Main Menu

Wednesday, December 5th, 2018

 

બોટાદમાં છ વર્ષની બાળા પર દુષ્કર્મ કરનાર આખરે કુલદીપ ઉર્ફે અરુણ પરમાર ઝડપાયો

સમગ્ર જિલ્લામાં અતિ ચર્ચાસ્પદ બનેલી ઘટના નો આખરે અંત, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને ટીમને મળી જબરદસ્ત સફળતા આરોપીને શોધવા જિલ્લા પોલીસવડાએ અલગ અલગ ટિમો બનાવી હતી, સ્કેચ પણ તૈયાર કરાયો હતો, ઘટનાને લઈ સમગ્ર જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો હતો – જિલ્લા પોલીસવડા પ્રેસકોન્ફરન્સમાં મીડિયા ને વિગતો આપી, જનજાગૃતિ માટે એસપી એ સમગ્ર જિલ્લાને અપીલ કરી અતિ ચર્ચાસ્પદ બનેલી બોટાદ જિલ્લામાં છ વર્ષની માસુમ બાળકીને તારીખ ૨૯ ના રોડ એક અજાણ્યા નરાધમે પતંગની લાલચ આપી ફેસલાવી અવાવરૃ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા હતી અને બોટાદ શહેરRead More


અમરેલીમાં ગેરકાયદેસર રીતે વાહનના બાટલા, બ્લેકમાં બાટલા વેચવાની પ્રવુતી કરતાં ઇસમો સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરાય

અમો ઉપરોક્ત વિસ્તારના રહીશો છીએ અને વેપાર ધંધો કરી અમારું તથા અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. એમોના વિસ્તારમાં ફેમસ વાસણ ભંડાર નામની દુકાન ધરાવતા તંદન ગેરકાયદેસર રીતે ગેસના બાટલાની હેરફેરી કરી મસ્ત મોટી કમાણી કરી રહેલ છે અને ગેસના બાટલા ભરવાની પ્રવુતી કરી રહેલ છે. આ અંગે એમીએ અનેક રજૂઆત કરવા છતાં અને આજુબાજુના વિસ્તારના લોકોએ પણ તેઓને અનેક વાર રજૂઆત કરેલ હોવા છતાં તેઓને કોઇની પણ બીકના હોય તે રીતે ગેરકાદેસર રીતે આવી પ્રવુતી કરી રહેલ છે. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં ભયંકર ગેસની વાસ આવે છે. અને જો આવીRead More


અમરેલી જિલ્‍લામાં સભા-સરઘસ અને હથિયાર બંધી

હાલની પ્રવર્તમાન સ્‍થિતિને અનુલક્ષીને સમગ્ર અમરેલી જિલ્‍લામાં કાયદો- વ્યવસ્‍થા જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ.બી. પાંડોરે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ તેમજ કલમ-૩૩ની સત્તાનુસાર જાહેરનામુ બહાર પાડી નીચે મુજબની કાર્યવાહી પર પ્રતિબંધ ફરમાવેલ છે. સમગ્ર અમરેલી જિલ્‍લાના વિસ્‍તારમાં તા.૬ થી તા.૨૦ ડિસેમ્‍બર-૨૦૧૮ સુધી કોઇપણ ઇસમે શસ્‍ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્‍પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ક્ષયધર્મી અથવા સ્‍ફોટક પદાર્થ અથવા પથ્થરો-બીજા શસ્‍ત્રો અથવા તે શસ્‍ત્રો ફેંકવા-નાખવાના યંત્રો સાથે ઘર બહાર નીકળવું નહિ કેRead More


બ્ર.પ.પૂ. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રથમ નિર્વાણતિથી મહોત્સવનું ભવ્ય આયોજન

ભાવનગર જિલ્લાના તરસમિયા ગામે બ્રમ્હલીન પરમ પૂજ્ય શ્રીમત પરમહંસ, પરિવ્રાજકાચાર્ય, ક્ષ્રોત્રિય-બ્રમ્હનિષ્ઠ, કનક-કાન્તાના ત્યાગી, સનાતન ધર્મધુરંધર, યતિન્દ્રવર્થ, પરોપકારમય જીવન જીવવાના પ્રખર ઉપદેશક, કઠિન સન્યાસધર્મને સ્વજીવનમાં સંપૂર્ણપણે ચરિતાર્થ કરી બતાવનાર, જીવમાત્રના આત્મસ્વરૂપ પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ગત વર્ષ તા. ૨૨-૧૧-૨૦૧૭, માગશર સુદ ચતુર્થી ને બુધવારના રોજ નશ્વરદેહનો ત્યાગ કરી વ્યાપક શિવતત્વમા વિલીન થયા હતા. સન્યાસધર્મને અંગીકાર કરી, કાશીક્ષેત્રે બાર વર્ષ પર્યત વેદાંતશાસ્ત્રભ્યાસ પૂર્ણ કરી સૌરાષ્ટ્ર પ્રાંતમાં ગામડે-ગામડે પદયાત્રા દ્વારા પરિભ્રમણ કરીને પ્રજાજનોમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, સેવા, શિવભક્તિ અને સનાતન ધર્મના સંસ્કારોનું સિંચન કરી સ્વામીજીએ માનવ કલ્યાણની મહાજયોત પ્રગટાવી હતી. અલગ-અલગRead More


ધારી ગીર વિસ્તારમાં રોડ રસ્તાઓ પર 10 જેટલા સિંહોએ જમાવ્યો અડિંગો

અમરેલી-ધારી ગીર વિસ્તારમાં સિંહના ટોળાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ રોડ રસ્તાઓ પર 10 જેટલા સિંહોએ જમાવ્યો અડિંગો સિંહના ટોળાનો અદભુત વિડીયોએ સોસીયલ મીડિયાના મચાવી ધૂમ સિંહ પરિવાર પોતાની મસ્તીમાં મસ્ત રોડ રસ્તાઓ પર સિંહોને મોજ મસ્તી કરતા રીક્ષા ચાલકે ખદેદયા રોડ રસ્તા પર રહેલા સિંહોને છકડો રીક્ષાવાળા મુસાફરીએ રસ્તા પરથી કર્યા દૂર વાયરલ વિડીયો તુલસીશ્યામ વિસ્તારનો હોવાનું અનુમાન


તા.૧૫મીએ સંકલન-ફરિયાદ સમિતિ બેઠક

અમરેલી જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની આગામી બેઠક તા.૧૫/૧૨/૨૦૧૮ને શનિવારના રોજ સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરી-અમરેલી ખાતે યોજાશે. બેઠકમાં સવારે ૧૧ વાગ્યે લોકપ્રતિનિધીશ્રીઓ-અધિકારીશ્રીઓ સાથે પ્રશ્નોની ચર્ચા-સમીક્ષા કરવામાં આવશે. બપોરે ૧.૦૦ કલાકે સંકલન સમિતિમાં અધિકારીઓ સાથે બાકી કાગળો-અવેઇટ કેસોનો નિકાલ, બાકી પેન્‍શન કેસ, નાગરિક અધિકારપત્ર તળેની અરજીઓ, વસૂલાત, નિર્મળ ગુજરાત, રેકર્ડ વર્ગીકરણ, પ્રશ્નોના નિકાલ સહિત આંતરિક કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.


અમરેલી જિલ્‍લામાં વાહનમાલિકોને એ.આર.ટી.ઓ.-અમરેલીનો અનુરોધ

અમરેલી જિલ્‍લામાં વાહનમાલિકોને પોતાના વાહનો નોનયુઝમાં દર્શાવવાના હોય તો તેમણે વાહન-૦૪ સોફટવેરમાં નોનયુઝ મોડ્યુલમાં પ્રક્રિયા કરવાની રહેશે. આ અંગેની નોંધ કરીને વાહનો નોનયુઝમાં મૂકવાનું રહેશે. તે મુજબ તમામ કામગીરીમાં વાહનની બેકલોગ એન્‍ટ્રી કરાવવી જરૂરી છે. તમામ વાહનમાલિકોને પોતાના વાહનોનું કોમ્‍પ્‍યુટરમાં બેકલોગ કરાવી લેવા અંગેની નોંધ લેવા એ.આર.ટી.ઓ.-અમરેલીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.


બચ્ચનસિંહ નામની ફિલ્મ બનાવવા માટે તૈયારી

અભિષેક પ્રિયદર્શનની નવી ફિલ્મમાં રોલ કરે તેવી વકી

અભિષેક બચ્ચન પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જો કે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે. આ વર્ષની શરૂઆતમાં એવા અહેવાલ આવ્યા હતા કે અભિષેકે કેટલીક ફિલ્મોમાં કામ કરવા માટેની તૈયારી દર્શાવી છે. અભિષેકે જે ફિલ્મો સાઇન કરી છે તેમાં પ્રિયદર્શનની એક ફિલ્મ પણ સામેલ છે. હવે રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બચ્ચન સિંહ નામથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ અગાઉ હાલમાં અભિષેકે ચર્ચા જગાવી હતી. કારણ કે અભિષેકે મહત્વકાંક્ષી ફિલ્મ જેપી દત્તાની પલટનમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અભિષેકે આ ફિલ્મ છોડી દીધીRead More


સફળતાના અનેક નવા રેકોર્ડ તોડવાની દિશામાં

રજનિકાંતની ફિલ્મે ૪ દિનમાં ૪૦૦ કરોડની કમાણી કરી છે

રજનિકાંતની ફિલ્મ ટુએ ધારણા પ્રમાણે જ એક પછી એક નવા રેકોર્ડ બોક્સ ઓફિસ પર સર્જવા માટેની શરૂઆત કરી દીધી છે. ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મે ચાર દિવસના ગાળામાં જ ૪૦૦ કરોડની રેકોર્ડ કમાણી કરી લીધી છે. દુનિયાભરના બોક્સ ઓફિસ પર ફિલ્મ એક પછી એક સફળતા હાંસલ કરી રહી છે. ફિલ્મમાં રજનિકાંતે ત્રણ જુદા જુદા રોલમાં નજરે પડનાર છે. નિર્દેશક શંકરની વર્ષ ૨૦૧૦માં બ્લોક બસ્ટર ફિલ્મ આવી હતી. જે સુપરહિટ સાબિત થઇ હતી. શંકરની રોબોટ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં આવ્યા બાદ આ ફિલ્મ સફળ સાબિત થઇ હતી. જેના કારણે હવેRead More


અજય દેવગન અને સલમાન ખાન સાથે દેખાશે

તબ્બુની બે ફિલ્મ નવા વર્ષે રજૂ કરવામાં આવનાર છે: રિપોર્ટ

વિતેલા વર્ષોમાં અનેક સુપરહિટ ફિલ્મ કરી ચુકેલી ખુબસુરત તબ્બુ પાસે હાલમાં બે મોટી ફિલ્મ છે. જેમાં અજય દેવગનની સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ દે દે પ્યાર દે અને સલમાન ખાનની સાથે ભારત ફિલ્મનો સમાવેશ થાય છે. જે પૈકી અજય દેવગનની સાથે તેની ફિલ્મ દે દે પ્યાર દે ૨૬મી એપ્રિલના દિવસે રજૂ કરાશે. જ્યારે ભારત પાંચમી જુનના દિવસે રજૂ કરાશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની શાનદાર અભિનેત્રી તરીકે ગણાતી તબ્બુએ પોતાની કેરિયરમાં અનેક શાનદાર ભૂમિકા અદા કરી છે. જેમાં જટિલ, ઇન્ટેન્સ અને પડકારરૂપ ભૂમિકાનો સમાવેશ થાય છે. જા કે તે હવે હળવી ભૂમિકા કરવા માંગેRead More