Main Menu

Saturday, October 13th, 2018

 

મોરઝર ગામની સીમ વિસ્તારમાથી વાડીની ઓરડીમા રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્સ ૭૫૦ મી.લી.રીંગપેક બોટલો નંગ ૪૨ કિ.રૂ.૧૬૮૦૦નો મુદામાલ સાથે પકડી પાડેલ

ચલાલા પો.સ્ટે.ના મોરઝર ગામની શીમ વિસ્તાર માથી આરોપી મુકેશભાઇ નાગજીભાઇ ભેંસાણીયા રહે.મોરઝર તા.ધારી વાળાની કબ્જાની વાડીની ઓરંડીમા રાખેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મેકડોવેલ્સ ૭૫૦ મી.લી.રીંગપેક બોટલો નંગ ૪૨ કિ.રૂ ૧૬૮૦૦/- નો મુદામાલ સાથે પકડી પાડેલ અને મજકૂર વિરૂધ્ધ ધોરણસર ની કાર્યવાહી કરવામા આવેલ છે .પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ તથા  નાયબ પોલીસ અધીક્ષક સા.સાવરકુંડલા તથા સર્કલ પો.ઇન્સ ધારી નાઓ ની સુચના મુજબ દારૂની બદીને સમાજમાંથી દુર કરવા તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે આજ રોજ  તા.૧૩/૧૦/૨૦૧૮ ના રોજ *ચલાલા પો.સ્ટે ના પો.સબ.ઇન્સRead More


અમરેલી તાલુકાના ચિત્તલ ગામે મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીના આરોપીને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક  શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જીલ્લામાં ઘરફોડ ચોરી જેવા મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા અમરેલી તાલુકાના મોણપુર ગામેથી ચોક્કસ બાતમી આધારે ઘરફોડ ચોરીનો આરોપી પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ લેપટોપ તથા મોબાઇલ ફોન રીકવર કરી મોબાઇલની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.  *ફરિયાદની વિગત :-*Read More


કોંગ્રેસ ગુજરાતમાં વેરઝેર અને અશાંતિ ફેલાવવાના ષડયંત્રોમાં ખુલ્લી પડી ગઈ હોવાથી જનતામાં કોંગ્રેસ પ્રત્યેની તીવ્ર ધક્કારની લાગણી ઊભી થઈ છે. – શ્રી ભરત પંડયા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, અફવા, અપપ્રચાર, અશાંતિ અને અરાજકતા ફેલાવનારી પાર્ટી એટલે કોંગ્રેસ. કોંગ્રેસે જ્ઞાતિવાદ, કોમવાદ ફેલાવવાના પ્રયાસ કર્યો હતો. હવે બીજા રાજ્યોમાં ચુંટણીઓ છે. કોંગ્રેસે પ્રાંતવાદ દ્વારા ગુજરાતને બદનામ કરવાનો કારસો રચ્યો હતો.પહેલાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ હિંસા ફેલાય તેવા ભાષણો કર્યાં, કોંગ્રેસના લોકોએ સોશીયલ મિડીયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકી, હિંસાની ઘટનાઓમાં કોંગ્રેસના લોકો જ પકડાયાં એટલે કોંગ્રેસ ગુજરાતમાં વેરઝેર અને અશાંતિ ફેલાવવાના ષડયંત્રોમાં ખુલ્લી પડી ગઈ છે. જનતામાં કોંગ્રેસ પ્રત્યે ધિક્કારની લાગણી ઊભી થઈ છે. ત્યારે કોંગ્રેસના બિહારના પ્રભારીશ્રી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના Face Saving માટે અનેRead More


ભારત સરકાર દ્વારા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડનાં વિકાસ માટે ફેરસ ફંડ ફાળવવામાં આવ્યું : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીનો વધારો કરવા ભારત સરકાર દ્વારા પ્રવાસનના ઉદેશસહ ગુજરાતમાં આવેલ જુદી જુદી ત્રણ દીવાદાંડીનું પ્રવાસન હેતુ માટે વિકાસ કરવામાં આવશે. દ્વારકા ખાતે ૪૩ મીટર ઊંચાઈની દીવાદાંડી, વેરાવળ ખાતે ૩૦ મીટર ઉંચાઈની દીવાદાંડી તથા ગોપનાથ ખાતે ૪૦ મીટર ઉચાઈની દીવાદાંડી આવેલ છે. આ સ્થળો પ્રવાસન માટે પ્રસિદ્ધ છે જેથી અહી આવતા યાત્રીઓ દીવાદાંડીની પણ મુલાકાત લઇ શકે તે હેતુથી આ દીવાદાંડીઓને પ્રવાસન હેતુથી વિકસવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય કરેલ છે. આ દીવાદાંડીમાં વિઝીટર રૂમ, માહિતી માટે  કિઓસ્ક, મેરીટાઇમ અને સ્થાનિક ઇતિહાસ દર્શાવતા LED,Read More


રાફેલ ડિલને લઇને રાજકીય સંગ્રામ યથાવત જારી

રાહુલના દુષ્પ્રચારથી હકીકત બદલાશે નહીં : પીયુષ ગોયેલ

ફ્રાંસની સાથે રાફેલ ડિલને લઇને રાજકીય સંગ્રામનો દોર જારી રહ્યો છે. રિલાયન્સને લઇને ફ્રાંસની કંપની દશો કંપનીના સીઈઓ તરફથી ખુલાસો કરવામાં આવ્યા બાદ આજે ભાજપે કોંગ્રેસ પાર્ટી ઉપર વળતા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી એક પછી એક ખોટું નિવેદન કરીને દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુરુવારના દિવસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામનના ફ્રાંસ પ્રવાસને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. વડાપ્રધાનને ભ્રષ્ટ વ્યક્ત તરીકે ગણાવ્યા હતા. ભ્રષ્ટાચાર સામે લડવા માટે સત્તા ઉપર આવ્યા હતા પરંતુ મોદી પોતે સૌથી મોટા ભ્રષ્ટાચારી સાબિત થઇRead More


અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી

આતંકવાદી મન્નાન વાની માટે શોકસભા : ૩ વિદ્યાર્થી સસ્પેન્ડ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનના ટોપ કમાન્ડર મન્નાન બશીર વાનીના જનાજાની નમાજ અદા કરવાના પ્રયાસમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે.મન્નાન વાની એએમયુમાં રિસર્ચ સ્કોલર તરીકે હતા અને વચ્ચેના ગાળામાં જ અભ્યાસ છોડીને હિઝબુલ સંગઠનમાં જાડાઇ ગયો હતો. સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરીને બુધવારના દિવસે તેને ઠાર કરી દીધો હતો. મન્નાન ઠાર થયાના અહેવાલ આવ્યા બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેનેડી હોલમાં આશરે ૧૫ વિદ્યાર્થીઓ અકત્રિત થયા હતા. આ વિદ્યાર્થીઓએ નમા અદા કરવાની શરૂઆત કરી હતી. ત્રણેય વિદ્યાર્થીઓએ શિસ્તનો ભંગ કર્યો હતો. નિયમોનો ભંગ કરીને ગેરકાયદે રીતેRead More


નિફ્ટીમાં ૨૩૮ પોઇન્ટની ઉલ્લેખનીય રિકવરી નોંધાઈ ગઈ

શેરબજારમાં રિકવરી : સેંસેક્સ ૭૩૨ પોઇન્ટ સુધરીને બંધ રહ્યો

શેરબજારમાં આજે જારદાર રિકવરી જાવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૭૩૨.૪૩ પોઇન્ટ અથવા તો ૨.૧૫ ટકા તથા નિફ્ટી ૨૩૮ પોઇન્ટ અથવા તો ૨.૩૨ ટકાના ઉછાળા સાથે ક્રમશઃ ૩૪૭૩૪ અને ૧૦૭૭૩ની સપાટીએ બંધ રહ્યા હતા. આ પહેલા ગુરુવારના દિવસે શેરબજારમાં કત્લેઆમની સ્થતિ રહી હતી. અફડાતફડીનો દોર રહ્યો હતો. જા કે, આજે સ્થતિ સારી રહી હતી. દલાલ સ્ટ્રીટમાં ચાલુ સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં સ્થતિ સારી રહી હતી. શેરબજારમાં તેજી સાથે આજે દિવસની શરૂઆત થઇ હતી. બજારમાં એકાએક તેજીનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે, સવારે કારોબાર શરૂ થતાં જ સેંસેક્સમાં ૩૧Read More


સામાન્ય લોકોને કોઇ રાહત મળી રહી નથી

ભાવ વધારો જારી : પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકવાનો દોર અવિરતરીતે જારી રહ્યો છે. આજે સવારે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો હતો. શુક્રવારના દિવસે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૨ પૈસા વધી ગઇ હતી. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં પણ પેટ્રોલની કિંમત ૧૨ પૈસા વધી ગઇ હતી. ડીઝલની કિંમતમાં ૨૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે ઉપયોગ ડિઝલનો કરવામાં આવે છે. ટ્રેક્ટરથી લઇને પંપસેટ તમામમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલની કિંમત વધવાથી આ તમામ ઉપર સીધી અસર થાય તેમ છે. ખેડૂતો ઉપર તેની માઠી અસર થઇRead More


યુવા લોકોને મોટી જવાબદારી સોંપવામાં આવી

યુપીમાં જનાધારને વધારવા કોંગ્રેસ પાર્ટી વધુ સક્રિય થઇ

ત્રણ દશકથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં હવે પોતાની તાકાતને વધારી દેવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધર્યા છે. આ સંદર્ભમાં ઉંડી તપાસ પણ યોગ્ય નેતા માટે ચાલી રહી છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની હાલત ખુબ જ કફોડી બનેલી છે. કોંગ્રેસ પાર્ટી હાલમાં અસ્તત્વ માટેની લડાઈ લડી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ હવે જનાધારને વધારી દેવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આના માટે પાર્ટીની એક ટીમ પ્રતિષ્ઠિત લોકો, સામાન્ય સંગઠનો, વેપારી સંગઠનોની સાથે એનજીઓ અને રાજકીય અભિપ્રાય ધરાવનાર લોકો પાસેથી અભિપ્રાય મેળવ્યા છે. દરેક બૂથ ઉપર આઠ યુવાઓને આના માટે જવાબદારીRead More


દામનગર માટે એસ.ટી.બસની અનિયમિતતા અને તંત્રના શરતો તેમજ નિયમોનો ભંગ કરતુ હોવાની રાવ

દામનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની કચેરી ના ડી સી  અમરેલી પાસે વાર વાર રજૂઆતો કરતા દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારો માટે પૂરતા પ્રમાણ માં એસ ટી રૂટ દોડાવવા ની માંગ. પછી અંતે કંટાળી ને એક પ્રતિનિષ્ઠ વેપારી એ એસ ટી પાસે આર ટી આઈ થી માહિતી માંગી ત્યારે ખબર પડી કે ખોદયો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ બહાર આવી દામનગર શહેરી અને ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે વાર વાર પરિવહન પૂરતા પ્રમાણ માં ફાળવવા ની માંગ પછી પણ તંત્ર એસ ટી બસો કેમ નહિ ફાળવતુંRead More