Main Menu

Wednesday, August 8th, 2018

 

ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી

ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ ભાવનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાય રાહુલ ગાંધીજીના શક્તિ પ્રોજેકટ અને જન્ મિત્ર પર ભાર મૂકવામાં આવ્યો,આવનારી લોકસભા માં ભાવનગર માં કૉંગ્રેસ જીતે તેવી રીતે યોજના બદ્ધ કામ કરવા જણાવવામાં આવ્યું,મિટિંગમાં ગઢડાના ધરાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારું,અને તળાજાના ધરાસભય કનુભાઈ બારૈયા,કૉંગ્રેસ અગ્રણી નાનુભાઈ ડાખરા,કાંતિભાઈ ચૌહાણ,તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,કારોબારી સમિતિ ચેરમેન વનરાજસિંહ ગોહિલ,ન્યાય સમિતિ ચેરમેન સોહેલભાઈ મકવા,ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ,જિલ્લા પંચાયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ,તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ,વિરમદરવસિંહ ગોહિલ,મહેન્દ્રસિંહ ગોહિલ,કાનજીભાઈ કંટારીયા,ચંદુભા ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ મહામત્રી જીતેન્દ્રભાઈRead More


રંગપુર રોડ પર તુફાન ગાડીમાથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

અમરેલી તાલુકા પોલીસે ૬૪ બોટલ ઇંગ્લીશ દારુ તથા એક તુફાન ગાડી તથા મોટર સાયકલ મળી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૨,૫૫,૨૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સ્ટાફના માણસો અના.એ.એસ.આઇ. બી.ડી.અમરેલીયા હેડ કોન્સ. જાકિરભાઇ ટાંક, હેડ.કોન્સ  પ્રકાશભાઇ ચૌહાણ, હેડ.કોન્સ. સીકંદરભાઇ સૈયદ તથા હેડ કોન્સ. એ.પી.બારૈયા તથા અના.એ.એસ.આઇ. આર.બી.રાઠોડ તથા હેડ.કોન્સ. જયરાજભાઇ વાળાRead More


ખાંભા માં પાક વીમા પ્રશ્ને આન્યાય થતા આવતી કાલે માર્કેટિંગ યાર્ડ ખાંભા ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાશે 

ખાંભા દશરથસિંહ   અમરેલી જિલ્લા માં સરકાર દ્વારા પકવીમા મા અન્યાય થતો આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લા ના 10 તાલુકાઓમાં 2017 – 18 ના પાક વિમાની રકમ ખેડૂતોને સરકાર વીમા કંપની દ્વારા ફાળવવા આવી છે જેમાં ખાંભા તાલુકા માં સરકાર દ્વારા અન્યાય કરવા આવ્યો છે અને ખાંભા તાલુકા ના 21 ગામ ને પકવીમાં થી બાકાત રાખવા માં આવ્યા છે અને ખેડૂતો ને ભારો ભાર અન્યાય કરવા માં આવ્યો છે જે બાબતે ખાંભા તાલુકા પંચાયત સદસ્ય રમેશ કરસરિયા દ્વારા સરકાર ને રજુઆત કારેલ હતી અને ખાંભા તાલૂકાના  અન્ય પાંચ ગામને 1 થીRead More


કલેકટર આયુષ ઓક ની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી.

આગામી સ્વાતંત્ર્ય પર્વ ની જિલ્લા કક્ષાની ઉજવણી લીલીયા ખાતે કરવામાં આવશે.

અમરેલી જિલ્લામાં આગામી સ્વાતંત્ર્યપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી લીલીયા તાલુકા મથકે કરવામાં આવનાર છે. જે સંદર્ભે આજરોજ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક ની અધ્યક્ષતામાં જિલ્લાના વરિષ્ડ અધિકારીઓની બેઠક સંપન્ન થઇ હતી. કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્યપર્વની ઉજવણી સમગ્ર જિલ્લામાં શાનદાર રીતે કરવામાં આવે અને તેમાં તમામ લોકો જોડાય તે મહત્વનું છે.તેમણે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્યપર્વની પૂર્વસંધ્યાએ જિલ્લા કક્ષાએ યોજાનાર તિરંગા યાત્રામાં પણ શહેરીજનો સહિત વિદ્યાર્થીઓ ભાગ લે તેવુ; આયોજન કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્યપર્વની પૂર્વસંધ્યાએ લીલીયા ખાતે દેશભક્તિના ગીતો સાથે જિલ્લા માહીતી કચેરી દ્રારા લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.આ સમગ્રRead More


આવતીકાલે જીલ્લાભરમાં ઉજવાશે સિંહ દિવસ શિક્ષણ અને વન વિભાગનું સયુંકત આયોજન

ભાવનગર જીલ્લામાં પાંચ-છ દસકાના અંતરાલ પછી સિંહનો વિહાર શક્યો બન્યો છે. શેત્રુંજીના કાંઠાળ વિસ્તારના ઘાન્સીયા જંગલોમાં અને મહુવાના રાનીગળાની પ્રવતમાળામાં તેનો વસવાટ કાયમી બન્યો છે. તેથી તેના સંરક્ષણ-સંવર્ધનની જવાબદારી સૌ કોઈની બને છે. સિંહને માનવમિત્ર અને ગૌરવપદે સ્થાપિત કરવા સમગ્ર જીલ્લામાં ૧૦ ઓગસ્ટે એટલે કે આવતી કાલે વિશ્વસિંહ દિવસ ની ઉજવણી થશે. તેમાં સમગ્ર જીલ્લા એ જ નહી પરંતુ સિંહવસવાટ ના પાંચ જીલ્લા ઓએ લોકજાગૃતિના આયોજન નું કાર્ય કર્યું છે. જેમાં સવારે ૧૧-૦૦ સિંહના મહોર પહ્રેની વિદ્યાર્થી રેલી કાઢશે. પછી સિંહ સરક્ષણ ની પ્રતિજ્ઞા લેશે. અને સમાપનમાં સિંહ તથા પર્યાવરણRead More


ભંડારિયા ધાવડીમાતાના મંદિરે શનિવારે યોજાશે ખીરના હવનનો વિશિષ્ઠ ઉત્સવ

જીવલેણ રોગચાળા વખતે ગ્રામજનોનો બચાવ થયો અને ત્યારથી શરૂ થઈ ખીરના હવનની પ્રથા : ૧૦૦ વર્ષથી પણ વધુ જૂની આ પરંપરા  આજે પણ પુરા શ્રધ્ધા ભાવથી જળવાઈ છે, આ દિવસે માત્ર ખીર જ બને છે ! ભાવનગર પાસેના ભંડારિયા – મેલકડીની ગિરિમાળાઓમાં બિરાજમાન ધાવડી માતાજીના સાનિધ્યમાં પરંપરાગત ખીરના હવનનો વિશિષ્ટ ઉત્સવ દિવાસાના પર્વે તા.૧૧ ને શનિવારે યોજાશે. આ ઉત્સવમાં ગ્રામજનો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ સમુહમાં ખીરનો પ્રસાદ લેશે. હાલ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે પરમેશ્વરના સાંનિધ્યમાં પ્રકૃતિનો ખોળો ખુંદવાનો અનેરો અવસર છે.! ધાવડીમાતાનું સ્થાનકRead More


ખેડૂતોના હિતમાં સરકારે ઘણા નિર્ણય કર્યા છે : પંડ્યા

૧૦ લાખ ટન મગફળી ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ કરેલા આક્ષેપોનું ખંડન કરી પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૪માં જ ભ્રષ્ટાચારના મગરમચ્છોને દેશની જનતાએ કેન્દ્ર સરકારમાંથી દૂર કર્યા છે તેમજ દેશના ૧૭ જેટલા રાજ્યોમાંથી કોંગ્રેસને દૂર કરી છે. સત્તા વગર તરફડતી કોંગ્રેસ જુઠ્ઠા આક્ષેપો કરી રહી છે જે દિવસે ગુજરાતની જનતા મીડિયા દ્વારા પોલીસ અધિકારી તથા સરકારી અધિકારી દ્વારા કરવામાં આવેલ વીડિયોગ્રાફી તથા પંચનામાની પ્રક્રિયા જાઈ રી હતી તે જ દિવસે કોંગ્રેસના વિપક્ષના નેતા જુઠ્ઠા આક્ષેપો કરી રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કૃષિમંત્રી આરસી ફળદુની સૂચનાથી ભાજપ સરકાર દ્વારાRead More


રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જા

સમતામૂલક સમાજનું નિર્માણ ભાજપની કટિબદ્ધતા : વાઘાણી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જા અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તથા કેન્દ્ર સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, દેશના પછાત વર્ગના કરોડો રૂપિયા લોકોને ન્યાય અપાવવા તેમજ તેમને વિકાસપથ પર આગળ વધારવાના પોતાના વચનને પ્રધાનમંત્રીએ પૂર્ણ કર્યું છે. સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે પછાત વર્ગોના વિકાસ માટેનું આ એક ઐતિહાસિક પગલું છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી કેન્દ્રમાં સત્તા પર રહેલી કોંગ્રેસે ગરીબોના નામે મત લઇ માત્ર જાતિવાદની રાજનીતિ કરી પરંતુ દેશના પછાત તેમજ ગરીબ વર્ગના કલ્યાણ માટે કશુંય કર્યું નહીં. પછાતRead More


પીડિતા અને ભાનુશાળી વચ્ચે સમાધાન માન્ય

દુષ્કર્મ કેસ : ભાનુશાળી સામે ફરિયાદને હાઇકોર્ટે રદ કરી

ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે સુરતની પીડિતા દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મ અંગેની પોલીસ ફરિયાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવી હતી. આ કેસમાં પીડિતા અને જયંતિ ભાનુશાળી વચ્ચે થયેલા સમાધાનકારી વલણને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખ્યું હતું અને પીડિતા તેમ જ ભાનુશાળીની માંગણી મુજબ, દુષ્કર્મ કેસની ભાનુશાળી સામેની ફરિયાદ રદબાતલ ઠરાવી હતી. પોલીસ વેરીફિકેશનમાં પણ પીડિતા તેણે જેની સામે ફરિયાદ નોંધાવી હતી તે જયંતિ ભાનુશાળી સામેની પોતાની ફરિયાદ હવે આગળ ચલાવવા માંગતી નથી તે નિવેદનને વળગી રહી હતી. સરકારી વકીલ તરફથી પોલીસ વેરીફિકેશનનો રિપોર્ટ પણ હાઇકોર્ટને જણાવ્યો હતો. જેને ધ્યાને લઇRead More


રીક્ષાચાલકો બેઝ અને યુનિફોર્મમાં જાવા મળશે

અમદાવાદ : ૨૫ હજારથી વધુ રીક્ષા માટે પાર્કિગ સ્ટેન્ડ બનશે

શહેરમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમ્યાન આજે ફરી એકવાર જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસએ.વાય.કોગજેની ખંડપીઠે રાજય સરકાર, અમ્યુકો તંત્ર, પોલીસ તંત્ર અને ટ્રાફિક વિભાગને ઉદ્દેશીને તમામ પગલાંઓના અસરકારક અમલ અને સતત મોનીટરીંગ સહિત મહત્વના નિર્દેશો જારી કર્યા હતા અને શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ નિવારણ, ગેરકાયદે પા‹કગ, દબાણો, ટ્રાફિકની સમસ્યા વિરૂધ્ધની અસરકારક ઝુંબેશ સતત ચાલુ રાખવા કડક તાકીદ કરી હતી. બીજીબાજુ, આજે રાજય સરકાર અને અમ્યુકો તંત્ર તરફથી જવાબ પણ રજૂ કરવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર સરકાર અને અમ્યુકો તંત્ર તેમRead More