Main Menu

Thursday, October 4th, 2018

 

અમરેલી તાલુકા પો.સ્ટે.ના પ્રોહિબીશનના કેસમાં એક વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૪૯/૨૦૧૭, પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬-બી, ૬૫ એ, ઇ, ૧૧૬ બીમુજબના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ બાતમી આધારે અમરેલી ઠેબી ડેમના પાળા પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે. પકડાયેલ આરોપી :- મહેશ ઉર્ફે કાળુ મનસુખભાઇ સાપરા, ઉં.વ.૨૩, રહે.સતાપર, મફતપરા, તા.કોટડા સાંગાણી,Read More


સંદીપ બક્ષી નવા મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા

ICICI ના એમડી તરીકે ચંદા કોચરે આખરે રાજીનામુ આપ્યું

આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચરે તાત્કાલિક પ્રભાવથી અમલી બને તે રીતે પોતાનું રાજીનામુ આપી દીધું છે. તેમની જગ્યાએ સંદીપ બક્ષી જવાબદારી લેવા જઈ રહ્યા છે. એમડી પદેથી રાજીનામુ આપવામાં આવ્યા બાદ કોર્પોરેટ જગતમાં આને લઇને આજે ચર્ચા જાવા મળી હતી. બેંકના બોર્ડ દ્વારા સમય પહેલા પદ છોડી દેવાની તેમની માંગને સ્વીકાર કરવામાં આવ્યા બાદ તેમની જગ્યાએ સંદિપ બક્ષીને મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝક્યુટીવ ઓફિસર બનાવી દીધા છે. બક્ષીની અવધિ પાંચ વર્ષની રહેશે. ત્રીજી ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે તેમની અવધિ પુરી થશે. આઈસીઆઈસીઆઈ બેંકના પ્રમુખ ચંદા કોચર અને તેમના પરિવાર ઉપરRead More


ફોર્બ્સ દ્વારા સૌથી અમીર ભારતીયોની યાદી જાહેર કરવામાં આવી

૪૭.૩ અબજ ડોલર સાથે મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય

ફોર્બ્સ મેગેઝિન દ્વારા સૌથી અમીર ભારતીય લોકોની યાદી જાહેર કરી દીધી છે. સૌથી અમીર ભારતીયોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સતત ૧૧માં વર્ષે પ્રથમ નંબરે રહ્યા છે. ૪૭.૩ અબજ ડોલર અથવા તો ૩૪૮૯૫૬ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે તેઓ પ્રથમ સ્થાન ઉપર છે. એક વર્ષમાં સૌથી વધારે સંપત્તિ ઉમેરવાના મામલામાં પણ મુકેશ અંબાણી પ્રથમ સ્થાન ઉપર રહ્યા છે. રિલાયન્સ જીઓ અને બ્રોડબેન્ડની સફળતા વચ્ચે મુકેશ અંબાણીએ એક વર્ષમાં પોતાની સંપત્તિમાં ૯.૩ અબજ ડોલર એટલે કે, ૬૮૬૧૦ કરોડ રૂપિયાનો વધારો કરી દીધો છે. ફોર્બ્સ ઇન્ડયા રિચ લિસ્ટ ૨૦૧૮ મુજબ વિપ્રોના ચેરમેનRead More


રણબીરની ફિલ્મમાં તે વિલન તરીકે છે : મૌની રોયનો દાવા

ઇન્ડસ્ટ્રીઝમાં મજબુતી સાથે આગળ વધી રહેલી હોટ સ્ટાર મૌની રોયે કહ્યુ છે કે રણબીર કપુરની ફિલ્મ બ્રહ્યામાં તે એકમાત્ર વિલન તરીકે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ વિલન તરીકેના રોલમાં હોવાના હેવાલને મૌની રોયે રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે બિગ બોસની સાથે કામ કર્યા બાદ તેનુ એક સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનુ દરેક સ્ટારનુ સપનુ હોય છે. તેનુ પણ સપનુ હતુ. જે હવે પૂર્ણ થઇ રહ્યુ છે. મૌની રોયે કહ્યુ છે કે તે ફિલ્મમાં વિલન તરીકેના રોલમાં ચાહકોને દેખાશે. તે ફિલ્મ અંગે વધારેRead More


હોટ અને સેક્સી ફોટો શુટ કરાવી રહી છે

ખુબસુરત વાણી કપુર હવે ચર્ચામાં રહેવા માટે તૈયાર

અભિનેત્રી વાણી કપુરને પણ હવે ફિલ્મો હાથ લાગી રહી નથી. જેથી તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં હાલમાં જ નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છેRead More


અભિનેત્રી શ્રદ્ધા કપુર હવે સંપૂર્ણ આરામ પર છે

શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ : સાઇના ફિલ્મનુ શુટિંગ હવે રોકાયુ છે

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુર હવે ડેન્ગ્યુના સકંજામાં આવી ગઇ છે. શ્રદ્ધા કપુર ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. તે ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. સાઇના નહેવાલની બાયોપિક ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ હતુ. જા કે હવે શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ થતા તેની તકલીફમાં વધારો થયો છે. તે હાલમાં સારવાર અને આરામ પર છે. ફિલ્મ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે શ્રદ્ધા કપુર છેલ્લા કેટલાક દિવસથી પોતાને અસ્વસ્થ તરીકે અનુભવ કરી રહી હતી. જેના કારણે ૨૭મી સપ્ટેમ્બરનાRead More


પાણીની ઉંચી ટાંકી અને પાઈપ લાઈનના કામ માટે ૩ કરોડ રૂપીયા મંજુર કરાવતા સાંસદ શ્રી નારણભાઈકાછડીયા

તા.૭જુલાઈ ૨૦૧૮ના રોજ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના બાબરા તાલુકાના ગામ વાઈઝ પ્રવાસ દરમ્‍યાન સુખપુર, ખંભાળા અને વાંકીયા ગામના આગેવાનો અને લોકોએ ત્રણેય ગામોમાં પિવાનું પાણી ન મળવા બાબતે રજૂઆત કરેલ હતી. લોકોએ કરેલ રજૂઆત મુજબ કોટડાપિઠા થી બાબરા તાલુકાના ર4 ગામો અને રાજકોટ જિક્ષ્લાના ૭૫ ગામોને પાણી આપવામાં આવતુ હોવાને લીધે આ ત્રણેય ગામોને નિયમિત અને પુરતુ પાણી મળતુ નથી. સાંસદશ્રી તાત્કાલિક ધોરણે રજૂઆત કરાવી તથા સાંસદશ્રીએ તાત્‍કાલિક ધોરણે સરકારશ્રી અને પાણી પુરવઠા બોર્ડને અસરકાર રજૂઆત કરેલ અને જેના પરીણામે ફકત ત્રણ માસના સમયમાં જ કોટડા5પીઠા ખાતે હેડવર્કસની ઉંચી 5પાણીનીRead More


આશાવર્કર બહેનો દ્વારા હેરાનગતિના વિરોધમાં મહાપાલિકા સામે ધરણા

સત્તામાં બેઠેલા અધિકારીઓ આશાવર્કર બહેનોને તમામ પ્રકારના ચેપી હોય તેવા પણ રોગના સર્વે કરવાની કામગીરી સોપવામાં આવે છે. પરંતુ આશાવર્કરો દ્વારા અધિકારીઓને ઈન્સેન્ટીવ બાબતે પુછવામાં આવે છે ત્યારે તેઓને ઉડાઉ જવાબો આપવામાં આવે છેઅ ને છુટા કરી દેવાની ધમકી આપવામાં આવતી હોય છે.  સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સંબંધી મુકવામાં આવતી યોજનાઓ ઉપર આશાવર્કર બહેનોને કામગીરી સોંપવામાં આવે છેઅ ને તગડી પગાર લેતા અધિકારીઓ ઓફીસની બહાર પણ નિકળતા નથી અને સરકારી યોજનાઓ ઉપર પાણી ફેરવી રહ્યા છે અને આશાવર્કરોને હરાન કરવામાં આવે છે. ત્યારે તેની સામે વિરોધ ઉઠવા પામ્યો છે. તેનાRead More


જિલ્‍લા રમતગમત કચેરી આયોજિત રાસ ગરબા સ્‍પર્ધા કાર્યક્રમ સંપન્‍ન

[wpdevart_youtube]Tj0YSFKfbVU[/wpdevart_youtube]    યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરના ઉપક્રમે જિલ્‍લા રમતગમત કચેરી-અમરેલી સંચાલિત તથા લાયન્‍સ કલબ ઓફ-અમરેલી (રોયલ) સહકારથી અમરેલી ખાતે જિલ્‍લાકક્ષાની રાસ ગરબા સ્‍પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ દીપપ્રાગટ્ય કરી નાયબ જિલ્‍લા પોલીસ અધિકારીશ્રી દેસાઇ અને પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી, લાયન્‍સ કલબ ઓફ-અમરેલી (રોયલ)ના પ્રમુખશ્રી વસંતભાઇ મોવલીયા, અમર ડેરીના અધ્‍યક્ષશ્રી અશ્વિનભાઇ સાવલીયા તથા શ્રી કૌશિકભાઇ વેકરીયાએ કર્યુ . સીનિયર સીટીઝન પાર્ક-અમરેલી ખાતે ભવ્‍ય રીતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં રાસ સ્‍પર્ધાની ૪ અને પ્રાચીન ગરબાની ૭ તેમજ અર્વાચીન ગરબાની ૭ કૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલ જિલ્‍લાકક્ષાના મહોત્‍સવમાં રાસ સ્‍પર્ધામાંRead More


સૈનિકોના સંતાનોને મુખ્‍યમંત્રી શિષ્‍યવૃત્તિ યોજનાનો લાભ મળી શકશે

ગુજરાત રાજયના વતની હોય અને અમરેલી, રાજકોટ, સુરેન્‍દ્રનગર, ભાવનગર, બોટાદ અને મોરબી જિલ્‍લાઓમાં વસવાટ કરતા હોય તેમજ યુધ્ધ, આતંકવાદ, નકસલવાદ જેવા કારણોસર ફરજો દરમિયાન માર્યા ગયા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના જવાનોના સંતાનોને મુખ્‍યમંત્રી શિષ્‍યવૃત્તિ યોજનાનો લાભ મળી શકશે. આવા સૈનિકોના સંતાનો કે જેઓએ ધો.૧૨ની પરીક્ષા પાસ કરી હોય તેઓને મુખ્‍યમંત્રી શિષ્‍યવૃત્તિ યોજના અંતર્ગત ઠરાવવામાં આવે તે સંખ્‍યાની મર્યાદામાં, મેરીટમાં આવતા હોય તો તેમને શિષ્‍યવૃત્તિ મળવાપાત્ર રહેશે. શિષ્‍યવૃત્તિ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ સુધીની રાખવામાં આવી છે. વધુ માહિતી માટે જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અનેRead More