Main Menu

Thursday, December 6th, 2018

 

ઝુંબેશ માટે ૧૫ દિવસની મહેતલ આપવામાં આવી

સૂકો-ભીનો કચરો ઉઘરાવવાનું શરૂ : હજુ લોકોને જાગૃત કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ કરીને કચરાગાડીને આપવા માટેની ટ્રીંગરીંગ ઇવેન્ટ ગઇકાલે યોજાઇ હતી, જેમાં તંત્રના ૪૫ હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હતા. ખુદ કમિશનર વિજય નેહરા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને સમજાવવા માટે સવારથી ફર્યા હતા અને અમ્યુકોની આ નવી ઝુંબેશને લઇ લોકોને જાગૃત અને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ તો, અમ્યુકોએ તા.૩જી ડિસેમ્બરથી શહેરીજનોને સૂકો અને ભીનો કચરો અલગ કરીને આપવાની અને સૂકા-ભીના મિક્સ કચરાને ઉપાડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ તાકીદ કરી હતી. જા કે, અમ્યુકો તંત્ર દ્વારા હજુ આગામી પંદર દિવસ સુધી લોકોનેRead More


શંકર ચૌધરીના બર્થ ડેને પણ અસર થઈ

પેપર લીક: સીએમની મેરેજ એનિવર્સરીની ઉજવણી ફીકી

ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર આરોપીઓમાં ભાજપના જ બે નેતાઓના નામ સામે આવતાં લોકસભા અને જસદણની ચૂંટણી પહેલાં ભાજપ સરકાર બહુ મોટા વિવાદમાં ફસાઇ છે. એટલે સુધી કે, લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડની ગુંજ છેક દિલ્હી સુધી સંભળાઇ છે અને કેન્દ્રમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા ચે. કેન્દ્ર સરકાર તરફથી આ સમગ્ર મામલે ડિટેઇલ્ડ રિપોર્ટ મંગાવાયો છે. બીજીબાજુ, આજે રાજયના મુખ્યમંત્રી વિજયરૂપાણીની મેરેજ એનિવર્સરી હોવા છતાં પેપર લીક કૌભાંડને લઇ તેમની લગ્નતિથિની ઉજવણી ફિક્કી પડી હતી કારણ કે, સીએમ આજે દિવસભર પેપરકાંડના મુદ્દે મિટિંગોમાંRead More


૫૦થી વધુ ઉમેદવારો પાસે પૈસા લઇ પેપર લખાવ્યું

મનહર પટેલે ચિલોડાની એક હોટલ ખાતે રૂપિયા ઉઘરાવ્યા

લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આજે સાંજ સુધીમાં પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી માહિતીનો પર્દાફાશ થયો હતો કે, બાયડના અરજણ વાવ ગામનો રહેવાસી આરોપી મનહર રણછોડભાઈ પટેલ કે જે અગાઉ ભાજપમાંથી બાયડ નગરપાલિકા ચૂંટણી લડી ચૂક્યો છે, તેણે આ લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કરવામાં બહુ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી અને તેણે ચિલોડા ખાતેની એક હોટલમાં ૫૦થી વધુ પરીક્ષાર્થી ઉમેદવારોને પૈસા લઇને પેપર લખાવ્યું હતું. આ માટે તેણે હોટલમાં પૈસા ઉઘરાવવા માટે એક અલગ કાઉન્ટર નાંખ્યું હતુ અને પૈસા ઉઘરાવ્યાRead More


ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયની સ્પષ્ટતા

લોકરક્ષક પેપર રાજ્ય બહાર માત્ર એક સેટમાં જ છપાયું હતું

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં પરીક્ષા રદ કરવામાં આવી તેનું પેપર ગુજરાત બહાર માત્ર એક સેટમાં જ છપાયેલું હતું. આ લીક થયેલું પેપર ગુજરાતમાં નહીં પરંતુ, ગુજરાત બહાર અન્ય કોઈ રાજ્યમાં છાપવામાં આવ્યું હતું એ મતલબની સ્પષ્ટતા આજે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે કરી હતી. વિકાસ સહાયે પેપર લીક થવાના પગલે એલઆરડી પરીક્ષા રદ કરવાને લઇ રાજયભરના લાખો ઉમેદવારો પરત્વે ભારે દુઃખ અને સંવેદનાની લાગણી પ્રગટ કરી હતી. સાથે સાથે તેમણે એ મુદ્દે પણ સ્પષ્ટતા કરી હતી કે, લોકરક્ષકની આ રદ કરાયેલી પરીક્ષા આગામી ૧૬ ડિસેમ્બરે લેવામાં આવવાની સોશ્યલ મીડિયામાંRead More


રૂપલ શર્માના બે નાના બાળકો હવે નિરાધાર

રેકેટર રૂપલ શર્મા પોતે પી.એસ.આઈ.ની પુત્રી છે :તપાસમાં ધડાકો થયા

લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડ પકડાયેલી મહિલા આરોપી અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેકટર રૂપલ શર્મા પોતે સ્વર્ગસ્થ પીએસઆઇની પુત્રી છે અને તે પોતે આ લોકરક્ષક દળની પરીક્ષાની ઉમેદવાર હતી. તેની પાસે જવાબો આવી ગયા એટલે તેણીએ ભરતી બોર્ડના પીએસઆઇ ભરત બોરાણાને વોટ્‌સ અપ વેરીફાઇ કરવાની જવાબો સાચા છે કે કેમ તે પૃચ્છા કરી તેમાં ફસાઇ ગઇ. કારણ કે, બોરાણાએ આ જવાબો ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને વોટ્‌સ અપ પર મેસેજ કરીને જાણ કરી દીધી, જેને પગલે સહાયને ખબર પડી ગઇ કે, વાસ્તવમાં પેપર લીક થઇ ચૂકયું છે અનેRead More


મોટા લીલીયાના ચકચારી ઋષિકેષ અપહરણ વીથ મર્ડર કેસમાં જેલમાંથી વચગાળાના જામીન પરથી અઢી વર્ષથી નાસતા ફરતા કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલીના મોટા લીલીયાના ચકચારી ઋષિકેષ અપહરણ વીથ મર્ડર કેસમાં જેલમાંથી વચગાળાના જામીન પરથી અઢી વર્ષથી નાસતા ફરતા કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*_ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ ઉવ.૧૭ નાને કોઇ અજાણ્યા શખ્સો  લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા રૂષીકેશના પિતા પાસે રૂ.૩૫ લાખની માંગણી કરેલ હતી. સદરહું બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તત્કાલીન એલ.સી.બી. ટીમ દ્વારા રૂષીકેશના મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્દ્ર ધનશ્યામભાઇ ભટ્ટ રે.લીલીયા, હાલ.રે.સુરત તથા વિજય શામજીભાઇ ધામત, રહે.સુરત વાળાઓને ટેકલRead More


ગાંધીનગરથી ડો.હરેશ નાયક સાહેબ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માંઙળ ની મુલાકાત

રાજુલા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ડુંગર ના માંઙળ હેલ્થ એન્ઙ વેલનેસ ટે ડો.હરેશ નાયક સાહેબ આવેલ જેમણે સેન્ટરમા ચાલતા એન.સી.ડી.સ્ક્રીનીંગ, સગર્ભા અને ધાત્રી માતાની તપાસ,યોગા સેશન, કિશોરાવસ્થાની સાર સંભાળ,વૃદ્ધાવસ્થાની સાર સંભાળ જેવી કામગીરી વિશે ડુંગર એમ.ઓ.અને તાલુકા હેલ્થ ઑફિસર ડો.એન.વી.કલસરિયા સી.એસ.ઓ.જાગૃતભાઈ ચૌહાણ,સુરેશભાઈ મુનિરાબેન અને ભારતીબેન  પાસેથી હેલ્થ એન્ડ વેલનેસ એરિયામા થતી કામગીરીની સમીક્ષા કરેલ અને જાગૃતભાઈ દવારા કરેલ કામગીરીની પ્રસંશા કરેલ તેવુ યાદીમાં જણાવેલ છે.


રાજુલા આંબેડકર સર્કલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ

આજ રોજ તા. ૬.૧૨.૨૦૧૮ રોજ રાજુલા આંબેડકર સર્કલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિમિતે  બાબા સાહેબ ની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં રાજુલા કેલેકટર શ્રી ડાભી સાહેબ અને દલિત સમાજના આગેવાનો અને યુવાનો સાથે મળીને ડો. બાબા સાહેબ આંબેડકર ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જય ભીમ ના નારા લગાડ્યા હતા.


અમરેલી બીએસએનએલ દ્વારા ટેલિફોન અદાલત અને ઓપન હાઉસનું આયોજન

અમરેલી બીએસએનએલ દ્વારા ટેલિફોન અદાલત અને ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્‍યું છે. ગ્રાહકોની વારંવાર થતી ફરિયાદોના સંતોષકારક નિવારણ અને સેવાના અભિગમ સાથે તા.૩૧ ડિસે.-૨૦૧૮ના રોજ બાબરા ટેલિફોન ઓફિસ ખાતે ટેલિફોન અદાલત અને ઓપન હાઉસ યોજાશે, જે માટે તા.૨૧ ડિસે.સુધીમાં અરજી કરી શકાશે. તા.૧૬ જાન્યુ. ૨૦૧૯ના રોજ લાઠી ટેલિફોન ઓફિસ ખાતે ટેલિફોન અદાલત અને ઓપન હાઉસ યોજાશે, જે માટે તા.૭ જાન્યુ.૨૦૧૯ સુધીમાં અરજી કરી શકાશે.


ભારત સંચાર નિ.લિ. બ્રોડબેન્‍ડ અને લેન્‍ડલાઇન ટેરિફ પ્‍લાનમાં ફેરફાર

ભારત સંચાર નિ.લિ. દ્વારા એક્સપિરિયન્‍સ બ્રોડબેન્‍ડ ૨૪૯ પ્‍લાનમાં તા.૧ ડિસે. ૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્‍યો છે. રાષ્‍ટ્રભરના બીએસએનએલ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્‍સની સુવિધાની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્‍સની સુવિધામાં ઉમેરો કરી રૂ.૩૦૦ સુધીના કોલ્‍સ કોઇપણ નેટવર્ક પર ફ્રી આપવામાં આવશે. બ્રોડબેંડની ૮ Mbps સુધીની સ્‍પીડ ૧૫ GB સુધી અને ત્‍યારબાદ ૧ Mbps સુધીની સ્‍પીડ અનલિમિટેડ બ્રોડબેંડ વપરાશ માટે મળતી હતી તેમાં સુધારો કરીને દરરોજ ૮ Mbps સુધીની સ્‍પીડ ૧.૫ GB સુધી અને ત્‍યારબાદ ૧ Mbps સુધીની સ્‍પીડ અનલિમિટેડRead More