Main Menu

Saturday, November 17th, 2018

 

પરવડી પ્રેરકોત્સવમાં એક કલાકમાં પાંચ કરોડથી વધુ રકમની સખાવતો કરતા ઉદારદિલ દાતાઓ

ગારીયાધાર ના પરવડી પી એમ ટ્રસ્ટ માધવ ગૌશાળા આયોજિત પ્રેરકોત્સવ મહોત્સવ  માં ગૌસંવર્ધન માટે એક કલાક આ પાંચ કરોડ કરતા વધુ રકમ નું દાન એકઠું થયું , ગારીયાધાર ના પરવડી ખાતે પંચગવ્ય પંચામૃતમ પ્રેરકોત્સવ ઓર્ગેનિક કૃષિ અપનાવો ના સંદેશ સાથે કૃષિ શિબિર લોક ડાયરો યોજાયો. તેમાં એક કલાક માં પાંચ કરોડ કરતા વધુ રકમ  નું અનુદાન  મુખ્ય દાતા માધવભાઈ માગુકિયા  લેન્ડમાર્ક અને લવજીભાઈ બાદશાહ ના હસ્તે માધવ ગૌશાળા માટે નવી જમીન માટે ભૂમિ પૂજન કરાયું. પ્રકૃતિ પર્યાવરણ પશુપાલન પરમાર્થ જેવા કુદરતી સૌંદર્ય ની પ્રાપ્તિ માટે ગૌસંવર્ધન જરૂરી છે જીવામૃત આપતીRead More


અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે તેમના મત વિસ્તારના વિવિધ પ્રશ્ને રજુઆત આ મીટિંગમાં કરી

સાવરકુંડલાના ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે તેમના મત વિસ્તારના પ્રશ્ને કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને બોલવામાં આવેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં મીટિંગમાં વિવિધ પ્રશ્ને  રજૂઆત કરી જેમાં પીવાના પાણી, રોડ રસ્તાના કામો નબળી ગુણવત્તા, ખેડૂતોને વીજ પુરવઠાના કનેકશન વગેરે પ્રશ્નની રજુઆત કલેકટર શ્રી કરવામાં આવી અને આવનાર દિવસોમાં પીવાના પાણીની, ચોરીના બનાવો ના બંને તેથી પોલીસ તંત્ર પાસે પ્રેટોલીંગ વધારવાની વાત પણ કરી, ઘર વિહોણા લોકોને મકાન બનાવવા, ગરીબ માણસોને રાશનમાં જથ્થો નથી મળતો વગેરે પ્રશ્ને રજુઆત આ મીટિંગમાં કરવામાં આવી.


આંતરિક પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા સૂચન કરતા કલેકટરશ્રી આયુષ ઓક

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્‍થાને યોજાઇ હતી. કલેકટરશ્રીએ પદાધિકારીઓના તેમજ કચેરીઓના આંતરિક પડતર પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા હકારાત્‍મક વલણ અપનાવવા સૂચન કર્યુ હતુ. માર્ગ અને મકાન પંચાયત તેમજ જળસિંચન વિભાગને લગતા પડતર પ્રશ્નો વધુ હોવાથી તેમનો ઝડપી નિકાલ કરવા ભારપૂર્વક જણાવ્યું હતુ. કચેરીઓના નિકાલ બાકી કેસો તથા અવેઇટ કેસ, બાકી પેન્‍શન કેસ સહિતના મુદ્દાઓની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. અમરેલી જિલ્‍લામાં વિવિધ વિભાગની યોજનાઓ સંબંધિત કામગીરી માટે હકારાત્‍મક અભિગમ અપનાવી યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. જુદી-જુદી કચેરીઓ દ્વારા નિભાવવામાં આવતા નિયત રજીસ્‍ટરના નિયત નમૂનાRead More


ભાવનગરનાં ભુંભલી ગામના મહિલાનું સ્વાઇન ફલુથી મોતઃ અત્યાર સુધીમાં ૧૫નો ભોગ લેવાયો

ભાવનગરમાં આજે પણ સ્વાઇન ફલુથી એકનું મોત નિપજયું છે. ભુંભલી ગામની મહિલાનું સ્વાઇન ફલુથી મોત થયું છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુનાં દર્દીઓ સારવાર  લઇ રહયા છે. કાલે એકનું મોત નિપજયું હતું. અને આજે બીજા દિવસે પણ ભુંભલી ગામની ૫૦ વર્ષીય મહિલાનું મોત સ્વાઇન ફલુથી સારવાર દરમ્યાન  નિપજયું છે આમ  બે દિવસમાં સ્વાઇન ફલુ એ બેનો ભોગ લીધો છે. ઉપરાંત વધુ એક પોઝીટીવ કેસ પણ નોંધાયો હોવાનું હોસ્પિટલનાં સુત્રો દ્વારા જાણવા મળેલછે. ઉલ્લેખનીય છે કે ચાલુ સીઝનમાં સ્વાઇન ફલુ થી ભાવનગરમાં ૧૫ થી વધુનાં મોત નિપજયાં છે


ભાવનગર જીલ્લામાં જમીન બચાવવા ૧૦ ગામના લોકોનો સવિનય કાનુન ભંગ

ભાવનગર જિલ્લામાં મેથળા બંધારો બાંધ્યા બાદ ખેડૂતોનો ફરી જંગપૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કળસરીયા સહિત ૨૦૦ વિરૂધ્ધ ફરિયાદ વનગર તા. ૧૭ : તળાજા, મહુવા  તાલુકાના દસથી વધુ ગામડાઓ જ્યાં દરિયાની ખારાશ ફરી વળતા અહીં રોજગારી અને આરોગ્યનો પ્રશ્ન છેલ્લા ત્રણ દાયકાઓથી સતાવી રહ્યો છે તેવા સમયે સરકારે  આ વિસ્તારના અકિલા હજારો લોકોની વેદના સમજવાના બદલે બંધારો તો ન બાંધી આપ્યો ઉલટાનું અલ્ટ્રા ટેક સીમેન્ટને અહીં લાઇમ સ્ટોન પુષ્કળ પ્રમાણમાં  હોય ૧૩ ગામના લોકોનો સો ટકા વિરોધ હોવા છતાં માઇનિંગ માટેની પરમિશન આપી દીધી અકીલા હતી. ‘જાન દેંગે જમીન નહીં’ના સૂત્ર સાથેRead More


બાબરાનાં નગરસેવિકા મક્કામદિના ઉમરા કરવા જતા કોંગ્રેસ પરિવારે શુભેચ્‍છા પાઠવી

બાબરા નગરપાલિકાના કોંગ્રેસના મહિલા સભ્‍ય રસીદાબેન ગોગદા તેમજ તેમના પતિ ઈકબાલભાઈ ગોગદા સાથે મકકામદિના ખાતે ઉમરા કરવા જતા બાબરા કોંગ્રેસ પરિવાર દ્વારા સન્‍માન કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. બાબરા ખાતે આયોજિત કોંગ્રેસના સ્‍નેહમિલનમાં ઉપસ્‍થિત ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, પ્રતાપભાઈ દુધાત, જેનીબેન ઠુંમર, મીનાબેન કોઠીવાળ, પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, જગદીશભાઈ કારેટીયા, પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા, પાલિકા સભ્‍ય વિનુભાઈ કરકર સહિતના કોંગ્રેસના સ્‍થાનિક આગેવાનો દ્વારા ગોગદા દંપતીનું સન્‍માન કરી તેમની મકકામદિનાની ઉમરા યાત્રા મંગળકારી નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી.


અમરેલીમાં ઉત્‍પાદીત અને વિશ્‍વ પ્રસિદ્ધ શીતલ આઈસ્‍ક્રીમને વધુ એક ગૌરવપ્રદ એવોર્ડ એનાયત

ભુવા પરિવારના યુવાઓએ જિલ્‍લાનું નામ રોશન કર્યું અમરેલીમાં ઉત્‍પાદીત અને વિશ્‍વ પ્રસિદ્ધ શીતલ આઈસ્‍ક્રીમને વધુ એક ગૌરવપ્રદ એવોર્ડ એનાયત મુંબઈ સ્‍ટોક એકસચેન્‍જ દ્વારા એવોર્ડ એનાયત અમરેલી શહેરમાં થોડા વર્ષોપહેલા પ્રાથમિક ધોરણે આઈસ્‍ક્રીમનું ઉત્‍પાદન શરૂ કરીને આજે દેશ-વિદેશમાં પ્રસિઘ્‍ધિ પામનાર શીતલ આઈસ્‍ક્રીમને શ્રેષ્ઠ પ્રોડકટ અને મેનેજમેન્‍ટ અંતર્ગત શ્રેષ્ઠ એવોર્ડ મુંબઈ એકસચેન્‍જ દ્વારા એનાયત કરાતા સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધેલ છે. અમરેલી પંથકમાં સેંકડો વ્‍યકિતઓને રોજગારી આપીને આર્થિક પછાત ગણાતા અમરેલીમાં ઉદ્યોગને સફળ બનાવવો એ કોઈ નાની-સુની ઘટના નથી. પરંતુ, ભારે સંઘર્ષ, અખૂટ આત્‍મવિશ્‍વાસ અને કુનેહથી દિનેશભાઈ ભુવા, ભુપતભાઈ ભુવા અને સંજયભાઈ ભુવાએRead More


યુરોપિયન રિસર્ચ ગ્રુપ્સ દ્વારા અભ્યાસ તારણ

ભારત- ચીનની નીતિ જળવાયુ પરિવર્તન નિવારણમાં મદદરૂપ

ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે એકબાજુ અમેરિકાએ જવાબદારી લેવામાંથી હાથ ઉંચા કરી દીધા છે ત્યારે હવે ભારત અને ચીન સાથે મળીને આ જવાબદારી અદા કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ભારત અને ચીનની પ્રભાવશાળી જળવાયુ નીતિઓના કારણે ગ્લોબલ વોર્મીંગનો ખતરો એટલો ગંભીર નહી હોય કે જેટલું પહેલા અનુમાન લગાવવામાં આવતું હતું. એક અબ્યાસમાં કહેવાયું છે કે, અમેરિકાની નિષ્ક્રિયતાની ભરપાઇ આ બંને દેશો કરી દેશે. જા કે, તેનો મતલબ એ નથી કે, સ્થિતિ ઘણી સુધરી જશે. અભ્યાસ મુજબ, સરેરાશ વૈશ્વિક તાપમાન સતત વધી રહ્યું છે, જયારે ૨૦૧૫ પૈરિસ ડીલનો ઉદ્દેશ ગ્લોબલ વોર્મિંગનેRead More


પેટ્રોલની કિંમત ૧૭-૧૯ પૈસા ઘટી ગઇ

પેટ્રોલ, ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આજના કાપની સાથે પેટ્રોલની કિંમત ૧૭-૧૯ પૈસા સુધી ઘટી ગઇ હતી. આવી જ રીતે ડીઝલની કિંમત ૧૬-૧૭ પૈસા સુધી ઘટી ગઇ હતી. આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં ચાર ઓક્ટોબર બાદથી આશરે ૨૧ ડોલર પ્રતિ બેરલનો ઘટાડો કરવામાં આવ્યો છે. જાણકાર લોકો માની રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ વધુ ઘટાડો થઇ શકે છે.જાણકાર લોકોનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં હજુ કેટલાક દિવસ સુધી ઘટાડો જારી રહી શકે છે. કારણ કે ભારતમાં રીટેઈલ કિંમતોમાં સંપૂર્ણપણે ક્રુડ ઓઈલનીRead More


નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો સુધારો થયો

શેરબજારમાં રિકવરી સેંસેક્સ ૧૯૭ પોઇન્ટ સુધરીને બંધ થયા

શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી રહ્યા બાદ અંતે રિકવરીનો દોર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૯૭ પોઇન્ટ અથવા તો ૦.૫૬ ટકા સુધરીને ૩૫૪૫૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૬૬ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકા રિકવર થઇને ૧૦૬૮૨ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ અને બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સ ૧૪૯૯૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં સપાટી ૧૪૪૮૬ રહી હતી. શેરબજારમાં હાલમાં આજે ૭૧૪૬૬૮.૫૪ કરોડ રહી હતી જ્યારેRead More