Main Menu

Sunday, October 14th, 2018

 

ધારીના દેવળા ગામે 30 ફૂટ ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો: વન વિભાગે રેસ્ક્યુ કરી કાઢી બહાર

[wpdevart_youtube]ntweVp0jsMk[/wpdevart_youtube] ધારીના દેવળા ગામે આજે રવિવારે વહેલી સવારે 30 ફૂટ ઉંડા કૂવામાં એક સિંહ ખાબક્યો હતો. આ અંગેની જાણ ગામલોકોને થતા દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ પાંજરા સાથે આવી પહોંચ્યું હતું.   વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહને બહાર કાઢી હતી. સિંહ પાંજરે પૂરાતા જ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેને સારવાર બાદ જંગલમાં છોડાયો હતો


ધાર્મિક કાર્યક્રમોનાં માહોલ વચ્‍ચે મહુવામાં પૂ. મહંતસ્‍વામીએ હરિભકતોને દર્શનનો લાભ આપેલ

પૂજય મહંત સ્‍વામી મહારાજની વિશેષ ઉપસ્‍થિતિમાં મહુવા બી.એ.પપી.એસ. સ્‍વામિનારાયણ મંદિરનાં આંગણે 10 ઓકટોબરથી લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહૃાા છે, ત્‍યારે 1રમી ઓકટોબરને શુક્રવારનાં રોજ ગુરુ પ્રાપ્‍તિ દિને પૂજય મહન્‍ત સ્‍વામી મહારાજે સવારે હરિભકતોને પૂજાદર્શન સાથે આશીર્વાદનો લાભ આપેલ. કિર્તન-ધૂન અને બાળ હરિભકતોનાં ઉત્તમ વિચારો બાદ ઉપસ્‍થિત શ્રોતાજનોને આશીર્વાદરૂપી પ્રેરણા આપતા પૂજય મહંત સ્‍વામીએ જણાવેલ કે એક પુરૂષ થોડી બુઘ્‍ધિ છે છતાં કલ્‍યાણનાં જતનમાં પાછો પડતો નથી અને બીજો પુરૂષ ઘણી બુઘ્‍ધિ હોવા છતાં કલ્‍યાણનાં માર્ગે ચાલતો નથી. માન છે તે ખૂબ ખરાબ છે. માન માણસને પોતાને જ નચાવેછે. માન વ્‍યકિતએRead More


ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા પ્રથમ પાટોત્‍સવની ઉજવણી

ચલાલા – શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા વેદમાતા ગાયત્રી, સરસ્‍વતી માતા લક્ષ્મી માતા, સિઘ્‍ધિ વિનાયક ગણપતિ મહારાજ તથા સોમનાથ મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા પ1 – કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા જીલ્‍લાનાં શ્રેષ્ઠ 6 ડોકટરોને ભભગાયત્રી સેવા એવોર્ડભભથી સન્‍માનીત કરી “પ્રથમ પાટોત્‍સવ”ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ1 – કુંડી ગાયત્રી મહાયજ્ઞનો બહોળી સંખ્‍યામાં યજમાનોએ લાભ લીધો હતો. વેદોકત યજ્ઞ વિધિથી વાતાવરણ દિવ્‍યમય બની ગયુ હતું અને તમામે સંસ્‍થામાં ચાલતી સેવાકીય પ્રવૃતિનાં વેગ માટે વિશેષ આહુતી આપી હતી. ત્‍યાર બાદ પ.પૂ. વલકુબાપુ, પ.પૂ. સદાનંદબાપુ તથાRead More


લોકસભાની ચૂંટણીમાં એક લાખ મતથી વિજય થવો જોઈએ : પરેશ ધાનાણી

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અઘ્‍યક્ષતામાં આજે અમરેલી ખાતે કોંગીજનોની મહત્‍વની બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનલક્ષી, જનતાલક્ષી અને ચૂંટણીલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ તકે વિપક્ષી નેતાએ આક્રમક શૈલીમાં જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો, પશુપાલકો, બેરોજગાર યુવાનો, નાના-મોટા વેપારીઓ, મહિલાઓ સહિત સૌ કોઈ ભાજપ સરકારથી ત્રાહીમામ પોકારી ચુકયા છે. જિલ્‍લામાં અપુરતા વરસાદથી ચિંતાનો માહોલ ઉભો થયો હોય કોંગ્રેસપક્ષનો દરેક કાર્યકર જનતાનાં દુઃખનાં સમયમાં તેની બાજુમાં રહીને હિંમત અને હુંફ આપે. વધુમાં જણાવ્‍યું હતું કે, દર અઠવાડીયે એક દિવસ એક ધારાસભ્‍ય અમરેલી ખાતે ફરજિયાત ઉપસ્‍થિત રહે અનેRead More


ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે.પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ચોરીના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે જરુરી સુચના અને માર્ગદર્શન આપતા પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા તથા અના.એ.એસ.આઇ. બળરામભાઇ પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઇ દાફડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. દિક્ષીતભાઇ રામાણી નાઓ દ્રારા સાવરકુંડલા વિસ્તારમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અને સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૮/૧૭ આઇ.પી.સી.ક.૩૮૦,૪૫૭,૧૧૪ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી ઉસ્માનભાઇ ઉર્ફે ગની ઇકબાલભાઇ ઉર્ફે અબ્બાઉમરભાઇ જુફના -આરબ રહે.સાવરકુંડલા જી.અમરેલી મુળ ગામ-ધોરાજી તા.જી.રાજકોટ વાળાનેRead More


આકાશેથી ઉતરી રે ભોળી ભવાનીમાં ને સાર્થક કરતું શિવશક્તિ ગરબી મંડળ હંસ વાહીનીમાં સવાર થઈ પુષ્પ વૃષ્ટિ કરતા ભોળી ભવાનીના દર્શન માટે ભાવિકોની ભીડ

લાઠી શહેર માં દરબારી ચોક રામજી મંદિર ખાતે શિવશક્તિ ગરવી મંડળ ની દર્શનીય નવરાત્રી જોવા ભારે ભીડ . વર્ષો  થી ગરબા ગવાય છે  આકાશે થી ઉતર્યા ભોળી ભવાની માં ને હકીકત આકાશે થી ઉતરી પુષ્પ વૃષ્ટિ કરી હંસ વાહીની ભોળી ભવાની ના દર્શન કરવા શહેર ભર માં થી ખૂબ મોટી સંખ્યા માં ભાવિકો ઉમટી પડ્યા હતા . દરબારી ચોક શિવશક્તિ ગરબી મંડળ ના દરેક ફ્લોટ આકર્ષણ નું કેન્દ્ર રોજ અલગ અલગ થીમ દ્વારા શક્તિ પર્વ નવરાત્રી ને નાવીન્ય પૂર્ણ રીતે ઉજવતા.  દર્શનાર્થીઓ ની ભારે ભીડ હંસ વાહીની માં સવાર થઈ ભોળીRead More