Main Menu

Tuesday, October 9th, 2018

 

હવે ઇશા ગુપ્તા કોમેડી ફિલ્મ ટોટલ ધમાલમાં નજરે પડશ

બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવતી ઇશા ગુપ્તાને હવે બે મોટી ફિલ્મો હાથ લાગી ગઇ છે. જેમાં કોમેડી ફિલ્મ ટોટલ ધમાલ અને હેરાફેરી-૩ ફિલ્મનો સમાવેશ થાય છે. ટોટલ ધમાલ મલ્ટી સ્ટારર ફિલ્મ છે. જેમાં આ વખતે અનિલ કપુર, અજય દેવગન અને માધુરી દિક્ષિત પણ કામ કરી રહ્યા છે. હેરાફેરી સિરિઝની નવી ફિલ્મ પણ પણ કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મો ઉપરાંત તેને જેપી દત્તાની મોટી ફિલ્મ પલટન પણ મળી હતી. ઇશા હાલના સમયમાં ફિલ્મો કરતા સોશિયલ મિડિયા પર તેના ફોટાના કારણે વધારે ચર્ચામાં રહે છે. ટોપલેસ ફોટાઓ તેનાRead More


દામનગર ગુરૂમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડા વાળા સીતારામ આશ્રમ પ્રેરિત દામનગર ખાતે ત્રીપાંખી સાધુ સમાજ પ્રથમ સમૂહ લગ્નોત્સવ એવમ તુલસી વિવાહ યોજાશે

દામનગર ગુરૂમુખી સંત શ્રો દયારામબાપુ ઠોડા વાળા સીતારામ આશ્રમ પ્રેરિત સેવક સમુદાય દ્વારા આયોજિત  આગામી તા ૧૯/૧૧/ થી ૨૦/૧૧ બે દિવસીય પ્રથમ ત્રીપાંખી સાધુ સમાજ સમૂહ લગ્નોત્સવ થતા તુલસી વિવાહ નું સુંદર આયોજન દામનગર ખાતે સીતારામ આશ્રમ સંકુલ માં યોજાશે દામનગર શહેર ના સીતારામ આશ્રમ ખાતે ત્રીપાંખી સાધુ સમાજ ના પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં નામ નોંધાવવા અનુરોધ કરતા સીતારામ આશ્રમ સેવક સમુદાય ની યાદી માં જણાવ્યું છે


જિલ્લા પંચાયત સામે આવેલ અતિપૌરણિક રામજી મંદિર ખાતે નવરાત્રિ દરમ્યાન માતાજીનાં નવ સ્વરૂપના દર્શનો શણગાર

જિલ્લા પંચાયત સામે આવેલ અતિપૌરણિક રામજી મંદિર ખાતે નવરાત્રિ દરમ્યાન માતાજીનાં નવ સ્વરૂપના દર્શનો શણગાર કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રથમ નોરતે માતાજીનાં બાળસ્વરૂપના દર્શન રાખવામા આવેલ છે. ધર્મપ્રેમી બહેનો અને ભાઈઓને આરતી અને દીપમાલા માટે નામ લખાવવા વિનંતી કરવામાં આવે છે.


બિનગુજરાતીઓનો વિકાસમાં સિંહ ફાળો : વાઘાણી

રાજ્યની પ્રજા બિનગુજરાતીને લઈને કોઈ વાંધો ધરાવતી નથી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કોંગ્રેસ અને તેમના પ્રતિનિધિઓ દ્વારા બીન ગુજરાતીઓ ઉપર જે પ્રકારે ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ગુજરાતની શાણી અને સમજુ જનતા જોઇ રહી છે. ગુજરાત તથા દેશની પ્રજાએ વિશ્વાસ મુકીને કેન્દ્રમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ભાજપા સરકારને જે પ્રકારે આવકાર આપ્યો છે તે કોંગ્રેસને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે. તેથી કોંગ્રેસ યેનકેન પ્રકારે રાજ્યમાં જ્ઞાતિજાતિ તથા પ્રાંતવાદના નામે વર્ગવિગ્રહ ફેલાવી રાજ્યની શાંતિ ડહોળવા માંગે છે. આવી વોટબેંકની રાજનીતિRead More


માત્ર 3 કિ.મી. ડાયવર્ઝનથી અમરેલી જિલ્‍લાને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા મળી શકે તેમ છે : સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદે લડત શરૂ કરી

સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલસાદ શેખના જણાવ્‍યા અનુસાર અમરેલીને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા આપવા માટે ઘણા વર્ષોથી અમરેલી જિલ્‍લાની જનતા માંગણી કરી રહી છે. ભારત સરકાર ઢાસા, જેતલસર લાઈન બ્રોડગેજ રેલ્‍વેલાઈન મંજુર કરેલ છે. જેમાં ખીજડીયા, ચિતલ, લુણીધાર વગેરે ગામોનો સમાવેશ થાય છે. અમરેલી જુનાગઢ ટ્રેનમાં વિસાવદર જંકશનમાં આવતા-જતા એન્‍જીન બદલાય છે. તેમ શેડુભારને અમરેલી રોડ જંકશન નામાકરણ કરી શેડુભારમાં ટ્રેનનું એન્‍જીન આવતા-જતા બદલાય અને ટ્રેન તેજ રૂટ ઉપર આગળ જાય જેથી જમીન સંપાદનનો પ્રશ્‍ન નથી વળતર ચુકવવાનો પ્રશ્‍ન જ નથી તેમજ રેલ્‍વેને કોઈ ખર્ચ થાય તેમ નથી. અને ર0 લાખનીRead More


અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરો : પરેશ ધાનાણી

ભાજપ સરકાર જિલ્‍લાનાં ખેડૂતોને અન્‍યાય કરવાનું બંધ કરે. અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરો : પરેશ ધાનાણી ઉત્‍પાદનમાં ઉણપ અને ખાતર, બિયારણનાં ભાવમાં ભડકાથી ખેડૂતો આત્‍મહત્‍યા કરવા મજબુર બન્‍યા છે. ગુજરાત સરકાર અમરેલી જીલ્‍લા વિસ્‍તારના ખેડૂતો સાથે હળહળતો અન્‍યાય કરીને ખેડૂતોની કમર ભાંગી નાખેલ છે. આ વરસે ચોમાસામાં અપુરતો વરસાદ વરસવાને કારણે ખેડૂતોને મબલખ નુકશાન જવાનો સમય આવેલ છે. ખેડૂતો દર વરસે પાકવીમાનું પ્રિમીયમ ભરે છે અને છેલ્‍લા ત્રણેક વરસથી અપુરતો વરસાદ પડી રહેલ છે. ત્‍યારે ગુજરાત સરકાર જગતના તાત ખેડૂતોને બેંકના કરજામાંથી મુકત કરાવવા લોન માફી, ઉત્‍પાદન સમયે ટેકના પોષણક્ષમRead More


અયોઘ્‍યા ખાતે સંત પરમહંસદાસજીની ધરપકડનો આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદે વિરોધ કર્યો

રામ મંદિર પ્રશ્‍ને આંદોલન ચલાવવા બદલ અયોઘ્‍યા ખાતે સંત પરમહંસદાસજીની ધરપકડનો આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદે વિરોધ કર્યો. અયોઘ્‍યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાની માંગ સાથે અનશન કરનાર સંતશ્રી પીઠાધીશ્‍વર પરમહંસદાસજીની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરતાં તેનાં ઘેરા પ્રત્‍યાઘાતો હિન્‍દુવાદી સંસ્‍થાઓમાંપડયા છે. અમરેલી ખાતે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ ર્ેારા ડો. જી. જે. ગજેરાની આગેવાનીમાં કલેકટર મારફત રાષ્‍ટ્રપતિને આવેદનપત્ર પાઠવીને ધરપકડ સામે નારાજગી વ્‍યકત કરવામાં આવી હતી.


અક્ષરવાડી ખાતે પ્રાપ્તી દિન ઉજવાયો

આજે અક્ષરવાડી પ્રાપ્ત દિન ઉજવાયો. ભગવાન અને સંત મળ્યા એ જો મોટી પ્રાપ્તિ સમજે તો માણસ ધન્ય થઈ જાય અને એ તો પરમ ચિંતામણી છે. તે ખ્યાલ તો અગાઉ ભકતો થઈ ગયા તેના આનંદ ઉપરથી ખ્યાલ આવી શકે દાતઃ નરસિંહ મહેતા, મીરાબાઈ, તુલસીદાસ, સંત તુકારામ ભગવાન સ્વામિનારાયણના સયમમાં જીવુબા, લાડુબા, જમકુબા, મહારાણી કુશળકુવબા, અગતરાઈના ખેડુત પર્વતભાઈ, શીવલાલ શેઠ, સાગ્રામ દેવીપુજક, અલૈયા ખાચર કે જેમણે બે હજારનો તો સત્સંગી બનાવ્યા આવા તો અસંખ્યા ભકતો છે જેમણે ભગવાનને સાચી રીતે સમજી તેનો દ્રઢ નિશ્ચય કરી લીધો જેઓને દુનિયાના પદાર્થ તુચ્છ લાગ્યા. સ્વામીRead More


કોંગ્રેસ આપના દ્વારે અંતર્ગત આગેવાનોએ લોકસંપર્ક કર્યો

આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કાર્યક્રમો શરૂ કર્યા છે જેમાં પ્રદેશ કોંગ્રેસની સુચનાથી ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ આપના દ્વારો શિર્ષક અંતર્ગત મુખ્ય બજારમાં દુકાને-દુકાને ફરીને આગેવાનોએ વેપારીઓ સાથે લોકસંપર્ક કર્યો હતો. અને ભાજપની નિષ્ફળતા વર્ણવી હતી. પ્રદેશ કોંગ્રેસની સુચનાથી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી, પુર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, કોર્પોરેટરો, વિવિધ સેલ-મોરચાના પ્રમુખ સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સંગઠનના આગેવાનો સહિતે મોતીબાગ ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ આપના દ્વારે શર્ષક હેઠળ ભાજપની નિષ્ફળતાઓ તથા વડાપ્રધાન દેશના ચોકીદાર કે ભાગીદાર સહિતના સવાલો વાળી પત્રીકાઓનું મુખ્ય બજારમાંRead More


પાક નિષ્ફળ જતા ગુંદાળાના ખેડૂતનો આપઘાત

ગઢડા તાલુકાના ગુદાળા ગામે ખેડુતનો પાક નિષ્ફળ જવાના કારણે ગળેફાંસો ખાઈ ખેડુતે આપધાત કરતા ત્રણ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી આ ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરીવળેલ જયારે ઘટનાની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ ગુદાળા પહોચી હતી. બોટાદ જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો થયો છે જેને લઈ જિલ્લા ના મોટાભાગના ગામોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે જેને લીધે ધરતી પુત્રો મુશક્લીમા મુકાયા છે અને ખેડૂતો આત્મહત્યા તરફ વળ્યા છે જેવો એક કિસ્સો ગઢડા તાલુકાના ગુદાળા ગામે પ્રકાશમાં આવ્યા છે વાત છે ગઢડા તાલુકાના ગુદાળા ગામની. ૪૦Read More