Main Menu

Friday, October 5th, 2018

 

 બાબરામાં હિટ એન્ડ રન  કારચાલકે બાઇક સવાર ને હડફેટે લેતા એક નું મોત કાર ચાલક અકસ્માત સર્જી નાચી છૂટ્યો બાબરા પોલીસ દ્વારા કાર ચાલક ને પકડવા ચક્રો ગતિમાન કર્યા

બાબરામાં સવારે અમરાપરા ગામના માળી પરિવારના કૌટુંબિક કાકા ભત્રીજા પોતાનું બાઇક લઈને રાજકોટ તરફ જતા હતા ત્યારે અહીં આવેલ મારુતિ હોટલ નજીક સામે થી પુરપાટ ઝડપે આવી રહેલ મોટરકાર ના ચાલકે હડફેટે લય ગંભીર અકસ્માત સર્જી કાર લય નાસી છૂટ્યો હતો ઘટના ની જાણ થતા બાબરા પોલિસ ઘટના સ્થળે પહોચી અકસ્માતમાં ઇજાગ્રસ્તને ૧૦૮ મારફત બાબરાના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખેસડવામાં આવ્યા હતા અને કાર ચાલક ને પકડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી        બાબરા તાલુકાના અમરાપરા ગામમાં રહેતા કિશોરભાઈ જીવરાજભાઈ મીઠાપરા(માળી) તેમજ વિજયભાઈ પદુભાઈ ભારદીય પોતાનું બાઇક લયRead More


અપહરણ, લુંટ કરનાર બે ઇસમોને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી લુંટનો ભેદ ઉકેલતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

આજરોજ ફરીયાદી ઘનશ્યામભાઇ દલપતરાય ત્રીવેદી રહે. ભાવનગર વાળાએ એવા મતલબની ફરીયાદ કરેલ કે પોતે ગઇ કાલ તારીખ ૦૩/૧૦/૨૦૧૮ ના સાંજના સમયે પોતાનુ એકસેસ સ્કુટર લઇને આનંદનગર પોતાના સબંધીના ઘરે જતા હતા ત્યારે તિલકનગર પાસે પહોચતા પોતાનુ સ્કુટર બે અજાણ્યા ઇસમો આશરે ૨૨ થી ૨૪ વરસના બટેકા ભુંગળા ખાતા હતા તેને અડી જતા જેઓની બટેકા ભુંગળાની ડીસ નીચે પડી જતા પ્રથમ પોતાની પાસે ડીસ ઢોળાય ગયેલ તેના ૧૦૦ રૂપિયા માંગેલ બાદમાં પોતાના સ્કુટરમાં પોતાને વચ્ચે બેસાડી ભાવનગરમાં જુદી જુદી જગ્યાએ લઇ જઇ છેલ્લે વિકટોરીયા પાર્કની પાછળ બોરતળાવ પાસે નિર્જન જગ્યાએ લઇRead More


પાલીતાણા NSUI ની કારોબારી બેઠક મળી

આજ રોજ પાલીતાણા વિધાનસભા NSUI ની કારોબારી બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી. જે પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતી નાં અગ્રણી સફીશા ભાઈ પઠાણ નાં અઘ્યક્ષ સ્થાન મા યોજાય હતી જેમા NSUI પ્રમુખ અષઁમાનખાન બલોચ, સોસિયલ મીડિયા પ્રમુખ શબિરભાઈ પઠાણ, લઘુમતી સેલ પ્રમુખ મુસ્તુફા દૂધવાલા,લોક સરકાર ઈન્ચાજઁ હાર્દિક સોંડાગર તથા NSUI નાં તમામ હોદેદારો ઉપસ્તિથ રહ્યા હતાં તેમજ 20 થી વધું નવા યુવાનો NSUI સાથે જોડાયા. NSUI નું સંગઠન વધું મજબૂત બને તેં માટે ચચાઁઓ કરવામાં આવી.તેમજ વિધાર્થી ઓને થતા અન્યાય સામે લડત આપવા માટે માર્ગદર્શન આપવામા આવ્યુ.


મતદાર જાગૃત્તિ ઝૂંબેશ સાયકલ રેલી યોજવામાં આવી તા.૭મી ઓકટો. ખાસ ઝૂંબેશ યોજાશે

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ જાહેર કરવામાં આવ્‍યો છે.તાજેતરમાં મતદારયાદી ખાસ ઝૂંબેશ યોજવામાં આવી હતી. મતદાર જાગૃત્તિ ઝૂંબેશના ભાગરૂપે જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.નિવાસી અધિક કલેકટરશ્રી, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, ચૂંટણી શાખા અને સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત અમરેલી શહેરના ૧૫૦ સાયકલચાલકોએ રેલીમાં ભાગ લીધો હતો.મતદાર જાગૃત્તિ સાયકલ રેલીમાં અવધ રેસીડન્‍સી યુથ કલબ-અમરેલીના ડોકટર્સ અને જેસીંગપરા સહિતના વિસ્‍તારોના નાગરિકોએ રેલીમાં ભાગ લઇ મતદારોને જાગૃત્ત કરવા પ્રયાસો કર્યા હતા. અત્રે ઉલ્‍લેખનીય છે કે, તા.૭ ઓકટોબર-૨૦૧૮ના (રવિવાર)ના રોજ મતદારયાદીની ખાસ ઝૂંબેશ રાખવામાંRead More


લાઠી તાલુકાના ગામડામાં પીવાના પાણી સમસ્યા લઈ તાલુકા પંચાયત પ્રમુખ અમરેલી પાણી પુરવઠાએ પહોંચ્યા

આજરોજ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનક તલાવિયાની આગેવાની હેઠળ લાઠી તાલુકાનાં ૧૦ થી ૧૫ ગામડાઓ ના સરપંચો ને સાથે લઈ છેલ્લા દસ થી પંદર દિવસથી ગામડામાં પાણી બંધ હોય ગામડામાં પીવાના પાણીથી સમસ્યા હોય સરપંચોને સાથે લઈ અમરેલી પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેરશ્રી ઊડેનીયા સાહેબ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર લીલીયા શ્રી વનારા સાહેબને રૂબરૂ રજૂઆત કરવામાં આવી અને આ સમસ્યાઓ જલ્દીથી ઉકેલ આવે તેવી સાહેબશ્રી વતી ખાતરી આપવામાં આવી.


સાગરકાંઠા વિસ્‍તાર પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે

ગુજરાત રાજ્યના રમત,ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત સાગરકાંઠા પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ નવેમ્‍બર-૨૦૧૮દરમ્‍યાન યોજાનાર છે. જેમાં અનુસૂચિત જન જાતિના યુવક/યુવતીઓ ભાગ લઇ શકશે. આ કાર્યક્રમમાં આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન- નિવાસની વ્‍યવસ્‍થા રાજય સરકારશ્રી દ્વારા કરવામાં આવશે.   આ શિબિરમાં અનુસૂચિત જન જાતિના (તા.૩૧/૧૨/૨૦૧૮ના રોજ) ૧૫ થી ૩૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ શિબિરમાં જોડાઇ શકશે.www.sycd.gujarat.gov.in  પરથી નિયત અરજીપત્રક ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી તા.૩૦/૧૦/૨૦૧૮ સુધીમાં જિલ્‍લા રમત-ગમત અધિકારીશ્રી, ભાવનગર શહેર,બહુમાળી ભવન, એનેક્ષી બિલ્‍ડીંગ, રૂમ નં.જી-૧, ભાવનગર-૩૬૪૦૦૧ને તા.૩૦ ઓકટોબર સુધીમાં મોકલી આપવાની રહેશે.  પસંદગી પામેલ ૧૦૦ લાભાર્થીઓને શિબિર અંગેની જાણ જિલ્‍લા રમત-ગમત અધિકારીશ્રી-ભાવનગર ભાવનગર શહેર દ્વારા પત્ર-આપવામાં આવેલ મોબાઇલ નંબર પરRead More


અમરેલી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા સરકારશ્રી રજૂઆત કરતાં સાંસદશ્રી નારણભાઇ કાછડિયા

અમરેલી જીલ્લામાં પડેલ અનિયમિત અને ઓછા વરસાદને લીધે ખેડૂતોના બે-બે, ત્રણ-ત્રણ વાર પાકો નિષ્ફળ ગયા છે. ત્યારે અમરેલી જિલ્લાનો સર્વે કરવી અસરગ્રસ્ત જાહેર કરવા અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડિયાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પરશોતમભાઈ, રાજયના કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે.  સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ, અમરેલી જિલ્લોએ ખેતી આધારિત જિલ્લો છે. જેમાં મોટા ભાગે કપાસની ખેતી થાય છે. અને પછી બીજા નંબર ઉપર શીંગ અને મગફળીની ખેતી થાય છે. આ વર્ષે ખેડૂતોને તેમના પાક માટે ૧૫ જૂન, ૨૦૧૮ અતીત જે વરસાદ થવો જોઈએ તે થયોRead More


સાવરકુંડલા ખાતે આવેલ આરોગ્ય મંદિરની બહાર આવેલ એક ગાર્ડનમાં મોરારીબાપુના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સાવરકુંડલાના ખાડીકાર્યાલય વિસ્તારમાં આવેલ આરોગ્ય મંદિરના ગાર્ડનમાં આજે મોરારીબાપુ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આરોગ્યમંદિરમાં વિના મૂલ્યે દર્દીઓની સારવાર કરવામાં આવે છે.વૃક્ષારોપણ કર્યા બાદ મોરારીબાપુએ આરોગ્યમંદિરની પણ મુલાકાત લીધી હતી આ સાથે આરોગ્ય મંદિરમાં રહેલા દર્દીઓના ખબર અંતર પણ બાપુએ પૂછયા હતા.છેલ્લા 20 દિવસમાં 23 સિંહોના મોત અંગે મોરારીબાપુએ જણાવ્યું હતું કે આ ઘટના દુઃખદ છે.શુ કામ બન્યું છે શું થઈ રહ્યું છે,બધા તપાસ કરે છે,23 સિંહોના મોત થયા તેના મૂળમાં જવું જોઈએ.ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને બધાએ જાગૃત થવું જોઈએ સરકારથી લઈને વનવિભાગે.


લીલીયા તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી…..

લીલીયા તાલુકા ભાજપની કારોબારી બેઠક તા. 3/10/2018ના રોજ લીલીયા નીલકંઠ મહાદેવ મંદિરે મળી હતી. આ બેઠકમાં સાંસદશ્રી નારણભાઇ કાછડિયા, પ્રદેશ કિશાન મોર્ચાના સભ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી ભૂપેન્દ્ર્ભઇ બસીય, જિલ્લા બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.  આ બેઠક બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત તાલુકા ભાજપના પ્રમુખશ્રી ચતુરભાઈ કાકડિયાએ કરેલ હતું. તેમજ સંગઠનના આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી. આ બેઠકમાં શોક પ્રસ્તાવ, રાજકીય પ્રસ્તાવ, તેમજ જીલ્લામાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા થયેલ વિકાસ કામો અંગે અભિનંદન આપતો ઠરાવ કરવામાં આવેલRead More


ભાજપ દ્વારા અમરેલી લોકસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની વરિષ્ઠ આગેવાનોની સોપાઈ જવાબદારી

ગઈ કાલે ભાવનગર ખાતે લોકસભા સીટની સમિક્ષા બેઠક ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવજી, પ્રદ્શ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોતમ રૂપાલા,કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદૂ પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાનીયા,પ્રદેશ મહામંત્રી વ કેન્દ્રિય વ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સહિતના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. જેમાં અમરેલી લોકસભા સીટના ઇન્ચાર્જ તરીકે ત્રણ ટર્મ સુધી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે તેમજ ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી તરીકે સફળ કામગીરી કરનાર શ્રી વી.વી.વઘાસિયાને ઇન્ચાર્જ તરીકે તેમજ સહ ઇન્ચાર્જ તરીકે મહુવાના ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા તેમજ રાજ્યના પૂર્વ મંત્રીશ્રી અને લાઠી બાબરના વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી બાવકુભાઈ ઊંધાડને સંગઠનાત્મક જવાબદારીઓ સોપવામાંRead More