Main Menu

Monday, September 24th, 2018

 

ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો

  અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલીયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર ગમગીનીની લાગણી છવાઇ ગઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ખેડૂતનો મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – ચિત્તલના વિદ્યાર્થીઓ નો સર્વશ્રેષ્ઠ દેખાવ

સ્કેટિંગ સ્પર્ધામાં જીલ્લા કક્ષા એ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર (૧) ઈશ્વા સંજયભાઈ માંગરોળીયા અન્ડર 14 , 300m (સ્કોટલૅન્ડ) (૨) કરણ દિલીપભાઈ રાઠોડ અન્ડર 17 , 500mmm (ઇનલાઇન) , અને એજ રીતે તાલુકા કક્ષાએ ચેસ ગેમમાં (૧) નિઝામ મહેબુબભાઈ કાલવા પ્રથમ નંબરે આવેલ છે.જીલ્લા કક્ષાએ રમાયેલ હોકી ગેમમાં ત્રણ છોકરીઓ રાજ્ય કક્ષાએ જવા માટે પસંદ થયેલ છે. જેમાં , (૧) દિશા જયેશભાઈ બાબરીયા (૨) અનીષા હરેશભાઈ બાબરીયા (૩) પ્રીન્શી રાજેશભાઈ અમરેલીયા . આ સર્વે વિદ્યાર્થીઓને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ , ટ્રસ્ટીશ્રી , આચાર્યશ્રી તથા તમામ સ્ટાફગણ તરફથી અભિનંદન પાઠવામાં આવેલ છે.


ભાવનગર જિલ્લાને ૬૬.૧૪ કરોડ રૂપિયા રોયલ્ટી ઉપરાંત ૬૦.૩૮ કરોડ રૂપિયા પ્રીમયમની આવક

ભાવનગર જિલ્લામાં ૨૧૦ લીઝ અસ્તિત્વ ધરાવે છે. આ લીઝમાંથી રોયલ્ટી/ડેડરેન્ટ પેટે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૨૫.૧૭/- કરોડ રૂપિયાની મહેસુલ આવક રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલ છે. આ મહેસુલી આવકના લક્ષ્યાંકની ટકાવારીએ જિલ્લાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયેલ છે. ઉકત વર્ષમાં કુલ ૧૭ લીઝ ધારકો પાસે રૂ. ૭.૮૪ કરોડની ખનીજ કીમત વસુલવા માટે નોટીસ/હુકમ કરવામાં આવેલ છે. ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમ-૨૦૧૭ અંતર્ગત ભાવનગર ક્લેકટરશ્રી હર્ષદ પટેલનાં માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના રેતી તથા બ્લેકટ્રેપ ખનીજના બ્લોકની ઓનલાઇન હરાજી કમિશ્નરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ગાંધીનગર મારફત તા. ૨૧/૮/૨૦૧૮ થી તા.૨૮/૮/૨૦૧૮ સુધીના સમયગાળામાં કરવામાંRead More


અમરેલી શહેરમાંથી અપહરણના ગુન્‍હાના આરોપીને પકડી પાડ્યો

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જીલ્‍લાના વિવિધ પો.સ્‍ટે.માં રજી. થયેલ વણશોધાયેલ ગુન્‍હાઓ ડીટેક્ટ કરવા અને આરોપીઓને પકડી પાડવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે બાતમી આધારે અમરેલી શહેર પો.સ્‍ટે.ના વણશોધાયેલ અપહરણના ગુન્‍હાના આરોપીને ભોગ બનનાર સાથે અમરેલી મુકામેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે. ફરિયાદની વિગતઃ- ગુણવંતભાઇ ડાયાભાઇ જીકાદ્રા, ઉં.વ.૪૮, રહે.અમરેલી, વાત્‍સલ્‍ય સોસાયટી, હનુમાનપરા રોડ વાળાએ ગઇ તા.૦૮/૦૮/૨૦૧૮ ના રોજ અજાણ્યા ઇસમ વિરૂધ્‍ધમાં પોતાની સગીર વયની દિકરીને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપતાંRead More


દામનગર ના રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાઠી કલાપી તીર્થ મંદિરની મુલાકાત લીધી

દામનગર ના રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ અને સમાજિક વિજ્ઞાન શિક્ષક મહેશભાઈ મોટકા પ્રજ્ઞા શિક્ષિકા શ્રીમતી મીનાબેન પટેલ સહિત ધોરણ ૬થી૮  ના બાળકો સાથે કલાપી તીર્થની મુલાકાતે.મૃદુહદય ના કવિ કલાપી ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા સંગ્રાલય ની મુલાકાત લીધી કલાપી તીર્થ મંદિર લાઠી ખાતે બાળકોને આપણા રૂજૂ હદય ના પ્રજાવત્સલ રાજવી કવિનો ઐતિહાસિક પરિચય કરાવી ગુજરાતી સાહિત્ય સાધક કલાપીનો તલસ્પર્શી પરિચય માર્ગદર્શક શિક્ષક મોટકા મહેશભાઈ એ કરાવેલ.હતો બાળકો એ આપણા કલા વારસાને માણી ગૌરાન્વિત થયા કલાપી તીર્થ મંદિર માં કલાપી ના જીવન કવન માં ઉપયોગ માં લેવાયેલ ચીજ વસ્તુRead More


આજે છેલ્લા દિવસે પણ દર્શન માટે પડાપડી રહેશે

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાનું આજે સમાપન થશે

યાત્રાધામ અને શક્તપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની આવતીકાલે ૨૫મી સપ્ટેમ્બરના દિવસે પૂર્ણાહૂતિ થઇ રહી છે. આજે અંબાજી મેળાના છઠ્ઠા દિવસે પણ શ્રદ્ધાળુઓનો જારદાર ધસારો જારી રહ્યો હતો. પાંચ દિવસના ગાળામાં જ અંબાજીમાં ૧૯ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા હતા. આજે આ સંખ્યામાં વધુ વધારો થયો હતો. આવતીકાલે પણ આંકડો વધુ ઉપર પહોંચશે. ધારણા પ્રમાણે જ આ આંકડો રેકોર્ડ સંખ્યામાં પહોંચે તેમ માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૧૯૬૬૫૩૪ નોંધાઈ ચુકી હતી. ગઇકાલે પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મંદિરમાંRead More


૨૨૫થી વધુ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે

ગુજરાત : સ્વાઈનફ્લુનો પ્રકોપ જારી, વધુ એક કરૂણ મોત થય

અમદાવાદ સહિત રાજયભરમાં સ્વાઇન ફુલનો ભરડો ખતરનાક અને ગંભીર રીતે વધી રહ્યો છે. છેલ્લા ૨૪ દિવસમાં સ્વાઇન ફલુની પરિસ્થતિ ચિંતાજનક હદે વણસી છે અને ૧૧ લોકોના તેના કારણે મોત નીપજયા છે. જેને લઇ હવે આરોગ્ય વિભાગ સહિત સમગ્ર સરકારી તંત્ર દોડતું થયું છે. હાલ રાજયમાં સ્વાઇન ફલુના ૨૨૫થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે, તો ૩૭૫થી વધુ પોઝીટીવ કેસો નોંધાયા છે. સ્વાઇન ફલુના ભરડાને લઇ હવે દોડતી થયેલી સરકારે તાત્કાલિક અસરથી રાજયભરમાં સ્વાઇન ફલુના મુદ્દે સર્વેલન્સની કામગીરી આશાવર્કર બહેનોને કામગીરી સોંપી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાની સ્થિતિRead More


અમેઠીમાં પહોંચેલા રાહુલ ગાંધીના તીવ્ર પ્રહારો

દેશના ચોકીદાર ચોરી કરી રહ્યા છે : રાહુલનો આક્ષેપ

ભાજપ સરકારને સતત રાફેલ ડિલના મુદ્દા ઉપર મુશ્કેલીમાં મુકી રહેલી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી એકવાર વડાપ્રધાન મોદી અને ભાજપ ઉપર પ્રહાર કરતા નજરે પડ્યા હતા. પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીમાં પહોંચેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રાફેલ ડિલની સહાયતા પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, અંબાણીએ જીવનમાં કોઇપણ વિમાન બનાવ્યું નથી છતાં તેમને રાફેલ ડિલનો હિસ્સો બનાવી દેવામાં આવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, સીવીસી રાફેલ ડિલના મામલામાં તપાસ કરે તે જરૂરી છે. તપાસ માટે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી શકેRead More


બંને રાજ્યોમાં રેડએલર્ટની જાહેરાત કરવામાં આવી, તંત્ર સાબદું

પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદથી પુર જેવી પરિસ્થતિ

ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. કેટલાક ભાગોમાં સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે જ્યારે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં રેડએલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાં ભારે વરસાદના લીધે રાજ્ય સરકારે એલર્ટની જાહેરાત કરી છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સાવધાન થઇ ગયું છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં અવિરત વરસાદના લીધે પુરની સ્થતિ સર્જાઈ ગઈ છે. કાંગડામાં બે લોકોના મોત થયા છે. કુલ્લુ મનાલીમાં પણ એક એક વ્યÂક્તનું મોત થયું છે. આની સાથે જ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. કુલ્લુ માટે હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે.Read More


ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને વધુ એક ફટકો આપશે

વીઝા બાદ હવે ગ્રીન કાર્ડના નિયમને વધારે કઠોર

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હવે એવા નિયમો સુચવવામાં આવ્યા છે જેના કારણે જા પ્રવાસી નાગરિકો સહાયતા, ફુડ સ્ટામ્પ, આવાસ વાઉચર્સ અને અન્ય પ્રકારની સરકારી સહાયતાનો ફાયદો ઉઠાવે છે તો તેમને ગ્રીન કાર્ડ આપવાથી ઇન્કાર કરી શકાય છે. આ નવા નિયમોથી અમેરિકામાં રહેતા હજારો ભારતય લોકોને માઠી અસર થઇ શકે છે. ગૃહ સુરક્ષા મંત્રી દ્વારા સુચિત નિયમો પર ૨૧મી સપ્ટેમ્બરના દિવસે હસ્તાક્ષર કરવામા આવ્યા હતા. તેમને મંત્રાલયન વેબસાઇટ પર મુકવામાં આવી શકે છે. બીજી બાજુ સિલિકોન વેલ સ્થત ટેક ઇન્ડસ્ટ્રીઝ અને નેતાઓએ તેમની ટિકા કરી છે. નિયમોના કહેવા મુજબ એવા પ્રવાસી જેRead More