Main Menu

Monday, November 5th, 2018

 

એકસેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરા-ફેરી કરતાં એક ઇસમને દેશી દારૂ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ તથા દેશીદારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ દેશી/ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ. એસ.ઓ.જી.અમરેલી બાયપાસ ઉપર લીલીયા ચોકડી પાસેથી એક ઇસમને દેશીદારૂ સાથે ઝડપી પાડેલ છે.  પકડાયેલ આરોપીઃ-* ડાયાભાઇ મુળજીભાઇ ધાંધલ (ભાંડ) ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.અમરેલી સુળીયાટીંબા પકડાયેલ મુદામાલઃ-* દેશી પીવાનો દારૂ લીટર-૫૫ કિરૂા.૧૧૦૦/- તથા એકસેસ મોટર સાયકલ કિરૂા.૧૫૦૦૦/- સાથે કુલ મુદામાલRead More


ભાજપના કાઉન્સીલરોએ કોંગ્રેસના કોર્પોરેટરોને લોહીલુહાણ કર્યા

ગાંધીનગર મનપામાં લોકશાહીના લીરેલીરા છુટા હાથથી મારામારી

આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી હતી ત્યારે મહાપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ધનતેરસે ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં જ એક તબક્કે હોબાળો અને મામલો બીચકતાં લોકશાહીના લીરેલીરા ઉડાડતા અને છૂટ્ટા હાથની મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોને માઇક સહિતની વસ્તુઓમાં જારદાર માર મારી લોહીલુહાણ કરી દેવાયા હતા. એટલું જ નહી, કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોના ગળા દબાવી સાડીઓ ખેંચવા સુધીના હીન અને અત્યંત ઘૃણાસ્પદ દ્રશ્યો સર્જાતા ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ભાજપ દ્વારા લોકશાહીનું ચીરહરણRead More


સરકારનો કોઇ પ્રતિસાદ હજુ મળ્યો નથી

માર્કેટયાર્ડોની હડતાળ પાંચમા દિવસેય જારી રહેતા ભારે રોષ

સૌરાષ્ટ્રમાં ભાવાન્તર યોજના લાગુ કરવા માટે ચાલી રહેલી સૌરાષ્ટ્રના ૨૫થી વધુ માર્કેટ યાર્ડોમાં આજે સતત પાંચમા દિવસે હડતાળ યથાવત્‌ રહી હતી. દિવાળીના તહેવારોમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં હડતાળનો સન્નાટો અને કામગીરી ઠપ્પનો માહોલ છવાઇ રહ્યો છે. આજે પાંચ દિવસની હડતાળ બાદ પણ હજુ સુધી રાજય સરકાર તરફથી કોઇ જ હકારાત્મક પ્રતિસાદ સુધ્ધાં નહી દાખવાતાં માર્કેટયાર્ડના વેપારીઓ સહિતના આગેવાનોમાં ભારોભાર નારાજગી ફેલાઇ હતી. બીજીબાજુ, દિવાળીના તહેવારો વચ્ચે માર્કેટયાર્ડના વેપારીઓ અને સરકાર વચ્ચેની લડાઇમાં સામાન્ય ખેડૂત પીસાવાનો વારો આવ્યો છે. તો, વિપક્ષ કોંગ્રેસે પણ ભાવાન્તર મુદ્દે સરકારના અહંકારી વલણને લઇ ભાજપRead More


મંદિર નિર્માણ માટે સરકાર પર વધતુ દબાણ

મંદિર માંગ સાથે સંતો ૫૦૦ જિલ્લામાં સભા કરવા તૈયાર

રામ મંદિરના નિર્માણ માટે સરકાર પર વટહુકમ લાવવા દબાણ વધારવામાં આવી રહ્યુ છે. આના હેતુ સાથે અખિલ ભારતીય સંત સમિતિએ દેશમાં ૫૦૦ જિલ્લામાં બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. હિન્દુ સંતોની ટોપની સંસ્થાએ પ્રસ્તાવ કરીને કહ્યુ છે કે તેના તરફથી ૫૦૦ જિલ્લામાં જનસભા યોજવામાં આવનાર છે. આ જનસભામાં લોકો પાસેથી વટહુકમને લઇને સમર્થન માંગવામાં આવનાર છે. આ સભાની શરૂઆત ૨૫મી નવેમ્બરના દિવસે શરૂ કરવામાં આવનાર છે. સમિતિની બે દિવસીય બેટક આ મત સાથે પૂર્ણ થઇ હતી કે સરકારને મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરવા માટે કાનુન લાવવાની જરૂર છે. પ્રસ્તાવમાં કહેવામાંRead More


સેંસેક્સે ૩૫ હજારની સપાટી ફરીવાર ગુમાવી

બજારમાં કડાકો સેંસેક્સમાં ૬૧ પોઇન્ટનો આખરે ઘટાડો

શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે અને ધનતેરસના દિવસે જારદાર કડાકો બોલી ગયો હતો. ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી. એશિયન શેરબજારમાં પણ મંદી રહી હતી. કારોબારના અંતે ઉદાસીન માહોલ વચ્ચે સેંસેક્સમાં ૬૧ પોઇન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૩૪૯૫૧ રહી હતી. આવી જ રીતે નિફ્ટી ૨૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૨૪ની સપાટી પર રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૫ હજારની સપાટી ગુમાવી દીધી હતી. એક્સીસ બેંકના શેરમાં બે ટકાનો સુધારો રહ્યો હતો. બીએસઈ લિસ્ટેડ કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં પણ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. મંગળવારના દિવસે આદિત્ય બિરલા, ગ્રેફાઈડ ઈન્ડિયા  લિમિટેડનો સમાવેશRead More


પેટ્રોલની કિંમતમાં ૨૧-૨૩ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યા

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો લોકોને વધુ રાહત

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. આજે પણ વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે સોમવારના દિવસે પેટ્રોલની કિંમતમાં ૨૧-૨૩ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જ્યારે ડીઝલની કિંમતમાં ૨૦-૨૧ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે.Read More


ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આઠમી નવેમ્બરે રજૂ કરાશે

આમીર ખાનની ફિલ્મ ૩૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાઇ છે

ખુબસુરત કેટરીના કેફ હાલમાં ખુબ જ ખુશ દેખાઇ રહી છે. કારણ કે તેની આમીર ખાનની સાથે તૈયાર થયેલી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન હવે રજૂ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ આઠમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ધુમ બાદ તે આમીર સાથે ફરી કામ કરી રહી છે. કરોડો ચાહકો ફિલ્મને લઇને આશાવાદી અને ઉત્સુક છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ આઠમીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થયા બાદ હવે રજૂઆતની રાહ જાવામાં આવી રહી છે. આમીર અને અમિતાભ બચ્ચનની મુખ્ય ભૂમિકા છે. જ્યારે શાહરૂખ ખાન મહેમાન કલાકારRead More


વધુને વધુ ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક

નેહા શર્મા હિન્દી ફિલ્મોમાં ટકી રહેવા માટે આશાવાદી

વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ મુબારકામાં નોંધ લેવામાં આવ્યા બાદ નેહા શર્મા ફરી આશાવાદી બનેલી છે. તેની પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી પરંતુ તે સારી અને પારિવારિક ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે. ફિલ્મ મુબારકામાં ખાસ રોલમાં નજરે પડી ચુકેલી નેહા શર્મા બોલિવુડમાં ટકી રહેવા માટે સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી. તે સારી ભૂમિકા કરવા માટે આશાવાદી છે. જા કે તેની પાસે સારી ફિલ્મો આવી રહી નથી. નેહા પાસે હાલમાં કોઇ સારા પ્રોજેક્ટ રહ્યા નથી. તેની પ્રથમ હિન્દી ફિલ્મ ક્રુક ૨૦૧૦માં રજૂ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપRead More


મીટુ મામલે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો

અનુષ્કા શર્મા ફિલ્મી કેરિયર આગળ વધારવા માટે તૈયાર

બોલિવુડમાં હાલ મીટુ અભિયાનને લઇને જુદા જુદા લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે અનુષ્કા શર્મા દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. જા કે તે આ મામલે કોઇ વાંધાજનક વાત કરી રહી નથી. તેનુ કહેવુ છે કે બોલિવુડમાં ખુબ સારા લોકો પણ રહેલા છે. વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ તે પોતાની બોલિવુડ કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. તે ફિલ્મોમાં સતત કામ રહી છે. તે હવે શાહરૂખ અને કેટરીના સાથે ફિલ્મ જીરોમાં નજરે પડનાર છે. ભાઇ ભત્રીજાવાદને લઇને હાલમાં છેડાયેલા વિવાદમાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કુદીRead More


બગસરા તાલુકાના નવા જાંજરીયા ગામની સીમમાંથી સરપંચ સહિત કુલ ત્રણ ઇસમોને દારૂની મહેફિલ માણતા પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ આગામી તહેવારો અનુસંધાને અમરેલી જીલ્લામાંથી પ્રોહિબીશનની બદીને સંપુર્ણ પણે નેસ્તનાબુદ કરવા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ રેઇડો કરવા અને તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે ગઇ કાલ તા.૦૪/૧૧/૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા ની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ બગસરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે બગસરા તાલુકાના નવા જાંજરીયા ગામની સીમમાં કેટલાક ઇસમો દારૂની મહેફિલ માણે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં  પ્રવિણભાઇ પુંજાભાઇ સતાસીયા, ઉં.વ.૩૩,Read More