Main Menu

Friday, November 2nd, 2018

 

ધારી ઇકોસેન્સિટિવ ઝોન મામલે તંત્ર આવ્યું હરકતમાં….ધારીના દુધાળા નજીક આવેલ લાલબાપુ રીસોર્ટમાં મારવામાં આવ્યું સીલ….. ગેરકાયદેસર હોટેલો રીસોર્ટ પર કાર્યવાહીનો થયો પ્રારંભ…. ધારી મામલતદાર, પોલીસ સહિતના સ્ટાફ દ્વારા રીસોર્ટના રુમને કરાયા સીલ….

અમરેલી-ધારી ઇકોસેન્સિટિવ જોન મામલે તંત્ર આવ્યું હરકતમાં…. ધારીના દુધાળા નજીક આવેલ લાલબાપુ રીસોર્ટમાં મારવામાં આવ્યું સીલ….. ગેરકાયદેસર હોટેલો રીસોર્ટ પર કાર્યવાહીનો થયો પ્રારંભ…. ધારી મામલતદાર, પોલીસ સહિતના સ્ટાફ દ્વારા રીસોર્ટના રુમને કરાયા સીલ…. ધારીના રીસોર્ટ માલીકો, હોટેલ સંચાલકોમાં ફેલાયો ફફડાટ……   ટીનુ લલીયા ધારી


ખાંભા પો.સ્ટે.ના મારા મારીના ગુન્‍હામાં છ વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ખાંભા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૪/૨૦૧૨, ઇ.પી.કો. કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૪૨૫, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જી.પી.એક્ટ કલમ ૧૩૫* મુજબના ગુન્હાના કામે એફ.આઇ.આર.માં નામ હોવા છતાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા છ વર્ષથી નાસતા ફરતાં આરોપીને ચોક્કસ બાતમી આધારે અમરેલી નાગનાથ બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.પકડાયેલRead More


ગ્રીન હાઉસ-નેટ હાઉસ સહાય માટે તા.૭ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

બાગાયતદાર ખેડૂતોને બાગાયત વિભાગ-ગુજરાત રાજયના વિવિધ પ્રોજેકટ બેઇઝ સહાય-યોજનાઓમાં ગ્રીન હાઉસ-નેટ હાઉસ ઘટક માટે ઓનલાઇન અરજીઓ તા.૭ નવે.-૨૦૧૮ સુધી કરી શકાશે. આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર અરજી કરવા માટે બે નકલમાં સાધનિક કાગળો સાથે રાખવાના રહેશે. આઇ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી પ્રિન્‍ટ મેળવી લેવાની, ૭-૧૨/૮-અ તથા ૧૬ નંબરના તાજેતરના ચાલુ વર્ષના દાખલાઓ, બાંહેધરીપત્રક, જાતિ અંગેનું પ્રમાણપત્ર (અનુ.જાતિના અરજદાર માટે), ઓળખકાર્ડ(આધારકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ)ની નકલ, પ્રોજેકટ રિપોર્ટ, એગ્રીમેન્‍ટ (૨-પાર્ટી), ખાતાએ નક્કી કરેલ નમૂનામાં ક્વોટેશન-એસ્‍ટીમેઇટ, જે-તે શેડ-ગ્રીન હાઉસની સ્‍ટ્રક્ચરલ/બાંધકામ/લે-આઉટની ડિઝાઇન, ડિપોઝીટની રકમ ગ્રીન હાઉસ માટે રૂ.૫૦હજાર અને શેડ નેટ હાઉસ માટે રૂ.૨૫હજાર, નાયબRead More


કામની વાત માત્ર થાય, ભલભલા બચી શક્યા નથી શ્રી મોરારીબાપુ તલગાજરડા ‘માનસ ત્રિભુવન’ રામકથામાં આફ્રિકાથી મુસ્લિમ ધર્મગુરુ અને જોર્ડનથી મુસ્લિમ પરિવારો જોડાયેલ

રામચરિત માનસને વ્યાવહારિક રૂપે શ્રી મોરારીબાપુ વ્યાસપીઠથી વર્ણવી રહ્યા છે, ત્યારે આજે તલગાજરડામાં ચાલતી કથામાં કહ્યું કે’ કામની વાત માત્ર થાય, ભલભલા બચી શક્યા નથી. રામકથામા આજે આફ્રિકાથી મુસ્લિમ ધર્મગુરુ અને જોર્ડનથી મુસ્લિમ પરિવારો જોડાયેલ. શ્રી મોરારીબાપુ દ્વારા શાસ્ત્ર કથાની વાત અઘરીરીતે નહીં પણ રામચરિત માનસને વ્યાવહારિક રૂપે વ્યાસપીઠમાં વર્ણવી રહ્યા છે. મૌલીક રૂપકો યોજીને એકદમ સરળ કથા વર્ણન કરતાં રહ્યા છે, ત્યારે આજે તેમના વતન તલગાજરડામાં ‘માનસ ત્રિભુવન’ રામકથામાં શિવ પાર્વતિ સંવાદ અને વિવિધ પ્રસંગના વર્ણન સાથે કહ્યું કે, ‘ કામની વાત માત્ર થાય, ભલભલા બચી શક્ય નથી. વિવિધRead More


સાવરકુંડલાના વંડા ગામના નાસતા ફરતા ત્રણ આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી

શ્રી. પોલીસ અધિક્ષક સાહેબ નિર્લિપ્ત રાય સાહેબ અમરેલીનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચૌધરી સાહેબ સાવરકુંડલા ની સુચના મુજબ ગુન્હો દાખલ કર્યા બાદ તુર્તજ આરોપીને ધરપકડ કરવા સુચના કરેલ હોય જે આધારે વંડા પો.સ્ટે ફાસ્ટ ગુ.ર.નં.૧૪/૨૦૧૮ ઈ.પી.કો.કલમ:- ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬,(૨),૧૧૪ તથા જી.પી.એ. કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા.૦૧/૧૧/૧૮ના ક. ૦૧/૦૦ વાગ્યે રજી. થયેલ અને આ ગુન્હાનો આરોપીઓ (૧) રાજુભાઈ અમરુભાઈ મૈત્રા ઉ.વ ૩૫ ધંધો ખેતી (૨) સુરેશભાઈ અમરુભાઈ મૈત્રા ઉ.વ ૩૪ ધંધો ખેતી (૩) વિક્રમભાઈ મધુભાઈ વિછીયા ઉ.વ ૨૪ ધંધો ખેતી રહે ત્રણેય વંડા તા. સાવરકુંડલા વાળાઓએ ગુન્હાના કામે વપરાયેલ અલ્ટો ફોર્વીલ ગાડીRead More


અમરેલી જિલ્લા રાજુલા પોલીસ સ્ટેશનના સ્ટાફને ગણતરીની કલાકોમાં ત્રણ પ્રોહિબિશનના કેસો તેમજ એક જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબશ્રીની સુચના મુજબતથા ડી વાય એસ પી શ્રી કે. જે. ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં દારૂ-જુગાર જેવા દુષણો ડામી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે રાજુલા I/c પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.એ. તુવર તથા તેઓની ટીમ દ્વારા નીચે મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ત્રણ જગ્યાએ સફળ રેઇડો કરવામાં આવી. સિદ્ધિ હોટેલમાંથી બે ઇસમોને મહેફિલની મજા માણતા ઝડપી પાડ્યા. (1) ભરતભાઈ મોર રહે. વાપી, જિ. વલસાડ (2) મનુભાઇ ગુર્જર રહે. કામરેજ, સુરત રાજમંદિર હોટલના માલિક બે સગા ભાઈઓ પીધેલીRead More


સ્ટાર સેફ અલી સાથે ચિત્રાગદા નજરે પડી

સેક્સી ચિત્રાંગદા તેની બજાર ફિલ્મને લઇ સંપૂર્ણ સંતુષ્ટ છે

ખુબસુરત અભિનેત્રી ચિત્રાંગદા બજાર ફિલ્મમાં પોતાની ભૂમિકાને લઇને સંપૂર્ણ સંતુષ્ટ છે. આ ફિલ્મ ૨૬મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવ્યા બાદ બોક્સ ઓફિસ પર સારો કારોબાર કરી રહી છે. આ ફિલ્મમાં તે સેફ અલી સાથે નજરે પડી રહી છે. હવે નિર્માણ ક્ષેત્રમાં જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી તરીકે કામ જારી રાખીને તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ હાથ અજમાવવા માટે તૈયાર છે. પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ એસી મારફતે બોલિવુડમાં પ્રવેશ કરનાર અને આઇટમ ગર્લ તરીકે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકપ્રિય ગીતમાં નજરે પડી ચુકેલી ચિત્રાંગદા થોડાક સમય સુધી ફિલ્મોથી દુરRead More


ઐશ્વર્યા અનેક યાદગાર ફિલ્મોમાં કામ કરી ચુકી

ઐશ્વર્યા મોડલીંગથી લઈને ફિલ્મના પરદા સુધીની સફર

૪૫મા જન્મ દિવસની ઉજવણી કરી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ ૧લી નવેમ્બર ૧૯૭૩ના દિવસે મંગલોર (કર્ણાટક)માં થયો હતો. ઐશ્વર્યા સૌથી પહેલાં બેંગ્લોર અને ત્યારબાદ મુંબઈમાં ઉછરી હતી. ૧૩થી ૧૪ વર્ષની વયથી જ તેની ખૂબસુરતીની નોંધ લેવાની શરૂઆત થઈ ગઈ હતી. ભણવામાં તે ખૂબ જ હોશિયાર હતી. ઐશ્વર્યા રાય બચ્ચન મૂળભૂત રીતે તબીબ બનવા ઇચ્છતી હતી પરંતુ સ્કૂલ ઓફ આર્કીટેક્ચરમાં પ્રવેશ એશ્વર્યાને પહેલા મળી ગયો હતો. બાળપણથી જ પોતાની માતાની સાથે દરિયા કિનારે ફરવા અને મંદિરમાં જવાનું ઐશ્વર્યાને ખૂબ જ પસંદ છે. ઐશ્વર્યાની ખૂબસુરતીના કારણે તેને મોટી સફળતાઓ મળશે તે બાબતનીRead More


ફિલ્મમાં નવી જાડીને લઇને ચાહકોમાં ઉત્સુકતા

નરગીસ-સંજયદત્તની નવી ફિલ્મ તોરબાજ રજૂ કરાશે

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ફ્લોપ રહેલી નરગીસની મોટી ફિલ્મ તોરબાજ આવતીકાલે શુક્રવારે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સંજય દત્ત એક આર્મી ઓફિસરના રોલમાં નજરે પડનાર છે. તે વધુ એક મોટા પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે. તેને સંજય દત્તની સાથે તોરબાજ નામની ફિલ્મમાં કામ કરવાની તક મળ્યા બાદ અને ફિલ્મ હવે રજૂ થવા જઇ રહી છે ત્યારે તે ભારે ખુશ છે. ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ બોલિવુડ ફિલ્મોને લઇને આશાવાદી છે. તે બોલિવુડમાં સેક્સી છાપ ધરાવે છે. તે બોલિવુડમાંRead More


ઐશ્વર્યા રાયની ફિલ્મોને લઇને ઉત્સુકતા હોય છે

ઐશ્વર્યા રાયના જન્મ દિવસે ચાહકોએ આપેલી શુભેચ્છા

બોલિવૂડની બ્યુટી ક્વીન અને અમિતાભ બચ્ચનની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનના જન્મ દિવસે ચાહકોએ આજે શુભેચ્છા પાઠવી હતી. સવારથી જ એશ પર શુભકામનાનો વરસાદ શરૂ થયો હતો. એશના લાખો ચાહકો રહેલા છે. દુનિયામાં એશના ચાહકો આજે પણ તેની ફિલ્મની રાહ જાતા રહે છે. ૪૫માં જન્મદિવસે એશે ખાસ ઉજવણી કરી હતી. તે પરિવારની સાથે રહી હતી. એશને હજુ પણ મુખ્ય અભિનેત્રીવાળી ભૂમિકા સાથે ફિલ્મો મળી રહી છે. એશ છેલ્લે ફન્ને ખાન ફિલ્મમાં નજરે પડી હતી. જેમાં તેની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવની ભૂમિકા હતી. અલબત્ત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપRead More