Main Menu

Wednesday, October 10th, 2018

 

ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ મંદિરથી જાબાળ સુધી રોડને રીસરફેસિંગ કરવા સરકારને પત્રથી રજૂઆત કરી

ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકાર ને  પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી કે સાવરકુંડલા માંથી પસાર થતો નેશનલ હાઇવે પીપાવાવ થી અંબાજી રોડમાં સાવરકુંડલા રિદ્ધિ-સિદ્ધિ મંદિર થી જાબાળ ગામ સુધી રોડની હાલત અતિ ગંભીર છે તેથી ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા  આ રોડને રીસરફેસિંગ દિન 20માં નહિ કરવામાં આવે તો ગાંધીજી સીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે તેવી સરકાર શ્રી ને ચીમકી આપી છે અને આ રોડ તાત્કાલિક ધોરણે રીસરફેસિંગ કરવા  સરકાર શ્રી ને વિનંતિ કરેલ છે


યુવા ઉત્‍સવ અને બાળ પ્રતિભા શોધ સ્‍પર્ધા યોજાશે

યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ દ્વારા જિલ્‍લા કક્ષા યુવા ઉત્‍સવ અને જિલ્‍લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્‍પર્ધા યોજવામાં આવનાર છે. તા.૧૪ ઓકટોબર-૨૦૧૮ના રોજ સવારે ૮ કલાકે દીપક હાઇસ્‍કુલ-અમરેલી ખાતે યોજવામાં આવનાર આ કાર્યક્રમમાં ભાગ લીધેલ સંસ્‍થાઓ અને સ્‍પર્ધકોએ સમયસર ઉપસ્‍થિત થવાનું રહેશે, તેમ જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ

યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ દ્વારા ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવનાર છે. નવેમ્‍બર-૨૦૧૮ દરમિયાન ૧૦ દિવસ માટે માઉન્‍ટ આબુ ખાતે કાર્યક્રમ યોજાશે.રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી કરેલ અનુ.જાતિના ૧૦૦ યુવક-યુવતીઓને આ સાહસિક પ્રવાસની તક આપવામાં આવશે. પસંદગી પામેલ યુવક-યુવતીઓને પત્ર-આપવામાં આવેલ મોબાઇલ નંબર પર અથવા ઇ-મેઇલથી જાણ કરવામાં આવશે.પ્રવાસમાં જોડાવા ઇચ્‍છતાં અનુ.જાતિના યુવક યુવતીઓ કે જેની ઉંમર ૧૪ થી ૩૫ વર્ષ (તા૩૧ ડિસે.-૨૦૧૮ના રોજ) ની વયમર્યાદા ધરાવતાં હોય તેમણેwww.sycd.gujarat.gov.in  પરથી નિયત અરજીપત્રક ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી તા૩૦/૧૦/૨૦૧૮ સુધીમાં જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી, જિલ્‍લા રમતગમત કચેરી, જિલ્‍લા સેવા સદન-૨,એસ-૨૧/૨જો માળ, જોરાવર પેલેસ કમ્‍પાઉન્‍ડપાલનપુર જિ.બનાસકાંઠાને મોકલી આપવાની રહેશે.તાલીમ કાર્યક્રમ દરમિયાન ભોજન, નિવાસ અને આવવા-જવાનો પ્રવાસ ખર્ચે તેમજ ભાગ લેવા બદલ પ્રમાણાપત્ર આપવામાં આવશે.  આ અંગેની માહિતી-વિગતો માટે જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી, પાલનપુર ૯૭૩૭૧ ૬૫૫૪૪નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત પ્રણવ પંડ્યા-૮૩૨૦૩ ૭૦૨૮૯, ચેતન ત્રિવેદી-૯૪૨૯૫ ૮૭૩૮૩, કમલ રાજપૂત-૯૪૨૮૮ ૩૫૧૨૮, મોહસીન પઠાણ ૯૫૫૮૮ ૫૧૩૭૬ અને દ્રષ્‍ટિ દવે-૯૪૨૭૪ ૦૬૬૬૦નો સંપર્ક કરી પૂછપરછ કરી શકાશે, તેમ યુવક સેવા અનેRead More


દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સાગરખેડુ સાયકલ રેલી યોજાશે

યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ દ્વારા સાગરખેડુ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જિલ્‍લા રમતગમત કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા સાગર ખેડુ સાયકલ રેલી નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં યોજવામાં આવશે. સ્‍પર્ધામાં જોડાનાર તમામને સાગરકિનારાની સંસ્‍કૃત્તિ તથા સાગરકિનારાનું અદ્દભૂત અને અલૌકિક સૌંદર્ય જોવા અને માણવા મળી શકશે, જે નવી ઉર્જાનો સંચાર કરશે. સાગર ખેડુ સાયકલ રેલીમાં ભાગ લેવા રસ ધરાવતા હોય તેવા ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓને વિનામૂલ્યે લાભ મળશે. તા.૨૦ ઓકટોબર-૨૦૧૮ સુધીમાં નિયત અરજી જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી, જિલ્‍લા રમતગમત કચેરી, વી.જે. સરકારી હાઇસ્‍કુલ, ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકાને મોકલી આપવાની રહેશે. નિયત અરજી ફોર્મ,Read More


છેલ્લાં અઢાર વર્ષથી નાસતાં- ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલ સાહેબે સમગ્ર જિલ્લામાં નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ.જેમાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ. જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *પો.કો. રાજેન્દ્દસિંહ સરવૈયા તથા ચિંતનભાઇ મકવાણાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,પાલીતાણા રૂરલ પો.સ્ટે. I ગુ.ર.નં.૨૩૪/૨૦૦૦ ઇ.પી.કો. કલમઃ-૩૬૩,૩૬૬ મુજબ નાં ગુન્હાનાં કામે અટક કરવાનાં બાકી આરોપી પોપટભાઇ જસાભાઇ મકવાણા રહે.સાંજણાસર તા.પાલીતાણા વાળો લાલ તથ કાળી લીટીવાળો સફેદ શર્ટ તથા કાળુRead More


ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મંજુર થયેલ રૂપિયા બે કરોડ અગિયાર લાખના વિકાસ કાર્યોની ચર્ચા

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક ની અધ્યક્ષતા માં પ્રવાસન વર્ષ અંતર્ગત મંજુર થયેલ રૂપિયા બે કરોડ અગિયાર લાખ ના વિકાસ કાર્યો અને દરેક વિભાગ સાથે આખરી તબક્કા ની ચર્ચા  વર્ષ ૨૦૧૩/૧૪ ના વર્ષ મા ભુરખિયા હનુમાનજી મંદિર નો પ્રવાસન વર્ષ માં સમાવિષ્ટ થતા મંદિર સંકુલ ના વિકાસ અને બ્યુટીફિકેશન માટે આખરી તબક્કા ની મીટીંગ મળી  ટ્રસ્ટી ઓ દાતા ઓ અને  વિવિધ વિભાગો ના અધિકારી ઓ દ્વારા વિવિધ સેવા સંકુલો ને લોકેશન તેના મેન્ટેન અંગે વિચાર વિમર્શ કરાયા કરાયો જેમાં રેવન્યુ વન વિભાગ આર એન્ડ બી  પાણીRead More


ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે દરેક જીવાત્મા નું કલ્યાણ કરતી કલ્પસર યોજના નું કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક નું ટ્રસ્ટી ઓ ના વરદ હસ્તે વિમોચન

અમરેલી જિલ્લા ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક નું  વિમોચન  સૌરાષ્ટ્ર કચ્છ માટે દરેક જીવાત્મા નું કલ્યાણ કરતી યોજના કલ્પસર ના અનેકો ફાયદા ઓ વર્ણવતી બુક જેમાં કૃષિ પશુપાલન પર્યાવરણ પ્રકૃતિ નાના મોટા ઉદ્યોગ રોજગારી ની વિશાળ તકો સુરત સહિત ના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે ના ઘટતું પરિહવન સહિત ના અનેકો પાસા ઓ વિશે નિષ્ણાંત વ્યક્તિ ઓ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સંશોધન વિભાગ  ભાવનગર કોલેઝ ના વીસી વિધુત્વ જોશી અનેક વિધ સેવા ના હિમાયતી વિનુભાઈ ગાંધી સહિત ના પ્રબુદ્ધ દ્વારા લખાયેલ પુસ્તક દાતા ભૂમિકાRead More


બાબરા શ્રી તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ના જન્મોત્સવ ને લઈ ને તડામાર તૈયારીઓ

અમરેલી જિલ્લાના બાબરા શ્રી તાપડીયા આશ્રમ ખાતે આગામી તારીખ ૨૦/૧૦/૨૦૧૮ ને શનિવાર ના રોજ પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી રામ મહાયજ્ઞ તથા છપ્પન ભોગ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અનૅ અત્યારૅ આશ્રમ મા તડામાર તૈયારી થઈ રહી છૅ.. સાથે આ આશ્રમ માં વિશાળ ગાયો માટે નિ ગૌસાળા છે આ આશ્રમ ના અનેક ભાવિક ભક્તો તેમજ બાબરા ના તમામ લોકો આ સમગ્ર પ્રસંગ નો લ્હાવો લેશે.. રાજુ કારિયા (વડિયા)


જાલીનોટના બે માસ્ટર માઇન્ડ ૩ લાખની નકલી નોટો સાથે પકડાયા

પાટણવાવના છાડવાવદર ગામમાંથી  પાંચ શખ્સોને નવી ર૦૦૦ અને પ૦૦ની જાલીનોટોના જથ્થા સાથે રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા બાદ ગઇકાલે  રાત્રે રૂરલ એસઓજીની ટીમે  અમદાવાદમાં  છાપો મારી  જાલીનોટના માસ્ટર માઇન્ડ હિમાંશુ ઝવેરી તથા અમરીશ  પટેલને ૩ લાખની નકલી નોટો સાથે ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે. એસઓજીની  ટીમે નકલી નોટો  બનાવવાની સામગ્રી પણ કબ્જે કરી જાલીનોટ કૌભાંડમાં કુલ ૧૦ શખ્સોની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવના છાડવાવદર  ગામે  બે દિ’ પુર્વે રૂરલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા પીએસઆઇ  એચ.એ.જાડેજાની ટીમે    દરોડો પાડી નવી ર૦૦૦ના દરની ૩૬  જાલીનોટ તથા પ૦૦નાRead More


અમરેલી જીલ્લામાંમાં કાર્ડ કાઢવાની કામગીરીમાં લોલમલોલ : આરોગ્યમંત્રીશ્રી સુધી રજુઆતનો દોર

ખાંભા સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં લોકોને આરોગ્ય સુવિધામાં સારી સારવાર પૂરી પડાવતા શુભઆશય મુખ્યમંત્રી અમૃતભ તથા માં વાત્સલ્ય કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે. ગત તારીખ ૨૩-૯-૨૦૧૮ના રોજ ઝારખંડના રચી ખાતેથી વડાપ્રધાન મોદી દ્વારા આયુષ્માન જનઆરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી. સરકારશ્રી લોકોના આરોગ્ય્પ્રત્યે સતત ચિંતનશીલ છે. પરંતુ સરકારશ્રી દ્વારા આ કાર્ડ કાઢવાની કામગીરી ઝીલ તથા એમકોડ કંપનીને આપવામાં આવેલ છે. અને આ કંપનીઓ દ્વારા અમરેલી જીલ્લાની કાર્ડ કાઢવાની કામગીરી મૌખિક કરારથી પેટા કોન્ટ્રક આપવામાં આવ્યો છે. આ પેટા કોન્ટ્રક દ્વારા તાલુકાદીઠ એક કોમ્પુટર ઓપરેટર માસિક રૂ. ૩૦૦૦/- અથવા કાર્ડદીઠ ૧૫/-Read More