Main Menu

Wednesday, October 3rd, 2018

 

સગીર બાળાને લલચાવી- ફોસલાવી ભગાડી લઇ જવાનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,  લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ. જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ બી.ગોહિલ તથા પો.કો. સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા રૂરલ પો.સ્ટે. I ગુ.ર.નં.૨૮/૧૮ ઇ.પી.કો.કલમઃ- ૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી આ કામનાં ભોગ બનનાર બાળાને લઇને લાલાભાઇ રહે.ચિત્રા,માર્કેટીંગ યાર્ડની પાછળ, મફતનગર, ભાવનગર ખાતે ભાડાનાં મકાનમાં રહે છે.* જે બાતમી આધારે બાતમીવાળીRead More


જેટકોનો સ્ટાફ વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા કામે લાગ્યો

લીલીયા વિસ્તારમા ભારે પવન અને વરસાદને કારણે લીલીયા ના 38 ગામોમાં અંધારપટ છવાયો

અમરેલી પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરની યાદી પ્રમાણે….આજરોજ સાંજના 5 કલાકના સુમારેથી ભારે વરસાદ અને પવનને લઈને 66 કેવી લાઇન સાવરકુંડલા થઈ લીલીયાની ફોલ્ટમાં ગયેલ છે.જેટકોનો સ્ટાફ આ ફોલ્ટ દૂર કરવા માટે પેટ્રોલિંગ અને સતત કાર્યરત છે. જેટકો લાઇન ફોલ્ટને લીધે 66 કેવી સબસ્ટેશન લીલીયા અને 66 કેવી સબસ્ટેશન ગુંદરણ હેઠળના લીલીયા તાલુકાના 38 ગામોમાં વીજપુરવઠો બંધ થયેલ છે. જેટકો સ્ટાફ દ્વારા બન્ને 66 કેવી સબસ્ટેશનો કાર્યરત થયે આ તમામ ગામોનો વીજપુરવઠો પુનઃસ્થાપિત થશે.. સાવરકુંડલા, લીલીયા વિસ્તારમા ભારે પવન અને વરસાદને કારણે લીલીયા ના 38 ગામોમાં અંધારપટ છવાયો. જેટકોનો સ્ટાફ વીજપુરવઠો પુનઃસ્થાપિતRead More


નવરાત્રિ વેકેશનને લઇ રજિસ્ટ્રેશન મોડેથી શરૂ

બોર્ડ પરીક્ષા માટે ૨૦મીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે

ધોરણ-૧૦ અને ૧રની ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી માર્ચ-ર૦૧૯ની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન તા.ર૦ ઓક્ટોબર આસપાસ શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. બોર્ડના ઇતિસહાસમાં સૌપ્રથમવાર આ વર્ષે પહેલીવાર જાહેર થયેલા નવરાત્રી વેકેશનના કારણે પ્રક્રિયા ૧પથી ર૦ દિવસ મોડી શરૂ થઇ રહી છે. તેથી વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યાનો આંક પણ ૧પ થી ર૦ દિવસ મોડો જાહેર થવાની શકયતા છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બોર્ડ દ્વારા હવે છેક સ્કૂલોના રજિસ્ટ્રેશન અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યની તમામ નવી સ્કૂલોએRead More


રાફેલ સમજૂતિ ખુબ જ સાહસી પગલું છે : ધનોવા

રાફેલ સમજૂતિને લઇ મોદી સરકારને હવાઈદળનો ટેકો

રાફેલ ડીલને લઇને મોદી સરકાર અને વિપક્ષ વચ્ચે જારદાર રાજકીય ઘમસાણની Âસ્થતી વચ્ચે હવે હવાઇ દળનુ સમર્થન સરકારને મળી ગયુ છે. રાફેલના મુદ્દા પર સરકારને હવાઇ દળનો સાથ મળી ગયા બાદ તેને રાહત થઇ છે. હવાઇ દળના વડા બીએસ ધનોવાએ આજે પત્રકાર પરિષદ કરીને સરકારના રાફેલના સંબંધમાં નિર્ણયને સાહસી તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી હતી. ધનોવાએ કહ્યુ હતુ કે રાફેલ અને એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ બુસ્ટર ડોઝ સમાન છે. તેમણે કહ્યુ હતુ કે સરકાર જેમ જ એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ડીલને મંજુરી આપશે તેમ જ ૨૪ મહિનામાં અમનેRead More


લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતાને મરણતોડ ફટકો

મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે જાડાણ ન માયાની જાહેરાત

બસપને ખતમ કરવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે : કોંગ્રેસનો સફાયો છતાં તે ભાજપને એકલા હાથે હરાવવાના સપના જુએ છે : માયાવતી બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મરણતોડ ફટકો આપી દીધો હતો. માયાવતીએ આજે સાફ શબ્દોમાં જાહેરાત કરી હતી કે, આ બંને રાજ્યોમાં કોંગ્રેસની સાથે કોઇપણ પ્રકારનું ગઠબંધન કરવામાં આવશે નહીં. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. માયાવતીએ કોંગ્રેસ પાર્ટી ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા અનેRead More


હવે હદ થઈ ગઈ છે.... અમરેલી બન્‍યુ છે ધૂળનગરી

વહીવટી તંત્ર હવે જાગશે નહી તો અમરેલીની  પ્રજા જલદ આંદોલન કરશે – ડો. ભરત કાનાબાર    

પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર સરિયામ નિષ્‍ફળ ગયુ છે, અમરેલીની સહનશીલ પ્રજાની ધીરજ પણ હવે ખુટવા આવી છે. રસ્‍તા, ગટર, પીવાના પાણી થી માંડીને તમામ પાયાની સેવાઓ સંપૂણૅ પણે પડી ભાંગી છે, જેની પીડા અમરેલીની આમ પ્રજા ભોગવી રહી છે. સરકારી કામો ઢંઢધડા વગરના અને નબળા થાય છે જેના પર કોઈ સુપરવીઝન નથી. અમરેલીની ભુગભૅ ગટર યોજના અમરેલીની પ્રજા સાથેની સૌથી મોટી છેતરપીંડી છે. અમરેલીની પ્રજા ઝાઝો સમય હવે મુંગી બેઠી નહી રહે. જો પરિસ્‍થિતિમાં સુધારો નહી થાય તો પક્ષાપક્ષી વગર અમરેલીના નાગરીકો રસ્‍તા પર ઉતરી આવશે. અમરેલી શહેર, અમરેલી જીલ્‍લાનુંRead More


પતિ સાથે મતભેદો હોવાનો બિપાશાનો ઇન્કાર

બિપાશા બાસુ પાસે હાલમાં કોઇ પણ મોટી ફિલ્મ નથી

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને થોડાક સમય પહેલા લગ્ન કરી ચુકેલી અભિનેત્રી બિપાશા બાસુએ કહ્યુ છે કે પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કોઇ મતભેદો છે તેવા અહેવાલ બિલકુલ આધારવગરના છે.બિપાશા હાલમાં કો નવી ફિલ્મમાં કામ કરી રહી નથી. જા કે તેની પાસે હવે સારી અભિનેત્રીવાળી ફિલ્મો પણ આવી રહી નથી. જા કે તે ફિલ્મોમાં ટકી રહેવા માટે આશાવાદી બનેલી છે. સહાયક અભિનેત્રીવાળી ફિલ્મોની ઓફર તેની સાથે આવી રહી છે. બિપાશા બાસુએ કહ્યુ છે કે તે ભારે ખુશ છે. પોતાના પતિ કરણની પ્રશસા કરતા બિપાશા બાસુએ કહ્યુ આભાર –Read More


બચ્ચનસિંહ નામની ફિલ્મ બનાવવા માટે તૈયારી

અભિષેક પ્રિયદર્શનની નવી ફિલ્મમાં રોલ કરે તેવી વકી

અભિષેક બચ્ચન પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જા કે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે. આ વર્ષની શરૂઆતમાં એવા હેવાલ આવ્યા હતા કે અભિષેકે કેટલીક ફિલ્મોમાં કામ કરવા માટેની તૈયારી દર્શાવી છે. અભિષેકે જે ફિલ્મો સાઇન કરી છે તેમાં પ્રિયદર્શનની એક ફિલ્મ પણ સામેલ છે. હવે રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બચ્ચન સિંહ નામથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. પ્રિયદર્શનની ફિલ્મના સંબંધમાં વધારે માહિતી મળી શકી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રિયદર્શનની ફિલ્મ ઉપરાંત તેની પાસે કેટલીક અન્ય ફિલ્મો પણ છે. જેમાં પ્રભુRead More


ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તનુશ્રીના મુદ્દા પર ચર્ચા

સેક્સી તનુશ્રી દત્તાને સાહસી નિવેદન બદલ વરૂણનો ટેકો

વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મો કરી ચુકેલી અને સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંંથી ગુમ થયેલી તનુશ્રી દત્તા નાના પાટેકર પર આક્ષેપ કરીને ફરી ચર્ચાના ઘેરામાં આવી ગઇ છે. તનુશ્રી વિતેલા વર્ષોમાં ભારે ચર્ચામાં રહી હતી. તે ઇમરાન હાશ્મી સાથે આંશિક બનાયા આપને ફિલ્મમાં ચમકી હતી. જેમાં કેટલાક સેક્સી સીન હતા. નાના પાટેકરે તેની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ તેવા તનુશ્રીના નિવેદન બાદ બોલિવુડ હાલમાં બે ભાગમાં વિભાજત છે. કેટલાક સ્ટાર તનુશ્રીને ટેકો આપી રહ્યા છે. જે લોકો તનુશ્રીને ટેકો આપી રહ્યા છે તેમાં હવે યુવા પેઢીમાં લોકપ્રિય વરૂણRead More


ભાવનગરને આંગણે પ્.પૂ. મહંતસ્વામી મહારાજનો ૮૫ મો જન્મ જયંતી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો

પ્.પૂ. મહંતસ્વામી મહારાજના ૮૫માં જન્મોત્સવ પ્રસંગે અક્ષરવાડી ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર વહેલી સવારથી ભક્તમેદનીથી છલકવા લાગ્યું હતું. સવારના પાંચ વાગ્યા પહેલા જ સમગ્ર મંદિર પરિસર અને મુખ્ય મહોત્સવ સ્થળ આકાર પામેલું વિશાળ સીડફાર્મ હયૈ હૈયું દળાય એવી રીતે વીરાટ ભક્ત મેદની થી હકડેઠઠ ભરાઈ ચૂક્યું હતું. આજે પરમપૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશમાંથી ૬૦૦ કરતા પણ વધારે સંતો પધાર્યા હતા. પાંચેય ખંડની ધરતી પરથી પોતાના ગુરુહરિના દર્શન માટે સેંકડો હરિભક્તો તત્પર હતા.       આજે વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં પ્.પૂ.મહંતસ્વામી મહારાજે ૮૫માં જન્મદિનનો પ્રારંભRead More