Main Menu

Sunday, October 21st, 2018

 

સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટિંબી ના મંત્રી બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીજી મહારાજ ના દર્શનાર્થ

સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ,ટિંબી ગઢડા મુકામે તા.19.10.2018, શુક્રવાર રોજ બીએપીએસ સંસ્થાના વડા પરમ વંદનીય પૂજયશ્રી મહંત સ્વામીજી મહારાજ ના દર્શનાર્થ સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટિંબી ના મંત્રી શ્રી બી. એલ રાજપરા ગયા હતા. પ .પૂજ્ય સ્વામીશ્રી સાથે તેઓનો પરિચય ગઢડા બીએપીએસ મંદિરના કોઠારી સ્વામીશ્રી અદ્યાત્મસ્વરૂપદાસજી એ કરાવી બ્ર.પ.પૂ.સદગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષનંદ સરસ્વતીજી મહારાજના પ્રેરણા અને આશીર્વાદથી તદ્દન વિનામૂલ્ય સારવાર આપતી સ્વામીશ્રી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ. ટિંબીમાં ચાલતા આરોગ્યલક્ષી સેવાકાર્ય અંગે વિસ્તૃત માહિતી આપેલ આ સેવાકાર્યની માહિતી જાણીને પ.પૂ.મહંત સ્વામી મહારાજશ્રી એ ખુબજ પ્રસન્ન્તા વ્યક્ત કરીને આશીર્વાદ આપ્યા હતા


કેવું રહશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]mUIro5Azc2o[/wpdevart_youtube]


શિક્ષણમાં રાજકારણની જરૂર છે ,કે રાજકારણમાં શિક્ષણની

જાતભાતના અભિમાનો અને ઈતરકર્યામાં સરકારી શીક્ષકોને જોતરવાનું બંધ કરો પછી જુવો પરિણામ ભણીગણીને માણસ બને તે મૂળભૂત હેતુ શિક્ષણનો રહેલો છે અર્થાત કેળવણી મળે તે જરૂરી છે પણ આજે કશુક ગડબડ થઈ ગઈ છે, ગડબડ કરાવાઈ રહ્યું છે તેવું લાગે છે ..કારણ કે કેળવણી વિહીન વ્યક્તિઓ શિક્ષણનો દોરી સંસાર કરી રહ્યા છે શિક્ષણનું ખરું કાન શું હોવું જોઇયે તે અંગે ચિંતક સાહિત્યકાર અને શિક્ષણ માટે સમર્પિત રહેલા શ્રી મનુભાઈ પંચોળી દશેક કહે છે ..ભણાવવું એટલે શું ભણાવવું એટલે જ્ઞાન આપવું એ સાથે મરદાનગી આપવી. આજે શિક્ષણનું મૂખ્ય કામ અન્યાય સામેRead More


ઈશ્વરિયામાં માતાજીનો હવન

રવિવાર તા.૨૧/૧૦/૨૦૧૮ ઈશ્વરિયા શ્રી ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા ખાંડિયા કોઠાવાળી ખોડીયાર માતાજીના ચોકમાં નવરાત્રી દરમ્યાન ગરબા યોજાયા હતા, જેમાં હિંદુ ,મુસ્લિમ બહેનો જોડાઈ હતી. દશેરાએ ઇનામ વિતરણ બાદ માતાજીનો હવાન યોજાયો હતો.


અલ્ટોકારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેર-ફેર તેમજ ધારી તાલુકાના ખોખરા મહાદેવ સામે આવેલ વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી

*પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લામાંથી પ્રોહિબીશનની બદીને સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ રેઇડો કરવા અને તેમના વિરૂધ્ધ  કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે ગઇ કાલ તા.૨૦/૧૦/૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલાની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ ધારી પો.સ્ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે મયુર નારાયણભાઇ રૈયાણી, રહે.ઉના વાળો પોતાની અલ્ટો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ખાંભા તરફથી આવે છે અને ધારીમાંથી નીકળનાર છે તેવી ચોક્કસ બાતમી મળતાં ધારીRead More


ચોરાઉ મોબાઇલ ફોન નંગ-૮ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. બાવકુદાન કુંચાલાને મળેલ બાતમી આધારે રંઘોળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી ભરતભાઇ ઉર્ફે મોરલો બાલાભાઇ પરમાર ઉ.વ.૨૩ રહેવાસી રંઘોળા ગામ, તા.ઉમરાળા જી.ભાવનગર વાળાને જુદી જુદી કંપનીના શંકાસ્પદ/ચોરાઉ મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ. ૨૬,૫૦૦/- સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરીRead More


તલગાજરડામાં ઐતિહાસિક રામકથાનું આયોજન

તલગાજરડા ની પવિત્ર તીર્થ ભૂમિ પર આગામી ૨૭ તારીખ થી આરંભાઈ રહેલી રામકથા “માનસ-ત્રીભુવન – ૨ ની જબરદસ્ત પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. કથા સ્થળ પર શ્રાવકો માટે સુંદર વ્યવસ્થા જળવાય અને સુખપૂર્વક કથા શ્રવણ થઈ શકે તે માટે ૩૧ સમિતિઓનાં ૨૫૦૦ સ્વયંસેવકો સ્વયંભૂ ઉત્સાહ સાથે વ્યવસ્થાને આખરી ઓપ આપી રહ્યા છે. આજે કથાના મીડિયા કન્વીનર  બાબુભાઈ રામે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કથાની પૂર્વ સંધ્યાએ તારીખ ૨૬/૧૦ ના રોજ સાંજે સાડા પાંચ કલાકે “સાધુ – બ્રહ્મ સમાજ ચોર્યાસી નું ભવ્ય અયોજન છે. મહુવા શહેર અને તાલુકા ના તમામ ગોળRead More


જવાહર મેદાનમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહન

શહેરના જવાહરમેદાનમાં આજે દશેરા નિમિત્તે સિંધી સમાજ ભાવનગર નવરાત્રી- દશેરા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતાં. રાવણ દહનના કાર્યક્રમ પુર્વ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મેયર મનભા મોરી, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભરતસિંહ ગોહિલ, કોંગ્રેસના શહેર પ્રમુખ રાજેશ જોષી તેમજ સિંધી સમાજના ધર્મગુરૂ ભાઈસાહેબ દિપકકુમાર તથા સિંધી સમાજના આગેવાનો સહિતના હસ્તે મેઘનાદ, કુંકર્ણ અને રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહનનો કાર્યક્રમને નિહાળવા હજારો લોકો ઉમટી પડ્યા હતાં.


સુરતમાં થયેલા હત્યામાં વોન્ટેડ દુધાળા ગામનો શખ્સ ઝડપાયો

સુરતના કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા બહુચર્ચીત ગૌત્તમ ઉર્ફે ગોલ્ડનની હત્યાના ગુનામાં વોન્ટેડ દુધાળા ગામના શખ્સને ગારિયાધાર પોલીસે ડમરાળા ગામેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.  ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.સબ ઇન્સ.આર.એચ.બાર, પો.કો.દિલીપભાઇ ખાચર,  પો.કો.શકિતસિંહ સરવૈયા, પો.કો.મયુરસિંહ ગોહિલ, જીતેન્દ્રભાઇ ડાંગર, વિજયભાઇ એમ મકવાણા, વિ.પોલીસ સ્ટાફનાં માણસો ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પીએસઆઈ આર.એચ.બાર.સા, પો.કો.શકિતસિંહ સરવૈયા, પો.કો.દિલીપભાઇ ખાચરને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે  સુરત રૂરલમાં આવેલ કામરેજ  પોલીસ સ્ટેશનનાં બહું ચર્ચિત કેસ ગૌતમ ઉર્ફે ગોલ્ડન ગોયાણીનાં મડઁરનાં ગુન્હામાં મોસ્ટ વોન્ટેડ નાસતો ફરતો આરોપી જયદિપભાઇ મનુભાઇ ભાલાળા જા.પટેલ ઉ.વર્ષ.૨૬,ધંધો હિરાRead More


અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લિ  દ્વારા

પ્રધાનમંત્રી  સુરક્ષા વીમા યોજના અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ની ક્રાંકચ શાખા મારફત ભભપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાભભ વાષિક પ્રીમિયમ રૂા.1ર માં જોડાયેલ ક્રાંકચ ગામનાં સભાસદ સ્‍વ. દુલાભાઈ છગનભાઈ ઝાલાવાડીયાનું અવસાન થયેલ. જેની વીમા કલેઈમની રકમ રૂા.ર,00,000 મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ ક્રાંકચ મુકામે રાખવામાં આવેલ હતો. વીમા કલેઈમનાં રકમનાંચેકનું વિતરણ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ના વાઈસ ચેરમેન અરૂણભાઈ એમ. પટેલ તેમજ બેંકનાં જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયા, એડીશનલ જનરલ મેનેજર એ. બી. ગોંડલીયાનાં વરદ હસ્‍તે તેમના વારસદાર ભદ્રેશભાઈ દુલાભાઈ ઝાલાવાડીયાને કરવામાં આવેલ. આ કાર્યક્રમના પ્રારંભમાં ક્રાંકચ શાખાનાં કર્મચારી એચ. બી. બંધીયાએ સ્‍વાગતRead More