Main Menu

Wednesday, November 21st, 2018

 

જીએમડીસીના જનરલ મેનેજરનો વિદાય સમારોહ યોજાયો

 ભાવનગરમાં ફરજ બજાવતા શ્રી એ.કે. ગર્ગની બદલી થઈને જીએમડીસી હેડ ઓફીસ અમદાવાદ ખાતે સીનીયર જનરલ મેનેજર તરીકે નિમણૂક થતા, તેમને સસ્નેહ વિદાય સમારોહ  અને જીએમડીસી ભાવનગર ખાતે પ્રોજેકટ ઈનચાર્જ તરીકે નિમણૂક પામેલા શ્રી નીરજ પરીખ  નો સ્વાગત  સમારોહ સાથે સ્નેહમીલન સમારોહ માં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,ટ્ક્ ટ્રાન્સપોર્ટ  એસોસન પ્રમુખ જે.જે.ગોહિલ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વશરામભાઈ,માલપર સરપંચ ભૂપતસિંહ ગોહિલ,ભુભલી સરપંચ જયસુખભાઈ,રામપર સરપંચ ધીરુભાઈ ,તગડી સરપંચ પરેશભાઈ,થોરડી સરપંચ રમેશભાઈ,માજી સરપંચ રમજુભા ગોહિલ,કશોકસિંહ ગોહિલ,આજુબાજુના ગ્રામજનો ટ્રક ટ્રાન્સપોર્ટરો,જી.એમ.ડી.સી.સ્ટાફ,સહિત અગ્રણીઓ કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત નરેન્દ્રસિંહ ડી ગોહિલ અને પૃથ્વીસિંહ વાળા એ ઉઠાવી હતી


સેંસેક્સ ૩૦૦ પોઇન્ટ ગગડીને ૩૫૪૭૪ની સપાટીએ

શેરબજારમાં સતત બીજા દિને મંદીનો માહોલ રહ્યો

શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનો માહોલ જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૩૧ શેરો પર આધારિત સેંસેક્સ ૩૦૦.૩૭ પોઇન્ટ ઘટીને ૩૫૪૭૪.૫૧ બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ ઇન્ડેક્સ આંક ૧૦૭ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો હતો તેની સપાટી ૧૦૬૫૬ રહી હતી. આજે શેરબજારમાં માત્ર ચાર કંપનીઓના શેરોમાં તેજી જાવામ ળી હતી જ્યારે બાકીની કંપનીઓના શેરમાં મંદીનો માહોલ જાવા મળ્ય હતો. નિફ્ટી વાત કરવામાં આવે ત ૪૪ કંપનીઓના શેરમાં મંદી જાવા મળી હતી. છ કંપનીઓના શેરમાં તેજી જાવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં કારોબારની શરૂઆત મંદી સાથેRead More


સેશન્સ કોર્ટ દ્વારા લાંબા ગાળા બાદ તહોમતનામુ

રાજદ્રોહ કેસ હાર્દિક સહિત ત્રણ લોકોની વિરૂદ્ધ ચાર્જફ્રેમ

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન જીએમડીસી ગ્રાઉન્ડમાં જાહેરસભા યોજી કોમી વૈમનસ્ય ફેલાવવાના, સમાજમાં અરાજકતા અને વર્ગવિગ્રહ ફેલાવવાના તેમ જ સરકાર સામે યુધ્ધે ચડવાના ઇરાદાના ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ વિરૂધ્ધ ત્રણ વર્ષ બાદ આખરે સેશન્સ કોર્ટે ચાર્જફ્રેમ કર્યો છે. એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ રાજદ્રોહના કેસમાં ચાર્જફ્રેમ કરતાં હાર્દિક સહિતના આરોપીઓ સામે હવે કાનૂની ખટલો શરૂ થશે. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે ચાર્જશીટ સહિત કેસની મહત્વની વિગતો કોર્ટને જણાવ્યા બાદ ન્યાયાધીશ મહિડાએ રાજદ્રોહ કેસમાં હાર્દિક સહિતના આરોપીઓ સામે તહોમતનામુ ફરમાવ્યું હતું. આજે સવારે ૧૧ વાગ્યે આરોપીઓ ચિરાગRead More


ગીરમાં સિંહોને લઇ સરકારની મહ્‌ત્વની જાહેરાત

ગીરમાં સિંહો માટે અદ્યતન હોસ્પિટલ બનાવવા તૈયારી

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. ગીરમાં સિંહોને લઇ બહુ મહત્વની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના ૮ રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે રૂ. ૮૫ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત ૩૨ રેપિડ રિસ્પોન્સ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાશે. ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારાRead More


૧૯ જિલ્લાની ૭૨ સીટ માટે મતદાન શાંતિપૂર્ણરીતે પૂર્ણ

છત્તિસગઢમાં બીજા તબક્કા માટે શાંતિપૂર્ણ ૬૫ ટકાથી વધુ મતદાન

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૬૫ ટકાથી ઉંચુ મતદાન નોંધાયું હતું. રાજ્યમાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ મતદાન માટે એક લાખથી વધુ પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનની સરખામણીએ થોડુ નીચે મતદાન નોંધાયું હતું. જનતા કોંગ્રેસ છત્તીસગઢના અધ્યક્ષ અજીત જાગી અને તેમના પુત્રએ પેંદ્રામાં મતદાનમાં ભાગ લીધો હતો જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે કવર્થમાં પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન દરમિયાન કવર્ધા સહિત ચાર બેઠકોમાં ઇવીએમમાં ખરાબી થઇ હોવાની ફરિયાદ સામે આવી હતી. મતદાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સવારથી જ લાંબી લાઈનો જાવા મળી હતી. કેટલીક જગ્યાએ ઇવીએમRead More


સુરત રાજદ્રોહ કેસમાં ફરીથી કથિરિયાની ધરપકડ

પાટીદાર નેતા કથિરિયાને અંતે કોર્ટે જામીન આપ્યા

રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જેલમાં જ દીવાળી ગાળ્યા બાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે કથીરિયાને જામીન પર મુકત કર્યા હતા. હાઇકોર્ટે અલ્પેશ કથીરિયાને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. અલ્પેશ કથીરિયા જેલમાંથી મુકત થાય તે પહેલાં જ સુરત પોલીસે સુરતના અમરોલીના રાજદ્રોહના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી અને તેને સુરત લઇ જઇ સુરતની સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો. જા કે, પોલીસે તપાસ પૂર્ણ થઇ ગઇ હોવાથી તેના રિમાન્ડ માંગ્યા ન હતા., જેથી સુરત કોર્ટે અલ્પેશ કથીરિયાને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમRead More


સ્ટેચ્યુ ઓફ પીસના નિર્માણ માટે જમીન ફાળવાઈ

સાબરમતી કાંઠે બુદ્ધની ૮૦ ફુટ ઉંચી પ્રતિમા બનાવાશે

દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની ભગવાન બુદ્ધની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ પીસનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે અમદાવાદ મહુડી રોડ પર ગાંધીનગરની નજીક સાબરમતી નદીના કિનારે પાંચ એકર જમીન સ્ટેચ્યૂ ઓફ પીસના નિર્માણ માટે ફાળવી દીધી છે. ભગવાન બુદ્ધની વય નિર્વાણ વખતે ૮૦ વર્ષની હોઇ આ પ્રતિમાની ઊંચાઈ ૮૦ ફૂટની રાખવાનું નક્કી કરાયું છે. હાલમાં સ્ટેચ્યૂ ઓફ પીસની ડિઝાઈન બનાવવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. તેથી અમદાવાદીઓને મહુડી જવાના રસ્તા સુધીમાં ઈન્દ્રોડા પાર્કમાં સિંહનીRead More


ભાવમાં ઘટાડાનો દોર યથાવત રીતે જારી રહ્યો

પેટ્રોલની કિંમત ૩ માસની નીચી સપાટી ઉપર પહોંચી

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલની કિંમત ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત બે મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલન કિંમતમાં ઓગષ્ટના મધ્યથી વધારો શરૂ થયા બાદ ભાવ વધારાન ભારતમાં શરૂઆત થઇ હતી. છેલ્લા ૪૦ દિવસના ગાળામાં જ ક્રુડ ઓઇલની કિંમતમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત કરવામાં આવી રહેલા ઘટાડાના પરિણામ સ્વરુપે તેનો સીધો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. ઓક્ટોબર મહિના બાદથી ક્રૂડ ઓઇલની કિંમતમાંRead More


લીલીયા તાલુકાના ઢાંગલા ખાતે તુલસી વિવાહ સાથે પર્યાવરણ પ્રકૃતિ બચાવોની પ્રતિજ્ઞાનો સુંદર સંદેશ

લીલીયા ના ઢાંગલા ગામે ભગવાન ચિ શાલીગ્રામ સંગ ચિ વૃંદાજી નો પરણીય પર્વ યાદગાર બનાવતા, શ્રી શક્તિ મહિલા મંડળ (સુરત) તેમજ શ્રી ઢાંગલા યંગ ગ્રુપ મંડળ દ્વારા અદભુત તુલસી_વિવાહ નુ આયોજન કરાયું હતું. તુલસી વિવાહ પ્રસંગે વૃક્ષો રોપણ નુ સુંદર આયોજન કરાયું હતું ૬૦ થી વધુ વૃક્ષો રોપી પર્યાવરણ ની સુંદર શીખ અપાય હતી લીલીયા તાલુકા ના નાના એવા ઢાંગલા ગામે ધર્મો ઉલ્લાસ સાથે પર્યાવરણ પ્રકૃતિ નો સુંદર સંદેશ આપતા શ્રી મસ્તરામ બાપુ નું મનનીય વક્તવ્ય ભગવન ચિ. શાલીગ્રામ સંગ ચિ વૃંદાજી ના પરણીય પર્વ પ્રસંગે ભવ્ય રાસોત્સવ સાથે સપ્તપદીRead More


બીસીસીઆઈ દ્વારા અંતિમ ઇલેવનની જાહેરાત

આજે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રથમ ટી-૨૦ જંગ થશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચ માટે ૧૨ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાનાર પ્રથમ ટી-૨૦ મેચ માટે ટીમમાં ઋષભ પંત, કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક ત્રણેય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં કુલ છ મેચો રમી છે તે પૈકી ચારમાં જીત મેળવી હતી. બોલિંગની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ સહિત ઝડપી બોલર ખલીલ અહેમદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે, મેચ માટે કોઇ એક ખેલાડીનેRead More