Main Menu

Saturday, September 22nd, 2018

 

સુત્રાપાડાના મટાના ગામે ખૂંખાર નર દીપડો પાંજરે પુરાયો

[wpdevart_youtube]0HbaJadnxxE[/wpdevart_youtube]    સુત્રાપાડાના મટાના ગામે ખૂંખાર નર દીપડો પાંજરે પુરાયો


સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે તાલુકા કક્ષા નું વિજ્ઞાન પ્રદર્શન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના ખડસલી ગામે. G.C.R.T.E ગાંધીનગર પ્રેરીત અને ડાયેટ અમરેલી અને B. R. C. ભવન સાવરકુંડલા દ્વારા તાલુકા કક્ષા નું ગણિત અને વિજ્ઞાન નું ભવ્ય પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા 65 જેટલી વિજ્ઞાનના કૃતિ ઓ સમગ્ર તાલુકા ની જુદી જુદી. પ્રાથમિક શાળા ઓ ના વિદ્યાર્થીઓ શિક્ષકો ના માર્ગદર્શન તળે લાવીને તેનું નિર્દર્શન કર્યું હતું આ પ્રદર્શન ના ઉદઘાટન સમારોહ માં મુખ્ય અતિથિ શ્રી અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વીંછીયા તાલુકા સંઘ ના મંત્રી શ્રી દિલીપસિંહ શિક્ષણRead More


સહકારી સંસ્થાઓ હાઉસીંગ ક્ષેત્રે ઝંપલાવે તે જરૂરીઃ રાજનાથસિંઘ

અમરેલીમાં આજે બપોરે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંઘ અને પરસોતમભાઇ રૂપાલાનું આગમન થયું હતું અને પુર્વ રાજયમંત્રી દિલીપભાઇ સંઘાણીની આગેવાનીમાં સહકારી મંડળીઓની  સાધારણ સભા યોજાઇ હતી. આ તકે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘે જણાવ્યું હતું કે સહકારી પ્રવૃતિઓને કેન્દ્ર અને રાજય સરકાર પ્રોત્સાહન કનિદૈ લાકિઅ આપે છે. મહારાષ્ટ્ર,  ગુજરાત સહિત અનેક રાજયોમાં સહકારી વિભાગે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ક્રાંતી સર્જી છે. રાજનાથસિંઘે વધુમાં જણાવ્યું  હતું કે સહકાર વિભાગ ખેડુતોના હિતમાં અનેક કાર્ય કરે છે ત્યારે હવે સહકારી સંસ્થાઓ  હાઉસીંગ ક્ષેત્રે ઝંપલાવે તે જરૂરી છે. આ તકે ઉપસ્થિત  કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ અમરેલી જીલ્લામાં સહકારીRead More


ભાવનગરમાં ૧૦ ઓફીસોમાં ત્રણ દિ’ ઓપરેશન પાર પાડીને જીએસટીનું ૧૦૦ કરોડના બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ખળભળાટ

રાજયભરમાં બોગસ બિલીંગનો ધંધો ફુલ્યો-ફાલ્યો છે. ત્યારે ભાવનગર માંથી પણ ૧૦૦ કરોડનાં બોગસ બિલ્ડીંગનાં મસમોટા કૌભાંડનો પદાર્ફાશ થયો છે.  રાજયની સાથો સાથ ભાવનગરમાં પણ બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ જી. એસ. ટી. એ. શહેરની પાંચ  પેઢીઓની ૧૦  ઓફીસોમાં ત્રણ દિવસ સફળ ઓપરેશન કરી રૂ. ૧૦૦ કરોડનાં બોગસ બીલીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને ૩૦ બેંકોનાં ૩પ એકાઉન્ટમાં  કરોડોનાં વ્યવહારો મળી આવતાં તમામ ખાતા સીઝ કર્યા છે. બોગસ બિલીંગનો ધંધો ફુલ્યો-ફાલ્યો અકીલા છે. નવા જીએસટી અંતર્ગત ભાવનગરની પાંચ પેઢીએ  માત્ર ત્રણ-ચાર માસનાં ટુંકાગાળામાં જ બોગસ ઇ. વે. બીલીંગ કાંડRead More


ગુજરાતની સહકારી પ્રવૃતિ દેશ અને વિશ્‍વ માટે પથદર્શક બની રહી છે : કેન્‍દ્રિય ગૃહ મંત્રીરાજનાથસિંહ

અમરેલી ખાતે પાંચ સહકારી સંસ્‍થાઓની સંયુકત યોજાયેલી વાર્ષિક સાધારણ સભા અને સહકાર સંમેલનમાં અધ્‍યક્ષસ્‍થાનેથી ઉદબોધન કરતાં કેન્‍દ્રીય ગૃહ મંત્રીશ્રી રાજનાથસિંહએ જણાવ્‍યું કે કેન્‍દ્ર સરકાર સહકારી પ્રવૃતિને પ્રોત્‍સાહન આપે છે. ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં સહકારનો રોપાયેલ છોડ આજે પુરા ભારતમાં વટવૃક્ષ બની ગયેલ છે. આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે ખેડૂતો અને કૃષિક્ષેત્રને આત્‍મનિર્ભર બનાવવામાં સહકારી પ્રવૃતિનું યોગદાન બહુજ મોટું છે. સહકારી પ્રવૃતિઓએ હરીત અને શ્વેત ક્રાંતિમાં સૌથી વધુ સહકાર આપીને મોટું યોગદાન આપેલ છે.ગૃહમંત્રીશ્રી રાજનાથસિંહ એ વધુમાં જણાવ્‍યું હતું કે સહકારી સંસ્‍થા/સહકારી બેંકોએ ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવીને ઝીરો ટકા અને નજીવાRead More


ખેલ મહાકુંભ રાજુલા તાલુકા ચેસમાં પ્રથમ વિજેતા વિપુલ લહેરી

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનો રાજુલા ખાતે બાલકૃષ્ણ વિધ્યાપીઠ ખાતે આજથી શુભારંભ થયો છે. ખેલમહાકુંભ માં તાલુકા લેવલની ટીમો દ્વારા વિવિધ રમત-ગમતો માં પોતાનું કૌશલ્ય બતાવશે. ખેલમહાકુંભ નું સમાપન તા. ૨૬-૯-૨૦૧૮ ના રોજ થશે.


અધ્યાત્મ અને કાનૂનનો અજાયબ સમન્વય થયો છે તેવા સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રીશ્રી નો આજે ૮૮મો જન્મદિવસ.

શ્રી જશવંતરાય કાનાબાર આજે ૮૭ વર્ષની વયે તરોતાજા જિંદગીના ખુશનુમા આયુષ્યને નિત્ય નૂતન પ્રભાતે એવી રીતે માણી રહ્યા છે જાણે કે એક શિશુનો ઉમંગ ! તેમને જિંદગીનો થાક લાગતો નથી. ને જિંદગીને પણ તેમનો થાક લાગ્યો નથી. તેમના સાંનિધ્યમાં હળવાશનો અનુભવ સહુને થાય. બ્રિટિશ ઈંગ્લિશની પરંપરાના બંધારણીય વિદ્વાન છતાં કદી તેમણે આત્મગર્જના કરી નથી. એ વિવેક તેઓ યૌવન વયે પાંડુરંગ શાસ્ત્રીની “દાદા” ગીરીમાંથી લઈ આવ્યા છે. આપણા અમરેલીમાં દાદા જ્યારે પણ મુંબઈથી આવે કે રાજુલાથી આવે તો સીધા જ જશવંતરાય પાસે આવે. એમનું આતિથ્ય શબરી પરંપરાનું. પાંડુરંગ દાદાને પોતાના ભક્તોRead More


ઉત્તર ગુજરાત-રાજસ્થાનના વિદ્યાર્થીઓને લાભ

પાલનપુરમાં મેડિકલ કોલેજ શરૂ થતાં લોકોને ખુબ ફાયદો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ તથા બાદરપુરા ખાતે ખાધ તેલ પેકીંગનો શુભારંભ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતની ગણના પછાત વિસ્તારમાં થતી હતી. રોજગારીનું કોઇ સાધન નહોતું તેવા સમયે બનાસ ડેરીની સ્થાપના કરી સ્વ.ગલબાભાઇ પટેલે શૂન્યમાંથી સર્જન કર્યુ હતું. તેમણે કહ્યું કે બનાસ ડેરીએ મબલખ દૂધ ઉત્પાદન કરીને સમગ્ર દુનિયામાં આપણને ગૌરવ અપાવ્યું છે. તેમણે જણાવ્યું કેRead More


ત્રીજા દિવસે સંખ્યા વધીને ૧૩ લાખથી વધુ

અંબાજી મેળામાં શ્રદ્ધાળુનો અભૂતપૂર્વ ધસારો યથાવત

યાત્રાધામ અને શક્તિપીઠ  અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થયા બાદ આજે મેળાના ત્રીજા દિવસે યાત્રીકોની કુલ સંખ્યા ૧૩ લાખથી વધુ પહોંચી ગઈ હતી. ખેડબ્રહ્મા તરફથી યાત્રીકોની ભરચક સંખ્યા અંબાજી તરફ શ્રદ્ધા અને ભક્તિના સથવારે આગળ વધી રહી છે. દાતાથી અંબાજી તરફ પણ યાત્રીકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અંબાજી મેળા પ્રસંગે અંબાજી જતા તમમ રસ્તાઓ ઉપર શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક આગળ વધી રહ્યા છે. બીજી બાજુ માતાના દર્શન માટે પણ લાંબી લાઈનો અકબંધ રહી છે. રસ્તાઓ ઉપર જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે.Read More


ફિલ્મની પટકથા પર જારદાર રીતે કામ જારી

રિતિકને લઇ નવી ફિલ્મની રાકેશ રોશન ઘોષણા કરશે

વિતેલા વર્ષોના અભિનેતા અને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રાકેશ રોશન નવી ફિલ્મ બનાવવા માટેની તૈયારીમાં લાગી ગયા છે. હાલમાં પટકથા પર કામ જારી છે. કલાકારો કોણ રહેશે તેની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ લોકપ્રિય સુપરસ્ટાર રિતિક રોશન હવે પોતાની આત્મકથા લખવાને લઇને ઉત્સુક છે. જા કે હાલમાં આ આત્મકથા ક્યારે લખાશે તે અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામા આવી શકે છે. રિતિક રોશને કહ્યુ છે કે તે લખવાની વધારે કુશળતા ધરાવતો નથી પરંતુ ટુંક સમયમાં જ બાયોગ્રાફી લખવાની શરૂઆત કરનાર છે. હાલમાં આત્મકથાRead More