Main Menu

Saturday, December 1st, 2018

 

વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજુલાના ધારસભ્ય અમરીશ ડેરનો મામલતદારને ધમકાવવાનો વીડિયો વાયરલ

વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજુલાના ધારસભ્ય અમરીશ ડેરનો મામલતદારને ધમકાવવાનો વીડિયો વાયરલ થયો છે. તેઓએ ક્રોપ કટિંગમાં સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કર્યાનો આરોપ લગાવ્યો હતો. અમરીશ ડેરે મામલતદાર પર ભાજપના ઈશારે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તમે ભાજપનો ખેસ પહેરી લ્યો જ્યારે પરેશ ધાનાણીએ કહ્યું કે તમે ખેડુતોને અન્યાય કરશો તો ભગવાન પણ તમને માફ નહી કરે.


ખાંભા – અમરેલી રોડ વચ્ચે છોટા હાથી ગાડીમાં લાગી આગ, ખાંભા – ચલાલા – અમરેલી માર્ગ થયો બંધ …

ખાંભા – અમરેલી રોડ વચ્ચે છોટા હાથી ગાડીમાં લાગી આગ, ખાંભા – ચલાલા – અમરેલી માર્ગ થયો બંધ …પ્રાપ્ત વિગત અનુસાર ખાંભા – અમરેલી રોડ પર 5 કલાકે ગોળના ભરેલ છોટા હાથીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ આગ ઇલેક્ટ્રિક શોક સર્કિટને થવાના કારણે લાગી હોવાનું જાણવા મળેલ હતું અને આગને પગલે ખાંભાથી ચલાલા , અમરેલી માર્ગ થયો બંધ થયો હતો બન્ને બાજુ વાહનોની કતારો લાગી ગઈ હતી અને જેને પગલે વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો અને આ આગ ઓસરી થયા બાદ વાહન વ્યવહાર તાબેતા મુજબ ચાલુ થયો હતો


ભાજપના ચૂંટાયેલા સભ્યોની શિસ્ત વિરુદ્ધની કામગીરી સાંખી નહીં લેવાય

રાજુલા તાલુકા પંચાયતમાં પક્ષ વિરુદ્ધ જનારા સત્તા લાલચુ સભ્યો બરતરફ કરાયા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઇ સત્તા મેળવી મનમાની કરતા સભ્યોને ક્યારેય તાબે નહીં થાય પાર્ટી નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષ વિરુદ્ધ ગયેલા સભ્યો સામે પણ ટુંક સમયમાં કાર્યવાહી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હિરપરા જીલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓમાં ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટણી લડેલા સભ્યો પોતાના અંગત સ્વાર્થ અને હિત માટે પક્ષ દ્વારા આપેલ મેન્ડેટ ની વિરુદ્ધમાં જઇ ને ભ્રષ્ટાચાર ના ભોરિંગ ને મોટો કરી મનમાની કરતા હોય છે, આવા સત્તા લાલચુ અને પાર્ટી ના આદેશ ને નાRead More


લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક વાડીએથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડી રૂ.૫૩,ર૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા લાઠી તાલુકાના ચાવંડ ગામ પાસે વાડીએથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડેલ છે. ગઇ કાલ તા.૩૦/૧૧/૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, લાઠી ચાવંડ રોડ ઉપર ચાવંડ નજીક યાદવ ફાર્મ વાળા કાચા રસ્તે રણજીત ઉર્ફે મુન્ના  હરસુરભાઇ ડેર, રહે.ચાવંડ વાળાની વાડીએ આ રણજીત મજુરRead More


દામનગર સિવિલ હોસ્પિટલમાં કાયમી તબીબની નિમણૂક માટે ધારાસભ્ય ઠુંમરની આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલને રજુઆત

દામનગર શહેર ના ધીરજ મોરારજી હેલ્થ સેન્ટર માં કાયમી તબીબો ની નિમણૂક કરવા ની માંગ સાથે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ને રજુઆત કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દામનગર શહેરી તેમજ ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તાર માટે દામનગર ની સી એસ સી નો દરજ્જો ધરાવતી આટલી મોટી હોસ્પિટલ માં છેલ્લા ચાર માસ થી કોઈ તબીબ નથી દામનગર સહિત ગ્રામ્ય વિસ્તાર ની જનતા ની ધીરજ ખૂટી ધારાસભ્ય ને એક પ્રતિનિધિ મંડળ મળ્યું અને દામનગર ની સિવિલ માં કાયમી તબીબ ની નિમણૂક કરવા ની માંગ ઉઠતા ધારાસભ્ય શ્રી ઠુંમર દ્વારા આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈRead More


પગાર ન મળતા નારાજગી બાદ કાર્યવાહી

IL&FS ના ભારતીય સ્ટાફને ઇથોપિયામાં બાનમાં લેવાયા

નાણાકીય સંકટનો સામનો કરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝીંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડના સાત ભારતીય કર્મચારીઓને આફ્રિકી દેશ ઇથોપિયામાં સ્થાનિક લોકોએ બાનમાં પકડી લીધા છે. બ્લુમબર્ગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા બાનમાં પકડી લેવામાં આવેલા કર્મચારીઓના દાવામાં ચકાસણી કરી રહી છે. આ કર્મચારીઓનો દાવો છે કે કંપનીના ૧૨.૬ અબજ ડોલરના લોન ડિફોલ્ટ બાદ લોકલ સ્ટાફને પગારની ચુકવણી કરવામાં આવી નથી. ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા છે. સાત ભારતીય કર્મચારીઓને ઈથોપિયાની ત્રણ જુદી જુદી જગ્યાએ ૨૫મી નવેમ્બરથી બાનમાં પકડી લેવામાં આવ્યા છે. આ કર્મચારીઓ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલ મુજબ ઓરોમિયાRead More


સ્વામીનાથન પંચને લાગુ કરવા માટેની માંગણી

ખેડુતોનું સંપૂર્ણ દેવુ માફ થવું જોઈએ : અરવિંદ કેજરીવાલ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડુતોને સંબોધન કર્યું હતું અને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે સામાન્ય રીતે ત્રણ માંગો સમજમાં આવે છે. કેજરીવાલનું કહેવું છે કે જેટલું દેવું ખેડુતોનું છે તે દેવુ માફ થવું જોઈએ. ખેડુતોને તેમના પાક માટે પુરતા નાણાં મળવા જોઈએ. જે વચન આપવામાં આવ્યું હતું તે મુજબ સ્વામીનાથન પંચને લાગુ કરવાના પ્રયાસ કરવા જાઈએ. ખેડુતોને કોઈ ભીખની જરૂર નથી. ખેડુતો પોતાના અધિકાર માંગી રહ્યા છે. સરકારો એમએસપી નક્કી કરે છે પરંતુ આRead More


ખેડુતોના પ્રદર્શનમાં ફરીવાર વિપક્ષી એકતાના દર્શન થયા

૧૫ સૌથી અમીરોનું દેવુ માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં : રાહુલ

કૃષિ સંકટમાંથી બહાર આવવા માટે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતોની વચ્ચે પહોંચીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે જા મોદી પોતાના ૧૫ સૌથી અમીર મિત્રોનું દેવુ માફી કરી શકે છે તો તેમને દેશના કરોડો ખેડુતોનું દેવુ પણ માફ કરવું પડશે. કોંગ્રેસ પ્રમુખે કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે મોદીએ દેશને અંબાણી અને અદાણી વચ્ચે વિભાજિત કરી દીધો છે. શુક્રવારના દિવસે ખેડુતોના પ્રદર્શનમાં ફરી એકવાર વિપક્ષી એકતા દર્શાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીનાRead More


હજારોની સંખ્યામાં ખેડુતો દિલ્હીમાં, મોદી સરકાર ઉપર દબાણ

દેવા માફી સહિતની અનેક માંગ સાથે ખેડુતોનું દિલ્હીમાં પ્રદર્શન

દેશભરમાંથી હજારોની સંખ્યામાં ખેડુતો આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. ખેડુતોએ રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી કૂચ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. દેશભરમાંથી આવેલા ખેડુતોએ લોન માફી અને પાકની સારી કિંમતો મેળે તેને લઈને જારદાર માંગ કરી હતી. વધુ પાક માટે વધુ સારા એમએસપી સહિત જુદી જુદી માંગોને લઈને ખેડુતો દિલ્હીમાં એકત્રિત થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર ઉપર દબામ વધાર્યું હતું. લોન માફીની માંગ પણ ખેડુતો દ્વારા કરવામાં આવી રહી છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના નેતૃત્વમાં ખેડુતો દિલ્હીમાં એકત્રિત થયા હતા. ખેડુતોની કૂચનાRead More


બગસરાના બસ સ્ટેન્ડમાં યુવાન પેટ્રોલ છાંટી સળગ્યો

બગસરાના બસ સ્ટેન્ડમાં આજે સાંજે એક પરપ્રાંતીય બ્રાહ્મણ યુવાને પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરાતા દોડધામ મચી ગઈ હતી. સખ્ત રીતે દાઝી ગયેલા આ યુવાનને અમરેલી રિફર કરાયો છે. બગસરામાં રહેતા રાહુલ મિશ્રા નરેન્દ્રકુમાર પાંડે (ઉ.વ. ૨૨)એ આજે સાંજે પાંચેક વાગ્યે બગસરા બસ સ્ટેન્ડમાં આવીને કામચલાઉ ઉભા કરવામાં આવેલા પતરાના પીકઅપ સ્ટેન્ડ પાછળ જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા જોતજોતામાં ભળભળ સળગવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈ મુસાફરો અને વિદ્યાર્થીઓ આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા. તત્કાળ ૧૦૮ બોલાવી તેમાં તેને બગસરાની સિવીલમાં લઈ જવાયો હતો.Read More