Main Menu

October, 2018

 

ત્રણ દિવસ પુર્વે શીશુ વિહાર સર્કલ પાસે રહેણાંકી મકાનમાં થયેલ સાડા સાત લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચાર ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકાવવા તથા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી આધારે* રૂવાપરી માતાજીના મંદિર સામે એક્સેસ કંપની પાછળના ભાગે આવેલ ખારમાંથી ચાર આરોપીઓ *(૧) વસીમભાઇ ઉર્ફે લંઘો ગફારભાઇ લંઘા ઉ.વ.૨૫ રહે. મતવા ચોક, આરબવાડના નાકે ભાવનગર (૨) રવિભાઇ ભુપતભાઇ બારૈયા ઉ.વ.૨૬ રહેવાસી રાણીકા, લુહારવાડી આંબલી પાસેRead More


લાઠી શહેર ની પી એમ શકર વિધાલય ખાતે સરદાર પટેલ ની ૧૪૩ મી જન્મ જ્યંતી પ્રસંગે વકતૃત્વ સ્પર્ધા યોજી

લાઠી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પી એમ શકર વિદ્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૩  મી જન્મ જ્યંતી પ્રસંગે વકૃત્વ  સ્પર્ધા યોજી હતી જેમાં શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા વક્તવ્ય માં સરદાર પટેલ ના જીવન કવન નો સુંદર પરિચય કરાવ્યો હતો દાતા ઘનશ્યામભાઈ શકર પરિવાર ના અરજણભાઈ શકર દ્વારા વકૃત્વ સ્પર્ધકો ને પ્રોત્સાહિત કરાયા હતા  કોલમિષ્ટ નટુભાઈ ભાતિયા ની અધ્યક્ષતા માં શાળા સંચાલક શ્રી હિતેશભાઈ મહેતા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયું હતું સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન દયાબેન ડાંગર અને ભૂમિકા બેન રાછડીયા એ કર્યું હતું સરદાર પટેલ ના જીવન કવન નેRead More


થરુવનંતપુરમ ખાતે આજે અંતિમ વનડે

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અંતિમ વનડે માટે તૈયાર થયેલ તખ્તો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ  વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી મેચ થિરવનંતપુરમ ખાતે રમાનાર છે. ભારતીય ટીમ શ્રેણીમાં હાલમાં ૨-૧ની લીડ ધરાવે છે. શ્રેણીમાં હજ સુધી ભારતે બે અને વેસ્ટ ઈન્ડિઝે એક મેચ જીતી છે. એક મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગયા બાદ છેલ્લા બોલે ટાઇ પડી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી ૩-૧થી જીતી લેવા માટે તૈયાર છે. વિરાટ કોહલી વર્તમાન શ્રેણીમાં ત્રણ સદી ફટકારી ચુક્યો છે. જેથી મેન ઓફ ધ સિરિઝ માટે તે પ્રબળ દાવેદાર છે. બીજી બાજુ રોહિત શર્મા પણ બે સદી સાથે લાંબી ઇનિગ્સ રમીRead More


ગરમાળો અને કેસૂડાના કામણ પણ પથરાશે

નર્મદા કિનારે ૧૦૦થી વધુ પ્રજાતિના ફુલ જોવા મળશે

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્‌લાવર્સનો મેઘધનુષી રંગોનો નજારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસપૂર્વક નિહાળ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બન્ને તરફ નર્મદા નદીના કિનારે ૧૭ કીમી વિસ્તારને વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફુલોથી ખુશનુમા બનાવવાનો આ પ્રોજેક્ટ ફુલોની વૈશ્વિક પ્રજાતિ સાથે આપણા પરંપરાગત ફુલોના સૌંદર્યને પણ રજૂ કરે છે. આ વેલી ઓફ ફલાવર્સને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યસચિવ ર્ડા.જેએન સિંઘ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહીને નિહાળ્યો હતો. આ પ્રોજેકટ અંતર્ગત ઉંચાઇ ધરાવતા વૃક્ષોના ફુલોની જાત પૈકી ગરમાળોRead More


અદ્યતન ટેકનોલોજીયુક્ત દૃશ્ય શ્રાવ્ય પ્રદર્શન

સરદારના જીવન કવનને રજૂ કરતું પ્રદર્શન ખુલ્લુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના જીવન કવનને આવરી લેતા ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. સરદાર સાહેબના એકતા અખંડિતતાના મંત્રને સુદ્રઢ બનાવવા તથા સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણી અને માણી શકે તે માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાની પીઠીકામાં ૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સરદાર સાહેબના જીવનની ઝરમર તથા તેમના કાર્યોની લેવાયેલ શ્રેષ્ઠ નોંધો કે જે વિવિધ સંસ્થાઓ દ્વારા સંગ્રહ કરાઈ છે અને અદભૂત રીતે પ્રદર્શિત કરાઈ છે.જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસપૂર્વક ઝીણવટથી નિહાળી હતી.આ પ્રદર્શનમાં સરદાર પટેલની યાદગાર ક્ષણોRead More


૭૦૦૦૦ ચોમી વિસ્તારમાં ૨૫૦ ભવ્ય ટેન્ટનું નિર્માણ

મોદીના હસ્તે નર્મદા કાંઠે આધુનિક ટેન્ટ સિટીનું લોકાર્પણ કરી દેવાયું

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા મૈયાના કુદરતી સાનિધ્યમાં ૭૦ હજાર ચોમી વિસ્તારમાં આકાર પામેલ ર૫૦ આધુનિક ટેન્ટની સુવિધાવાળા ટેન્ટ સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ટેન્ટ સિટી ખાતે તકતીનું અનાવરણ કરીને પર્યાવરણ અને પર્યટન પ્રેમીઓ માટે ટેન્ટ સિટી ખૂલ્લી મૂકી હતી. વડાપ્રધાનએ પ્રવાસીઓ માટેના અનોખા આકર્ષણસમા ટેન્ટ સિટીના વિવિધ ટેન્ટને પ્રત્યક્ષ નિહાળીને તેની સુવિધાઓ વિશે રસપૂર્વક વિગતો મેળવી હતી. આ પ્રદર્શનમાં મહિલાઓને આર્થિક ઉપાર્જન મળી રહે તે અંગે વિવિધ આર્ટીકલ પણ મુકવામાં આવ્યા હતા. વડાપ્રધાનએ ટેન્ટ સિટી ખાતે સ્થાનિક ગાઇડRead More


લોકાર્પણ પ્રસંગે નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સિદ્ધિઓ રજૂ કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા દેશના કરોડો લોકોના સામર્થ્યનું પ્રતિક છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નર્મદા નદી તટે વિંધ્યાચળ અને સાતપુડાની ગિરી કંદરાઓના સાનિધ્યમાં ગુજરાતના કેવડીયા કોલોની પાસે વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇતિહાસના સૂવર્ણપૃષ્ઠને ઉજાગર કરતાં કહ્યું હતું કે, ભારતે ભવિષ્યની પેઢીને એકતા-અખંડતાની પ્રેરણા મળતી રહે તે માટે ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા સરદારના પ્રણ, પ્રતિભા, પુરૂષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતું પ્રગટીકરણ છે. રાષ્ટ્રીય એકતા પ્રતિ સમર્પણ અને ભારત ભક્તિની તાકાતથી મનમાં મિશન સાથે ગુજરાતે આ કામ ઐતિહાસિક સમયમાં પૂર્ણ કર્યું છે. આ સ્મારક કરોડોRead More


૩૦૦૦ કરોડના ખર્ચે તૈયાર પ્રતિમા પ્રચંડ ધરતીકંપમાં અકબંધ જ રહેશે

વિશ્વની સૌથી ઉંચી વિરાટ સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણ કરાયુ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સરદાર પટેલની ૧૪૩મી જન્મજ્યંતિના પ્રસંગે તેમની વિરાટ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી બે દિવસની ગુજરાત યાત્રાએ ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સવારે અમદાવાદથી વિમાનીમાર્ગ મારફતે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા. કેવડિયાથી સીધી રીતે ફુલોની ખીણ વેલી ઓફ ફ્લાવર અને ટેન્ટ સિટી પહોંચ્યા હતા. સરદારના જીવન પરRead More


ગુજરાતના 34 જીલ્લા ફરી ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવા માટેની આ યાત્રાનુ  સ્વાગત કરી ગૌમાતા ની પુજા કરી

જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, વુંદાવન ગૌસેવા ટ્રસ્ટ, નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા, 1962 પશુ એમ્બ્યુલન્સ , ઠાકોર સેના અમરેલી, હિન્દુ યુવા મંચ,ઓજલરામ હોટલ,અમરેલી પાંજરાપોળ, સનફલાવર રેસી.ગુપ, સગર સમાજ એકલવ્ય ગ્રુપ, બાલાજી ધુન મંડળ, નાગદેવતા મંદિર અને અમરેલી, ચલાલા મીડિયા ના અને તમામ સંસ્થા ના તમામ કાર્યકરો દ્વારા  સ્વાગત અને પુજા કરેલ  ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા જે આખા ગુજરાત મા 8000 કિલોમીટર ફરવાના છે હરેક ગામ અને 34 જીલ્લા ફરી ગૌમાતા ને રાષ્ટ્ર માતા બનાવા માટે ની આ યાત્રા નુ  સ્વાગત કરી ગૌમાતા ની પુજા કરી ગૌમાતા રાષ્ટ્ર માતા બને તેમાટે નુRead More


ખાંભા તાલુકા પાસ કન્વીનર અશ્વિનભાઈ પેથાની પર હુમલો 

ખાંભા તાલુકા ના પાસકન્વીનર અશ્વિનભાઈ પેથાની પર આજે હનુમાનપુર ના માથાભારે શખ્સ કનુ બોરીચા એ નશો કરી પાઇપ વડે હુમલો કરી દેતા અશ્વિનભાઈ ને પ્રથમ સારવાર અર્થ ખાંભા હોસ્પિટલમાં ખસેડાયા હતા બાદ માં વધુ સારવાર અર્થ સાવર કુંડલા ખસેડાયા હતા ત્યારે કનું બોરીચા દારૂ નો ધંધો કરતો હોય અને આમની પર અગાવ દારૂ સહિત મારામારી ગુના નોંધાયેલ છે જેમની સામે ખાંભા પોલીસ માં ફરિયાદ નોંધાયેલ છે અને આવા શખ્સને પકડી કાયદેસર પગલા ભરવા માંગ ઉઠી છે ખાંભા દશરથસિંહ રાઠોડ