Main Menu

Friday, September 7th, 2018

 

સોમનાથ મહાદેવ ને શ્વેત પુષ્પનો શુણગાર કરાયો

[wpdevart_youtube]QWeJnATDvIg[/wpdevart_youtube]સોમનાથ મહાદેવ ને શ્વેત પુષ્પનો શુણગાર કરાયો


કોંગ્રેસના રાજયના જિલ્લા મથકોએ ઉપવાસ

ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે કરેલા ઉપવાસ

હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફીની માંગ અને અનામતની માંગ સાથે છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે, ત્યારે કોંગ્રેસ આ મામલે તેને સીધેસીધો ટેકો આપી રહી છે. પરંતુ હાર્દિકના ઉપવાસ આંદોલન મામલે સંવેદનહીનતા અને અહંકાર ત્યાગી ૨૪ કલાકમાં યોગ્ય નિર્ણય લેવા કોંગ્રેસે ગઇકાલે રાજય સરકારને અલ્ટિમેટમ  આપ્યું હતું પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઇ નિર્ણય નહી લેવાતાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેની અગાઉ કરાયેલી જાહેરાત મુજબ, અમદાવાદ સહિત રાજયના વિવિધ જિલ્લા મથકોએ પ્રતિક ઉપવાસ, ધરણાં અને દેખાવોના કાર્યક્રમોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં સાબરમતી આશ્રમ પાસે વિપક્ષના નેતાRead More


બંને પક્ષો ઝુંક્યા :  સરકાર દ્વારા ચાર પ્રધાનોની સમિતિ બનાવાઈ

હાર્દિકની માંગ ઉપર આજે મુખ્ય ચર્ચા : વિવાદનો ઉકેલ આવી શકે

ગુજરાત સરકાર અને પાટીદાર અનામત તેમજ ખેડૂત દેવા માફી માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલ બંને તરફથી પોતપોતાનું વલણ આંશિકરીતે હળવું કરવામાં આવતા વાતચીતનો માર્ગ મોકળો થયો છે. એકબાજુ હાર્દિક પટેલ સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. બીજી બાજુ સરકારે પણ વાતચીત માટેની તૈયારી બતાવી છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે આજે કહ્યું હતું કે, સરકારના દરવાજા દરેક સમાજ માટે ખુલ્લા છે. સરકાર ક્યારે કોઇને વાટાઘાટોનો ઇન્કાર કરતી નથી. પાસ સમિતિએ પણ વાટાઘાટો માટે સમય માંગ્યો હોવાના અહેવાલ મળ્યા છે. હાર્દિક પટેલ આવતીકાલે પારણા કરે તેવું પણ માનવામાં આવી રહ્યુંRead More


હાર્દિક પટેલની કિડનીમાં ઇન્ફેક્શન થયું હોવાના અભિપ્રાયો

તબિયત વધારે ખરાબ થતાં હાર્દિક પટેલને સોલા સિવિલમાં ખસેડાયા

પાટીદાર સમુદાય માટે અનામતની માંગ અને ખેડૂતોની દેવા માફીની માંગણી આમરણંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત આજે વધારે બગડ્યા બાદ હાર્દિકને તાબડતોડ સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને આઈસીયુમાં સારવાર શરૂ થઇ હતી. બીજી બાજુ હાર્દિક પટેલને વધુ સારવાર માટે બેંગ્લોર ખસેડવાને લઇને પણ ચર્ચા થઇ છે. હાર્દિકને કિડનીમાં ઇન્ફેક્શન હોવાની વિગત સપાટી ઉપર આવી છે. હાર્દિકના આમરણાંત ઉપવાસના આજે ૧૪માં દિવસે તેની તબિયત વધારે લથડી હતી. હાર્દિક પટેલના ઉપવાસના ૧૪માં દિવસે આખરે તેની તબિયત લથડી જતાં તેને તાબડતોબ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયોRead More


માલધારી સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ

બહેરામપુરા ઢોરવાડામાં માત્ર ૧૫ દિવસમાં ૩૩ પશુના મોત

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રખડતાં ઢોરને પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પૂરવામાં આવે છે, પરંતુ આ ઢોરવાડામાં પૂરવામાં આવ્યા બાદ આવા ઢોરની યોગ્ય દેખભાળ કરાતી ન હોવાથી અને ગંભીર નિષ્કાળજીના કારણે આવા ઢોરનાંં મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક બન્યું છે. જેના કારણે મ્યુનિસિપલ વર્તુળોમાં ઢોરવાડો કે કસાઈવાડો એવી ચર્ચા ઊઠી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા અમ્યુકોના ઢોરવાડામાં માત્ર ૧૫ જ દિવસમાં ૩૩ પશુઓના મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ છે. પંદર જ દિવસમાં ૩૩ પશુઓના મોતના સમાચારને લઇ સમગ્ર માલધારી સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે. બહેરામપુરા સ્થિત ઢોરવાડાને કરુણા મંદિર એવું રૂડુંRead More


પછાત વર્ગ મોરચા સંમેલનમાં યોગીના પ્રહારો

અખિલેશની ઓરંગઝેબ સાથે યોગી આદિત્યનાથે તુલના કરી

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે જારદાર પ્રહાર કર્યા હતા. યોગી આદિત્યનાથે અખિલેશની સરખામણી મોગલ શાસક ઔરંગઝેબ સાથે કરી હતી અને કહ્યું હતું કે, તેમના કારણે રાજ્યના લોકો હજુ પરેશાન થયેલા છે. લખનૌમાં પાર્ટીના પછાત વર્ગ મોરચા સંમેલન દરમિયાન યોગીએ આ મુજબની વાત કરી હતી. આ સંમેલનમાં પ્રદેશભરમાં નિશાદ, કશ્યપ અને અન્ય સમુદાયના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જે વ્યક્તિપોતાના પિતા અને કાકાના થયા નથી તે સામાન્ય લોકોની સાથે કઇરીતે આવી શકે છે. સામાન્ય લોકોને જાડવાની વાત બિલકુલRead More


કોંગ્રેસ પાર્ટીને ચંદ્રશેખર રાવે મોટો ફટકો આપ્યો

તેલંગાણા : ૧૦૫ ઉમેદવારની યાદી ચંદ્રશેખર રાવે જાહેર કરી

તેલંગાણામાં વિધાનસભા ભંગ થતાની સાથે જ કારોબારી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ૧૦૫ ઉમેદવારોની યાદી આજે જાહેર કરી હતી. ચૂંટણીમાં પાર્ટીને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે. આગામીચૂંટણીમાં પાર્ટીની ટિકિટ પર આ ૧૦૫ ઉમેદવાર લડનાર છે. કેસીઆરે ચૂંટણી માટેનું જાહેરનામુ જારી કરવામાં આવે તે પહેલા જ ઉમેદવારોની યાદી જાહેર કરીને તમામને ચોંકાવી દીધા છે. વિપક્ષ અને નિરીક્ષકોને હેરાન કરી દીધા છે. એવું લાગી રહ્યું છે કે, કેસીઆર ચૂંટણી જીતવા માટે પોતાના હરીફ લોકોને એક પણ તક આપવા માટે ઇચ્છુક નથી. કેસીઆર હાલના સમયમાં પોલિટિકલ ટ્રેન્ડથી અલગ ચાલી રહ્યાRead More


દરરોજ ભાવ સુધારાના નિર્ણય બાદ એક દિવસમાં સૌથી વધુ વધારો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધુ ભડકો : મોંઘવારીમાં પરેશાની

પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો થયો હતો જેથી બંનેના ભાવ ઓલટાઈમ હાઇ સપાટી ઉપર પહોંચી ગયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૭.૩૯ સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં દરરોજ સુધારા કરવાનો નિર્ણય કર્યા બાદથી કોઇ એક દિવસમાં સૌથી મોટો વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં દિલ્હીમાં ૪૮ પૈસાનો વધારો થયો છે જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં બાવન પૈસાનો વધારો થયો છે. આની સાથે જ ડીઝલની કિંમત વધીને ૭૨.૦૭ રૂપિયાRead More


ઓસાકા પડકાર ફેંકવા માટે સંપૂર્ણપણે સજ્જ

યુએસ ઓપન : ઓસાકા અને સેરેના વચ્ચે ફાઇનલ

યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સની ફાઇનલ મેચ હવે મહાન ખેલાડી સેરેના વિલિયમ્સ અને જાપાનની કિલર બનેલી ઓસાકા વચ્ચે રમાશે. પોતાની સેમીફાઇનલ મેચમાં જાપાની સ્ટારે કિ પર સીધા સેટામાં ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. જ્યારે અન્ય સેમીફાઇનલમાં સેરેના વિલિયમ્સે સેવાસ્ટોવા પર ૬-૩, ૬-૦થી જીત મેળવી હતી. આની સાથે જ હવે સેરેના વિલિયમ્સ ફરી એકવાર ફેવરીટ ખેલાડી બની ગઇ છે. તે ગ્રાન્ડ સ્લેમમાં કેટલાક નવા રેકોર્ડ સર્જવા માટે તૈયાર છે. જાપાની ઇતિહાસ ઓસાકા ઇતિહાસ રચી શકે છે. આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને ૩.૮Read More


મોતનો આંકડો વધીને ૧૬ થયો, અનેક લાપતા

જાપાન : જેબી તોફાન બાદ હવે પ્રચંડ ભૂંકપમાં ખુવારી

જાપાનમાં જેબી તોફાનથી ભારે નુકસાન થયા બાદ હવે જાપાન ભૂકંપથી હચમચી ઉઠ્યુ છે. ગુરૂવારના દિવસે આવેલા ૬.૭ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ બાદ મોતનો આંકડો વધીને ૧૬ ઉપર પહોંચી ગયો છે. અનેક મકાનો ધરાશાયી થઇ ગયા છે. ૨૬ લોકો હજુ લાપતા હોવાના હેવાલ મળ્યા છે. બચાવ અને રાહત કામગીરી ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં હાથ ધરવામાં આવી છે. જેબી વિનાશકારી તોફાનની અસર હજુ રહેલી છે. આ તોફાન બાદ તેની વિનાશકતામાંથી જાપાન હજુ બહાર આવ્યુ નથી ત્યારે આ ભૂકંપે વધારે સમસ્યા સર્જી દીધી છે. ધરતીકંપમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૨૦૦થી વધારે આંકવામાં આવી છે. હોકાયિદોRead More