Main Menu

Saturday, August 11th, 2018

 

અધેલાઇ થી નારી નેશનલ હાઇવેની શિલાન્યાસ વિધિના અવસરે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓનું નીરિક્ષણ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા

ભાવનગર શહેર ખાતે આવતી કાલે ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેકૈંયા નાયડુ, ગુજરાતના રાજયપાલશ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર અધેલાઇ થી નારી નેશનલ હાઇવે નં ૭૫૧ સેકશનને ચાર માર્ગીય કરવાના શિલાન્યાસ કરવાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નીરિક્ષણ આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં કર્યુ હતું. ભાવનગર શહેરના નારી ચોકડી ખાતે યોજાનાર શિલાન્યાસ વિધિ કાર્યક્રમની તૈયારીઓનુ કેન્દ્રીય મંત્રીશ્રીએ નીરીક્ષણ કરી કાર્યક્રમ સૂચારુરૂપે સંપન્ન થાય તે માટે જરૂરી નિર્દેશો ઉપસ્થિત અધિકારીઓને આપ્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રોડ છે તો ગતિ છેRead More


અવાણીયા ગામ ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

ઘોઘા તાલુકા ખેડૂત તાલીમ ઘોઘા તાલુકાના  અવાણિયા ગામે  ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ, ન્યાય સમિતિ ચેરમેન સોહેલભાઈ મકવા, તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ કંટારીયા, જીલ્લા ખેતીવાડી અધિકારી કોસંબી, ખેતીવાડી તાલુકા  અમલીકરણ અધિકારી મીનાબેન, ઘોઘા વિસ્તરણ અધિકારી ખેતી પી.કે.ભટ્ટ, પશુપાલન ખાતામાંથી ડો. સુદાની, મહુવા પ્લાન્ટસન કોટિયા, કાછદિયાભાઈ, જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી પરેશભાઈ માંગુકિયા, જીતેન્દ્રભાઈ બાલધિયા, સરપંચ ભરતસિંહ ગોહિલ માજી સરપંચ જશુભા ગોહિલ, ભાર્ગવભાઈ, ગ્રામસેવકો,તલાટી મંત્રિઓ સહિત આગેવાનો ખેડૂતો હાજર રહયા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા આધુનિક પદ્ધતિથી ખેતી કરવા,સારુંRead More


ઢુંઢસર ગામના કુવામાંથી કોહવાયેલી હાલતે લાશ મળી

સિહોરના ઢુંઢસર ગામની સીમમાં આવેલ કુવામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતે લાશ મળી આવતા સિહોર પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, સિહોરના ઢુંઢસર ગામે રહેતા મુળજીભાઈ ચૌહાણની વાડીના કુવામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતે લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા સિહોર પોલીસ દોડી જઈ ખાટલા વડે લાશને કુવામાંથી બહાર કાઢી જરૂરી કેસ કાગળો કરી પી.એમ. અર્થે ખસેડી હતી અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.બનાવ અંગે સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામી હતી.


દશામાના ઉત્સવનો પ્રારંભ

પર્વ-ઉત્સવોનો માહોલ પ્રારંભ થઈ ચુક્યો છે. હવે છેક દેવદિવાળી સુધી વિવિધ પર્વો ઉત્સવોની પરંપરાગત રીતે સાંપ્રત સમાજમાં ઉજવણી કરાશે. આજથી મહિલાઓમાં પ્રિય અને સર્વપરી આસ્થાનું પ્રતિક દશામાના ઉત્સવનો પ્રારંભ થશે. આ પર્વના એક દિવસ પૂર્વે દશામાની મૂર્તિઓ તથા પૂજા સામગ્રી ખરીદવા શ્રધ્ધાળુઓએ શહેરમાં ભારે ભીડ જમાવી હતી.


દિલીપ સંઘાણી સાથે મોરેશીયસ પ્રધાનમંત્રી પ્રવિણકુમાર જગનાથ, સહકાર મંત્રી સુમાલીદુથ ભોલાહ ઉપસ્‍થિત રહૃાા

દિલીપ સંઘાણી સાથે મોરેશીયસ પ્રધાનમંત્રી પ્રવિણકુમાર જગનાથ, સહકાર મંત્રી સુમાલીદુથ ભોલાહ ઉપસ્‍થિત રહૃાા મો ગુજરાત-ભારતની સહકારી પ્રવૃતિ અને તેના વિકાસથી આકર્ષિત છીએ અને સહકારી ક્ષેત્રમાં હજુ આગળ વધવા સાથે મળીને કામ કરીએ તેવો ભાવ મોરેસીયસનાં પ્રવાસે ગયેલા ભારતનાં પ્રતિનિધિ મંડળની સંયુકત બેઠકમાં વડાપ્રધાન પ્રવિણકુમાર જગનાથએ જણાવેલ. ખાંડનું પ્રાચિન નામ મોરસ, આ નામનું ઉદગમ સ્‍થાન ધરાવતો દેશ એટલે મોરેશીયસ. શેરડીનો મુખ્‍ય પાક અને ખાંડ ઉત્‍પાદકમાં મુખ્‍ય દેશ તરીકે ઉભરી આવેલ આ દેશ સહકારી પ્રવૃતિમાં પણ એટલો જ આગળ છે. ભારતનું પ્રતિનિધિ મંડળ નાફસ્‍કોબનાં ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં હાલ મોરેશીયસનાં પ્રવાસે છે.Read More


ફફડાટ : ખાંભાનાં ધુંધવાણામાં યુવક પર દીપડાએ હુમલો કર્યો

યુવકને સારવારમાં ખસેડવામાં આવ્‍યો ખાંભા તાલુકામાં દીપડા દ્વારા છાસવારે હુમલાના બનાવ બનતા હોય છે. ત્‍યારે ગત રાત્રી ફરી એક ખાંભાના ધુંધવાણા ગામે વાડીએ સૂતેલ હાર્દિકભાઈ મેસુરભાઈ ભુવા ઉપર રાત્રીના બે વાગે એક દીપડાએ અચાનક હુમલો કરતા હાર્દિકભાઈને માથા અને કાનના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે 108ની મદદથી ખાંભા હોસ્‍પિટલ ખસેડાયા હતા. ત્‍યારે આ દીપડો છેલ્‍લા ત્રણ દિવસથી હેરાન કરતો હોય અને દીપડાને પકડવા વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરી છે. અને એક પાંજરૂ પણ મુકવામાં આવેલ છે તેવું વન વિભાગ પાસે જાણવા મળેલ હતું.


અમરેલી અને સાવરકુંડલામાં પાકવિમા પ્રશ્ને રોષની આંધી

ખેડૂતોએ રેલી સ્‍વરૂપે આવેદનપત્ર પાઠવી નારાજગી વ્‍યકત કરી અમરેલી અને સાવરકુંડલામાં પાકવીમા પ્રશ્‍ને રોષની આંધી પાકવીમાની સહાય કરવામાં નહી આવે તો લોકસભાની ચૂંટણીનાં બહિષ્‍કારની પણ ચીમકી બાજુ-બાજુમાં ખેતર હોય અને એકમાં પાકવીમો મંજુર અને બાજુનાં ખેતરમાં ઠેંગો અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને ગત વર્ષ ખરીફ ર017માં પાક નિષ્‍ફળ જતાંવીમા કંપની ઘ્‍વારા રૂપિયા ર18 જેવી રકમ આપવામાં આવતાં તેમાં જિલ્‍લાનાં ર00 કરતા વધુ ગામનાં ખેડૂતોને અન્‍યાય થતાં ખેડૂતોએ આજે અમરેલી અને સાવરકુંડલામાં રોષભેર રેલી સ્‍વરૂપે આવેદનપત્ર પાઠવીને અન્‍યાય દુર કરવાની માંગ કરી છે. અમરેલીમાં અપાયેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, અમરેલી તાલુકાના 7ર ગામડાઓRead More


મિશન વિધા અંતર્ગત ઘોઘા તાલુકા ની પ્રાથમીક શાળાઓની મુલાકાત કરતા અગ્રણીઓ

મિશન વિધા અંતર્ગત ઘોઘા તાલુકા ની તગડી,રાજપરા,પડવા પ્રાથમીક શાળાઓની મુલાકાત કરતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) તાલુકા વિકાસ અધિકારી  પરમાર સાહેબ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ,કારોબારી ચેરમેન વનરાજસિંહ ગોહિલ,ન્યાય સમિતિ ચેરમેન સોહેલભાઈ મકવા,બી.આર.સી.વિજયભાઈ બારૈયા,કુકડ સી આર.સી. જયપાલસિંહ ગોહિલ,તગડી સરપંચ પરેશભાઈ માંગુકિયા,પાડવા સરપંચ ધર્મેન્દ્રસિંહ ગોહિલ સહિત અગ્રણીઓ.


મોટુ-પતુલુ સાથે સેલ્ફી લેવા રીતસરની પડાપડી

મોટુ-પતુલએ વસ્ત્રાપુર ગાર્ડનમાં નાટક રજૂ કરીને રોમાંચિત કર્યા

આગામી તા.૧૫મી ઓગસ્ટે ૭૨મા સ્વાતંત્રદિનની ઉજવણી પૂર્વે દેશની નંબર વન બાળકોની મનોરંજન ચેનલ નિકલોડિયનના સૌથી લોકપ્રિય કાર્ટુન કલાકાર મોટુ અને પતલુ આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. શહેરના વસ્ત્રાપુર ગાર્ડન ખાતે આજે મોટુ અને પતલુએ સ્વેછીક  સંસ્થાના કાર્યકર્તાઓ સાથે મળી સ્વચ્છતા ઝુંબેશ, લાંચની બદીને નાથવા, વ્યસન મુકિત, બેટી બચાવો-બેટી પઢાઓ સહિતના સામાજિક વિષયોને લઇ હૃદયસ્પર્શી નાટક રજૂ કરી સમાજને અનોખો સંદેશો આપ્યો હતો. વસ્ત્રાપુર ગાર્ડનમાં ખૂબ મોટી સંખ્યામાં મોટુ-પતલુને જાવા ઉમટેલા બાળકો, મહિલાઓ સહિતના નાગરિકોએ મોટુ-પતલુ અને  સ્વેછીક સંસ્થાઓના સામાજિક સંદેશો આપતાં નાટકને જાઇ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાRead More


અમદાવાદમાં ફ્રેન્ડસ કામ્યૂનિકેશન દ્વારા પ્રયોગ

રાજ્યનો પ્રથમ ડાન્સ રિયાલિટી શો-સ્ટાર ઓફ ગુજરાત યોજાશે

ગુજરાતના બાળકો અને યુવાનોમાં રહેલ ડાન્સની ટેલેન્ટ અને ક્ષમતા બહાર લાવવા, તેને નિખારવા અને બાહ્યજગતમાં તેને એક અનોખુ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઇરાદાથી અમદાવાદમાં ફ્રેન્ડ્‌સ કોમ્યુનિકેશન દ્વારા એક અનોખા નવતર પ્રયોગ સાથે ગુજરાતનો સૌપ્રથમ ડાન્સ રિયાલિટી શો- સ્ટાર ઓફ ગુજરાત નું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાન્સ રિયાલિટી શોના ઓડિશન તા.૨૨ સપ્ટેમ્બરથી અમદાવાદ અને ગાંધીનગરમાં શરૂ થશે. જે ઓડિશન જાણીતી ગુજરાતી કલાકાર મમતા સોની તેમ જ ડાન્સ ગુરુ અવીરાજસિંહ ઝાલા(મેગીસર) દ્વારા લેવામાં આવશે. એટલું જ નહી, શોના ગ્રાન્ડ ફિનાલેમાં જજ તરીકેની ભૂમિકા જાણીતા ડાન્સ માસ્ટર ગીતા કપૂર નિભાવશે એમ અત્રે શોનાRead More