Main Menu

Tuesday, January 1st, 2019

 

સાવરકુંડલા ટાઉનમાં નાવલી નદીના પટ્ટમાં જાહેરમાં જુગાર રમતાં ઇસમોને રૂ.૧૩,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે આજરોજ તા.૦૧/૦૧/૧૯ ના સાંજના કલાક ૧૭/૦૦ વાગ્યે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા જુગાર અંગે ચોક્કસ બાતમી મેળવી સાવરકુંડલા ટાઉનમાં બીડી કામદાર સોસાયટીમાં જવાના રસ્તે નાવલી નદીના પટ્ટમાં જાહેરમાં જુગાર રમતાં ઇસમો ઉપર રેઇડ કરતાં કુલ ૬ ઇસમો પૈકી બે ઇસમોને પકડી પાડેલ અને ચાર ઇસમ નાસી ગયેલ હોય તમામ સામે જુગારધારા તળે ધોરણસરRead More


ઝુમાં સપ્તાહમાં રૂ.૨૫ લાખથી વધુની આવક

કાર્નિવલમાં અઠવાડિયામાં ૨૫ લાખ પ્રવાસી પહોંચ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા. ૨૫થી તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલની ભપકાદાર રીતે ઉજવણી કરાઈ હતી, જે દરમિયાન આશરે ૨૫ લાખથી વધારે સહેલાણીઓ ઊમટતાં કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા અકબંધ રહી હતી. જા કે, કાર્નિવલના કારણે કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને નોકટર્નલ ઝુમાં પણ મુલાકાતીઓનો ખાસ કરીને મહિલા-બાળકોનો ભારે ધસારો જાવા મળ્યો હતો, જેના કારણે કાંકરિયા ઝુ ખાસ કરીને નોકટર્નલ ઝુમાં ખૂબ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટયા હતા, જેના કારણે કાંકરિયા ઝુ અને નોકટર્નલ ઝુની મળી એક સપ્તાહની આવક રૂ.૨૫ લાખથી વધુની નોંધાઇ હતી.કાર્નિવલના કારણે આ બંને ઝુમાં મુલાકાતીઓની સંખ્યાRead More


એનઆઇએ અને યુપીએટીએસની કાર્યવાહી

અમરોહા : બે શકમંદના પાંચ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા અમરોહામાં ફરી એકવાર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્રાસવાદી સંગઠન સાથે જાડાયેલા બે શકમંદના પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સવારે પણ કાર્યવાહી યથાવત રીતે જારી રહી હતી. એનઆઇએની સાથે ઉત્તરપ્રદેશ એટીએસની ટીમ પણ દરોડાની કાર્યવાહીમાં સામેલ થઇ હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન દસ્તાવેજામાં ઉંડી તપાસ કરવામાં આવી હતી. ગયા સપ્તાહમાં જ પકડી પાડવામાં આવેલા શંકાસ્પદોના સ્થળ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ૩૦મી ડિસેમ્બરની રાત્રે ઉત્તરપ્રદેશના અમરોહામાંથી ૧૦ શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. તે પહેલા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીRead More


પેટ્રોલની કિંમતમાં ૧૯ પૈસાનો ઘટાડો કરાયો

નવા વર્ષના પ્રથમ દિવસે તેલ કિંમતોમાં ઘટાડો કરી દેવાયો

તેલ કિંમતોમાં નવા વર્ષના પ્રથમ દિવસે પણ ઉલ્લેખનીય ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ ઘટાડાનો દોર જારી રહ્યો છે. પેટ્રોલની કિંમત હવે ઘટીને વધુ નીચી સપાટી પર પહોંચી ગઇ છે. આજે નવા વર્ષના પ્રથમ દિવસે પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૯ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એક વર્ષ અગાઉ પેટ્રોલની કિંમત જે હતી તેની તુલનામાં હવે એક રૂપિયો ઓછી કિંમત થઇ ગઇ છે. છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૫ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૧૩ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.ક્રુડRead More


વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે બજાર તેજી સાથે બંધ

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૮૬ પોઇન્ટ ઉછળીને બંધ

શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે કારોબાર દરમિયાન આજે તેજી રહેતા સારી શરૂઆત વર્ષ ૨૦૧૯ની રહી હતી. એચડીએફસી બેંક, એચડીએફસી, ઇન્ફોસીસ અને આઇસીઆઇસીઆઇ બેંક જેવા હેવીવેઇટ શેરમાં લેવાલી જામી હતી. શરૂઆતમાં પ્રવાહી સ્થિતિ રહ્યા બાદ અંતે સુધારા સાથે બજાર બંધ રહેતા સંતોષની લાગણી જાવા મળી હતી. એસએન્ડપીમાં ઇન્ટ્રા ડે દરમિયાન ઉંચી અને નીચી સપાટી ક્રમશ ૩૬૨૮૪ અને ૩૫૮૮૮ની સપાટી રહી હતી. નિફ્ટી ઇન્ડેક્સ ૪૮ પોઇન્ટ ઉછળીને ૧૦૯૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. નિફ્ટીના ૫૦ સેર પૈકી ૩૨ શેરમાં તેજી રહી હતી. આવી જ રીતે ૧૮માં મંદી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઇRead More


નવા વર્ષના પ્રથમ ઇન્ટરવ્યુમાં મંદિર મુદ્દે મોદીની સાફ વાત

કાયદાકીય પ્રક્રિયા પરિપૂર્ણ થતા પહેલા મંદિર મુદ્દે વટહુકમ નહીં

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કરવામાં આવેલી માંગ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંદિર મુદ્દે સ્પષ્ટ વાત કરીને આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આણી દીધો હતો. વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે પ્રથમ ઇન્ટરવ્યુમાં મોદીએ રામમંદિર, નોટબંધી, ભ્રષ્ટાચાર અને આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ સહિત જુદા જુદા વિષય પર સ્પષ્ટ વાત કરી હતી. સાથે સાથે કોંગ્રેસ પાર્ટી પર તેજાબી પ્રહારો કર્યા હતા. રામમંદિરના મુદ્દે મોદીએ કહ્યુ હતુ કે રામમંદિરના નિર્માણના મામલે કોઇ પણ વટહુકમ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ જ લાવવામાં આવશે. કાયદાકીય પ્રક્રિયા વચ્ચે કોઇ વટહુકમ લાવવાની અટકળોને મોદીએRead More


અમરેલી જીલ્લામાં ૩૧ મી ડીસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીના ઉપક્રમે પ્રોહિબીશન પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરતી અમરેલી પોલીસ

૩૧ મી ડીસેમ્બર વર્ષનો આખરી દિવસ હોય નવા વર્ષનું સ્વા્ગત કરવા રાત્રિના મોડે સુધી હોટલો-ફાર્મ હાઉસો, ક્લબો, પાર્ટી પ્લોટો વિ. જાહેર સ્થળોએ ડાન્સ તથા ડીનર પાર્ટીના આયોજન થતા હોય તેમજ આવા કાર્યક્રમોમાં દારૂનું ગેરકાયદેર સેવન થવાની શક્યતા રહેતી હોય ઉપરાંત આવા સેવન માટે રાજ્ય બહારથી વિદેશી દારૂ મોટા જથ્થામાં મંગાવવાની શક્યતા રહેતી હોય જે હકીકત ધ્યાને લઇ દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ/ સેવન/ વહન અટકાવવા *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરી જીલ્લાના મહત્વના એન્ટ્રી/એક્ઝીટ પોઇન્ટ  પર ચેકપોસ્ટ ઉભી કરી સઘન વાહન ચેકીંગRead More


અમરેલી શહેરમાં મોબાઇલ ઉપર વરલી મટકાનો જુગાર રમાંડતાં એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ચોરી છુપીથી ચાલતાં વરલી મટકાના જુગાર રમડતાં ઇસમોને ઝડપી તેની વિરૂધ્ઘ કાર્યદેસર કાર્ય્વાહી કરવા સુચના આપેલ અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે આજ રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી શહેરમાંથી વરલીના જુગાર રમાંડતા એક ઇસમને ઝડપી પાડેલ છે. *પકડાયેલ આરોપીઃ-* ભરતભાઇ હરીલાલભાઇ પરીખ ઉ.વ.૬૨ રહે.અમરેલી ટાવર રોડ મીર સાહેબની ગલી જી.અમરેલી  *પકડાયેલ મુદામાલઃ-*  વરલી મટકાંના આંકડા લખેલ સ્‍લીપ કુલ-૧, બોલપેન-૧, કિં.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂ.૨૭૫૦/-  તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂા.૫૦૦/-Read More


ઇકો સેન્સેટીવ ઝોન બાબતે મુખ્‍યમંત્રીની અઘ્‍યક્ષતામાં બેઠક મળી અનેક પ્રશ્‍નો હલ થશે

ઈકો સેન્‍સેટીવ ઝોન બાબતે છેલ્‍લા ઘણા સમયથી ખેડુતો, માલધારીઓ અને સકો ઝોનથી પ્રભાવીત શહેશે બાબતની વિવિધ સમસ્‍યાઓ અંગે તેમજ અમરેલી જિલ્‍લાનાં ધારી, ખાંભા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલીયા અને અમરેલી તાલુકાનાં વિવિધ ક્ષેત્રમાં ઈકો ઝોન બાબતની વિવિધ સમસ્‍યાઓ હલ કરવા માટે રાજયનાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરાની નેતૃત્‍વમાં રજુઆત કરવામાં આવી હતી. કેન્‍દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા,અ ગુજકોમાસોલના ચેરમેનશ્રી દીલીપભાઈ સંઘાણીના સંકલન સાથે જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી.ફળદુ સાહેબ, પૂર્વમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, જિલ્‍લા ભાજપના પ્રભારીશ્રી ભરતભાઈ ગાજીપરા, પૂર્વ ધારાસભ્‍યશ્રી મનસુખભાઈ ભુવા, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી પ્રાગજીભાઈ હીરપરા, શરદભાઈRead More


ફિલ્મની પટકથા પર જોરદાર રીતે કામ જારી

રિતિકને લઇ નવી ફિલ્મની રાકેશ રોશન ઘોષણા કરશે

વિતેલા વર્ષોના અભિનેતા અને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રાકેશ રોશન નવી ફિલ્મ બનાવવા માટેની તૈયારીમાં લાગી ગયા છે. હાલમાં પટકથા પર કામ જારી છે. કલાકારો કોણ રહેશે તેની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ લોકપ્રિય સુપરસ્ટાર રિતિક રોશન હવે પોતાની આત્મકથા લખવાને લઇને ઉત્સુક છે. જો કે હાલમાં આ આત્મકથા ક્યારે લખાશે તે અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામા ંઆવી શકે છે. રિતિક રોશને કહ્યુ છે કે તે લખવાની વધારે કુશળતા ધરાવતો નથી પરંતુ ટુંક સમયમાં જ બાયોગ્રાફી લખવાની શરૂઆત કરનાર છે. હાલમાં આત્મકથાRead More