Main Menu

Friday, August 10th, 2018

 

દામનગર શહેરમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિનની ઉજવણી

તારીખ તા૧૦/૮ એટલે રાષ્ટ્રિય કૃમિ નાશક દિવસ,  દામનગર શહેરમાં લાઠી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ દામનગર ની પ્રા. શાળા સવાણી પ્રા.શાળા  દામનગર કે. કે. નારોલા પ્રા શાળા દામનગર કન્યા શાળા દામનગર ભૂરાખીયા પ્રા. શાળા તથા આંગણવાડી મા દિપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ નગરપાલિકા ઉપ પ્રમુખ ભીમજી ભાઈ વાવડીયા દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા મેડીકલ ઓફિસર ડૉ. હિતેશ પરમાર ડૉ. પારુલ બેન દંગી કાર્યક્રમ નું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા પ્રા. આ. કેન્દ્રRead More


સાવરકુંડલા ખાતે હજારો છાત્રો એ વન્ય પ્રકૃતિ માટે રેલી યોજી સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લીધી

સાવરકુંડલા માં વિશ્વ સિંહ દીને મહારેલી પાંચ હજાર વિદ્યાર્થી ઓ ની મહારેલી માં શિક્ષકો પોલીસ સાધુસંતો સહિત પ્રકૃતિ પ્રેમી ઓ ની વિશાળ હાજરી ધરાવતી મહારેલી સાવરકુંડલા ની મુખ્ય બજારો માં વન્ય પ્રકૃતિ ના જતન જાળવણી કરતા પોસ્ટરો બેનરો સાથે ધ્યાનાકર્ષક રીતે નીકળી હતી. ૫૦૦૦ કરતા વધુ છાત્રો ને હદયસ્પર્શી વક્તવ્ય આપતા વક્તા ઓ દ્વારા વનપ્રકૃતિ માટે શીખ આપતો સંદેશ આપ્યો હતો દર્શનીય નજારો રચતી મહારેલી માં સિંહ અને વન્યસંપદા વિશે ભક્તિરામબાપુ ની માર્મિક ટકોર પ્રકૃતિ બચાવશો તો પૃથ્વી પર અનેકો અનર્થ આપો આપ અટકશે. હજારો વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થી ઓ એ Read More


ખાંભા માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી 

મોહસીન પઠાણ ડેડાણ ખાંભા ના સ્કૂલના વિધ્યાર્થીઓએ સિંહ ના માસ પહેરીને યોજી રેલી ,ખાંભા માં વિશ્વ સિંહ દિવસ ની મહારેલી નુ આયોજન ,વિધ્યાર્થી ઓ દ્વારા સિંહ રક્ષણ માટે ખાંભા શહેરના જાહેર માગ ઉપર સિંહ ના માસ પહેરીને સૂત્રોચાર કરવામાં આવ્યા, રેલીમાં આર એફ ઓ પટેલ સાહેબ ખાંભા સરપંચ અમરીશભાઈ જોષી ભીખુભાઈ બાટાવાળા સંજય બારૈયા આસાર્ય સોલંકી સાહેબ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


તળાજા ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી

તળાજા ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તળાજા ગલ્સ હાઈસ્કૂલ તળાજા ખાતે વન વિભાગ ના સહ કર્મચારીઓ તથા સિંહ દિવસ તાલુકા કો.ઓડીનેટર જીતુભાઈ જોષી તથા હિરેનભાઈ સગર ના સહયોગથી એશિયાઈ સિંહોની વસ્તી ગુજરાત રાજ્યના ગીર જંગલોમાં જોવા મળે છે એન હાલ એશિયાઈ સિંહો ગીર ઉપરાંત રક્ષિત જંગલ વિસ્તાર સિવાયના વિસ્તારમાં પરિભ્રમણ કરતા જોવા મળેછે જેને કારણે માનવ જીવન તથા વન્ય જીવોના ઘર્ષણની ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ છે જે નિવારવા લોકોમાં સિંહ પ્રત્યે આદર થાઈ તથા રંજાડની વૃત્તિ અટકે તેમજ ગેરકાયદેસર સિંહRead More


અમરેલી ના વડિયા માં આજે શાળાઓ માં સિંહ દિવસ ની ઉજવણી કરવા માં આવી

અમરેલી ના વડિયા માં આજે શાળાઓ માં સિંહ દિવસ ની ઉજવણી કરવા માં આવી. આજે સુરગવાળા સાર્વજનિક સ્કૂલ ખાતે શાળાના તમામ બાળકો સિંહ નો મોરો પહેરી વડિયા શહેર માં શોભા યાત્રા રૂપે ફર્યા. આ તકે વડિયા સરપંચ છગનભાઇ ઢોલરીયા તથા સ્કૂલ સ્ટાફ દ્વારા બાળકો ને પ્રસ્થાન કરાવ્યું હતું રાજુ કારિયા વડિયા


વડિયા માં આજે અમૃતબેન હરિલાલ કન્યા વિદ્યાલય ખાતે બહેનોને સાયકલ વિતરણ નો કાર્યક્રમ યોજાયો

અમરેલી ના વડિયા માં આજે અમૃતબેન હરિલાલ કન્યા વિદ્યાલય ખાતે બહેનોને સાયકલ વિતરણ નો કાર્યક્રમ યોજાયો વડિયા તાલુકા ની ફર્સ્ટ નંબર ની ફક્ત બહેનો માટે ની આ શાળા માં આજુબાજુ ના ગામડેથી અનેક બહેનો વડિયા ભણવા માટે આવે છે વધારે આ શાળા માં ગરીબ પરિવાર ની બહેનો વધુ આવે છૅ. આ શાળા માં ભણી ગયેલી બહેનો આજે નેક અનેક હોદ્દા ઉપર છે અને વર્ષો પહેલા ભણેલી બહેનો આજ ની તારીખે સ્કૂલ ની મુલાકાતે હોઈ છે. આ સ્કૂલ ની નામના આજુ બાજુ ના વિસ્તારો માં ફેલાયેલી છે આજે આ બહેનો નેRead More


ઇશ્વરિયાના ઈશ્વરપુરમાં બાળસિંહ…

વિશ્વસિંહ દિવસની સર્વત્ર થયેલી ઉજવણીમાં ઇશ્વરિયાના ઈશ્વરપુર શાળાના બાળકો સામેલ થયા હતા. સિહોર તાલુકા સહ-સંયોજક શ્રી મુકેશકુમાર પંડિતની ઉપસ્થિતિમાં આચાર્ય શ્રી દિલીપભાઈ રાઠોડ અને શિક્ષકશ્રી તુલસીદાસ ડાભીના સંચાલન નીચે વિવિધ આયોજન થયેલ. સિંહના મહોર પહેરી બાળકો ઈશ્વરપુર વિસ્તારમાં બલ્સિંહ બનીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


દામનગર શહેર ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા લાયન ડે ની રેલી

દામનગર શહેર ની પ્રાથમિક શાળા નવજ્યોત વિદ્યાલય અને તાલુકા શાળા નં ૨  દ્વારા લાયન ડે નિમિતે જન જાગૃતિ રેલી યોજી સિંહ ના માસ્ક પહેરી વિદ્યાર્થી ઓ દ્વારા સિંહ અને વન્ય પ્રાણી માટે પોસ્ટર બેનર અને સૂત્રો દ્વારા પ્રકૃતિ નું જતન જાળવણી કરતો સંદેશ આપ્યો.     દામનગર શહેર ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ ની રેલી શહેર ભર ની મુખ્ય બજારો માં ધ્યાનાકર્ષક રીતે ફરી લાયન ડે ની ઉજવણી કરી હતી વન્ય જીવો પર વધતા જતા ખતરા ઘટતો જતો વન્ય વિસ્તાર થી ત્રસ્ત થઈ વન્ય પ્રાણી ની રેવન્યુ અને રહેણાંક વિસ્તારોRead More


એકટીવામાંથી ૬.પ૦ લાખની ચોરીમાં બે ઝડપાયા

ગઇ તા.૦૪/૦૮/ફરિયાદી ભરતભાઇ ધનજીભાઇ ગોહેલ રહે. અકવાડા તા.જી.ભાવનગરવાળાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તે હિરાની ઓફીસમાં નોકરી કરે છે.તેઓને તેનાં શેઠે નિર્મળનગર,માધવ રત્ન કોમ્પ્લેકસમાં આવેલ આંગડિયાની ઓફિસમાંથી રૂ.૬,૫૦,૦૦૦/-લઇ આવવાનું કહેલ.જેથી ફરિયાદી પોતાનું એકટીવા સ્કુટર રજી.નં. જીજે -૦૧- પીસી  ૩૯૮૫ લઇને માધવરત્ન કોમ્પ્લેકસમાંથી આંગડીયા પેઢીમાંથી રૂ.૬,૫૦,૦૦૦/- લઇને પોતાનાં એકટીવા સ્કુટરની ડીકીમાં મુકી નિર્મળનગર પાસે આવેલ શ્રીનાથજી પાણીપુરીવાળાને ત્યાં પાણીપુરી ખાવા ગયેલ.ત્યાર પછી ઓફીસ પહોંચતા ડીકીમાં મુકેલ રૂ.૬,૫૦,૦૦૦/- મળી આવેલ નહિ.જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.આ ગુન્હાની તપાસ વી.એ.જાડેજા પો.સબ ઇન્સ., નિલમબાગ પોલીસ સ્ટેશન, ભાવનગરને સોંપવામાંRead More


ગંગાજળીયા તળાવ પાસેથી ચોરી કરેલ એકટીવા સાથે સિહોરનો શખ્સ ઝડપાયો

સિહોરના ટાણા રોડ પર લીલાપરની બાજુમાં રહેતા શખ્સને એલ.સી.બી.ટીમે ગંગાજળીયા તળાવ પાસેથી ચોરાવ એકટીવા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ગંગાજળીયા તળાવ,રૂપાલી ગેસ્ટ હાઉસ પાસે આવતાં શંકાસ્પદ સ્કુટર સાથે મહેશ ઉર્ફે મયલો જીવરાજભાઇ સોલંકી ઉ.વ.૨૧ રહે.લીલાપીરની બાજુમાં,ટાણા રોડ,શિહોર જી.ભાવનગરવાળો મળી આવેલ. તેની પાસે રહેલ ગ્રે કલરનું હોન્ડા એકટીવા સ્કુટર પાછળનાં ભાગે રજી.નં.જીજે -૦૪-સીએલ-૯૬૨૯ સ્કુટર અંગે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં સ્કુટરની કિ.રૂ. ૩૦,૦૦૦/- શકપડતી મિલ્કત ગણી . કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થેRead More