Main Menu

Tuesday, October 2nd, 2018

 

બાપૂના સ્વચ્છતાના મંત્રથી ભારતને આઝાદી મળી ગઇ

સ્વચ્છતા માટેનો હેતુ માત્ર ગંદગી દૂર કરવાનો નહીં બલ્કે માનસિક ગંદગી દૂર કરવાનો હતો : નરેન્દ્ર મોદીનો દાવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને દુનિયાના સૌથી મોટા અભિયાન તરીકે ગણાવીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્વચ્છતા પ્રત્યે તેમની પ્રાથમિકતાના કારણો રજૂ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, બાપુના સ્વચ્છતા મિશનની પાછળ તેમની વ્યાપક વિચારધારા રહેલી હતી. તેમની સ્વચ્છતાનો હેતુ માત્ર ગંદગી નહીં બલ્કે માનસિક ગંદગીને પણ દૂર કરવાનો હતો. બાપુએ આને એક જન આંદોલનમાં ફેરવી દેવાની તૈયારી કરી હતી. મહાત્મા ગાંધીના સ્વચ્છતા મંત્રએ દેશને એક નવી દિશા આપી દીધી છે. રાષ્ટ્રપતિ ભવનમાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા કાર્યક્રમના સમાપન કાર્યક્રમના અવસરે મોદીએ કહ્યું હતું કે, ૧૯૪૫માં બાપુએ પોતાના વિચાર મારફતે બતાવી દીધુંRead More


સિંહોના ટપોટપ મોતથી ચિંતાનું મોજુ ફેલાયું

સારવાર દરમિયાન વધુ બે સિંહોના મોત : મૃતાંક ૨૩

સિંહોની કાળજી માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે ઃ નિષ્ણાતો સક્રિય ઃ સિંહોમાં વાયરસના લક્ષણા ગીર અભ્યારણમાં સિંહોના મોતનો સિલસિલો જારી રહ્યો છે. સારવાર દરમિયાન વધુ બે સિંહના મોત થતાં મોતનો આંકડો ઝડપથી વધીને હવે ૨૩ ઉપર પહોંચ્યો છે. ૨૦ દિવસના ગાળામાં જ ૨૩ સિંહના મોતથી સરકાર હચમચી ઉઠી છે. તપાસ દરમિયાન વાયરસથી સિંહના મોત થયા હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે. બીજી બાજુ સિંહોના મોતના મુદ્દે જારદાર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. એકબાજુ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર સિંહોના મોતના સાચા આંકડા આપી રહી નથી. ભારે લાપરવાહી સરકારRead More


સંકલ્પ યાત્રામાં રાહુલના પ્રહારો

વડાપ્રધાન ગાંધીના વિચાર સામે લડી રહ્યા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે રાફેલ ડિલ અને ઉદ્યોગપતિઓ સાથે સંબંધને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. મહાત્મા ગાંધીના જન્મદિવસે આયોજિત ગાંધી સંકલ્પ યાત્રામાં કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ એક પછી એક તેજાબી પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, જે સત્ય અને અહિંસા માટે ગાંધીએ પોતાની પ્રાણોની આહૂતિ આપી હતી. મોદી દરરોજ એજ વિચારધારા સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે અહીં ગાંધીજીની યાદમાં આવ્યા છે. આજે અમે લાલબહાદુર શા†ીને પણ યાદ કરી રહ્યા છે. ગાંધીજીએ પોતાની લાઇફમાં કોઇનાથી પણ નફરત કરી ન હતી.Read More


ડાંગ-આહવા, સાપુતારા, વલસાડમાં પણ વરસાદ

ગરમીના પ્રકોપ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં નોંધાયેલ વરસાદ

ભુજમાં બીજા દિવસે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું મોનસુન વિદાય બાદ પણ ઉંચા તાપમાનથી ભારે આશ્ચય એકબાજુ મહત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થયો છે. આજે ભુજમાં પારો ૪૧ રહ્યો હતો અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૦ રહ્યો હતો ત્યારે કેટલાક ભાગોમાં વરસાદ પણ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો. બીજી બાજુ ઉત્તરગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઇ વરસાદ થયો ન હતો. દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવાના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો હતો. પ્રવાસી સ્થળ ગણાતા સાપુતારામાં પણ વરસાદ થયો હતો જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મોનસુનની સિઝન પૂર્ણ થઇ રહીRead More


પ્રથમ ફિલ્મમાં જ મોટી ભૂમિકા મળી ગઇ

સલમાન ખાન સાથે કામ કરી કિસ્મત બદલાઇ ગઇ : વરીના

પાંચમી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર રોમેÂન્ટક હિન્દી ફિલ્મ લવયાત્રી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી રહેલી નવી અભિનેત્રી ખુબસુરત વરીના હુસૈન ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. તેનુ કહેવુ છે કે તે એક અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે છતાં સલમાન ખાને તેને મોટી તક આપી છે.તેનુ કહેવુ છે કે સલમાન ખાનની સાથે કામ કરીને તેની કિસ્મત હવે બદલાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે પોતાની પ્રથમ ફિલ્મને લઇને તે ભારે ખુશ છે. તેનુ એક મોટુ સપનુ હવે પૂર્ણ થઇ રહ્યુ છે. સલમાન ખાન આ ફિલ્મ મારફતે પોતાના સંબંધી આયુષ શર્મા અને વરીનાનેRead More


છેલ્લા ૨૪ કલાકમાં ૬૮ નવા કેસ સપાટીએ

રાજ્યભરમાં સ્વાઇન ફ્લુના આંતકથી લોકોમાં ભારે ભય

જામનગરમાં વૃદ્ધાનું મૃત્યુ ઃ અમદાવાદમાં પણ ૨૬ નવા મામલા નોંધાયા ઃ સ્વાઈન ફ્લુના કુલ કેસની સંખ્યા ૭૮૭ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. આજે જામનગરમાં ૬૫ વર્ષીય એક મહિલાનું મોત થયું હતું. જામનગરમાં સાત નવા કેસ સપાટી ઉપર આવ્યા છે જે પૈકી બે ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ સ્વાઈન ફ્લુના કારણે ભારે દહેશત વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૬૮ નવા કેસ સપાટી ઉપર આવી ગયા છે. અમદાવાદમાં ૨૬ નવા કેસ સપાટી ઉપર આવી ગયા છે. સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિએ વધીને ૭૮૭ ઉપરRead More


હેપ્પી ફિર ભાગ જાયેગી બાદ ફિલ્મનો ઇન્તજાર

ખુબસુરત ડાયના પેન્ટી પાસે હાલ કોઇ જ નવી ફિલ્મ નથી

હેપ્પી ફિર ભાગ જાયેગી ફિલ્મ બાદ ખુબસુરત ડાયના પેન્ટી પાસે હાલમાં કોઇ નવી ફિલ્મ નથી. તે નવી ફિલ્મને લઇને ચોક્કસપણે આશાવાદી બનેલી છે. જા કે તેની ભાષાની સમસ્યા આજે પણ તેને નડે છે. અભનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધાને લઇને ડાયના પેન્ટી બિલકુલ પરેશાન નથી. ડાયના બોલિવુડમાં છ વર્ષથી વધારે સમયથી છે. અને તે ઓછી ફિલ્મોમાં કામ કરી રહી હોવા છતાં બિલકુલ પરેશાન નથી. ફિલ્મો પર તે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો છે. મોડેલમાંથી અભિનેત્રી બનેલી ડાયના પેન્ટીએ કહ્યુ છે કે તે બીજી અભિનેત્રીઓ શુRead More


રણબીર, રાજકુમાર રાવ, જહોન સાથે દેખાશે

સેક્સી મૌની રોય પાસે હાલ ત્રણ મોટી ફિલ્મો હાથમાં છે

નાના પરદાની નાગિન એટલે કે મૌની રોય બોલિવુડમાં દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે. ગોલ્ડ ફિલ્મની સફળતા બાદ મૌની રોય હાલમાં ત્રણ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે જે ફિલ્મો છે તેમાં રણબીર કપુર સાથેની બ્રહા†, જહોન અબ્રાહમની સાથે રોમિયો અકબર વોલ્ટર અને રાજકુમાર રાવ સાથે મેડ ઇન ચાઇના ફિલ્મનો સમાવેશ થાય છે. ગોલ્ડ ફિલ્મ બાદ તેની બોલબાલા વધી રહી છે.તેની સેક્સી છાપ ઉભી થઇ છે. તેની કિસ્મત હાલમાં લોકપ્રિયતાની ચરમસીમા પર છે. ગોલ્ડ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ મૌની રોય હવે મેડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવની સાથે નજરેRead More


અમદાવાદ સાબરમતી જેલમાંથી છેલ્લા નવ વર્ષથી ફર્લો રજા પરથી ફરાર કેદીને પકડતી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી

મ્હે. પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલીના પોલીસ સબ ઇન્સ. એસ.આર.શર્મા તથા એ.એસ.આઇ. બી.વી.પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. સુરેશભાઇ દાફડા તથા પો.કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અમદવાદ મધ્યસ્થ જેલના પાકા કેદીનં.- S/૯૧૩૪ કેશાભાઇ ઉર્ફે પેથાભાઇ પાંચાભાઇ વાઘેલા (દેવીપુજક) ઉ.વ.૪૫ રહે.ગોવિંદપુર તા.ધારી જી.અમરેલી વાળો ધારી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૫-/૨૦૦૩ આઇ.પી.સી.ક.૩૦૨,૧૪૭,૧૪૮ વિ. મુજબના ગુન્હાના કામે નામદાર એડી. સેસન્શ ફાસ્ટ ટ્રેક કોર્ટ અમરેલીના સેશન્સ કેસનં.-૧૦/૨૦૦૩ આધારે તા.૦૨/૦૮/૨૦૦૩ ના રોજ મજકુર કેદીને આજીવન કેદ તથા દંડનીRead More


ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી

રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત તા.૨/૧૦/૨૦૧૮ના રોજ ભાવનગર મહાનગરપાલિકા અને જીલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાથના, સ્વચ્છતા સંદેશ, આશ્રમ ભજનાવલી, કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ. તદ્દનુસાર સવારે ૭.૦૦ કલાકે શાંતિલાલ શાહ હાઇસ્કુલ હલુરીયા ચોક ખાતે થી મહાનગરપાલિકાના મેયરશ્રી મનહરભાઇ મોરીના હસ્તે મહાનુભાવોની હાજરીમાં પ્રભાત ફેરીનુ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રભાત ફેરી ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફરીને સવારે ૮.૦૦ કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે પહોચી હતી અને શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રીશ્રી, શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉધોગ, ગૌ-સંવર્ધનRead More