Main Menu

Tuesday, November 6th, 2018

 

મંદિરોમાં સમૂહયજ્ઞ-હોમહવનનું આયોજન કરાયું

કાળી ચૌદશ : હનુમાન અને મહાકાળી મંદિરમાં ઘોડાપૂર

આજે કાળી ચૌદશને લઇ રાજયભરના હનુમાનજી અને મહાકાળી મંદિરોમાં મહાઆરતી, યજ્ઞ-હવન સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતેના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે આજે કાળી ચૌદશના દિવસે શ્રધ્ધાળુ ભકતો દ્વારા ડભોડિયા દાદાને એક હજાર તેલના ડબાથી ભવ્ય અભિષેક કરાયો હતો. ગઇકાલે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી કાળીચૌદશની શરૂઆત થઇ એટલે તરત જ ધનતેરસની રાત્રે જ ૧૨.૦૦ વાગ્યે દાદાની ૧૦૮ દિવાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. કાળીચૌદશની દાદાની આરતીનું અનન્ય મહાત્મ્ય અને ચમત્કાર હોઇ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો ડભોડિયા હનુમાનજી ખાતે ઉમટયા હતા. આ જ પ્રકારે સાળંગપુર ખાતેના કષ્ટભંજનRead More


ભદ્ર, લાલદરવાજા સહિતના બજારોમાં લોકોની ભીડ

દિવાળીને લઇ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની પડાપડી

આવતીકાલે દિપાવલીનું શુભ પર્વ અને ખુશીનો તહેવાર હોઇ અમદાવાદ સહિત સમગ્ર રાજયભરમાં દિવાળીને લઇ ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો છે. દિવાળી-નૂતનવર્ષ અને ભાઇબીજના આવતીકાલથી શરૂ થઇ રહેલા તહેવારોને લઇ શહેરના બજારોમાં પણ ભારે ભીડ અને માનવમહેરામણના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. શહેરના ભદ્ર, લાલદરવાજા, રતન પોળ, વિકટોરિયા ગાર્ડન, સી.જી.રોડ, એસજી હાઇવે, રિલીફ રોડ, ત્રણ દરવાજા, કાલપુર, સરસપુર, બાપુનગર, નરોડા, નારોલ, ઓઢવ સહિતના મુખ્ય બજારોમાં તો, દિવાળી પહેલાં છેલ્લા કલાકોની ખરીદી માટે મહિલા, બાળકો સહિત નગરજનોએ રીતસરની પડાપડી કરી હતી. દિવાળી, બેસતાવર્ષને લઇ શહેરના મુખ્ય માર્ગો, પુલો, મંદિરો અને બજારોમાંRead More


ભાવમાં ઘટાડાનો દોર યથાવત રીતે જારી રહ્યો

પેટ્રોલ-ડીઝલ કિંમત છેલ્લા છ સપ્તાહમાં હવે સૌથી નીચે

પેટ્રોલની કિંમતમાં ૧૪-૧૬ પૈસાનો, ડીઝલની કિંમતમાં ૮-૧૦ પૈસા સુધીનો કરવામાં આવેલો લીટરદીઠ ઘટાડો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે મંગળવારના દિવસે પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલ અને ડીઝલની કિંમત છ સપ્તાહમાં સૌથી નીચી સપાટી પર પહોંચી ગઇ છે. રિટેલ કિંમતો આજે પણ ઘટી હતી. પેટ્રોલની કિંમતમાં ૧૪-૧૬ પૈસા સુધીનો લીટરદીઠ ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં લીટરદીઠ ૮-૧૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિનાના ગાળામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૪ ડોલરનો ઘટાડો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં ક્રુડની કિંમતમાં આશરે ૧૫ ટકા સુધીનો ઘટાડોRead More


રંગબેરંગી લાઇટિંગ, મિઠાઇઓ અને ફટાકડાઓનો જારદાર ક્રેઝ

દેશમાં દિવાળી પર્વની આજે ભવ્ય ઉજવણી કરાશે : લોકોમાં ઉત્સાહ

દેશભરમાં આવતીકાલે દિવાળી પર્વની પરંપરાગતરીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દેશના કરોડો લોકો આ તહેવારને ઉજવવા માટે તૈયાર થયેલા છે. દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવે છે. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી પાછળ પ્રચીન ઇતિહાસ પણ જાડાયેલો છે. દિવાળી પર્વને લઇને દેશભરના લોકો પહેલાથી જ ઉત્સાહિત રહે છે. દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થયા બાદ લાભ પાંચમ સુધી કરવામાં આવે છે. મોટાભાગના વિભાગોમાં આ ગાળા દરમિયાન રજા પણ જાહેર કરી દેવામાં આવે છે જેથી પરિવાર સાથે આ પર્વનીRead More


અયોધ્યામાં શ્રીરામનું ભવ્યરીતે સ્વાગત કરાયું

અયોધ્યામાં ત્રેતાયુગની જેમ શાનદાર દિપાવલી મનાવાઈ

દિવાળીના પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યામાં પહોંચ્યા હતા અને ભવ્ય દિપોત્સવ ઉત્સવમાં જાડાયા હતા. દિવાળીના એક દિવસ પહેલા અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા નગરીને ત્રેતાયુગની જેમ જ શણગારવામાં આવી હતી. સરયુ નદીના કિનારે ત્રણ લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે સ્વાગત માટે વ્યસ્ત રહ્યા હતા. આજે આ ખાસ આયોજન ઉપર તમામની નજર કેન્દ્રીત થઇ ગઈ હતી. કાર્યક્રમમાં દક્ષિણ કોરિયાની સાથે સાથે રશિયા, ઇન્ડોનેશિયા અને ત્રિનિદાદના કલાકારો પણ ઉપÂસ્થત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તર અને રાષ્ટ્રીય સ્તરના અનેક વીઆઈપીRead More


ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા ૧૮૭૯ ઉપર પહોંચી

ગુજરાત : સ્વાઈન ફ્લુના વધુ કેસો, મોતનો આંક ૬૩ થયા

સ્વાઈન ફ્લુના કારણે અમદાવાદ અને અમરેલીમાં એક-એક વ્યÂક્તનું મોત થયું છે. આની સાથે જ મોતનો આંકડો વધીને સત્તાવારરીતે ૬૩ ઉપર પહોંચી ગયો છે. આજે અમરેલી અને અમદાવાદમાં એક-એક વ્યÂક્તનું મોત થયું હતું. બીજી બાજુ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. નવા કેસની સાથે સ્વાઈન ફ્લુગ્રસ્ત કેસોની સંખ્યા ૧૮૭૯ નોંધાઈ ચુકી છે. ૧૨૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. છેલ્લા ૫ દિવસના ગાળામાં સૌથી વધારે દર્દી કચ્છ જિલ્લામાં સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના વિસ્તારોમાં સ્વાઈન ફ્લુના કેસો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસોનીRead More


ઓકટોબર મહિનાનો પગાર રોકાતા ચિંતાનું મોજુ

સર્વરમાં ટેકનિકલ ખામી થતાં પુરવઠા કર્મીના પગાર અટક્યા

રાજયના પુરવઠા વિભાગ હસ્તકની અમદાવાદની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ કર્મચારીઓની દિવાળીના તહેવારની મજા બગડે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, સર્વરની ટેકનીકલ ખામીને લઇ શહેરની પુરવઠા કચેરીના કર્મચારીઓનો ઓકટોબર માસનો પગાર આજે પણ બેંક ખાતામાં જમા થઇ શકયો ન હતો. જેને લઇ કર્મચારીઓ અને અધિકારવર્ગમાં નારાજગી અને ઉદાસીનતાની લાગણી છવાઇ છે. રાજયના પુરવઠા વિભાગ હસ્તકની અમદાવાદની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ કર્મચારીઓનો પગાર આમ તો સામાન્ય સંજાગોમાં નિયમિત રીતે થઇ જતો હોય છે પરંતુ આ વખતે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલનાRead More


સૌરાષ્ટ્રના પ્રવાસને લઇને ઉત્સુકતામાં વધારો

શ્રીશ્રી રવિશંકર સૌરાષ્ટ્રના પ્રવાસે : દર્શન માટે પડાપડી

આર્ટ ઓફ લિવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે તેઓ ગોંડલના ભૂવનેશ્વરી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ મંદિર ખાતે ભૂગર્ભમાં બિરાજમાન શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે અભિષેક અને પૂજા કરી હતી. તેમજ મહાત્મા ગાંધી સ્મારકના દર્શન કરી મુલાકાત લીધી હતી. મંદિર ખાતે યોજાયેલ યજ્ઞમાં પણ હાજરી આપી હતી. તાજેતરમાં જ અયોધ્યામાં રામમંદિર નિર્માણની હિમાયત કરનાર શ્રી શ્રી રવિશંકરના દર્શન માટે આજે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા.મંદિરમાં યજ્ઞની પૂર્ણાહૂતિ શ્રી શ્રી રવિશંકરજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી. શ્રી શ્રી રવિશંકરજી મહારાજે આજે ગોંડલ પધારતાRead More


સોનાક્ષી, વિદ્યા બાલ અને તાપસી નજરે પડશે

અક્ષય કુમારની ફિલ્મમાં એક સાથે ૩ અભિનેત્રીઓ ચમકશ

તાજેતરમાં જ અક્ષય કુમાર અને રજનિકાંત અભિનિત ફિલ્મ રોબોટ-૨ ફિલ્મ માટે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ અક્ષય તેની નવી ફિલ્મ માટે કામ શરૂ કરી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અક્ષય કુમારની નવી ફિલ્મમાં ત્રણ અભિનેત્રી જાવા મળનાર છે. જેમાં સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન અને તાપ્સી પન્નુનો સમાવેશ થાય છે. આ ફિલ્મનુ નામ મિશન મંગલ રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. સોમવારના દિવસે અક્ષય કુમારે આ ફિલ્મ સાથે સ્ટારકાસ્ટને રજૂ કરીને ચર્ચા જગાવી હતી. સ્ટારકાસ્ટ સાથે એક ફોટો સોશિયલ મિડિયા પર શેયર કરવામાં આવ્યો હતો.Read More


ટાઇગર સાથે દિશાના સંબંધને લઇને વાંધો નથી

દિશા ટાઇગરના પરિવારને પણ ખુબ પસંદ અહેવાલ

ટાઇગર શ્રોફ અને દિશા પટની વચ્ચે પ્રેમ સંબંધને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જા કે બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહ્યા બાદ તેમના સંબંધોને લઇને ગરમી વધી ગઇ છે. બન્નેની જાડીને તમામ ચાહકોએ ખુબ પસંદ કરી હતી. બીજી બાજુ જેકીના પરિવારના સભ્યોને દિશાને લઇને કોઇ વાંધો નથી. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ટાઇગર અને દિશા એક સાથે રહેવા પણ જઇ રહ્યા છે. જા કે ટાઇગર અને દિશા દ્વારા આ સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી. જા કે જુદા જુદા પ્રસંગે બન્નેના ફોટો સાથે સપાટીRead More