Main Menu

November, 2018

 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા ભાવનગર અનિરુદ્ધસિંહજી ગોહિલ ના રંગોલીપાર્ક રિસોર્ટ ની મુલાકાતે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા ભાવનગર  અનિરુદ્ધસિંહજી ગોહિલ ના રંગોલીપાર્ક રિસોર્ટ ની મુલાકાતે સાથે મહાનગર પાલિકા વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ ગોહિલ,પ્રદેશ મંત્રી લાલભા ગોહિલ,ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ,પશ્ચિમ વિધાનસભા  યુવા કૉંગ્રેસના પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ,જીતેન્દ્રભાઈ બાલધીયા,કેતનસિંહ ગોહિલ,દિવ્યજીત સોલંકી,રવીરાજસિંહ ગોહિલ,સહિત અગ્રણીઓ….


દામનગર સીનયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ ને ભવ્ય સફળતા મળી

દામનગર શહેર ના  સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો સંપૂર્ણ મફત આંખ ને લગતી તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ કેમ્પ માં ૨૦૦ દર્દી નારાયણો ની તપાસ કરાય હતી ૪૦ જેટલા મોતિયા ના દર્દી નારાયણો ને નેત્રમણી આરોપણ માટે રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ ની હોસ્પિટલ લઈ જવા માં આવ્યા દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા દર માસે ત્રીજા બુધવારે યોજાતા નેત્રયજ્ઞ માં જરૂરિયાદ મંદ દર્દી ઓ માટે આશીર્વાદ રૂપ છે દામનગર શહેર ના શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટRead More


બે માસ અગાઉ અમરેલી શહેરમાં થયેલ હત્યાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી

ગઇ તા.૦૧/૧૦/૨૦૧૮ નાં રોજ અમરેલી શહેરમાં રહેતા મહેશભાઇ રામજીભાઇ ઝાલા રહે.અમરેલી વાળાની છરીનાં ઘા મારી હત્‍યા નિપજાવેલ હોય, અને આ કામે આરોપી તરીકે (૧) ચિરાગ ગીજુભાઇ ઠાકર (૨) રણજીત ફતેસિંગ મોરી (૩) વનરાજ બાબુભાઇ ધાધલ રહે. ત્રણેય અમરેલી વાળાઓનાં નામ ખુલેલ હતા. સદરહું બનાવ અનુસંધાને શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ સદરહું ગુન્‍હાની ગંભીરતાને ધ્યાને લઇ સદરહું ગુન્‍હાની તપાસ શ્રી.એલ.બી.મોણપરા, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગનાઓને સોંપેલ તેમજ સદરહું આરોપીઓને પકડી પાડવા માટે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા, અમરેલી એસ.ઓ.જી.ના પો.સબ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પેરોલ ફર્લો સ્‍કોડ અમરેલી તેમજRead More


ડિસેમ્બર એફએન્ડઓ સિરિઝના પ્રથમ દિવસે ફ્લેટ કારોબાર

આઈટી અને ફાર્મા શેરમાં લેવાલી વચ્ચે સેંસેક્સ-નિફ્ટીમાં રિકવરી

શેરબજારમાં આજે કારોબારના અંતે રિકવરીનો દોર યથાવત રહ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ ૨૪ પોઈન્ટ ઉછળીને ૩૬૧૯૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮ પોઈન્ટ ઉછળીને ૧૦૮૭૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૦.૬ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૦૩૯ રહી હતી. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૪૨૭ નોંધાઈ હતી. મૂડીરોકાણકારો માઈક્ર ઈકોનોમિક ડેટાને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે. ફિઝકલ ડેફિસીટ અને કોર સેકેટરના ગ્રોથને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે. બીજી બાજુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની પ્રમુખ સી જિનપિંગ વચ્ચેની બેઠકમાં જી સમિટના ભાગરૂપેRead More


છ વર્ષમાં ૪૫ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો

ભારતભરમાં ૬૦૦૦૦થી વધુ પેટ્રોલ પંપ છે રિપોર્ટ

છેલ્લા સાત વર્ષના ગાળામાં પેટ્રોલ પંપની સંખ્યામાં દેશમાં ૪૫ ટકાથી વધુનો નોંધપાત્ર વધારો થયો છે જે વિશ્વમાં સૌથી ઉંચો ગ્રોથરેટ હોવાની વિગત સપાટી ઉપર આવી છે. જાહેર અને ખાનગી સેક્ટરની કંપનીઓ પણ આ પ્રક્રિયામાં સામેલ છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલીસીસ સેલ (પેટ્રોલિયમ મંત્રાલય) તરફથી મળેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ગયા વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં પેટ્રોલ અને ડીઝલના આઉટલેટની સંખ્યા ૬૦૭૯૯ નોંધાઈ હતી જે પેટ્રોલ પંપની સંખ્યામાં અમેરિકા અને ચીન બાદ ત્રીજા ક્રમાંક ઉપર છે. આ આંકડા જારી કરવામાં આવ્યા બાદ પણ સંખ્યા વધી છે. વર્ષ ૨૦૧૧માં દેશમાં ૪૧૯૪૭ પેટ્રોલRead More


અમિતા શાહ બાદ પ્રચારમાં યોગી બીજા ક્રમે

યોગી દ્વારા ઝંઝાવતી પ્રચાર જારી ૫૩ રેલી સંબોધી છે

છત્તિસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ભાજપ તરફથી પ્રચારની જવાબદારી મુખ્ય રીતે સંભાળી લીધી છે. ઉત્તરપ્રદેશના બે અન્ય મોટા પક્ષ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ પણ તૈયારી દર્શાવી છે. ૧૧મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આ ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તમામ તાકાત લગાવી છે. અમિત શાહ અને યોગી આદિત્યનાથે તમામ મોરચા પર ભાજપની જવાબદારી સંભાળી લીધી છે. છત્તિસગઢમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે. અહીં યોગીએ કુલ ૨૧ જનસભા કરી હતી. અહીં નરેન્દ્ર મોદીએ ચાર સભા કરી હતી.Read More


સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવતઃ નલિયા 13.4 ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે અને તાપમાનમાં ખાસ વધઘટ થઈ નથી. ગઈકાલની માફક આજે પણ નલિયામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી રહ્યું છે. રાજકોટમાં 19.3, ભાવનગરમાં 17, પોરબંદરમાં 21.6, વેરાવળમાં 20.5, દ્વારકામાં 20.5, આેખામાં 25.1, ભુજમાં 17.6, સુરેન્દ્રનગરમાં 18.4, કંડલામાં 14, અમરેલીમાં 18.4, મહુવામાં 16.5 ડિગ્રી રહેવા પામ્યું છે. મહત્તમ તાપમાનનો પારો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને આખો દિવસ ધાબડિયું વાતાવરણ રહેતું હોવાથી લોકોને બપોરે ગરમીમાં રાહત થઈ છે.


કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ

જસદણ – વિંછીયા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાએ કેન્દ્રીય મંત્રીઓ પરસોતમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, રાજયમંત્રી સૌરભભાઇ પટેલ, ડો. ભરતભાઇ બોઘરાની ઉપસ્થિતીમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું. 


નવી ઉપાધી : સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ખરીદીમાં મજુરી ચુકવવામાં ઠાગાઠૈયા

ખેડૂતો બાદ હવે શ્રમજીવીઓમાં પણ નારાજગી નવી ઉપાધી : સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ખરીદીમાં મજુરી ચુકવવામાં ઠાગાઠૈયા નાયબ કલેકટરે શ્રમજીવીઓને ન્‍યાય આપવાની ખાત્રી આપી ટેકાના ભાવની મગફળી ખરીદીને વાદવિવાદ એકબીજાના પૂરક હોય એવું અમરેલી જિલ્‍લામાં જોવા  મળી રહયું છે. ટેકાનાં ભાવની મગફળી વેચવા આવેલા ખેડૂતો હાલાકી ભોગવતા હોય છે. ઉપરથી એપીએમસીના સેન્‍ટર પર મજુરોની પૈસાના ચુકવતા સાવરકુંડલા એપીએમસીમાં મજુરો હડતાલ પર ઉતરતા ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા ખોરંભે ચડી જતાં પ્રાંત કલેકટર એપીએમસી ખાતે દોડી આવ્‍યા હતા. ટેકાના ભાવનીમગફળીની ખરીદીના અમરેલી જિલ્‍લામાં 9 સેન્‍ટરો પરનું સાવરકુંડલા એપીએમસીમાં આજે ટેકાનાં ભાવનીRead More


બાબરામાં 18 લાખનાં ખર્ચે બનનારા માર્ગનું ખાતમુર્હુત કરાયું

બાબરામાં વોર્ડ એકના રામનગર વિસ્‍તારમાં નગરપાલિકા દ્વારા રૂપિયા 18 લાખના ખર્ચે પેવિંગ બ્‍લોગ રોડબનાવવાનું આયોજન કરવામાં આવતા જિલ્‍લા શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન કોઠીવાળ દ્વારા રોડનું ખાતમુર્હુત કરી કામ શરૂ કરાવતા સ્‍થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ તકે નગરપાલિકા પ્રમુખ સહિત સ્‍થાનિક કોંગેસના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. બાબરામાં નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા શહેરના અલગ અલગ વિસ્‍તારમાં સર્વે કરી જરૂરિયાત વિસ્‍તારોમાં પ્રાથમિકતા આપી માર્ગ બનાવવાની એક ઝુંબેશ હાથ ધરી છે. અગાઉ વોર્ડ પાંચના અમરધામ સોસાયટીમાં રૂા.ર4 લાખના ખર્ચે બ્‍લોગ રોડનું કામ શરૂ કરાવ્‍યું છે. ત્‍યારે આજે વોર્ડ એકનાRead More