Main Menu

Friday, September 14th, 2018

 

મોદી મધ્યપ્રદેશમાં સૈફી મસ્જદમાં પહોંચ્યા

દાઉદી વહોરા દેશભક્ત માટે દાખલા સમાન છેઃ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ઇન્દોર સ્થત સૈફી મસ્જદમાં પહોંચ્યા હતા. વહોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મસ્જદના ગેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ તેમને મંચ સુધી લઇ ગયા હતા. મોદીને ગળે લગાવીને સૈયદનાએ તેમનુ મસ્જદમાં સ્વાગત કર્યુ હતુ. કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યુ હતુ કે વહોરા સમુદાય દેશભક્તના દાખલા સમાન છે. તેમની કામગીર તમામ જગ્યાએ સ્વાગતરૂપ રહી છે. મોદીએ કહ્યુ હતુ કે આ સમુદાયના લોકો અમારી વાસુદેવ કુટુમ્બકમની પરંપરાને આગળ વધારે છે. મોદીએ સ્વચ્છ ભારતનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે અમને અમારા દિલ અને આત્માને પણ સ્વચ્છRead More


અમરેલી તાલુકાના દેવરાજીયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જીલ્‍લામાંથી પ્રોહિબીશનની બદીને સંપુર્ણ પણે નેસ્‍તનાબુદ કરવા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ રેઇડો કરવા અને તેમના વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્‍વયે ગઇ કાલ તા.૧૩/૦૯/૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલાની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફ અમરેલી તાલુકા વિસ્‍તારમાં વિસ્‍તારમાં પ્રોહિ અંગે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી તાલુકાના દેવરાજીયા ગામે ખોડિયાર માતાજીના મંદિર પાછળ આવેલ તળાવના પાળા પાસે આવેલ બાવળની કાંટમાં અવાવરૂ પડતર જમીનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવેલRead More


મોબાઇલ ચોરને પકડી પાડી મોબાઇલ ફોન રીકવર કરતી એલ.સી.બી. અમરેલી

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને તેમાં અમરેલી જિલ્લાના નાગરીકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્‍હાઓ વણ શોધાયેલ હોય તેવા ગુન્‍હાઓ નો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલીકને તેની ચોરીમાં ગયેલ મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્‍નો કરવા અને આવા વણશોધાયેલ અનડીટેકટ ગુન્‍હાઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામના પાદરમાંથી એક ઇસમને ચોરી મોબાઇલ ફોન સાથે આરોપીને પકડી પાડેલ છે અને તેની પાસેથી ચોરીનોRead More


વિજય માલ્યા પ્રશ્ને એસબીઆઈ દ્વારા સ્પષ્ટતા

વિજય માલ્યા મામલે કોઇ જ ઉદાસીનતા રખાઈ નથી

શરાબ કારોબારી વિજય માલ્યાના હાલના નિવેદન ઉપર જારદાર વિવાદ વચ્ચે ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડયાતરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કિંગફિશર સાથે જાડાયેલા લોન ડિફોલ્ટ કેસમાં તેમના તરફથી કોઇપણ ઉદાસીનતા રાખવામાં આવી નથી. હકીકતમાં માલ્યાએ થોડાક સમય પહેલા એક પત્ર લખ્યો હતો જેમાં માલ્યાએ લોન આપવાના મામલામાં બેંકોને પણ દોષિત ઠેરવી હતી. બેંકના નિવેદન બાદથી એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે, એસબીઆઈએ ફેબ્રુઆરી ૨૦૧૬માં બાકી તમામ બેંકોને સલાહ આપી હતી કે, તેઓ માલ્યાને દેશ છોડતા પહેલા સુપ્રીમRead More


મોટર સાયકલ ચોરીઓનો ભેદ ઉકેલી ચોરાયેલ ૦૬ મોટર સાયકલ રીકવર કરતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને તેમાં અમરેલી જિલ્લાના નાગરીકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્‍હાઓ વણ શોધાયેલ હોય તેવા ગુન્‍હાઓ નો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલિકને તેની ચોરીમાં ગયેલ મિલકત પાછી મળે તે માટેના સધળા પ્રયત્‍નો કરવા અને આવા વણશોધાયેલ અનડીટેક્ટ ગુન્‍હાઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ટીમે ખાનગી બાતમી આધારે પેટ્રોલીંગ દરમ્‍યાન બાબરા મુકામેથી ત્રણ આરોપીઓને ચોરીના કુલ મોટર સાયકલો સાથે ઝડપી લીધેલ છે અને ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ કુલ છ મોટર સાયકલોRead More


હજુ સુધી કોઇ ધરપકડ ન થતાં લોકોમાં આક્રોશ

હરિયાણામાં બોર્ડ ટોપર પર ગેંગરેપથી ભારે સનસનાટી

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં ૧૯ વર્ષની યુવતીની સાથે ગેંગરેપની સનસનાટીપૂર્ણ ઘટના સપાટી ઉપર આવી છે. એવા આક્ષેપ છે કે, મહેન્દ્રગઢના કનીનામાં ત્રણ લોકોએ ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ કરી લીધું હતું અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ગેંગરેપનો આ મામલો સપાટી ઉપર આવ્યો છે. હરિયાણામાં બોર્ડ ટોપર રહેલી યુવતી પર ગેંગરેપનો મામલો સપાટી ઉપર આવ્યો છે. પોલીસને મોડેથી આ અંગે માહિતી મળી છે. અલબત્ત ગેંગરેપના સંદર્ભમાં હજુ સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, યુવતીનું આરોપીઓએ બુધવારે અપહરણ કરી લીધું હતું તે વખતે તે કોચિંગ માટેRead More


ઇસરો જાસુસી કેસમાં વૈજ્ઞાનિકને આખરે રાહત

જાસુસી કેસ : વૈજ્ઞાનિકને ૫૦ લાખ આપવા હુકમ

ઇસરો જાસૂસી મામલામાં સુપ્રીમ કોર્ટે આજે મોટો અને મહત્વનો ચુકાદો આપ્યો હતો. શુક્રવારના દિવસે કોર્ટે અત્યાચારના શિકાર થયેલા ઇસરોના વૈજ્ઞાનિકને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. ઇસરો જાસુસી કેસમાં સુપ્રીમ કોર્ટે વૈજ્ઞાનિકને ૫૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, આ કેસમાં વૈજ્ઞાનિક એસ નંબી નારાયણને ૨૪ વર્ષ પહેલા કેરળ પોલીસ દ્વારા બિનજરૂરીરીતે પકડી પાડવામાં આવ્યા હતા. નારાયણને હેરાન કરવામાં આવ્યા હતા અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેરળના પોલીસ અધિકારીઓની ભૂમિકામાં પણ તપાસ કરવાનો આદેશ કર્યો છે. ચીફ  દિપક મિશ્રાના નેતૃત્વમાંRead More


દહેજ અત્યાચાર કેસમાં પતિ અને પરિવારને મળેલી સુરક્ષા ખતમ

દહેજના કેસમાં પતિની તરત ધરપકડ થઇ શકે છે : સુપ્રીમ

દેહજ અત્યાચારના મામલામાં પતિ અને તેમના પરિવારને મળેલા સેફગાર્ડનો ગાળો હવે ખતમ થઇ ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉના પોતાના ચુકાદામાં મોટો ફેરફાર કરીને પતિની ધરપકડ માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, ફરિયાદોનો નિકાલ લાવવા માટે પરિવાર કલ્યાણ કમિટિની જરૂર નથી. મામલામાં આરોપીઓની તરત ધરપકડ પર મુકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ભોગ બનેલાઓની સુરક્ષા માટે આ પ્રકારના પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આરોપીઓ માટે વચગાળાની જામીન માટે માર્ગ ખુલ્લો છે. કોર્ટના ચુકાદા મુજબRead More


કોટાથી શરૂઆત થયા બાદ રાજેની પરેશાની વધી

રાજસ્થાન : વસુન્ધરા રાજેની ગૌરવ યાત્રાનો ચોથો તબક્કો

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા સત્તા જાળવી રાખવાના ઇરાદા સાથે હાલમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુન્ધરા રાજે ગૌરવ યાત્રા યોજી રહ્યા છે. તેમની ગૌરવ યાત્રાના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે શુક્રવારે કોટા વિસ્તારથી તેમની ગૌરવ યાત્રાનો ચોથો તબક્કો શરૂ થયો હતો. શરૂઆતમાં જ રાજેને ખેડુત સમુદાયની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. તેમના ચોથા તબક્કાના આ દોરને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે ખેડુત સમુદાય જ તેમનાથી સૌથી વધારે નારાજ છે. આ ક્ષેત્રને હડૌતી વિસ્તાર તરીકે પણ જાવામાં આવે છે. જે ચાર જિલ્લામા વિભાજિત છે. જેમાં કોટા, ઝાલાવાડ, બુન્દી અને બારાનો સમાવેશRead More


ચીન-અમેરિકા વચ્ચે જારી ટ્રેડ વોરની સીધી અસર

નિકાસ પોલિસીમાં ફેરફાર કરવાની સરકારની તૈયારી

ચીન અને અમેરિકા વચ્ચે છેડાયેલા ટ્રેડ વોરના કારણે સરકાર હવે નિકાસ પોલિસીમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના ધરાવે છે. આના માટેની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. હકીકતમાં સરકાર વર્તમાન પરિÂસ્થતીનો લાભ લેવા માટેની તૈયારીમાં છે. ટ્રેડ વોરની વચ્ચે સરકાર નિકાસને વધારી દેવા માટે યોગ્ય તકની રાહ જાઇ રહી છે. આના માટે ડ્રાફ્ટને આખરી ઓપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર હવે અમેરિકા સહિત યુરોપિયન માર્કેટમાં કારોબાર વધારી દેવા માટે તમામ શક્યતા તપાસી રહી છે. આ માર્કેટમાં ભારત એવી ચીજ વસ્તુઓ નિકાસRead More