશે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે ઇફકોના સંકલનથી રવિવાર તા.૫ ના દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. અહીં અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ એ વૃક્ષના મહિમાના નાદ સાથે યાત્રા કાઢી હતી. આ પ્રસંગે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવે એ ચિંતન સભર અભ્યાસુ વાત કરી વૈશ્વિક તાપમાન સંદર્ભે ચિંતા વ્યકત કરી આપના વિકાસમાં વૃક્ષોના વ્યાપક છેદનથી થતા વિનાશનો ખ્યાલ આપ્યો અને કહ્યું કે, આપણે જીવતા રેહવું હોય તો, ઝાડ વાવવા પડશે. વૃક્ષોની ઘટ આપણાRead More


ઘોઘા તાલુકાના 12 ગામના ખેડૂતો દ્વારા જમીન રી સર્વે કરવા અને જી.પી સી એલ દ્વારા જે જમીન સંપાદન મામલે આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગર કલેક્ટર શ્રી ને આવેદન આપી  ઘોઘા તાલુકાના 12 ગામના ખેડૂતો દ્વારા જમીન રી સર્વે કરવા અને જી.પી સી એલ દ્વારા જે જમીન સંપાદન કરી છે,અને 2013 ની કલમ 24(2) નો સરેઆમ ભંગ કરી બળજબરીથી કબજો મેળવી કામ ચાલુ કરવામાં આવ્યું છે તેના વિરોધમાં મહામહિમ રાષ્ટ્પતિ  સાહેબને 5259 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની અરજી કરી છે તેનો જવાબ 30 દિવસમાં આપવા અન્યથા ગાંધી  ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન ની ફરજ પડશે જેની જવાબદારી સરકાર  અને તંત્રની રહેશે….ખેડૂત શંઘર્ષ સમિતિના આગેવાનો સાથે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,જિલ્લા યુવાRead More


પરેશ ધાનાણીના સતત ત્રીજા દિવસે ઉપવાસ

મગફળી કાંડમાં મગરમચ્છની ધરપકડ હજુય બાકી : ધાનાણી

મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજકોટમાં શાપર જીઆઇડીસી ગોડાઉનની બહાર પ્રતીક ઉપવાસ પર બેસી આજે સતત ત્રીજા દિવસે ખેડૂતો માટેની તેમની લડત ચાલુ રાખી હતી. રાજયભરમાં ભારે ખળભળાટ જગાવનાર પેઢલા મગફળી કૌભાંડમાં ગઇકાલે પોલીસ દ્વારા નાફેડના ચેરમેનના ભત્રીજા સહિત ૨૨ આરોપીઓની કરાયેલી ધરપકડ બાદ આજે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અગાઉ મગફળીના ૫ાંચ જેટલા ગોડાઉન સળગી ગયા તેનો ફોરેન્સિક રિપોર્ટ પણ સરકાર હજુ સુધી જાહેર કરી શકી નથી. ત્યારે પેઢલા પ્રકરણમાં તો દબાણવશ સરકારે માછલીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલાRead More


રોજીરોટીનો સવાલ હોઇ બજાર ફરી શરૂ કરવા માંગ

લો ગાર્ડન ખાણીપીણી બજાર વેપારીઓના ધરણાં-દેખાવો

શહેરના લા ગાર્ડન વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ખાણીપીણી બજાર પર તાજેતરમાં જ અમ્યુકોએ બુલડોઝર ફેરવી નાંખ્યા બાદ રોજીરોટી વિનાના સંખ્યાબંધ વેપારીઓ-ફરિયાઓ અને પાથરણાંવાળાઓ દ્વારા આજે લો ગાર્ડન વિસ્તારની આ ગલીમાં સંદેશાત્મક સૂત્રો લખેલા બેનરો, પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યા હતા. ખાણીપીણી બજારના સંખ્યાબંધ દુકાનદારો-વેપારીઓ, ફેરિયાઓએ તાકીદે તેમનું ખાણીપીણી બજાર પહેલાની જેમ રાબેતામુજબ ચાલુ કરવાની મંજૂરી આપવા અમ્યુકો સત્તાવાળાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં વિવિધ સંદેશાઓ સાથેના બેનરો-પ્લેકાર્ડ મારફતે વેપારીઓ-દુકાનદારોએ અમ્યુકો સત્તાધીશોને અનુરોધ કર્યો હતો કે, ખાણી-પીણીના આ બજાર સાથે સંકળાયેલા પાંચ હજારથી વધુ વ્યક્તિઓની રોજી રોટી પરRead More


ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત હજુ પણ ગંભીર રહી

ગુજરાત : જુદા જુદા અકસ્માતમાં ૧૨ના મોત…૪૨થી વધારે ઘાયલ

ગુજરાતમાં રવિવારનો દિવસ અકસ્માતની દ્રષ્ટીએ રક્તરંજિત રહ્યો હતો. જુદા જુદા અક્સમાતોમાં ૧૨થી વધુ લોકોના મોત થઈ ગયા હતા અને ૪૨થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. ભુજથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભુજ-નખત્રાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ભુજના દેસલપર ફાટક નજીક ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે ધડાકા સાથે ટક્કર થઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા પાંચ લોકો પૈકી ત્રણ લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. જેથી મોતનો આંકડો વધીને છRead More


નરેન્દ્ર મોદી ૨૩મી ઓગસ્ટે ગુજરાત પહોંચશે

મોદીની ગુજરાત યાત્રાને લઈ આક્રમક તૈયારીઓ શરૂ થઈ

લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપે ચૂંટણીને લઈને કમર કસી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ૨૩મી ઓગસ્ટના દિવસે ગુજરાત પહોંચી રહ્યા છે. મોદી અગાઉ ૨૦મી જુલાઈના દિવસે ગુજરાત પહોંચનાર હતા પરંતુ વરસાડ અને જુનાગઢમાં અતિ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે તેમની તે વખતે મુલાકાતને મોકુફ કરી દેવામાં આવી હતી. હવે તેઓ ૨૩મી ઓગસ્ટના દિવસે ગુજરાત પહોંચશે. આ યાત્રા દરમિયાન મોદી ભાજપના ટોચના નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે. તેઓ સપ્ટેમ્બર મહિનામાં તેમના જન્મ દિવસે પણ રાજ્યની મુલાકાતે ફરી આવી શકે છે. ત્યારબાદ ઓકટોબર મહિનામાં પણ એક અથવા બેRead More


ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરાઈ

ઈનડોનેશિયામાં ફરી સાતથી વધુની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ

ઈન્ડોનેશિયાના લોમબાક દ્વિપમાં આજે પ્રચંડ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ભારે તબાહી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. જાકે હજુ સુધી મોતના આંકડાને લઈને કોઈ માહિતી મળી શકી નથી. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા સાતથી વધુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભૂકંપનો આંચકો આવ્યા બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી ચુકી છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર અંદર હોવાનું જાણવા મળ્યું છે. એક સપ્તાહની અંદર જ બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. સપ્તાહ પહેલા જ અહીં ભૂંકપમાં ૧૭ લોકોના મોત થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકોRead More


બેરોજગારીને લઈને ચર્ચાઓ વચ્ચે આંકડો ખુલ્યો

૨૪ લાખથી વધુ પોસ્ટ હજુ જુદા જુદા ક્ષેત્રમાં ખાલી છે

બેરોજગારીને લઈને દેશભરમાં હોબાળો મચેલો છે ત્યારે ૨૪ લાખથી વધુ જગ્યાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્તરમાં હજુ સુધી ખાલી પડેલી છે. આ જ્ગ્યાઓને ભરવાને લઈને પણ વારંવાર રજુઆતો થતી રહી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં હાલમાં જ આ અંગેની માહિતી જાહેર કરવામાં આવી હતી. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના આંકડા પ્રકાશિત કરાયા બાદ નવી ચર્ચા છેડાઈ ગઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સ્કુલોમાં શિક્ષકો માટેની સૌથી વધુ જગ્યાઓ ખાલી રહેલી છે. એટલે કે શિક્ષણ ક્ષેત્રમાં ૧૦.૧ લાખ જગ્યાઓ ખાલી છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂRead More


હાર્દિક પટેલનું અનામત મુદ્દે નવું નિવેદન

આર્થિક ધોરણે અનામત મળે તો પણ આંદોલન બંધ કરીશું

પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસની તારીખ નજીક આવતી જાય છે તે પહેલાં આજે હાર્દિક પટેલનું આર્થિક આરક્ષણ મુદ્દે નિવેદન સામે આવ્યું છે, જેને લઇ ગુજરાતના રાજકારણમાં ફરી પાછો ગરમાવો આવ્યો છે. હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જો અમને આર્થિક ધોરણે પણ અનામત આપવામાં આવશે તો પણ હું આંદોલન બંધ કરી દઈશ. ૧૫ થી ૧૮ ટકા આર્થિક અનામતના નામે લોલીપોપ સાબિત ન થવી જોઈએ. આર્થિક દ્રષ્ટિએ બધા જ સમાજને અનામત વિચારણાને સમર્થન મળવું જોઈએ. હાર્દિક પટેલ સમાજના તમામ વર્ગોને આર્થિક અનામતનો લાભRead More