Main Menu

Wednesday, October 17th, 2018

 

અમરેલી જીલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી દારૂ બનાવવાની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડી કાયદાનો અહેસાસ કરાવતી અમરેલી પોલીસ

 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓ દ્વારા સમાજમાંથી દેશી દારૂની બદી નેસ્તી નાબુદ કરવા દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી દારૂ ગાળવાની (બનાવવાની) પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી દારૂનું ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ બંધ કરાવવા દેશી દારૂની ભઠ્ઠીઓ અંગે સ્પેશ્યલ ડ્રાઇવ ગોઠવી ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૧૬/૧૦/૨૦૧૮નાં વહેલી સવારે ક.૪/૦૦ થી ક.૯/૦૦ દરમ્યાન અમરેલી જીલ્લા પોલીસ દ્વારા અમરેલી જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દારૂ બનાવવાની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર રેઇડો કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથRead More


શિહોર પ્રાંત કચેરીના મીટીંગ હોલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને એક્તા યાત્રાની બેઠક યોજાઇ

ભારતના પનોતા પુત્ર અને એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને યથોચિત ભાવાંજલિ આપવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા.૩૧/૧૦/૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ કરનાર છે. આ પૂર્વે સમગ્ર ગુજરાતમાં એકતાયાત્રા નીકળવાની હોઇ તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ફેઝ-૧ તા.૨૦/૧૦/૨૦૧૮ થી તા.૨૯/૧૦/૨૦૧૮ તેમજ ફેઝ-૨ તા.૧૫/૧૧/૨૦૧૮ થી તા.૨૪/૧૧/૨૦૧૮ દરમિયાન ભવ્ય એકતા યાત્રાના આયોજનમાં કોઇ કચાસ ન રહે તે માટે નોડલ અધિકારીઓ અને રાજકીય આગેવાનો સાથે શિહોર પ્રાંત કચેરીના મીટીંગ હોલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. એકતાયાત્રાનાRead More


ધોની ૩૨૭ મેચોમાં ૨૧૭ છગ્ગા ફટકારી ચુક્યા

વનડે ધોનીએ સૌથી વધારે છગ્ગા ભારત વતી લગાવ્યા

હિટમેનના નામથી લોકપ્રિય અને વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી ચુકેલો રોહિત શર્મા કેટલાક રેકોર્ડ પોતાના નામ પર ધરાવે છે. તેના રેકોર્ડને તોડવાની બાબત પણ સરળ દેખાતી નથી. રોહિત શર્માને હજુ પણ કેટલાક રેકોર્ડ કરવાની તક રહેલી છે. છગ્ગા મારવાના મામલે તે હવે ગાંગુલ અને સચિન તેન્ડુલકરને પાછળ છોડી શકે છે. રોહિત શર્માએ હજુ સુધી વનડે ક્રિકેટમાં ૧૮૮ મેચોમાં ૧૮૬ છગ્ગા લગાવ્યા છે. સચિન તેન્ડુલકરના ૧૯૫ અને સૌરવ ગાંગુલીના ૧૯૦ છગ્ગા ફટકારી દેવાના રેકોર્ડને તે વર્તમાન વેસ્ટેન્ડીઝની સામેની શ્રેણીમાં તોડી શકે છે. તે હાલમાં જારદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિતRead More


૨૧ ઓક્ટોબરના દિવસે વેસ્ટેન્ડીઝ સામે પ્રથમ વનડે

 ક્રિકેટમાં વિરાટ કોહલી ૧૦ હજારની સિદ્ધી મેળવશે

ભારત અને વેસ્ટેન્ડીઝ વચ્ચે ૨૧મી ઓક્ટોબરના દિવસથી પાંચ વન ડે મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ શ્રેણીમાં ભારતીય સ્ટાર ખેલાડીઓને કેટલીક વ્યક્તીગત સિદ્ધીઓ હાંસલ કરવાની તક રહેલી છે. કેરેબિયન ટીમ સામે વન ડે શ્રેણીને લઇને ભારે રોમાંચક જાવા મળે છે. પાંચ વનડે મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. પ્રથમ ક્રમાંકિત ખેલાડી વિરાટ કોહલીને વનડે ક્રિકેટમાં દસ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. કોહલીએ હજુ સુધી ૨૧૧ વનડે મેચોમાં ૫૮.૨૦ રનની સરેરાશ સાથે ૯૭૭૯ રન કર્યા છે. તેને ૧૦ હજાર રનની સિદ્ધી સુધી પહોંચવા માટેRead More


રાજુલા તાલુકાના ડોળિયા ગામે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ક્રોપ કટીંગની કામગીરીનું નિરીક્ષણ અને ખેડૂતોના પ્રશ્નો અંગે  મુલાકાત લીધી

હાલમાં  પ્રધાનમંત્રી ફસલ વીમા કંપનીના અધિકારીઓ તથા સરકારી અધિકારીઓ દ્વારા ક્રોપ કટીંગ ની કામગીરી ચાલુ કરવામાં આવી છે ગયા વર્ષ રાજુલા જાફરાબાદ તાલુકાના ખેડૂતો ને પાક વિમામાં અન્યાય થયો હતો આથી હવે ફરી થી રાજુલા વિધાનસભાના ખેડૂતોને પાક વિમામાં અન્યાયના થાય તે માટે રાજુલાનાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ખેડૂતો નાં ખેતરોમાં ચાલી રહેલ ક્રોપ કટીંગની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોને અન્યાય ના થાય તે માટે સરકારી અધિકારીઓ અને વીમા કંપનીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ક્રોપ કટીંગ ની કામગીરીમાં કોઈ ખેડૂતોને અન્યાય ના અને આ વર્ષે થયેલા નબળાRead More


અમરેલી શહેરના બીસ્માર રસ્તાઓના કારણે ઉડતી ધુળની ડમરીઓ સામે વિરોધ નોંધાવવા વાહન ચાલકોને માસ્ક વિતરણ

જાણીતા આરટીઆઇ એક્ટીવીસ્ટ નાથાલાલ સુખડીયા દ્વારા આજે અમરેલી શહેરના રાજકમલ ચોકમાં રાહદારીઓ અને વાહન ચાલકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યુ. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કામ ચાલુ હોઈ લગભગ તમામ રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. વળી,ગટરનું કામકાજ પુર્ણ થયા બાદ પણ રસ્તાઓ ફરી બનાવવાની તકેદારી રાખવામાં આવી ન હોવાથી હાલ શહેરના તમામ માર્ગો ઉપર સતત ધુળની ડમરીઓનું સામ્રાજ્ય છવાઈ ગયુ છે. સાંજના સમયે તો વાહન ચાલકો માટે વીઝીબીલીટી પણ સાવ ઓછી થઈ જતી જોવા મળે છે.આ ઉપરાંત, ૠતુઓનો સંધીકાળ ચાલી રહ્યો છે અને તાવ-શરદી-સ્વાઈન ફ્લુના કેસોમાં ઉત્તરોતરRead More


અમરેલી જિલ્લાના લાઠી ગામે મહાવીર નગરમાં થયેલ છેતરપીંડી તથા ઠગાઇનો ભેદ ઉકેલતી લાઠી પોલીસ

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબશ્રીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.શ્રી બી એમ દેસાઇ સાહેબ તથા ડી વાય એસ પી શ્રી એલ બી મોણપરા સા નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સંબંધી ગુન્હાઓ ના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે લાઠી પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ડી.એ.તુવર તથા તેઓની ટીમ જેમા હેડ કોન્સ શક્તિસિંહ કે. ગોહીલ તથા પો.કોન્સ. સાગરભાઇ ડી. ભટ્ટ તથા પો.કોન્સ. કુલદીપભાઇ એન. ગરૈયા તથા પો.કોન્સ. નીલેષભાઇ ગરણીયા તથા વુ.પો.કોન્સ કીંજલબેન પી. બારડ વિગેરે લાઠી પોલીસ સ્ટેશન ની ટીમએRead More


સાવરકુંડલા બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે પ.પૂ. મહંત સ્‍વામી પધાર્યા

સાવરકુંડલા શહેરનાં મહુવા રોડ ખાતે આવેલ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે બી.એ.પી.એસ.નાં વડા પ્રાણ પ્‍યારા ગુરૂહરિ મહંત સ્‍વામી મહારાજે ભગવાનનાં દર્શન કર્યા હતા આ તકે મોટી સંખ્‍યામાં સત્‍સંગી ભાઈઓ બહેનો મહંત સ્‍વામીનાં દર્શન કરવા ઉપસ્‍થિત રહૃાા હતા તથા મંદિરને લાઈટીંગ, ફુલહાર અને પુષ્‍પોથી શણગાર કરવામાં આવ્‍યો હતો


વીજપડીની દેના બેંકમાં અજાણ્‍યા તસ્‍કરોએ ચોરી કરવાની કરી કોશીષ

બેંકની ગ્રીલ તથા શટરનાં તાળા તોડી પ્રવેશ કર્યો અમરેલીની એસબીઆઈ ની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્‍યાં સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ દેનાબેંકમાં તા.1પના સાંજથી તા.16 સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ દેના બેંકની ગ્રીલ તથા શટરના તાળા તોડી બેંકમાં પ્રવેશ કરી કબાટ તથા ટેબલનો સરસામાન વેરવિખેર કરી ચોરી કરવાનો નિષ્‍ફળ પ્રયાસ કર્યાની ફરિયાદ આ દેના બેંકના મેનેજર અભિષેકભાઈએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.


આગામી શનિવારથી રથયાત્રાનો દબદબાભેર ભવ્‍યાતિભવ્‍ય પ્રારંભ કરાશે

પ્રભારીઓની એક અગત્‍યની બેઠક જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરના અઘ્‍યક્ષસ્‍થાને મળી હતી. જેમાં આગામી દિવસોમાં અમરેલી જિલ્‍લામાં ફરનાર સરદાર પટેલની સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી યાત્રા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી યાત્રા અમરેલી જિલ્‍લામાં સફળ બને તે માટે જિલ્‍લા ભાજપનાં મહામંત્રી રવુભાઈ ખુમાણને યાત્રાની સઘળી જવાબદારીઓ ઈન્‍ચાર્જ તરીકે આપવામાં આવી છે. વ્‍યવસ્‍થા ઈન્‍ચાર્જ તરીકે કૌશીક વેકરીયા અને જીતુભાઈ ડેરને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્‍લા ભાજપના મહામંત્રી અને ઈન્‍ચાર્જ રવુભાઈ ખુમાણે જણાવ્‍યું હતુ કે, અખંડ ભારતના શીલ્‍પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઈ પટેલે પ6ર જેટલા દેશી રજવાડાઓનું એકત્રીકરણRead More