Main Menu

Monday, October 8th, 2018

 

નવરાત્રીને અનુલક્ષીને સાવરકુંડલા સીટી પોલીસમથકમાં  પોલીસ તંત્ર દ્વારા બોલવાયેલા શાંતિ સમિતિ લોક દરબારમાં હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ સાતગે સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોની હાજરીમાં કૉમી એકતાના ભાવથી માં જગદંબાની નવરાત્રી પર્વને હર્ષોઉલ્લાસના ભાવથી ઉજવવાનું નક્કી થયું હતું

અમરેલી જિલ્લા પોલીસ વડા નીરલિપ્ત રાય દ્વારા કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને હિન્દૂ મુસ્લિમોના પાવન અવસરો પર કોમી એકતા અને બંધુત્વની ભાવનાઓ અકબંધ જળવાઈ રહે સાથે જાહેર જનતાની સુરક્ષા અને જાળવણી નિભાવતું પોલીસ તંત્ર દરેક તહેવારોમાં લોકો નિર્ભય બનીને તહેવારો ઉજવી શકે તેવા હેતુને સાકાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન તળે ડી.વાય.એસ.પી.માવાણી ની આગેવાનીમાં સાવરકુંડલા સીટી પોલીસ મથક ખાતે હિન્દૂ મુસ્લિમોની શાંતિ સમિતિની મીટીંગ સાથે 24 કલાક અને 365 દિવસ ખડેપગે રહેનાર પોલીસ તંત્રને સ્થાનીક અગ્રણીઓ દ્વારા નવરાત્રીમાં રોમીયોગીરી, બાઈકમાં એરહોર્ન મારીને થતી પરેશાની, અને પીધેલા છાકટાRead More


લો ગાર્ડન ખાણીપીણી બજારમાં કારોબાર કરતા નાના વેપારીઓએ બજાર શરૂ કરવાની માંગણીને લઈને દેખાવો કર્યા

શહેરના લો ગાર્ડન ખાણીપીણી બજારમાં કારોબાર કરતા નાના વેપારીઓએ બજાર શરૂ કરવાની માંગણીને લઈને દેખાવો કર્યા હતા.


હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી થઈ શકે

નવરાત્રિ વેકેશન મુદ્દે ખાનગી શાળાઓ લડી લેવાના મૂડમાં

ખાનગી  શાળા સંચાલકોએ હવે નવરાત્રી વેકેશનના મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહી, શાળાનું રજિસ્ટ્રેશન રદ કરો, જેલમાં નાખો, જે કરવું હોય તે કરો એવાં ઉચ્ચારણો સાથે સ્વનિર્ભર શાળા સંચાલકો સરકાર સામે જાણે લડી લેવાનું હોય એમ મક્કમતા સાથે મેદાને પડ્‌યા છે. બીજી તરફ સરકારે પણ વેકેશન નહીં આપતી શાળાને રૂ.૧ લાખ સુધીનો દંડ કરવાની ચીમકી આપી છે. જેને લઇ હવે નવરાત્રિ વેકેશનનો સમગ્ર મામલો ગરમાયો છે. ખાનગી શાળા સંચાલકોએ તો આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તા.૧૯મી ઓકટોબરથી શાળાઓમાં પરીક્ષાઓRead More


સ્થાનિક દુકાનદારો અને વેપારીઓમાં ફફડાટ

નારણપુરા : અનેક ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન પાર્ટ-૨ની કાર્યવાહી ચાલી રહી હોય એમ લાગી રહ્યું છે. આજે દબાણ હટાવ ઝૂંબેશ અંતર્ગત કોર્પોરેશન દ્વારા નારણપુરાના અંકુર કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં કિટલી, કાકા વડાપાઉં અને તમામ રોડ સાઇડ શેડને હટાવવામાં આવ્યા હતા. આ સિવાય પણ અમ્યુકો તંત્ર દ્વારા રસ્તામાં અતરાયરૂપ કેટલાક દબાણો અને અનઅધિકૃત શેડ સહિતના બાંધકામો દૂર કરાયા હતા. અમ્યુકો તંત્રની આજની કાર્યવાહીને પગલે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. નારણપુરા-અંકુર વિસ્તારમાં અમ્યુકોની ટીમ દબાણો હટાવી રહી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં નજીકનાRead More


તમિળનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીની જાહેરાત

ચૂંટણી તારીખોની જાહેરાત બાદ ગઠબંધન અંગે નિર્ણય

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવ્યા બાદ શાસક અન્નાદ્રમુક દ્વારા ચૂંટણી ગઠબંધનના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. તમિળનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ આજે આ મુજબની વાત કરી હતી. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, સામાન્ય ચૂંટણી માટેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ આ અંગે તેમની પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. કોની સાથે જાડાણ કરવામાં આવશે તે અંગે નિર્ણય તમિળનાડુના મુખ્યમંત્રી દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવ્યા બાદ જ લેવામાં આવશે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદRead More


દરેક ઉત્તર ભારતીયોને પુરતી સુરક્ષા આપવાની ખાતરી અપાઈ

હુમલા વચ્ચે નીતિશ અને યોગીની રૂપાણી સાથે સુરક્ષા મુદ્દે વાતચીત

ગુજરાતમાં ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો ઉપર વધી રહેલા હુમલા વચ્ચે Âસ્થતિ ગંભીર બની ગઈ છે. ગંભીર બનેલી Âસ્થતિ વચ્ચે હવે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાતચીત કરી છે અને આ સંદર્ભમાં નક્કર પગલા લેવા વાત કરી છે. બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાફ શબ્દોમાં કહ્યું છે ે, ઉત્તર ભારતીય લોકોની સુરક્ષાની જવાબદારી તેમની સરકારની બને છે. ઉત્તર ભારતીયોને પુરતી સુરક્ષા આપવામાં આવશે. આ સંદર્ભમાં કોઇપણ બાંધછોડ કરવામાં આવશે નહીં. ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલા વચ્ચે વતન પરત ફરીRead More


ઇમરાન મોટા ભાગે સમય પરિવાર સાથે ગાળે છે

ઇમરાન ખાન લાંબા વિરામ બાદ ફરીથી ફિલ્મમાં દેખાશે

આમીરખાનના ભત્રીજા ઇમરાન ખાને બોલિવુડની ફિલ્મોમાં વાપસી કરવા માટેની તૈયારી કરી લીધી છે. ઇમરાન ખાન છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે રહ્યો છે. તે બોલિવુડમાંથી બ્રેક લઇ ચુક્યો છે. હવે તે વાપસી કરવા માટે તૈયાર છે. મળેલી માહિતી મુજબ ઇમરાન હવે વાપસી કરનાર છે. અનુરાગ કશ્યપની પ્રોડક્શન કંપની ફેન્ટમ હેઠળ બનનાર નવી ફિલ્મમાં ઇમરાન ખાન કામ કરનાર છે. આ ફિલ્મના નિર્દેશક તરીકેની જવાબદારી રાજસિંહ ચૌધરીને આપવામાં આવી છે. રાજસિંહ ચોધરી ગુલાલ ફિલ્મમાં લોંચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ એક્શનથી ભરપુર રહી શકે છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષેRead More


એક લડકી કો દેખા તો એસા લગા ફિલ્મ બનશે

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવી રહ્યા છે. વિદુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાનીની ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા નામની ફિલ્મનુ શુટિંગ જારદાર રીતે ચાલી રહ્યુ છે. આ ફિલ્મ પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં અનિલ કપુર અને સોનમ કપુર ઉપરાંત રાજકુમાર રાવ પણ કામ કરી રહ્યો છે. સંજુ બાદ રાજકુમાર હિરાની આ ફિલ્મને લઇને હવે વ્યસ્ત બની ગયા છે. અનિલ કપુર અને સોનમ બંને ફિલ્મને લઇને આશાવાદી છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુનીRead More


બગસરા સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ ઓકટો. સુધીમાં અરજી કરવી

તા.૨૪ ઓકટોબર-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-બગસરા ખાતે બગસરા તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ ઓકટોબર-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-બગસરાને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાની તકારારો, અપીલ થવા પાત્ર કેસ વાળી અરજી, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી-ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન, અગાઉના સ્‍વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો રજૂ કરવા નહિ. અરજીમાં મારી અરજી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં લેવી તેમ લખવાનું રહેશે, તેમ મામલતદારશ્રી-બગસરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


લાઠીના આસોદર ખાતે કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિસભા યોજાઇ

કલેકટર આયુષ ઓકે લાઠી તાલુકાના આસોદર ખાતે રાત્રિસભામાં વિશેષ ઉપસ્‍થિત રહી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. કલેકટર ઓકે ગ્રામજનોને રાજય સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો જણાવી તે યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. રાજય સરકારના પારદર્શી વહીવટી અભિગમની ઝાંખી પણ આ કાર્યક્રમમાં જોવા મળી હતી. આસોદર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં લાઠીના પ્રાંત અધિકારી બોડાણા અને સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા, તેમ લાઠી નાયબ કલેકટરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.