Main Menu

Monday, October 15th, 2018

 

રાજસ્થાન વિધાનસભાની ચુંટણીમાં પ્રતાપગઢ અને ધારિવાદ વિધાનસભા સીટમાં અમરેલી જિલ્લામાથી આગેવાનોને જવાબદારી સોપાઈ

આગામી દિવસોમાં રાજસ્થાન વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપને રાજસ્થાનની પ્રતાપગઢ અને ધારિવાદ વિધાનસભા સીટના પ્રચાર પ્રસાર માટે અમરેલી જિલ્લામાથી જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુર હિરપરાને જવાબદારી સોપાઈ છે. રાજસ્થાન ચુંટણી અંતર્ગત પ્રતાપગઢ વિધાનસભાના ધારાસભ્ય અને રાજસ્થાન રાજીના કેબિનેટ મંત્રી નંદલાલ મીણાજી, જિલ્લા ભાજપ પ્રમુખ ધનરાજ શર્મા જિલ્લા નાગર પરિષદ પ્રમુખ કમલેશ દોશી તેમજ જિલ્લા મીડિયા સેલના મહેશજી શર્મા અને વિધાનસભા સીટમાં આવતા તમામ મંડળના પ્રમુખ મહામંત્રીઓ સાથે મુલાકાત કરી અને સાથે આ બંને વિધાનસભા સીટની સ્થિતિ તથા સંગઠન બાબત સમીક્ષા કરી


ભાવનગર,અમરેલી,દેવભૂમિ દ્વારકા ,પોરબંદર,જામનગર,જૂનાગઢ શહેર જિલ્લા શક્તિ પ્રોજેક્ટના પ્રભારી તરીકે સંજયસિંહ ગોહિલ(માલપર)ની વરણી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ આદરણીયશ્રી રાહુલ ગાંધી દ્વારા પ્રેરિત ‘શક્તિ’ પ્રોજેક્ટ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિર્ધારિત કરેલ લક્ષ્યાંક પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 2જા નંબરે અને ભાવનગર શહેર જિલ્લામાં 1નંબરે કાર્યકર્તાઓના રજીસ્ટ્રેશન કરાવ્યા તે બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમીત ચાવડા દ્વારા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના  સહમંત્રી તરીકે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયસિંહ ગોહિલ(માલપર) ની વરણી થવા બદલ સાથે ભાવનગર જિલ્લા,અમરેલી જિલ્લા,દેવભૂમિ દ્વારકા ,પોરબંદર જિલ્લા,જામનગર શહેર જિલ્લા,જૂનાગઢ શહેર જિલ્લા, શક્તિ પ્રોજેક્ટના પ્રભારી તરીકે નિયુક્તિ થવા બદલખૂબ ખૂબ અભિનંદન


અમરેલીમાં ગટર પાઇપ લાઇનના કામના કારણે રસ્તાઓ ખોદી નાખતા હાલાકી : વિરજીભાઇ ઠુંમર

લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે અમરેલી કલેકટરશ્રીને પત્ર પાઠવીને અમરેલીના રસ્તાનો પ્રશ્ન ફરિયાદ સંકલન સમિતિમાં લઇને તાત્કાલીક નિવેડો લાવવા  માંગણી કરી છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, અમરેલીમાં ગટર પાઇપલાઇન નાખવાના કારણે મોટા ભાગના મેઇન રસ્તાઓ ખોદી નાખેલ છે. શહેરીજનો વાહનચાલકો  ભારે અગવડતા અકિલા અનુભવી રહ્યા છે.જાહેર જીવનના વ્યકિત તરીકે અમે પણ પરેશાન છીએ. શહેરમાંથી બહાર જવા માટે ટાવર રોડથી સ્ટેશન રોડ તરફ જતા  મોટાભાગના રસ્તા તોડી નાખેલ છે. ટુ વ્હીલર, રીક્ષાઓના અકસ્માત થાય છે. શાકભાજી  લેવા કે રોજીંદી ખરીદી કરવા માટે મહિલાઓ પરેશાની અનુભવી  રહ્યા છે. આડેધડ પાર્કિંગના કારણેRead More


કોમી એકતાના હિમાયતી સૈયદ દિલાવરબાપુ ચિશ્તી જન્નતનશીન

અમરેલીના પીરે તરિકત, ચિરાગે ગુજરાત, સૈયદ દિલવાર બાપુ ચિસ્તી બંદાનવાજીનું શનિવાર રાત્રીના અમદાવાદ ખાતે ઇન્તેકાલ થતા જન્નતનશીન થયા હતા સૈયદ દિલાવરબાપુ ચિસ્તી  છેલ્લા એકાદ મહિનાથી સારવાર હેઠળ હતા ઇન્તેકાલ થવાના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ હિન્દૂ સમાજમાં શોક અને દુઃખ વ્યાપી જવા પામ્યું  હતું. ગુજરાત અકિલા તેમજ દેશના અનેક રાજયોમાં અને વિદેશમાં દિલાવરબાપુના ચાહકોનો બહોળો વર્ગ છે, કોમના રહેબર અને હિન્દૂ મુસ્લિમ કોમના હિમાયતી  એવા દિલાવરબાપુએ લાખો દુઃખીઓના દુઃખ દૂર કર્યા હતા દિલાવરબાપુએ દરેક લોકો અકીલા માટે ખિદમત કરવાનો અને ઓલિયાનું જીવન જીવવાનો ધ્યેય બનાવી  લીધો હતો, દિલાવરબાપુએRead More


બગસરામાં એશિયાઇ સિંહોની રક્ષા માટે પ્રાર્થના રાસ : શ્રી ગીગેવ રાસ મંડળની બાળાઓ દ્વારા સિંહને બચાવવા માતાજીને પ્રાર્થના

નવરાત્રી એટલે માતાજીના આરાધનાનુ પર્વ મા અંબે માઁનુંઙ્ગ વાહન ગણાતા સિંહ હમણાં થોડા સમયથી અકાળે અવસાન પામી રહ્યા છે. વાયરસને કારણે તાજેતરમાં જ અનેક સિંહોના  મૃત્યુ થયા છે ત્યારે બગસરાની શ્રી આપાગીગાની જગ્યામાં બાળાઓ દ્વારા સિંહના મોરા પેરીને માતાજીના વાહક એવા સિંહની રક્ષા માટે માતાજીને પ્રાર્થના  કરી હતી  અને હવે ગુજરાતના ગૌરવ સમાન એશીયાઇ કોઇ સિંહ નું અવસાન નઙ્ગ થાય તેવી માતાજી પાસે પ્રાર્થના કરી હતી. આ તકે આપાગીગાની જગ્યાના  મહંત જેરામબાપુ , કોઠારી હરીબાપુ, રાજુભાઈ માંડવીયા, નયનાબેન મકવાણા, ડો.  સોરઠીયા, ડો.સુમરા, મુકેશભાઈ, સંજયભાઈ વ્યાસ, પ્રકાશભાઈ ચૌહાણ  દ્વારા બાળાઓના આRead More


વડોદરા અને રાજકોટનું યુવાધન ગરબે ઘુમ્યું…

ચોથા નોરતે વડોદરા અને રાજકોટનું યુવાઘન મનભરીને ગરબે ઘૂમ્યું હતું. વડોદરા શહેરના યુનાઇટેડ વે, વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ સહિતના ગરબા ગ્રાઉન્ડ પર યુવાઓમાં તરવરાટ જોવા મળ્યો હતો. વડોદરાના ગરબા ગ્રાઉન્ડ્‌સ પર લાખો ખેલૈયાઓ ઉમટી પડ્‌યા હતા. અને માની આરાધનાની સાથે સાથે ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ રાજકોટીયન ગર્લ્સનો અનોખો જ અંદાજ જોવા મળ્યો હતો અને ગરબાની સાથોસાથ સેલ્ફીનો આનંદ ઉઠાવ્યો હતો.


લાઠી શહેર માં ભારતીય કિસાન સંધ દ્વારા મામલતદાર શ્રી મણાત સાહેબ ને આવેદન પત્ર પાઠવી ત્રીસ થી વધુ માંગ કરાય

લાઠી ભારતીય કિસાન સંધ દ્વારા લાઠી તાલુકા મામલતદાર શ્રી મણાત સાહેબ ને આવેદન પત્ર પાઠવી ત્રીસ થી વધુ માંગણી કરી હતી. ત્રીસ થી વધુ માંગ સાથે લાઠી તાલુકા ને ત્વરિત અછત ગ્રસ્ત જાહેર કરવા ખેડૂતો ને ક્રોપકટીંગ સર્વે માં સાથે રાખવા રાજસ્થાન સરકાર જેમ વીજ ફ્રી માફી દરમાસ ખેડૂતો ને પાંચ હજાર પેનશન આપવું પાકરક્ષણ માટે જરૂરી સવલતો પાણી અને ઘાસચારો ની ત્વરિત વ્યવસ્થા કરવી ટેક્ટર પર નો ટેક્સ નાબૂદ કરવો સવા લાખ ખેડૂતો પર થયેલ વીજ ચોરી લોડ વધારા કેસ રદ કરી વીજ ચેકિંગ માં બદલાવ કરવા માર્કેટ યાર્ડRead More


યોગ-ગરબાનો સુભગ સમન્વય

આજકાલ યુવા વર્ગમાં અવનવા ટ્રેન્ડનો દૌર ચાલ્યો છે ત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોને ભારતની અર્વાચીન સંસ્કૃતિ યોગાનું ભારે ઘેલુ લાગ્યું છે. લોકોનો વધુને વધુ જુકાવ લગાવ યોગ તરફ વધી રહ્યો છે ત્યારે ભાવેણાની પુત્રી યોગા ક્વીન અને યોગ ક્ષેત્રે વિશ્વ ફલક પર ભારત વર્ષનું નામ ગુંજતું કરનારી જાનવી મહેતાએ નવરાત્રિ મહોત્સવને યોગા સાથે જોડી ભારતની બે આર્ય સંસ્કૃતિને એક તાંતણે જોડી છે. શહેરના ઈસ્કોન ક્લબ ખાતે ચાલી રહેલ નવરાત્રિ મહોત્સવમાં જાનવીએ યોગ મુદ્દા સાથે ગરબા-દિવડા સાથે સુંદર યોગ કૃતિ રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.


રાજુલાના ગોકુલનગર ખાતે નવરાત્રિ રાસગરબાનો પ્રારંભ

રાજુલાના ગોકુલનગર પાર્ટી પ્લોટમાં છેલ્લા ૬ વર્ષથી માત્ર મહિલા, બહેન, દિકરીઓ દ્વારા ઉજવાઈ રહેલ જય માતાજી યુવા ગ્રુપ આયોજીત નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મુકવા દિપ પ્રાગટ્ય માટે વાવડી મહંત બાબભાઈ બાપુ, ચાંદલીયા ડાંગરના મહંત લવકુશ મુનીબાપુ તેમજ હીરાભાઈ સોલંકી દ્વારા દિપ પ્રાગટ્ય અને મા જગદંબાની મહાઆરતી સાથે શુભારંભ કરાયો. જેમાં શહેર અને રાજુલા જાફરાબાદના આગેવાનો સ્વાઈન એનર્જી હેડ ધાધલ, ત્રિવેદી, બી.કે. સિંગ સીન્ટેક્સની તેમજ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરા, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, મહેન્દ્રભાઈ ધાખડા, સાગરભાઈ સરવૈયા, બ્રહ્મસમાજ પ્રમુખ ભાનુભાઈ, ચિરાગ જોશી તેમજ બ્રહ્મસમાજ તેમજ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોRead More


ચોરાઉ મોટરસાયકલો સાથે કરચલીયાપરાના શખ્સો જબ્બે

શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા શખ્સો ચોરાઉ મોટરસાયકલ સાથે પ્રભુદાસ તળાવ પાસેથી નિકળવાની પૂર્વ બાતમી આધારે ઘોઘારોડ પોલીસે શખ્સોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જી.કે.ઇશરાણીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડિ.સ્ટાફ પો.સબ.ઇન્સ એમ.એમ.મુનશી, હેડ કોન્સ. યોગભા જાડેજા, પો.કોન્સ કિર્તીસિંહ રાણા, ખેગારસિંહ ગોહિલ, ફારૂકભાઇ મહીડા, મહેશભાઇ હેમુભાઇ, વનરાજસિંહ પરમાર, કાળુભાઇ મેરાભાઇ એમ પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ કોન્સ. ફારૂકભાઇ મહીડા તથા પોલીસ કોન્સ. ખેંગારસિંહ ગોહિલને મળેલ અંગત બાતમી માહીતી આધારે રૂવાપરી ચોકથી પ્રભુદાસ તળાવ તરફ બે વાહન ચોર નિકળવાના હોય, જે બાતમી આધારે દેવાંગ ઉર્ફે દેવ ઉર્ફે દેવોRead More