Main Menu

Thursday, September 20th, 2018

 

વનતંત્ર નિંદ્રામાં ગીરના જંગલમાં ટપોટપ મરતા સિંહ, 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12ના મોત

ગુજરાતની શાન  સમા સિંહની ગીરના જંગલમાં ચિંતા ભરી સ્થિતી, છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 11 સિંહોના 11 દિવસમાં મોત થયા છે. સરકાર ઘોર નિંદ્રામાં ઉંઘે છે અને ટપોટપ સિંહો મરે છે. વનવિભાગે આજે સતાવાર જાહેરાત કરી હતી કે 11 સિંહોના મોત થયા છે.જો કે તમામ સિંહબાળ સહિત મૃત્યું પામેલા સિંહોના મોત અલગ-અલગ કારણોથી થયા હોવાનું પ્રાથમિક તારણ છે. જ્યારે વનવિભાગની ટીમ દ્વારા તાબડતોબ રીતે ગીરના સિંહોનું અવલોકન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમુક સિંહોના મોત પાછળRead More


છપ્પન ઇંચની છાતી ક્યાં ગઇ :કોંગ્રેસનો પ્રશ્ન

બીએસએફના જવાનની બર્બર હત્યાથી દેશમાં આક્રોશનું મોજ

ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પાકિસ્તાની રેન્જર દ્વારા બીએસએફ જવાન નરેન્દ્રસિંહની બર્બરતા સાથે કરવામાં આવેલી હત્યાથી દેશભરમાં તંગદિલીપૂર્ણ માહોલ છે. બીજી બાજુ વિપક્ષે સરકાર પર જવાનોની સુરક્ષાને લઇને હવે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, સરકાર સેનાનો રાજકીય લાભ ઉઠાવવા માટે ઉપયોગ કરી રહી છે. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જવાનો ઉપર થઇ રહેલા હુમલાઓ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. મંગળવારના દિવસે પાકિસ્તાની સૈનિકો દ્વારા જમ્મુ નજીક આઈબી પર બીએસએફના એક જવાનની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે સમગ્રRead More


રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ પ્રચાર માટેનું રણશિંગુ ફુંક્યું

વધુ મહિલાઓને ચૂંટણીમાં જાવા ઇચ્છુક છે : રાહુલ ગાંધીની ઇચ્છા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હાલમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી આજે ડુંગરપુરના સગવાડા પહોંચ્યા હતા. લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે, તેમની પાર્ટી મળીને ચૂંટણી લડી રહી છે. સાથે સાથે અશોક ગહેલોત અને સચિન પાયલોટની વચ્ચે કોઇપણ પ્રકારના મતભેદ નથી. વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં અવાજ ઉઠી રહ્યો છે કે, ગલી ગલી મેં શોર હૈ હિન્દુસ્તાન કા ચોકીદાર ચોર હૈ. ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, ગૌરવ યાત્રામાંRead More


ગુલ્લી બોય ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરીએ રજૂ કરાશે

રણવીરસિંહ ઝોયા અખ્તરની નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

ઝોયા અખ્તર હાલમાં તેની ફિલ્મ ગુલ્લી બોયને લઇને ખુબ વ્યસ્ત છે. ફિલ્મ પર કામ લગભગ પૂર્ણ થઇ ગયુ છે. શુટિંગ પણ હવે પૂર્ણાહુતિના આરે છે. ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના શુટિંગને વારંવાર રોકવાની ફરજ પડી હતી. ફિલ્મ પદ્માવતિ અને બાજીરાવ મસ્તાનીમાં કામ કર્યા બાદ લોકપ્રિયતા મેળવી ચુકેલા રણવીરસિહ પાસે વધુ એક સારી ફિલ્મ આવી હોવાના હેવાલ મળ્યા છે. આ ફિલ્મમાં તે સ્ટ્રીટ રેપર તરીકેની ભૂમિકા અદા કરનાર છે. મળેલી માહિત મુજબ રણવીરસિંહ ઝોયા અખ્તરની ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ મુંબઇ સ્થત રેપર નાજી પર આધારિત છે. જેનીRead More


૨૭ વર્ષના લાંબા ગાળા બાદ સડક-૨ બનશે

આલિયા અને આદિત્ય રોય કપુર સડક-૨માં સાથે રહેશે

સડક ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. ફિલ્મમાં આદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ નજરે પડનાર છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં આલિયા કામ કરવા માટે માની ગઇ છે. સંજય દત્ત અને પુજા ભટ્ટની ફિલ્મ સડક બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ૨૭ વર્ષના લાંબા ગાળા બાદ મહેશ ભટ્ટ ભાગ બે બનાવી રહ્યા છે. જેમાં આલિયાને જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જા કે ફિલ્મને નિહાળવા માટે ચાહકોને હજુ એક વર્ષથી વધારે સમયની રાહ જાવી પડશે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખતા કહ્યુ છે કેRead More


લાઠી તાલુકાનાં જરખિયા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ ઉપસ્થિત રહ્યા

રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ લાઠી તાલુકાનાં જરખિયા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મેદનીને સંબોધન કરી રહેલ તે સમયે નાબાર્ડના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા, હિરેનભાઇ હિરપરા, બાવકુભાઈ ઉંધાડ, મયૂરભાઈ હિરપરા, કમલેશભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા.


હોલિવુડના એક નિર્માતાની ટાઇગર પર નજર

ટાઇગર હવે હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે : રિપોર્ટ

બોલિવુડમાં એક્શન હિરો તરીકેની જારદાર છાપ ઉભી કરનાર ટાઇગર શ્રોફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં પણ પોતાના એક્શન કરીને તમામ ચાહકોને રોમાંચિત કરનાર છે. તે હોલિવુડ ફિલ્મમાં પોતાના દિલધડક એક્શન સ્ટંટના જલવા દર્શાવનાર છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હોલિવુડના નિર્માતા લોરેન્સ કૈસાનોફની નજર ટાઇગર શ્રોફ પર પડી છે. તે ટાઇગરથી ખુબ વધારે પ્રભાવિત છે. પોતાની ફિલ્મને નક્કી કરવા માટે તેઓ મુંબઇ પહોંચી ગયા છે. મળેલી માહિતી મુજબ સિદ્ધાર્થ આનંદ દ્વારા બનાવવામાં આવનાર હોલિવુડની એક્શન પિલ્મ રેમ્બોની હિન્દી રીમેકમાં ટાઇગર શ્રોફ કામ કરનાર છે. તે ફિલ્મમાં સિલ્વેસ્ટર સ્ટેલોનની ભુમિકાRead More


વરલી મટકાના આંકડા લેતો ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સા.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે શિહોર, ક્રિકેટ છાપરી મેદાનમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો ઇસમ રાજુભાઇ હિમંતભાઇ ડાભી ઉ.વ.૪૨ રહેવાસી-શિહોર જી.ભાવનગર વાળાને વરલી મટકાના આંકડા લખેલ ચિઠ્ઠીઓ નંગ-૨ તથા રોકડ રૂપિયા ૯,૬૦૦/- તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.રૂ.૧૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છેRead More


સાવરકુંડલા માનવ મંદિર આશરો લેતી મનોદિવ્યાંગ દીકરી સાજી થતા પરિવારમાં પુનઃસ્થાપિત

 માનવ મંદિરે આવેલ રાજકોટઃ ની દીકરી સાજી થતા આજે પરિવારમાં પુનઃ સ્થાપિત થઈ……સાવરકુંડલા નજીક હાથસણી રોડ પર આવેલ માનવ મંદિરમાં પૂ.ભક્તિબાપુ ની નિશ્રામાં હાલ 42 મનોરોગી નિરાધાર મહિલાઓ વિનામુલ્યે સારવાર લઈ પુનઃ જીવન પ્રાપ્ત કરી રહી છે.અહીંયા દવા.દુઆ અને વાતાવરણ ના પ્રભાવથી આવનાર મનોરોગીઓ(પાગલ)સાજા થાય છે  ત્યારે ભક્તિબાપુ ના જણાવ્યા મુજબ આ આશ્રમમાંથી અત્યાર સુધીમાં 52 મનોરોગીઓ સાજા થઈને સમાજમાં પુનઃ જીવન મેળવી સ્થાપિત થઈ ચૂકી છે ત્યારે આજથી બે વર્ષ પહેલાં તા.21.6.16 ના રોજ રાજકોટની વંદના નામની મનોરોગી યુવતી દાખલ કરવામાં આવી હતી.જે હવે સાજી થતા તેના માતપિતા નેRead More


લોકસંગીત લોકમુખે ગુજતું નામ એવા હિમાશૂ રાવલ અને જ્યાં મિસ્ત્રી નું નવું સોંગ

” હા મોજ હા ” શનિવારે રિલિઝ થશે, નવરાત્રિ અને લગ્નમાં ધૂમ મચાવશે

અમરેલીમાં લોકસંગીત લોકમુખે ગુજતું નામ એવા હિમાશૂ રાવલ અને જ્યાં મિસ્ત્રી નું નવું સોંગ ” હા મોજ હા ” શનિવારે રિલિઝ થશે જે સોંગ એચ આર ડિજિટલ ની યૂ ટ્યૂબ ચેનલ તેમજ સિટિવોચ ચેનલ ની લોક સંગીતમાં રજૂ થશે નાનપણથી સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા હિમાશૂ રાવલ દ્વારા હમણાં થોડા સમય પેહલા માં મોગલ નું સોંગ રીલીઝ કરવામાં આવ્યું હતું જે સોંગ ખૂબજ સફળતા બાદ “ગણપતિ કુંભ ધડૂલો લઈ આવો નું સોંગ રીલીઝ” કરવામાં આવ્યું જે સોંગ ખૂબજ સફળતા બાદ હિમાશૂ રાવલ અને જ્યાં મિસ્ત્રી નું નવું સોંગ ” હાRead More