Main Menu

Tuesday, September 11th, 2018

 

ફાયરીંગનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ગઇ તા.૨૪/૦૮/૧૮નાં રોજ મોડી રાતનાં દોઢેક વાગ્યે નંદલાલ પંજુમલ રોહિડા રહે.સીંધુનગર, ભાવનગર વાળા ભાવનગર,કાળાનાળા,સંત કંવરરામ ચોક, અશોક જયુસ સેન્ટર સામે તેનાં મિત્ર દિનેશભાઇ મોહનલાલ સાથે ઉભા હતાં.ત્યારે રવિ ધરમદાસ મટનવાળો તથા ભરત ગોરધનદાસ વલેચા ડીઓ સ્કુટર ઉપર આવી ભરત વલેચા એ નીચે ઉતરી દિનેશનો કાંઠલો પકડી ગાળો દઇ પોતાની પાસે રહેલ ગનમાંથી ફાયરીંગ કરી દિનેશનાં પેટનાં ભાગે ગોળી મારી ભાગી ગયેલ હતાં.જે અંગે નંદલાલ પંજુમલ રોહિડા રહે.સીંધુનગર, ભાવનગરવાળાએ ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવેલ. આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,Read More


લાદેને ૧૯૮૮માં જ હુમલાની યોજના ઘડી હતી

૯/૧૧ હુમલાઓની યોજના લાદેને ખુબ પહેલા તૈયાર કરી 

૧૭ વર્ષ પહેલા ૧૧મી સપ્ટેમ્બરના દિવસે આતંકવાદી સંગઠન અલકાયદા અને તેના લીડર બિન લાદેને દુનિયાને હચમચાવી દીધી હતી. ન્યુયોર્ક શહેરના ટ્વિવન ટાવર વર્લ્ડ સિટી સેન્ટર અને પેન્ટાગોનમાં ભીષણ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાને દુનિયાના હજુ સુધી સૌથી વિનાશક આતંકવાદી હુમલા તરીકે ગણવામાં આવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ હુમલાની યોજના ઓસામા બિન લાદેને ૧૪ વર્ષ પહેલા જ લખવાની શરૂઆત કરી દીધી હતી. ૧૯૮૮માં લાદેને આ હુમલાની યોજના તૈયાર કરી લીધી હતી. અલકાયદાના હાલના રેકોર્ડ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો ૧૯૮૮માં પાકિસ્તાનના પેશાવરમાં લાદેનના આવાસ ઉપર તેના સાથીઓનીRead More


સેંસેક્સ અભૂતપૂર્વ ગગડીને ૩૭૪૧૩ની નીચી સપાટી ઉપર રહ્યો

શેરબજાર ધરાશાયી : સેંસેક્સમાં ૫૦૯ પોઇન્ટનો નોંધપાત્ર ઘટાડો 

શેરબજારમાં આજે સતત બીજા દિવસે અભૂતપૂર્વ કડાકો બોલી ગયો હતો. શેરબજાર ફરી એકવાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં બેંચમાર્ક ઇન્ડેક્સ એક ટકાથી વધુ ગગડી ગયા હતા. ડોલર સામે રૂપિયો ૭૨.૭૨ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૫૦૯ પોઇન્ટ ઘટીને ૩૭૪૧૩ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. બ્રોડર નિફ્ટી ૧૫૧ પોન્ટ ઘટીને ૧૧૨૮૭ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. એફએમસીજી કંપનીઓ આશરે દબાણ હેઠળ રહ્યા હતા. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં વર્તમાન મહિનામાં આઠ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. તેમાં છ સપ્તાહનીRead More


દિલ્હી-મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં ૧૪ પૈસાનો વધારો કરાયો

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાનો દોર યથાવત : વધુ વધારો કરાયો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ભારત બંધ રાખવામાં આવ્યાના એક દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો થયો હતો. ભાવ વધારો કરવામાં આવ્યા બાદ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં ૧૪ પૈસા અને મુંબઇમાં ૧૫ પૈસાનો વધારો થયો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૦.૮૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.જે ગઇકાલે સોમવારના દિવસે ૮૦.૭૩ હતી.. જ્યારે ડીઝલની કિંમત ગઇકાલે સોમવારના દિવસે ૭૨.૮૩ હતી જે વધીને ૭૨.૯૭ રૂપિયા પ્રતિ લીટરRead More


હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકત લેતા ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી અને પ્રમુખ

ખેડૂતોના દેવામાફી અને અનામત માટે આમરણાંત ઉપવાસ ના આજે ૧૮ માં દિવસે હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકતા  ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયસિંહ ગોહિલ(માલપર),ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસના પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ(વરતેજ),ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધીયા


બાબરામાં સ્વાઈન ફ્લુનો વધુ એક કેસ અમરાપરા ગામમાં પટેલ પ્રૌઢનો કેસ પોઝીટીવ

બાબરા તાલુકામાં સ્વાઈન ફ્લુના કારણે તાલુકાનું આરોગ્ય વિભાગ ભારે હરકતમાં આવ્યું અને તાલુકામાં સામુહિક આરોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને પૂરતી સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે બાબરા તાલુકાના કીડી ગામમાં થોડા દિવસો પહેલા કોંગો ના કારણે એક કોળી યુવાન નું મોત નીપજ્યું હતું તેમજ ઘૂઘરાળા માં દલિત યુવકનું સ્વાઈન ફ્લુના કારણે મોત નીપજ્યું હતું તાલુકામાં બે વ્યક્તિ નું જીવલેણ રોગના કારણે મોત થતા તાલુકાનું આરોગ્ય વિભાગ ભારે હરકતમાં આવ્યુ છે  ત્યારે બાબરા તાલુકાના અમરાપરા ગામમા એક પટેલ પ્રૌઢ નો સ્વાઈન ફલૂ કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતRead More


ઢસાની આર.જે.એસ. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં હેડ્રિક

યંગમુડો રાજ્યકક્ષાની સ્પર્ધામાં આર.જે.એચ હાઈસ્કૂલ ને ૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૧૦ મેડલ મળ્યા  તા.૦૭.૦૯.૨૦૧૮ થી ૦૯.૦૯.૨૦૧૮ સુધી રાજ્યકક્ષા ની યુ ૧૯ યંગમુડો સ્પર્ધા રાજપીપળા ખાતે યોજાઈ હતી. જેમા શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ના વિદ્યાર્થીઓએ ઉત્કુષ્ટ પ્રદર્શન કયું હતું. આ સ્પર્ધામાં-૫૨  વજન ગુપ મા વાધેલા પિયુષ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે-૪૦  વજન ગુપ મા ગઢાદ્દા ધર્મેશ. ઝાપડીયા નિરલને સિલ્વર મેડલ +૬૮ વજન ગુપમા ધામેલીયા વૂતિશાને સિલ્વર મેડલ તથા-૩૬ વજન ગુપમા દલ સલમા-૪૪ વજન ગુપમા સરધારા ઋષિકા -૫૨  વજન ગુપમા રાઠોડ નમ્રતા-૫૬ મા વેકરીયા અમીષા -૬૮ મા વાઘેલાRead More


સુરનિવાસ ગામે સી.સી. રોડનું ખાતમુહૂર્ત અને જીઓના ટાવરનું લોકાર્પણ

તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ અમરેલી સંસદીય વિસ્તાર હેઠળ આવતા અને ભાવનગર જિલ્લાના ગરીયાધાર તાલુકાનાં સુરનિવાસ ગામે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયાએ પ્રાથમિક શાળાથી મુખી રસ્તા સુધી સી.સી.રોડના કામનું મુહૂર્ત અને જીઓના ટાવરનું લોકાર્પણ કરેલ હતું. આ તકે સાંસદ સાથે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, ભાવનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કેતનભાઈ કાત્રોડિયા, ગારીયાધાર તાલુકા ભાજપ પ્રમુખ વી.ડી. સોરઠિયા, તાલુકા વેચાણ સંઘ પ્રમુખ કરશનભાઇ જીવાની સહિતના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


બોબી, પુજા હેગડે, કૃતિ સનુન, કૃતિ ખરબંદા હશે

ઉર્વશી રોટેલા હાઉસફુલ-૪ ફિલ્મમાં ટુંકા રોલમાં દેખાશે

નિર્માતા સાજિદ નડિયાદવાળાની પોતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે વર્ષ ૨૦૧૯માં દિવાળી પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ ફિલ્મ ઓક્ટોબર ૨૦૧૯માં રજૂ કરવાની યોજના છે. ફિલ્મના તમામ કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની સાથે હવે બોબી દેઓલ, પુજા હેગડે, કૃતિ સનુન અને કૃતિ ખરબંદાને લેવામા આવી છે. આ ઉપરાંત ટુંકા રોલમાં ઉર્વશી રોટેલા પણ નજરે પડનાર છે. હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા  આને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મના કલાકારોને પહેલાની સિરિઝમાંથીRead More


મોટા ભાગે સિક્વલ ફિલ્મ માટે પસંદગી થઇ

સિક્વલ ક્વીન તરીકે તેની છાપ ઉભરી : કૃતિ ખરબંદા

બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ ખરબંદાનુ કહેવુ છે કે તે સિક્વલ ક્વીન તરીકે ઉભરી રહી છે. યમલા પગલા દિવાનાના ત્રીજા ભાગ અને હાઉસફુલ-૪માં પર તે રોલમાં છે. તે રાજ રીબુટ, ગેસ્ટ ઇન લંડન, યમલા પગલા દિવાના ફિર સે, અને હાઉસફુલ-૪નો હિસ્સો બનીને સિક્વલ ક્વીન બની ગઇ છે. તેનુ કહેવુ છે કે તમામ જુદા જુદા પ્રકારની ફિલ્મો છે. જેથી તે કોઇ એક પ્રકારની ભૂમિકામાં બંધાઇ નથી.કૃતિ ફિલ્મોમાં ટકી રહેવા માટે ભારે મહેનત કરી રહીછે. હવે તેની મહેનત રંગ લાવી હોવાના હેવાલ મળ્યા છે. તેની પાસે હાલમાં મોટી ફિલ્મો છે.   બોલિવુડમાં કેટલાક વર્ષોથીRead More