Main Menu

Sunday, September 9th, 2018

 

હિડોરાણા ચોકડી પાસેથી દસેક મહિના પહેલા બ્લકર ગાડી ચોરીના આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

આજથી દસેક માસ પહેલા ફરીયાદી લાલુભાઈ કાળુભાઈ મરમલ ઉ.વ.૨૯ ધંધો વેપાર રહે.જૂની બારપટોળી તા.રાજુલા વાળાની ગાડી ટાટા ૩૧૧૮ બાર વ્હીલની ગોળ ટાંકાવાળી બ્લકર( સિમેન્ટનો લૂઝ ટાંકો) ગાડી નં.GJ ૨૪ V ૦૩૭૭ કી.રૂ. ૧૨,૦૦૦૦૦/-(બાર લાખ) ની રાજુલા હિડોરાણા ચોકડી પાસેથી ચોરી થયેલ હોય જે અંગે ગુનાની તપાસ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ.ડી.જાડેજા સાહેબ કરી રહેલ હોય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નીલીપ્તેરાય સાહેબ તેમજ DYSP સાહેબ.શ્રી માવાણી સાહેબ સાવરકુંડલા વિભાગનોની સુચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ.ડી.જાડેજા સાહેબે સાદર બ્લકર ચોરીના આરોપી સીતારામ અરજનજી ઠાકોર(ચોકીદાર) ઉ.વ.૩૫ ધંધો વાહનચાલક રહે. ગાંધીનગર અડલજ ત્રિમંદિરRead More


આજે અમાસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો નું ઘોડાપુર ઊમટી પડ્યું….

  [wpdevart_youtube]8Rqzr9rvxZs[/wpdevart_youtube]ગીર સોમનાથ….આજે શ્રાવણ માસ ના અંતિમ દિવસે અને અમાસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો નું ઘોડાપુર ઊમટી પડ્યું, અમાસ ના ત્રિવેણી સંગમ માં સ્નાન નું અનેરું મહત્વ હોય છે, દેશ વિદેશ થી આવતા ભાવિકો ત્રિવેણી સંગમ માં સ્નાન કરી સોમનાથ મહાદેવ ના દર્શન કરી ધન્ય બન્યા.


પ્રમુખ જીતુભાઈ વાઘાણી ના ગામ નાનાસુરકા માં ભારે આક્રમક પાટીદાર યુવાનો નો સરકાર વિરોધ સુત્રોચાર અને હાર્દિક ને સમર્થન આપ્યું

આજે સિહોર તાલુકામાં ભાજપ પ્રદેશ પ્રમુખન જીતુભાઇ વાઘાણી ના ગામ  નાના સુરકમાં હાર્દિક પટેલના સમર્થનમાં લાગી ઉપવાસ છાવણી. પ્રદેશ પ્રમુખ ના વિસ્તારમાં પ્રદેશ પ્રમુખ કરતાં હાર્દિક પટેલ વોટ ફેવરિટ પાટીદારો દ્વારા સરકાર વિરુદ્ધ ભારે સૂત્રચાર પ્રદેશ પ્રમુખ એ આંદોલન વિરુદ્ધ ઝેર ઓકતા પાટીદાર યુવાનોમાં  ભારે  આક્રોશ. નાના સુરકાની ઉપવાસ છાવણીમાં સુરત થી પણ યુવાનો અને વડીલો  મોટી સંખ્યા માં  જોડાયા. નાના સુરકા બન્યું હાર્દિક મય સરદાર લડે થે ગોરો સે હમ લડગે ચોરો સે ના નારા સાથે ગામ ગુજયું, નાના સુરકમાં વિધાર્થીનો મોટો વર્ગ ઉપવાસમાં જોડાયો


મોટી કુંકાવાવમાં ખેડૂતનાં મકાનમાંથી દાગીના રોકડ મળી રૂા. 1.ર7 લાખની ચોરી

મોટી કુંકાવાવમાં ખેડૂતનાં મકાનમાંથી દાગીના રોકડ મળી રૂા. 1.ર7 લાખની ચોરી, પરિવાર ખેતરે ગયા બાદ પાછળથી બન્‍યો બનાવ.  વડિયા તાલુકાનાં મોટી કુંકાવાવ ગામે રહેતાં અને ખેતિકામ કરતાં હીંમતભાઈ લાલજીભાઈ ગેવરીયા પોતાના પરિવાર સાથે પોતાના ખેતરે ખેતિ કામ કરવા ગયેલા અને તેમની પુત્રી હવેલીએ દર્શન કરવા ગયા બાદ કોઈ અજાણ્‍યા તસ્‍કરે તેમના રહેણાંક મકાનની વંડી ટપી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાનું મંગળસુત્ર કિંમત રૂા.8પ હજાર તથા રોકડા રૂા.3પ હજાર ટીવીવાળા રૂમમાંથી રોકડ રૂા.7 હજાર મળી કુલ રૂા.1,ર7,000નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસોRead More


સાવરકુંડલામાં કારખાના માલીક વિરૂદ્ધ વેરા બાબતે ફરિયાદ

રાજયવેરા અધિકારીએ કરી ફરિયાદ.   સાવરકુંડલા ગામે રહેતાંઅને શ્રીરામ સ્‍ટીલ વર્કસ નામનું કારખાનું ધરાવતાં અશોકભાઈ ભીમજીભાઈ ચૌહાણએ પોતાના કારખાનાનો નોંધણી દાખલો રદ થયેલ હોય, અને રાજયવેરા અધિકારીની વસુલાત અંગે આકરણી આદેશ તથા માંગણીની નોટીસ અવાર-નવાર આપવા છતાં બાકીની રકમ રૂા.1,39,8પ,ર48 ચડત વ્‍યાજ સાથે ભરપાઈ કરતાં ના હોય, જેથી રાજયવેરા અધિકારી આર. કે. મુનીયાએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચિફ ઓફીસર વિરૂઘ્‍ધ ફરિયાદ

એક તરફ શહેરની હાલત કફોડી અને બીજી તરફ પાલિકાનાં શાસકો મારામારીમાં વ્‍યસ્‍ત બન્‍યા છ. અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચિફ ઓફીસર વિરૂઘ્‍ધ ફરિયાદ. પાલિકાનાં કોંગી અને અસંતુષ્ઠ નગરસેવકો વચ્‍ચે ચાલતી લડાઈ હવે પોલીસ સુધી પહોંચી. અમરેલી નગરપાલિકાની ગઈકાલે મળેલ સામાન્‍યસભામાં કોંગ્રેસનાં નિશાન પર ચૂંટાયેલા સદસ્‍યો ઘ્‍વારા સામસામે ખુરશી ફેંકવા, ગાળો આપવા સહિતની ઘટના બાદ આખો દિવસ રાજકારણ ગરમાયેલું રહૃાું હતું. ત્‍યારે આઘટનામાં જ સામસામે પોલીસ ફરિયાદ નોંધાતા કોંગ્રેસ પક્ષની આબરૂનું લીલામ થતાં લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્‍યારે ભાજપ પક્ષ આ ઘટના અંગે મુંછમાં હસી રહૃાું હોયRead More


પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનાં ભાવ વધારાનાં વિરોધમાં : અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે જિલ્‍લાબંધનું એલાન અપાયું

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે જિલ્‍લાબંધનું એલાન અપાયું. પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનાં ભાવ વધારાનાં વિરોધમા. આંત્તરાષ્‍ટ્રીય કિંમતો ઓછી હોવા છતાં પેટ્રોલ-ડીઝલ તથા ગેસના ભાવમાં કમરતોડ વધારો થતાં તા. 10/9/18નાં રોજ અમરેલી બંધનું એલાન જિલ્‍લા કોંગ્રેસ પરિવાર ઘ્‍વારા આપેલ છે. અમરેલી જિલ્‍લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવો પ્રતિ લીટર રૂપિયા 80ને પહોંચી ગયા હોય. જિલ્‍લાની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. થોડા સમયમાં અનાજ, કઠોળ, દુધ, શાકભાજી, ફ્રુટ, દવા, સાબુ સહિતની જીવન જરૂરી ચીજવસ્‍તુઓમાં પણ પ થી 10 ટકાનો વધરો થવાનાં ભયથી આમ આદમી પરેશાન થઈ ચુકયો છે. કૃષિ આધારિત જિલ્‍લામાં અપુરતા અને અતિ વરસાદથીRead More


ખાંભા પંથકમાં વૃક્ષછેદનનું મહાકાય કૌભાંડ ઝડપાયું

છેલ્‍લા એક વર્ષમાં લાખો રૂપિયાનું કૌભાંડ કરાયાની ચર્ચાઓ. ખાંભા પંથકમાં વૃક્ષછેદનનું મહાકાય કૌભાંડ ઝડપાયું.મોટા જથ્‍થામાં લાકડા રાજકોટ તરફ લઈ જવામાં આવતાં હોવાનું બહાર આવ્‍યું. આરએફઓ પરિમલ પટેલ દ્વારા લાકડા ભરેલ ત્રણ ટ્રક ઝડપી લેવાયા.ખાંભા તેમજ આસપામાં છેલ્‍લા એક વર્ષથી લાકડા કટીંગનું કૌભાંડ ચાલતું હોય. ત્‍યારે આજે ખાંભાના નયનિયુકત આરએફઓ પરિમલ પટેલ ઘ્‍વારા લીલાવૃષનાં લાકડા કટીંગનો પર્દાફાશ કર્યો હતો અને ત્રણ જેટલા લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડયા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્‍યારે ખાંભા અને સાવરકુંડલાના માથાભારે દલાલો અને વનવિભાગના સ્‍થાનિક કર્મચારીની સાંઠગાંઠથી હજારો ટન લીલા લાકડાનો એક વર્ષમાંRead More


ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં જન્‍માષ્‍ટમી પર્વની ઉજવણી

ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ભભગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયભભમાં જન્‍માષ્‍ટમી (કૃષ્‍ણજન્‍મ) પર્વની શાનદાર ઉજવણી કરાઈ. જેમાં ધોરણ એલ.કે.જી. થી ધોરણ-4ના વિદ્યાર્થીઓ કાનૂડાના ડ્રેસ પહેરીને આવ્‍યા હતા. અને તેમાંથી બેસ્‍ટ ડ્રેસને નંબર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ શાળાના આચાર્યા શીતલબેન, દરેક વિદ્યાર્થીઓ તથા સર્વે શિક્ષકોએ નંદ ઘેર આનંદ ભયો ના નાદ સાથે કૃષ્‍ણ જન્‍મની શાનદાર ઉજવણી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના રતિદાદા, મહેશભાઈ મહેતા, શાળાના આચાર્યા શીતલબેન મહેતા, મંજુબા તથા સમગ્ર સ્‍ટાફગણે ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.


પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે શ્રી કષ્ટભંજનદેવ મીઠાઈનો અન્નકૂટ

પ્રખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં ઉજવાયો દાદાનો ભવ્ય મીઠાઈનો અન્નકુટોત્સવ. તા.૮-૯-૨૦૧૮ ને શ્રાવણમાસના અંતિમ શનિવારે સાળંગપુરધામમાં મીઠાઈનો અનકૂટ સ્વામીશ્રી હરીપ્રકાશદાસજીના શુભ સંકલ્પથી તથા કો.સ્વામી શ્રી વિવેક્સાગરદાસજીના માર્ગદર્શનથી તેમજ પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામીની અથાગ મહેનતથી સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં તા.૮-૯-૨૦૧૮ને શ્રાવણ માસમાં અંતિમ શનિવારે ભવ્ય મીઠાઈનો અન્નકુટોત્સવનું આયોજન કરવામાં આવેલ.જેમાં તમામ પ્રકારની મીઠાઈઓ દાદાને અન્નકૂટ સ્વરૂપે ધરવામાં આવેલ તથા સવારે ૫:૪૫ શ્રી મંગળા આરતી તથા ૭:૦૦ કલાકે શ્રી શાણગાર આરતી તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે ભવ્ય મીઠાઈ અન્નકુટોત્સવ નિમિતે દાદાની ભવ્ય અન્ન્કટ આરતી બપોરે ૧૨:૦૦ કલાકે કરવામાં આવેલ મીઠાઈનાRead More