Main Menu

Tuesday, December 4th, 2018

 

બગસરાનાં સુડાવડમાં અઢી વર્ષના બાળકને દિપડો ઉઠાવી ગયો

અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાનાં સુડાવડ ગામની સીમમાંથી અઢી વર્ષના બાળકને દિપડો ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ બગસરા તાલુકાના સુડાવડ ગામની સીમમાં અશ્વિનભાઇ બચુભાઇ કોરાટની વાડીમાં રહેતા પરપ્રાંતીય પ્રભુભાઇ ડામોરના  પરિવારની ઝુપડી પાસેથી એક દિપડો પ્રભુભાઇના પુત્ર મેહુલને લઇને ભાગી છૂટયો હતો. જેની જાણ થતા વન વિભાગની ટીમ અને પરિવારજનોએ બાળકની શોધખોળ આદરી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે


ખાંભા તાલુકા નું ડેડાણ ગામ યૂવા સરપંચ નટુભાઈ રાઠોડ ના નેતૃત્વ હેઠળ વિકાસ પંથે

વોર્ડ નં નવ અને દસ મા પ્રેવરબ્લોક ની કામગીરી પૂર્ણ થતાં સ્થાનિકો દ્વારા સરપંચ તથા કોન્ટ્રાક્ટર નો આભાર માન્યો મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં અનેક રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં હોય કે જ્યાં ગાડી તો ઠીક પણ માણસને પણ ચાલવા મૂશ્કેલી પડતી હોય તેવા રસ્તાની નોંધ લઇ ગ્રામ પંચાયત ઠરાવ પસાર કરી જલદી થી જલ્દી રસ્તા પર પ્રેવરબ્લોક થાય તે માટે યૂવા સરપંચ દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને સાથો સાથ કોન્ટ્રેક્ટર ઈન્દ્રજીતભાઈ કોટીલા તથા જીગ્નેશભાઈ જોષી દ્વારા જે સરકાર શ્રી ના નીયમ મૂજબ કામગીરી કરવામાં આવતી હોયRead More


અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ધોળકા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.-૧૫૩/૨૦૧૮ પશુ.અધિ.કલમ-૫-૧-(અ) વિ. મુજબના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ વર્ષ એન્ડીંગ ડીસેમ્બર માસની ગુજરાત રાજયમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાની તા.૦૧/૧૨/૧૮ થી તા.૩૧/૧૨/૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્‍વયે પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ ગુન્‍હાની તપાસના કામે પકડવાના બાકી અને નાસતા-ફરતા આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડના ઇન્ચાર્જ પો.સબ ઇન્‍સ. આર.કે.કરમટા તથા એ.એસ.આઇ. બળરામભાઇ વી. પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. દિક્ષીતભાઇ રામાણી નાઓ દ્રારા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ધોળકાRead More


અમરેલી સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ ડિસે. સુધીમાં અરજી કરવી

તા.૨૬ ડિસેમ્‍બર-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-અમરેલી ખાતે અમરેલી તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ ડિસેમ્‍બર-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-અમરેલીને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાની તકારારો, અપીલ થવા પાત્ર કેસ વાળી અરજી, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી-ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન, અગાઉના સ્‍વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો રજૂ કરવા નહિ. અરજીમાં તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણRead More


તા.૧૩મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સાવરકુંડલા સ્‍થિત કાણકીયા કોલેજ ખાતે તા.૧૩ ડિસેમ્બર- ૨૦૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. ભરતીમેળા માટેની જરૂરી વિગતો આ મુજબ છેઃ શાન કન્‍સલ્ટન્‍સી-અમરેલી-કોમ્‍પ્‍યુટર ઓપરેટર-ધો.૧૨ પાસ-ગ્રેજ્યુએટ- ૨૦ થી ૩૫ વર્ષ, એલઆઇસી-અમરેલી-માર્કેટીંગ-ધો.૧૦/ધો.૧૨ પાસ-૧૮ થી ૩૦ વર્ષ, દિવ્‍ય ભાસ્કર માર્કેટીંગ-ધો.૧૦/ધો.૧૨ પાસ-૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો ભાગ લઇ શકશે. વધુ વિગતો માટે જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ, અમરેલીનો સંપર્ક સાધવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી-અમરેલીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.


તા.૮મીએ લોકઅદાલત યોજાશે

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ-અમદવાદના આદેશ અનુસાર અમરેલી જિલ્‍લા કાનૂની સેવા સત્તામંડળ-અમરેલીના ચેરમેન અને પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રીક્ટ જજશ્રીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા અદાલત અને તાલુકા કોર્ટમાં તા.૮ ડિસેમ્‍બર- ૨૦૧૮ના રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવશે. આ લોક અદાલતમાં ક્રિમીનલ કમ્‍પાઉન્‍ડેબલ ઓફેન્‍સ, નેગોશિએબલ-૧૩૮, બેંક રિકવરી, એમ.એ.સી.પી., લેબર ડિસ્‍પ્‍યુટ કેસ, ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલ્‍સ (નોન કમ્‍પાઉન્‍ડેબલ) કેસ, મેટ્રિમોનિયલ ડિસ્‍પ્‍યુટ, લેબર ડિસ્‍પ્‍યુટ કેસો, લેન્‍ડ એક્વિઝેશન કેસ, ઇલે. અને વોર બિલ્‍સ (નોન કમ્પાઉન્‍ડેબલ) કેસો અને સર્વિસ મેટર રિલેટીંગ પે એન્‍ડ એલાઉન્‍સ અને રેટિરલ બેનિફિટ્સ, રેવન્‍યુ કેસ (જિલ્‍લા કોર્ટમાં પેન્‍ડીંગ), અધર સિવિલ કેસ (રેન્‍ટ, ઇઝમેન્‍ટરી રાઇટ્સ, ઇંજકશનRead More


સ્‍વામી વિવેકાનંદ હિલ શિલ્‍ડ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાશે

જિલ્લાની આંતર શાળાકીય સ્‍વામી વિવેકાનંદ હિલ શિલ્‍ડ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે. એન્‍ટ્રી ફોર્મ તથા ટુર્નામેન્‍ટ માટેના અન્‍ય નિયમો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, ચિતલ રોડ-અમરેલી ખાતેથી મેળવી લેવાના રહેશે. શાળાના આચાર્યશ્રીના સહમતી પત્રક સાથે શાળાની એન્‍ટ્રી સ્‍પોર્ટસ કોમ્‍પલેકસ ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન કરાવવાની રહેશે, જેની છેલ્લી તા.૧૧ ડિસેમ્‍બર-૨૦૧૮ છે. તા.૩૧ ડિસે.-૨૦૧૮ના રોજ ૧૯ વર્ષ પૂરાં ન થતાં હોય તેવા ખેલાડીઓએ આ સ્‍પર્ધામાં ભાગ લઇ શકશે જેની ખાસ નોંધ લેવાની રહેશે, સિનીયર કોચશ્રી- જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્રની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


લીલીયા સ્વાગત માટે તા.૧૦ સુધીમાં અરજી કરવી

તા.૨૬ ડિસેમ્‍બર-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-લીલીયા ખાતે લીલયા તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ ડિસેમ્‍બર-૨૦૧૮ના રોજ બપોરે ૩ સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાની તકારારો, અપીલ થવા પાત્ર કેસ વાળી અરજી, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી-ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન, અગાઉના સ્‍વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો રજૂ કરવા નહિ. અરજીમાં તાલુકાRead More


તા.૭મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. બગસરા સ્‍થિત મેઘાણી હાઇસ્‍કુલ ખાતે તા.૭ ડિસેમ્બર-૨૦૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. ભરતીમેળા માટેની જરૂરી વિગતો આ મુજબ છેઃ રિલાયેબલ ફર્સ્ટ-અમદાવાદ-ટ્રેઇની-ધો.૧૦ પાસ-૧૮ થી ૩૦ વર્ષ, શાન કન્‍સલ્ટન્‍સી- અમરેલી-કોમ્‍પ્‍યુટર ઓપરેટર-બીએસસી/ડિપ્‍લોમા પોલીટેક્નિક/ડિગ્રી એન્‍જિનિયરીંગ-૨૦ થી ૪૦ વર્ષ, એલઆઇસી-અમરેલી-વીમા એડવાઇઝર-કોઇપણ પ્રવાહ સાથે ધો.૧૨ પાસ-૧૮ થી ૩૫ વર્ષ, દિવ્‍ય ભાસ્કર માર્કેટીંગ-ધો.૧૦/ધો.૧૨ પાસ-૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો ભાગ લઇ શકશે. વધુ વિગતો માટે જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ, અમરેલીનો સંપર્ક સાધવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી-અમરેલીએ એક અખબારી યાદીમાંRead More


નિવાસી તાલીમ યોજાશે જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ

બીએસએફ દ્વારા લશ્કરી-અર્ધલશ્કરી-પોલીસફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં ભરતી સબબ બીએસએફના બે મથકો ભુજ અને ગાંધીધામ ખાતે નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ તાલીમ વર્ગમાં જોડાવવા જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ, અમરેલી ખાતે રૂબરૂ સ્‍વખર્ચે જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે અરજી ફોર્મ રજૂ કરવાનું રહેશે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયત ફોર્મ વિનામૂલ્યે આપવામાં આવશે. તાલીમ વર્ગમાં જોડાવવા માટેના નિયત ફોર્મ સાથે એસસીસી-એચએસસી પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અનામત કેટેગરીના ઉમેદવાર હોય તો અનુ.જાતિ-અનુ.જન જાતિ-એસઇબીસીના દાખલા, રોજગાર કચેરી કાર્ડ સહિતની નકલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવાનો રહેશે. તાલીમ વર્ગમાં જોડાવવાRead More