Main Menu

Sunday, September 16th, 2018

 

દામનગર શહેર માં સ્વસ્થ રહો મસ્ત રહો આહાર જ ઔષધ છે સેમિનાર યોજાયો

દામનગર શહેર ના યુગ સિનેમા હોલ ખાતે  લક્ષ ઇન્વેસ્ટમેન્ટ આયોજિત સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમ યોજાયો.ગોકુલ નેચર ક્યોર – ગોમટા નાં ડૉ કમલેશભાઈ સોલંકી તથા ડૉ કિરણબેન સોલંકી દ્વારા કુદરતી ઉપચાર દ્વારા સરલ જીવન પદ્ધતિ તથા ખોરાક અંગે નાં માર્ગદર્શન માટે ” સ્વસ્થ રહો મસ્ત રહો ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ ક્ષેત્રો નાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ખાસ કરીને મહિલા એ આહાર જ ઔષધ વિશે રસોઈ સંબંધી પ્રશ્નોતરી કરી વિસ્તૃત માર્ગદર્શન મેળવેલ હતું.     આહાર જ ઔષધ વિષય પર સ્થળ પ્રશ્નોયરી માં અનેક શ્રોતા ઓ નેRead More


ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ કારોબારી મિટિંગ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી

ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ કારોબારી મિટિંગ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી જેમાં  નિરીક્ષક કાંતિભાઈ ચૌહાણ ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ અને ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં  આગામી તા 18,9, ના રોજ ગુજરાત વિધાનસભા ઘેરાવ ના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી ઘોઘા તાલુકા પંચાયત કારોબારીસમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ જીતુભાઇ વાઘેલા,પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ,તાલુકા પંચાયત સદસ્યો મુકેશભાઈ ગોહિલ,વિરમદેવસિંહ ગોહિલ,વિરભદ્રસિંહ ગોહિલ,અશોકસિંહ ગોહિલ(કુકડ),,કુમારપાલસિંહ ગોહિલ,ભૂપતસિંહ ગોહિલ,જયદેવસિંહ ગોહિલ,અંસારભાઈ  રાઠોડ,કે.કે.સરવૈયા,મહિપતસિંહ ગોહિલ,ભૂરાભાઈ,પ્રદીપભાઈ સોલંકી,કુમારપાલસિંહ ખોખરા,કાનભા ગોહિલ,તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો,તાલુકા કૉંગ્રેસના હૉદેદારો કાર્યકરો હાજર રહ્યા….


 અમરેલી 108 ટીમ સગર્ભા બહેનો માટે આશીર્વાદ રૂપ નીવડી છે.

તારીખ..16.9.2018 ના રોજ સવાર ના 8:57 સમય એ મતિરાળા ગામ થી પ્રસુતિ માટે કોલ આવતા અમરેલી 108 ની ટીમ માં ફરજ પર ના કર્મચારી EMT સાગર મકવાણા અને PILOT દિનેશ ચૌહાણ તાત્કાલીક સ્થળ ઉપર જાવા માટે રવાના થઈ ગયેલ અને સ્થળ પર પહોંચી ને તાપસ કરતા પ્રસૂતા બેન કુસુમબેન.પી.પરમાર ને અસહય પ્રસુતિ નો દુખાવો શરૂ હતો તાત્કાલીક ધોરણે સમય નો વિલંમ્બ ન કરતા અમરેલી 108 એમ્બ્યુલન્સ માં લઇ ને હોસ્પિટલ જવા માટે રવાના થઈ ગયેલ રસ્તા માં કુસુમબેન ને પ્રસુતિ નો દુખાવો વધતા અમારા ઉપરી અધિકારી ડો.પરમાર સર અને ડૉ.વિષ્ણુRead More


ઉમરાળાના ટીમ્બી માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલની મુલાકાતે

ઉમરાળાના તાલુકાના ટીમ્બી ખાતે માનવસેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે સામાજિક અગ્રણી ઓ  દામનગર ના સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ડાયમંડ નગર સુરત ના સ્થાપક કળથીયા ભીમજીભાઈ ડાયાભાઈ ભારત કોટન ઈન્સ્ટ્રીઝ ના પ્રવીણભાઈ જાગાણી પટેલ ટાયર ના રજનીભાઇ ધોળકિયા પી કે ખેની ભડિયાવાળા પત્રકાર નટુભાઈ ભાતિયા સહિત ના ઓ એ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ની સેવા નિહાળી ખૂબ પ્રભાવિત થયા અતિ અદ્યતન ટેકનોલોજી ઉત્તમ તબીબો સાથે સંપૂર્ણ ની શુલ્ક સેવા દરેક પ્રકાર ના રોગો ની તપાસ સારવાર અને ભોજન પ્રસાદ સાથે માનવ સેવા એજ માધવ સેવા ને મંત્રRead More


રાધા-માધવને આકર્ષક સાજ-શણગારથી સજાવાશે

ભાડજના હરેકૃષ્ણ મંદિર ખાતે ૧૭મીએ રાધાષ્ટમી ઉજવાશે

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આગામી તા. ૧૭, સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ સોમવારે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે શ્રી રાધાષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. શ્રી રાધાષ્ટમીની ઉજવણીને લઇ મંદિર સત્તાધીશો દ્વારા તડામાર તૈયારીઓ કરી રખાઇ છે. સોમવારે ભાડજ સ્થિત  હરેકૃષ્ણ મંદિરમાં રાધા-માધવને અલંકારિક અને આકર્ષક સાજ-શણગાર અને સુગંધીદાર પુષ્પોથી સજાવવામાં આવશે. શ્રી શ્રી રાધા માધવ ના આશીર્વાદ મેળવવા ભક્તો દ્વારા ખાસ સેવા અર્પણ થાય છે. ૧૦૮ પ્રકારના ભોગ અર્પણ કરવા ખાસ તૈયારીઓ પણ કરવામાં આવે છે. આ ઉત્સવમાં ભક્તો દ્વારા શ્રીમતી રાધારાણી માટે ભજન કીર્તન કરવામાં આવે છે જ્યારે સાંજેRead More


૫૦ વર્ષ જૂના ઓવરબ્રીજને તોડીને ફરી બનાવાશે

ખોખરા-કાંકરિયા ઓવરબ્રીજ પાંચ ઓકટોબરથી બંધ કરાશે

અમદાવાદ શહેરમાં પૂર્વના વિસ્તારમાં મહત્વના રૂટ પરની આવ-જા માટે ૫૦ વર્ષ જૂનો કાંકરિયા-ખોખરા ઓવરબ્રીજ તા.૫મી ઓકટોબરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા બંધ કરવામાં આવનાર છે. ખોખરા-કાંકરિયા ઓવરબ્રીજના નવનિર્માણની કામગીરીને લઇ આ ઓવરબ્રીજ શહેરીજનો માટે બંધ કરાશે અને તેને નવેસરથી બનાવવાની કામગીરીનો પ્રારંભ થશે. અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા આગામી તા.પ ઓક્ટોબરથી પચાસ વર્ષ જૂના ખોખરા ઓવરબ્રિજને તોડીને નવેસરથી બનાવવાનાં ચક્રો ગતિમાન કરાયાં હોઇ તેને બે વર્ષ માટે બંધ કરવાનું નક્કી કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.૩ ઓક્ટોબર, ર૦૧પની સવારે દશ વાગ્યે પચાસ વર્ષ જૂના ખોખરા-કાંકરિયા રેલવે ઓવરબ્રિજનો ફૂટપાથનો હિસ્સો અચાનકRead More


માલ્યા અને નિરવ માટે સીબીઆઈએ ખુલાસો કર્યો

માલ્યાને પકડવા તે વખતે કોઈ નક્કર કારણ ન હતા

વિજય માલ્યા અને નિરવ મોદીના મામલામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મુકવામાં આવેલા ગંભીર આક્ષેપોનો આજે સીબીઆઈએ જવાબ આપ્યો હતો. સીબીઆઈએ તમામ આક્ષેપોને ફગાવતા કહ્યું છે કે વિજય માલ્યાના લુકઆઉટ સરક્યુલરમાં ફેરફાર કરવા અંગોનો નિર્ણય કોઈ એક અધિકારી દ્વારા લેવામાં આવ્યો ન હતો. તપાસ સંસ્થાએ કહ્યું છે કે તે વખતે વિજય માલ્યાને પકડી પાડવા માટે કોઈ નક્કર કારણો તેમની પાસે ન હતા. સીબીઆઈએ આ નિવેદનમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ટ્‌વીટના જવાબ તરીકે આને ગણવામાં આવે છે. આજે જ રાહુલ ગાંધીએ સીબીઆઈના એક અધિકારી પરRead More


પેટ્રોલિયમ પેદાશોની કિંમતને લઈને ચિંતા

તેલની કિંમતોનો પણ યોગ્ય ઉકેલને શોધી કઢાશે : શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતો માટે આંતરરાષ્ટ્રીય કારણોને જવાબદાર ઠેરવ્યા છે. સાથે સાથે એવી ખાતરી પણ આપી છે કે પેટ્રોલિયમ પેદાશોની કિંમત અને ઘટી રહેલા રૂપિયાને કાબુમાં લેવા માટે ટૂંક સમયમાં જ યોગ્ય પગલાં લેવાશે અને સમાધાન શોધી કાઢવામાં આવશે. ઓગસ્ટ મહિનાથી ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. હૈદરાબાદમાં પત્રકાર પરિષદને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે ડિઝલ અને પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યોRead More


એસપીજીને આંદોલન ન કરવા મોભીની સલાહ

સરકારની સામે અનામત પ્રશ્ને સુપ્રીમમાં લડીશું : જેરામ પટેલ

હાર્દિકના પટેલના ઉપવાસ આંદોલન પછી એસપીજી સંસ્થાના લાલજી પટેલ આંદોલન કરવાની ચીમકી આપી હતી. જેને લઇ રાજકોટમાં ઉમિયાધામના ઉપપ્રમુખ જેરામ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શાંતિ જળવાય રહે તે પ્રાથમિકતા છે. એસપીજીને વિનંતી છે કે આંદોલન ન કરે, આ સરકાર આંધળી બહેરી છે. મુદ્દા મુક્યા છે સરકારમાં અને કહ્યું છે વિચારીશુ. પરંતુ આપણે અનામત મુદ્દે સુપ્રીમ સુધી લડીશું જે કંઇ ખર્ચો થશે તે છ સંસ્થા મળીને ભોગવીશું. જેરામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના યુવાનો જ લડત ચલાવે છે તેને વડીલોનો ટેકો છે. અનામતRead More


છ લાખની લોન માંગતો ઓડિયો વાયરલ થયો

નરોડા સામૂહિક આત્મહત્યા કેસ : નવી કડીઓ હાથ લાગી

નરોડા સામુહિક આત્મહત્યા કેસ પાછળનું કારણ શોધવા માટે હાલ પોલીસ પાસે સુસાઇડ નોટ સિવાય ખાસ કંઈ નથી. જેમાં કથિત કાળી શક્તિએ તેમને આત્મહત્યા કરવા માટે પ્રેર્યા હોવાનું મનાઇ રહ્યું છે. હાલ પોલીસે આર્થિક સ્થિતિને લઇ કૃણાલના બેંક ખાતાઓને તપાસ ઉપરાંત તેના બેંક સ્ટેટમેન્ટ્‌સ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બીજીબાજુ, પોતાની પિતરાઇ બહેન માટે રૂ. છ લાખની લોન માંગતો કૃણાલનો એક ઓડિયો સામે આવતાં તેને લઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. નરોડા સામૂહિક આત્મહત્યા કેસમાં આજે કૃણાલ ત્રિવેદીનો એક ઓડિયો સામે આવ્યો છે. જે પોલીસ તપાસમાં પણ મદદરૂપ થઈ શકેRead More