Main Menu

Thursday, October 11th, 2018

 

દામનગરના ભુરખિયા ગ્રામ પંચાયતના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભા મળી

દામનગર ના ભુરખિયા ખાતે ગ્રામસભા મળી ભુરખિયા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી જોરુભાઈ ગોહિલ ની અધ્યક્ષતા માં ગ્રામસભા મળી જેમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી મામલતદાર શ્રી વિજયભાઈ ડેર ખેતી વાડી વિસ્તરણ અધિકારી શ્રી તલાટી મંત્રી શોભનાબેન ગોસાઈ મનોજભાઈ પંડયા ગ્રામસેવક મધ્યાન ભોજન ના અંતુભાઈ ત્રિવેદી શિક્ષકો વનવિભાગ પી.જી.વી.સી.એન કચેરી અન્ન પુરવઠા સંકલિત  બાળ અને મહિલા વિભાગ આંગણવાડી વર્કસ સહિત ગ્રામ પંચાયત સદસ્યો ગ્રામજનો ની વિશાળ હાજરી માં ગ્રામસભા યોજાય જેમાં વિવિધ પ્રશ્નો સ્થાનિક કક્ષા એ થી ગ્રામજનો દ્વારા રજૂ કરવા માં આવ્યા આવાસ યોજના ના એક હપ્તા બાદRead More


વર્ગ-૧ અને વર્ગ-૨ની પ્રિલીમીનરી પરીક્ષા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એ.બી. પાંડોર દ્વારા પ્રતિબંધાત્‍મક આદેશો જારી

ગુજરાત જાહેર સેવા આયોગ-અમદાવાદ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્‍ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યાઓ પર ભરતી માટે તા.૨૧ ઓકટોબર-૨૦૧૮ના રોજ પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે. અમરેલી ખાતેના પરીક્ષા કેન્‍દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્‍તારમાં ઝેરોક્ષ મશીન, પ્રાઇવેટ ફેકસ અને ખાનગી ઝેરોક્ષ મશીન બંધ રાખવા અને પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ કે અન્‍ય પ્રકારના કોમ્‍યુનિકેશન અંગેના સાધનો લઇ જવા અંગે સીઆરપીસીની જોગવાઇ મુજબ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ.બી. પાંડોરે જાહેરનામુ બહાર પાડેલ છે ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૪૪ અન્‍વયે પ્રતિબંધાત્‍મક આદેશોનું પાલન કરવાનું રહે છે. તા.૨૧ ઓકટોબર-૨૦૧૮ના રોજ સવારે ૧૦ થીRead More


સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍નશીલ અને એલર્ટ રહેવા કલેકટર આયુષ ઓકની સૂચના

અમરેલી જિલ્‍લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને ધારી ખાતે વન વિભાગ સહિતના અધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી.કલેકટરશ્રી ઓકે વન વિસ્‍તારમાં સરકાર નિયમો અને સૂચનાઓનું પાલન ચૂસ્‍તપણે કરવા ઉપરાંત સિંહો અને તેમની સલામતી માટેની પૂરતી તકેદારી લેવા જણાવ્યું હતુ.વન વિભાગને ઉપયોગી તમામ માહિતી એકઠી કરવા અને વન-પોલીસ વિભાગને સંયુક્ત રીતે ચેકપોસ્‍ટ ઉભી કરવા તેમણે કહ્યુ હતુ. વન વિસ્‍તારની આજુબાજુના વિસ્‍તારોમાં સતત પેટ્રોલીંગ કરવા અને બહારથી અવર-જવર કરતા વાહનોનું સઘન ચેકીંગ કરવા સૂચના આપી હતી. ફરજોનું પાલન કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે જોવા અને સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍નશીલ અને એલર્ટRead More


જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શિબિર યોજાઇ

જિલ્લા બાળ સુરક્ષા એકમ-અમરેલી દ્વારા બાળ કાયદાઓ અંગેની એક દિવસીય શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં અમરેલી તાલુકાના તલાટીમંત્રી અને સરપંચશ્રીઓને ગ્રામ્યકક્ષાએ બાળ સુરક્ષા સમિતિના કાર્યો અને ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.શિબિરમાં સુરક્ષા અધિકારીશ્રી) બી.ડી. ભાડે કાર્યક્રમની રૂપરેખા આપી પ્રાસંગિક પ્રવચન આપ્‍યુ હતુ. તેમણે સંકલિત બાળ સુરક્ષા યોજના વિશે માહિતી આપી હતી. સુરક્ષા અધિકારીશ્રી દ્વારા ગ્રામ્યકક્ષાએ બાળ સુરક્ષા સમિતિના કાર્યો અને ભૂમિકાની વિસ્‍તૃત્ત માહિતી આપી હતી. લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી એસ.એચ. રાજકોટીયા દ્વારા જુવેનાઇલ જસ્‍ટીસ એક્ટ-૨૦૧૫ વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્‍યું હતુ.ઇનચાર્જ જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એમ. ચૌહાણના માર્ગદર્શનRead More


અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જીવન કવનની માહિતી જનજન સુધી પહોંચે તે માટે ભાવનગર જિલ્લાના ગામોમાં ‘‘એકતા યાત્રા’’ રથ ફરશે

ભાવનગર જિલ્લામાં ૨૦ થી ૨૯ ઓકટોબર તથા ૧૫ થી ૨૪ નવેમ્બર દરમિયાન બે તબક્કાઓમાં એકતા યાત્રા રથ ગામે ગામ ઘુમશેઃ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા.૩૧મી ઓકટોબરના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન એક સંભારણું બને તેવા ભવ્ય કાર્યક્રમ, સરદાર પટેલના સંદેશને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવો અને સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરીRead More


માર્ગ સલામતી અમારા માટે સંવેદનાનો વિષય : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા

ભારત સરકારનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ‘માર્ગ સલામતી’ વિષયને ખૂબ જ ગંભીરતાથી લઈ વિવિધ પગલા લેવામા આવી રહ્યા છે. જેના ભાગરૂપે એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતનાં વિવિધ કલાકારોનાં સહયોગથી જુદી-જુદી ૫ એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યુ છે, જેનું લોન્ચીંગ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવેલ કે, “માર્ગ સલામતીએ મારા માટે સંવેદનાનો વિષય છે, દરેક અકસ્માત એક ઉંડા દૂખની લાગણી આપે છે સાથે જ માર્ગ સલામતી માટે વધુ જવાબદારી સાથેRead More


અમરેલીમાં નવરાત્રી પર્વનો પ્રારંભઃ રાસ-ગરબાની રમઝટ

અમરેલી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની રમઝટ સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. અને પ્રાચીન – અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે.ભાવિકો દ્વારા માતાજીની આરાધના માટે અનુષ્ઠાન પણ કરવામાં આવી રહ્યા છે.ત્યારે અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં શેરી ગરબાથી લઈ ને પાર્ટી પ્લોટમાં ધૂમ મચી રહી છે


જનહિત મોરચાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ મહેન્દ્ર આયલાણીના ભાઈ આજે જન્મદિવસ હોવાથી શુભેરછા પાઠવતા પદાધિકારીઓ

જનહિત મોરચા ના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શ્રી મહેન્દ્ર આયલાણી ના ભાઈ કરણ આયલાણી નો જન્મદિવસ હોવાથી ખૂબ ખૂબ શુભેરછાઓ પાઠવતા રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ મહેન્દ્ર આયલાણી પિંકલબેન પટેલ અનિલ પટેલ ભાસા ગૌતમ ભાસા મોહિત શીતલબેન સોની ચંદ્રિકાબેન સોની શીતલબેન ચૌધરી ગોસાઈ નિકુંજ સહિત પદાધિકારીઓ જન્મદિવસ ની શુભેચ્છા પાઠવેલ છે


દારૂના ધંધાર્થીઓ જાલમ ભગુ બારૈયા અને જયરાજ બિચ્છુ વાળા પાસા તળે જેલમાં ધકેલાયા

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા અમરેલી જીલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર તેમજ વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા અને ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા એલ.સી.બી./એસ.ઓ.જી. ટીમ* દ્વારા અમરેલી જીલ્લામાં આવી પ્રોહિબીશન લગત ગુન્‍હાહિત પ્રવૃતિ કરતાં તેમજ માથાભારે ઇસમો અંગેની માહિતી એકઠી કરી તે પૈકીના *(૧) રાજુલા તાલુકાના કડીયાળી ગામે રહેતાં જાલમ ઉર્ફે જાલીમ ભગુભાઇRead More


ચાંદગઢ ગામે શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૨ ડમ્પર સહિત સાડા છ લાખ મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના  પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સા. તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં શેત્રુજી નદીમાંથી  રેતીચોરી કરી ચાંદગઢ ગામ તરફ આવતાં કાચા રસ્તેથી નીચે મુજબના ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રેતી ચોરી કરતાં પકડાયેલ આરોપીઓ :Read More