Main Menu

Thursday, September 6th, 2018

 

નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જાફરાબાદ પોલીસ

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર દેશી તથા વિદેશી દારૂ અંગેની ચોરી છૂપીથી હેરફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહી લિસ્ટેડ બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખી વધુમાં વધુ દેશી તથા વિદેશી દારૂના કેસો કરવા માટે આપેલ સૂચના અને નાયબ પોલીસ આર.એલ.માવાણી સાહેબના માર્ગદર્શન મુજબ જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેકટર આર.ટી.ચનુરાએ પોતાના તાબાના પો.કર્મચારીઓને દેશી તથા વિદેશી દારૂની બદી અટકાવવા જરૂરી પેટ્રોલીંગ કરવાની સૂચના આપતા તા.૨૭/૦૮/૧૮ ના રોજ જાફરાબાદ મોચીવાડા વિસ્તાર પાસેથી ગે.કા. વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કોથળી નંગ ૧૨ કિં.રૂ. ૪૮૦૦Read More


કોંગ્રેસ હવે આવેદન પત્રો આપી સમાજ અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે :જીતુભાઈ વાઘાણી

તાજેતરમાં કોંગ્રેસ દ્વારા મહામહીમ રાજ્યપાલ તથા આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદન પત્ર આપ્યુ. આ બંને આવેદન પત્રોમાં કોંગ્રેસે અનામતનો ક્યાય ઉલ્લેખ કર્યો નથી. આજનું આવેદનપત્ર પણ છેતરામણું અને જુઠ્ઠું સાબીત થયુ છે. કોંગ્રેસ ઓબીસીમાંથી અનામત આપવાની માંગણી કરતું આવેદનપત્ર કેમ નથી આપતી ? અગાઉ પાટીદાર પંચાયતમાં ‘‘ઓબીસીમાંથી જ અનામત જોઇએ તેનાથી ઓછું કાંઇ ખપતું નથી’’ તેવી વાતો કરનારા આજે અનામત બાબતે કેમ ચુપ છે આંદોલનકારીઓને સાથે રાખી કોંગ્રેસ સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવવા માંગે છે. સુખી સમૃધ ગુજરાતની શાંતિ ડહોળવા માંગે છે. કોંગ્રેસે હંમેશા વોટબેન્ક અને જુઠાણાંની રાજનીતી કરી છે. કોંગ્રેસે બક્ષીપંચનેRead More


સાવરકુંડલાની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પરેશાન

સાવરકુંડલાની જુની હોસ્પિટલ…..આજથી આશરે સાઈઠ વર્ષ પહેલા બનેલી આ હોસ્પિટલની બાજુમા જ આ જ કમ્પાઉંડમા કરોડોના ખર્ચે બનેલી આ છે નવી સિવિલ હોસ્પિટલ….જેનુ લોકાર્પણ તા.19.10.17ના રોજ્ કેન્દ્રના પરીવહન મંત્રી મનસુખ માંડવિયાએ કર્યુ હતુ…. સાવરકુંડલા શહેર સાથે 84 ગામડાનો આધાર એવી સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ અને બાજુમાં બનેલી નવી હોસ્પિટલમાં માત્ર ઓ.પી.ડી. શરુ કરવામા આવી છે અને બે ડોક્ટરો જ કામ કરી રહ્યા છે હોસ્પિટલમા પ્રવેશતા જ કચરાના ઢગલા જોવા મળ્યા..હોસ્પિટલમાં શ્વાનો પણ આરામ કરે છે…અને સફાઈના નામે તો મિંડુ જ છે આટલી સરસ કરોડોના ખર્ચે અધ્યતન હોસ્પિટલમા ક્યાય સફાઈ નથી.ઉપરના માળેRead More


ધારીના મોરઝર ગામે ખેડૂત પાટીદાર દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ

ધારી ના મોરજર ગામે ખેડૂત પાટીદાર એ દેવા માફ ને હાર્દિક પટેલ ના સમર્થન માં પ્રતીક ઉપવાસ કરિયા મોરજર ગામ પાટીદારો બહોળી સંખ્યામાં એકઠા થય માં ખોડલ ને હાર્દિક ની તબિયત સુધરે આવી પ્રાથના સાથે રામ ધૂન કરી.


વડીયામાં મહિલા સરપંચ દ્વારા સ્મશાનમાં રામધુન કાર્યક્રમ યોજાયો

હિન્દૂ સંસ્કૃતિમાં માં દીકરી કે પુત્રી કે કોઈ સ્ત્રી ક્યારેય સમસાન જવાનું થાય જ નહીં….સિવાય કે મૃત્યુ પરંતુ વડિયા ના સરપંચ એવા મહિલા રમાબેન છગનભાઈ ઢોલરીયા જેઓ એ ગામની સમસ્ત દરેક જ્ઞાતિ ની બહેનો ને આમંત્રણ આપી દરેક બહેનો ના પિતૃ મોક્ષર્થે રામધૂન નું આયોજન કર્યું ગામની તમામ બહેનો દરેક જ્ઞાતિ ની બહેનો એ આ રામધૂન નો લાભ લીધો અને સાથે સાથે દરેક બહેનો ને પોતાને ઘેર ધૂન નો કાર્યક્રમ રાખ્યો હોઈ એવી અનુભૂતિ થઇ


રેતીની સમસ્યામાં લોકોને રાહત મળે તે માટે ડો. કાનાબારના પ્રયાસોને સફળતા

અમરેલી જીલ્લામાં ઇકોજોનની જોગવાઈઓમાં હાઇકોર્ટના આદેશોને કારણે બાંધકામની રેતીની સમસ્યા ઉભી થઈ હતી. બાંધકામમાં વપરાતી રેતી ભાદર અને ભોગવો નદીના રૂટના વિસ્તારમાથી મંગાવવી પડતી હોય રેતીના ભાવો આસમાને પહોંચ્યા હતા. રેતીની આ તંગીનો લાભ લઈ કેટલાંક લોકોએ ખાણ ખનીજ અને પોલીસ ખાતાની મીઠી નજર તળે રેતીના કાળાબજાર કરવાનું શરૂ કરેલ બાંધકામની પ્રવૃતિ બંધ પડવાથી અમરેલીમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ હજારો કારીગરો અને મજૂરો બેરોજગાર બન્યા હતા. આ પ્રશ્ન અંગે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઇ કાનાબારની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએRead More


વડિયાના હનુમાન ખીજડિયા ગામે હાર્દિકના સમર્થનમાંધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

વડિયા ના હનુમાન ખીજડિયા ગામે હાર્દિક ના સમર્થન માં અને હાર્દિક ની ઉપવાસ દરમ્યાન તંદુરસ્તી જળવાઈ રહે એ હેતુ થી ધૂન નો કાર્યક્રમ રાખવામાં આવેલો આ ધૂન માં 200 થી 250 યુવાનો વડીલો અને 100 બહેનો જોડાઈ હતી સાથે સાથે જયસરદાર જય પાટીદાર. માં ઉમા ખોડલ ના નારા લગાવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ માં આહીર સમાજ ના લોકો પણ જોડાયા હતા


૫૦૦ કર્મચારીઓ નિયમભંગ બદલ ઝડપાયા

સરકારની કચેરીઓની સામે ટ્રાફિક પોલીસની નવી ઝુંબેશ

ટ્રાફિક પોલીસ વિભાગે આજે સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ માટે શહેરમાં વિવિધ સ્થળોએ સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી. આજે સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ કલાક સુધી શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ પર ૧૦ ટીમ સાથે અંદાજે ૧૦૦ જેટલા ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઝડપી લીધા હતા અને દંડનીય કામગીરી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પણ ટ્રાફિક નિયમનનું અનુસરણ કરવા સલાહ આપી હતી. આજે વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસની જુદી જુદી ટીમો શહેરના આશ્રમરોડ પર આવેલ આરબીઆઇ, ઇન્કમટેકસ ઓફિસ, આશ્રમરોડ, અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ ઉસ્માનપુરા, ઇન્કમટેકસRead More


જેટ એરવેઝ પર રોકડ કટોકટીના વાદળો ઘેરાયા

જેટ એરવેઝ ગૂંચ : પગાર નહીં મળવાને લઈને પાયલોટ ખફા

નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહેલી જેટ એરવેઝ કંપનીને હવે વધુને વધુ મુશ્કેલી પડી રહી છે. પગાર ન મળવાના કારણે પાયલોટે નારાજગી વ્યક્ત કરી છે અને સહકાર ન આપવાની ચેતવણી આપી છે. જેટ એરવેઝના પાયલોટો અને એન્જિનિયરોના પગારમાં વિલંબની સ્થિતિ જાવા મળી રહી છે. સતત બીજા મહિને વિલંબ રહેતા પાયલોટોએ ચૂકવણીમાં વિલંબને લઈને મેનેજમેન્ટની સામે અસહકારની ચેતવણી આપી દીધી છે. નરેશ ગોયલની ખાનગી એરલાઈન્સ જેટ એરવેઝ પર રોકડ સંકટ તોળાઈ રહ્યું છે. કંપનીને સતત બે ત્રિમાસિક ગાળામાં નુકસાન થઈ રહ્યું છે. કંપનીમાં સંયુક્ત અરબ અમિરાતની રાષ્ટ્રીય વિમાન કંપની એતીહાદને પણ નુકસાનRead More


સેન્સેક્સ ઉછળીને ૩૮૨૪૩ની ઉંચી સપાટીએ

દલાલ સ્ટ્રીટમાં તેજી : ૨૨૪ પોઈન્ટનો નોંધપાત્ર ઉછાળા

શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટ ઉછળીને ૩૮૨૪૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૦ પોઈન્ટ ઉછળીને ૧૧૫૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેકટર ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં ૨.૭ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. વ્યક્તિગત શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં ૨.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. કારોબારના અંતે આજે તેના શેરની કિંમત ૧૨૫૯ રહી હતી. એશિયન શેરબજારમાં પણ સતત છઠ્ઠા કારોબારી સેશનમાં ઉતાર ચઢાવની સ્થિતિ  રહી હતી. તેલ કિંમતોમાં આંશિક ઘટાડો થયો છે. સોનાને લઈને ફરી એકવાર માંગ વધી રહી છે. ઉભરતા બજારોમાંRead More