Main Menu

Wednesday, September 12th, 2018

 

ભાવનગર શહેરના નિર્મળનગરમાં આવેલા રામજી મંદિરમાં આભુષણોની ચોરી

ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં ત્રાટકેલા તસ્કરો ભગવાનના આભૂષણો લઈને નાસી છુટ્યા હતા. શહેરના નિર્મળનગર વિસ્તારમાં હીરા બજારમાં આવેલ રામજી મંદિરના તાળા તોડી અંદર પ્રવેશાલા તસ્કરો ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજીની પ્રતિમા પર પહેરાયેલા મૂંગટ સહિતના આભૂષણો લઈને નાસી છુટ્યા હતા. મોડી રાત્રીના બનેલી ચોરીની ઘટનાને લઇ સ્થાનિક હીરાના વેપારીઓ અને ભાવી ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા સ્થાનિકો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી.


ટુંકાગાળામાં જ કેટલાક ફોન કબજે કરાયા

સાબરમતી મધ્યસ્થ જેલમાં ફોન મળવાનો દોર યથાવત

રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત એવી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ સતત બની રહી છે છતાં જેલ તંત્ર કે ગૃહ વિભાગની આંખ નથી ઊઘડી રહી. છેલ્લા એક મહિનામાં ચાર વખત સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટના બનતાં હવે સુરક્ષા અને સલામતીને લઇ સાબરમતી જેલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. અવારનવાર મોબાઇલ મળે છે તેનો અર્થ એ થાય કે, કાં તો જેલમાં જામર કામ કરતા નથી અથવા તો કેદીઓ માટે ચોક્કસ સમયે ઠપ્પ કરી દેવામાં આવે છે એવા સવાલો પણ હવે ઉઠી રહ્યા છે. જેને લઇ હવેRead More


યુઝર્સ ચાર્જ વસૂલવાની દરખાસ્તને લઇ વિવાદ

૧૪ મહિના બાદ પણ કચરો એકઠો કરવામાં અનેક પ્રશ્નો

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો પાસેથી સૂકો અને ભીનો કચરો અલગથી એકત્રિત કરવા માટેની ડોર ટુ ડોરની નવી સિસ્ટમમાં આજે પણ અનેક પ્રકારનાં ધાંધિયાં છે. ૧૪ મહિના બાદ પણ આ નવી સિસ્ટમની ગાડી પાટે ચઢી નથી. ત્યારે બીજીબાજુ, અમ્યુકો તંત્રની કચરો એકઠો કરવાની કામગીરી માટે યુઝર્સ ચાર્જ વસૂલ કરવાની દરખાસ્તે નવો વિવાદ સર્જાયો છે. અમ્યુકોની યુઝર્સ ચાર્જની દરખાસ્તને લઇ શહેરીજનોમાં ખાસ કરીને મહિલાઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. કારણ કે, કચરો એકત્ર કરવાની કામગીરીનું તંત્રના માણસો દ્વારા ચુસ્ત રીતે કે નિયમિત ધોરણે પાલન જ કરાતું નથી તો, યુઝર્સ ચાર્જ વળીRead More


મેલીવિદ્યાના ચક્કરમાં પરિવારે જીવ ગુમાવ્યો

નરોડા સ્યુસાઇડ કેસ : મેલી વિદ્યાનું કારણ સપાટી ઉપર

નરોડામાં કોસ્મેટિક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની કવિતા(ઉ.વ.૪૫) અને ૧૬ વર્ષની દીકરી સીરીન સાથે આત્મહત્યા કરી લેવાની શહેરભરમાં ચકચાર જગાવનાર ઘટનામાં આખરે મેલીવિદ્યા-કાળીવિદ્યા કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલી મેલીવિદ્યાની વાતને લઇ હવે આગળની તપાસ આરંભી છે. મૃતક વેપારી કૃણાલ ત્રિવેદી(ઉ.વ.૫૦)એ તેમના આશરે ૭૫ વર્ષના માતાને પણ ઝેર પીવડાવી સુવડાવી દીધા હતા. આ કેસમાં શરૂઆતમાં આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થિક હોવાનું પોલીસ માનતી હતી. પરંતુ આજે સુસાઈડ નોટ સામે આવતા કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ સુસાઈડ નોટમાં માતાને સંબોધીને મૃતક વેપારીએRead More


સરકાર સામે નહી પરંતુ વડીલોના આદર સામે ઝુક્યાનો દાવો

હાર્દિકે આખરે પારણા કર્યા પણ લડતને ચાલુ રાખવાની જાહેરાત

ખેડૂતોની દેવામાફી અને પાટીદારોને અનામતની માંગણી સાથે પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર એવા હાર્દિક પટેલે પાટીદાર સમાજની છ સંસ્થાઓના વડીલો અને આગેવાનોની ભારે સમજાવટ અને વિનવણી બાદ આખરે હાર્દિક પટેલે તેના ઉપવાસના આજે ૧૯ મા દિવસે પારણાં કર્યા હતા. જા કે, હાર્દિક પટેલે તેની માંગણીઓને લઇ લડત ચાલુ રહેશે તેવી સ્પષ્ટ જાહેરાત પણ કરી હતી. આજે હાર્દિક પટેલની ઉપવાસ છાવણીના સ્થળે ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા. પારણાં બાદ હાર્દિકે કહ્યું હતું કે,Read More


બાબરા વિસ્તારમાં દારૂની પ્રવુતી કરતા અને અવાર નવાર દારૂ કેસોમાં પકડાયેલ 4 સખ્શોને તડીપાર કરાયા

પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી ની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક શ્રી એલ.બી.મોણપરા સાહેબ અમરેલી ના માર્ગદર્શન હેઠળ તડીપાર કરવા માટે સુચના મળતા બાબરા પો.સ્ટેના પો.સ.ઇ  દ્વારા બાબરા વિસ્તારમાં દારૂની પ્રવુતી કરતા અને અવાર નવાર દારૂ વેચાણ/કબ્જાના કેસોમાં પકડાયેલ (૧) મુક્તાબેન વા/ઓ વિરજીભાઇ બાલાભાઇ ખટાણા રહે રહે.ગળકોટડી, તા.બાબરા, જી.અમરેલીવાળા (૨) ગનુબેન વા/ઓ પોપટભાઇ વાલજીભાઇ વાઘેલા રહે રહે.ગળકોટડી, તા.બાબરા, જી.અમરેલીવાળા (૩) દિપકભાઇ મધુભાઇ કાવઠીયા રહે.બાબરા, બસ સ્ટેન્ડ પાછળ તા.બાબરા, જી.અમરેલી (૪) પ્રભાબેન વા/ઓ ધિરૂભાઇ ચુનીભાઇ કાવઠીયા રહે.બાબરા, બસ સ્ટેન્ડ પાછળ તા.બાબરા, જી.અમરેલીવાળા નાઓના વિરુધ્ધમાં શ્રી એસ.ડી.એમ.સાહેબ લાઠી સમક્ષ દરખાસ્ત કરવામાં આવેલ જે હદપારીRead More


ગાંધીનગર ખાતે રાજ્યભર તંત્રી પ્રકાશનો દ્વારા માહિતી કમીને રજુઆત

ગાંધીનગર, ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા અખબારોને જાહેરખબર ફાળવવા અંતર્ગત જાહેરખબરની નીતિ સને 2006માં ઘડવામાં આવી હતી. જેને 2007માં થોડાઘણા સુધારા સાથે પુનર્ગઠિત કરવામાં આવી હતી. આ નીતિ અન્વયે જ તમામ અખબારોને જાહેરખબરની ફાળવણી તથા જાહેરખબરની મંજૂરી આપવામાં આવે છે.  આ વખતે માહિતી ખાતા દ્વારા વિજ્ઞાપનની પોલીસીની બહાર જઈને ઈન્કમટેક્સ રીટર્ન અંગેની પોલીસી બહારની ક્ષતિ ઊભી કરવામાં આવી છે.  જે અંતર્ગત આ પ્રક્રિયાનો વિરોધ કરવા સમગ્ર રાજ્યભરમાંથી અનેક અખબારોના તંત્રી-પ્રકાશકો મોટી સંખ્યામાં ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે એકત્રિત થયા હતા. અહીં સૌ તંત્રી-પ્રકાશકમિત્રોએ એકત્રિત થઈને માહિતી નિયામકશ્રીની કચેરીએ જઈને નિયામકશ્રીને આRead More


શહેરમાં ચાલતી શટલ રિક્ષાઓ પર હવે તવાઇ

ટ્રાફિક અભિયાન : ૧૦૦થી વધુ રિક્ષા ડિટેઇન કરી લેવાઈ

ગુજરાત હાઇકોર્ટના ટ્રાફિક મુદ્દે કડક વલણ બાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને લઇ કડક કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્મેટ વગર, આડેધડ ર્પાકિંગ તેમજ ટ્રાફિક નિયમન મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવાઇ રહી છે ત્યારે હવે શહેરમાં ચાલતી શટલ રિક્ષાઓ પર લાઇસન્સ, વાહનના કાગળો અને રિક્ષાચાલકના બેઝ સહિતના મુદ્દે ટ્રાફિક પોલીસે તવાઇ શરૂ કરી છે. જેમાં શહેરમાં આજે જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવમાં ૧૦૦થી વધુ રિક્ષાઓ ડિટેઇન કરાઇ હતી. ટ્રાફિક પોલીસ દ્વારા આજે શહેરના ર૬ ટ્રાફિક પોઇન્ટ પર શટલ રિક્ષા વિરુદ્ધ કેસ કરવા અંગેની ડ્રાઇવ યોજાઇ હતી. પોલીસે શહેરનાRead More


આગામી ૧૦ દિવસ સુધી ઉત્સાહ-ઉજવણી

મુંબઈ સહિત દેશમાં આજથી ગણેશ ઉત્સવની જારદાર ધૂમ

દેશના વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત આવતીકાલથી દેશભરમાં ગણપતિ ઉત્સવની ધૂમ રહેશે. ૧૦ દિવસ સુધી ચાલનાર ગણેશ ઉત્સવની ૧૩મી સપ્ટેમ્બરથી શરૂઆત થઇ રહી છે. મુંબઈમાં સૌથી પ્રસિદ્ધ ગણેશની મૂર્તિઓ પૈકીની એક લાલબાગના રાજા દર્શન આપવા માટે તૈયાર છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળમાં લાલબાગચા રાજાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી ચુકી છે. લાલબાગ માર્કેટની સાંકળી શેરીમાં હાલ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ગણેશ ઉત્સવ દરમિયાન દર્શન કરવા માટે અહીં લાંબી લાઇનો લાગે છે. ૨૨મી સપ્ટેમ્બરના દિવસે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ ઉત્સવ લાલબાગ રાજાના દર્શનની શરૂઆત આવતીકાલે ચાર વાગ્યાથી થશે.Read More


વન્ય અધિકારીઓ અને અન્ય ટીમો તૈનાત કરાઈ

મહારાષ્ટ્ર : નરભક્ષી વાઘની મોટાપાયે શરૂ કરાયેલ શોધ

મહારાષ્ટ્રમાં એક પછી એક માનવી પર થઇ રહેલા હુમલાના પરિણામ સ્વરુપે હવે નરભક્ષી બની ગયેલા વાઘને શોધી કાઢવા માટે મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વન્ય વિભાગના અધિકારીઓ સેનાની જેમ ઓપરેશન ચલાવવા તૈયાર થયા છે. મહારાષ્ટ્રમાં નરભક્ષી વાઘને શોધવા માટે ઓપરેશન શરૂ થઇ ચુક્યું છે. નરભક્ષી વાઘે પ્રથમ શિકાર એક વૃદ્ધ મહિલાને બનાવી હતી. તેની લાશ મળી આવી છે. ત્યારબાદ એક વૃદ્ધ કિસાનને પણ આ વાઘે ફાડી ખાધો હતો. એક પછી એક વાઘે અનેક લોકોને ટાર્ગેટ બનાવ્યા છે. યાવાતમલ જિલ્લામાં સ્થિત પાંડરકવડા પહાડીઓમાં ફેલાયેલા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે. અનેકRead More