Main Menu

Wednesday, January 2nd, 2019

 

હવે માલધારી સમાજ રાજય સરકાર સામે મેદાનમાં

સમાજના ઘણા પ્રશ્નને લઇ માલધારી યુવા ક્રાંતિ સભા

ગુજરાત સરકાર પાટીદારો, ઠાકોર, બ્રહ્મસમાજની અનામત સહિતની વિવિધ માંગણીઓ અને આંદોલનને લઇ પહેલેથી જ મૂંઝવણમાં મૂકાયેલી છે ત્યારે હવે રાજયમાં પશુધન,ગૌચર, ગૌવંશની ગેરકાયદે કતલ સહિતની અનેક વિવિધ સમસ્યાઓ અને માંગણીઓના મામલે હવે માલધારી સમાજે સરકાર સામે મેદાને પડવાનું નક્કી કર્યું છે. માલધારી સમાજના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ મુદ્દે આગામી તા.૧૯મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરમાં માલધારી યુવા ક્રાંતિ સભાનું જારદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સહિત રાજયભરમાંથી હજારો માલધારીઓ ઉમટી પડશે. માલધારી યુવા ક્રાંતિ સભામાં માલધારી સમાજ દ્વારા લડતના મંડાણનું એલાન અને રણનીતિ જાહેર કરાય તેવી પણ શકયતા છે એમRead More


પીએસઆઇ આપઘાત કેસમાં ક્રાઇમબ્રાંચને તપાસ

પી.એસ.આઈ. પત્નિના ડી.વાય.એસ.પી. પટેલ સામે ગંભીર આરોપ

૨૦૧૬-૧૭ની બેચના ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી દાઢીના ભાગે રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાની ચકચારભરી ઘટનામાં આખરે શહેર ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. બીજીબાજુ, મૃતક પીએસઆઇની પત્ની આ સમગ્ર પ્રકરણમાં જેની પર ગંભીર આરોપ લાગ્યા છે તે ડીવાએસપી એન.પી.પટેલ સામે આજે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં મૃતક પીએસઆઇની પત્નીએ ચોંકાવનારો ખુલ્સો કર્યો હતો કે, ડીવાયએસપી પટેલ તેમના પતિ દેવેન્દ્રસિંહ રાઠોડ પાસે અઘટિત(સજાતીય સંબંધ)ની માંગણી કરતા હતા. એટલું જ નહી, તેમની નોકરી છીનવી લેવાની વારંવાર ધમકી આપતાં હતા. તેમના ત્રાસથી કંટાળીને જRead More


અમેરિકી એજન્સીઓ સાથે સરકાર સંપર્કમાં છે

હેડલીના પ્રત્યાર્પણ માટે અમેરિકા સાથે વાતચીત

મુંબઇના ત્રાસવાદી હુમલાના મામલામાં અમેરિકા સ્થિત વોન્ટેડ ડેવિડ કોલમેન હેડલીના પ્રત્યાર્પણ માટે સરકારના પ્રયાસ ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં જ ડેવિડ હેડલી અને કહાવુર રાણાને ભારત લાવવામાં આવી શકે છે. વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. સરકાર અમેરિકી સંસ્થાઓના સંપર્કમાં છે અને પ્રત્યાર્પણના પ્રયાસ ચાલી રહ્યા છે. ભારત અને અમેરિકાની વચ્ચે ૧૯૯૭એ થયેલી પ્રત્યાર્પણ સમજૂતિ હેઠળ હેડલીને ભારત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સિંહે કહ્યું હતું કે, આ સમજૂતિ હેઠળ ૧૩મી અને ૧૫મી ડિસેમ્બર વચ્ચે રાષ્ટ્રીય તપાસ સંસ્થાની એક ટીમ હેડલીના પ્રત્યાર્પણને લઇનેRead More


રાફેલ મુદ્દા ઉપર ચર્ચા માટે મોદીને પડકાર ફેંક્યો

અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ મોદીએ અપાવ્યો છેઃ રાહુલ

રાફેલ ડિલને લઇને સંસદમાં સરકાર ઉપર પ્રહાર કરવાની સાથે સાથે સંસદની બહાર પણ રાહુલ ગાંધીએ આજે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. પત્રકાર પરિષદ યોજીને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ફ્રાંસના પ્રમુખ સાથે તેઓએ વાતચીત કરીને અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો અને ૩૦૦૦૦ કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. એટલું જ નહીં રાહુલે મોદીને રાફેલ ડિલના દરેક મુદ્દા ઉપર ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો. રાહુલે આક્રમક વલણ અપનાવતા કહ્યું હતું કે, આ ડિલના તથ્યો દર્શાવે છે કે, ચોકીદાર ચોર છે. રાહુલે કહ્યું હતું કે,Read More


જાલીનોટના ગુન્હામાં બે આરોપીઓની ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

ગઇ કાલ તા.૦૧/૦૧/૨૦૧૯ ના રોજ અમરેલી શહેરમાં આવેલ એસ.બી.આઇ. ADB બેંકમાં બપોરના સમયે કોઇ ઇસમ ભરણામાં રૂા.૨૦૦૦ ના દરની બનાવટી ચલણી નોટ નંગ-૧૧ ભરી ગયેલ અને તે અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી.થયેલ હતો. અને તે બાબતે *શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ* સદરહું ગુન્હાની તપાસ શ્રી આર.કે.કરમટા પોલીસ સબ ઇન્સ. એસ.ઓ.જી.નાઓને સોપવામાં આવેલ અને શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવેલ હતી. અને સદરહું ગુન્હાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઃ-*1⃣ ચિરાગભાઇ રમેશભાઇ મકવાણા ઉ.વ.૨૪ ધંધો.અભ્યાસ રહે.ચાડીયાRead More


કર્ણાટકના મનીપાલ પ્રેસમાંથી પેપર લીક કરવામાં આવ્યું હતું

પેપર લીક કેસ : દહીંયા ગેંગના ૩ મુખ્ય આરોપીઓને પકડી પડાયા

ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં એક મહિનાની સઘન તપાસના અંતે ગુજરાત પોલીસને બહુ મોટી સફળતા હાથ લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એટીએસ અને ગાંધીનગર પોલીસના સંયુકત ઓપરેશનમાં પેપર લીક કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપીઓ એવા દહીંયા ગેંગના ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. હરિયાણાના સોનીપતના વિનય રમેશકુમાર અરોરા, કર્ણાટકના બીડરના વતની મહાદેવ દત્તાત્રેય અસ્તુરે અને વિનોદ બંસીલાલ રાઠોડની પોલીસે ધરપકડ કરી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, હરિયાણા અને દિલ્હી સ્થિત આ પ્રોફેશનલ ગેંગે કર્ણાટના ત્રણ આરોપીઓની મદદથીRead More


૩૩ જિલ્લાઓમાં ૩૯ ગરીબ કલ્યાણ મેળા યોજાશે

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો આજથી શુભારંભ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ ગુરૂવાર તા.૩ જાન્યુઆરી-ર૦૧૯ના પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના ૧૧માં ચરણનો પ્રારંભ કરાવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અંત્યોદય-છેવાડાના માનવીના સર્વાંગી ઉત્થાન અને ગ્રામ સ્વરાજના ઉદ્દેશોને પાર પાડવા ર૦૦૯થી ગરીબોના સશકિતકરણ માટેનો આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક જ છત્ર-અંડર વન વન અમ્બ્રેલા બધા લાભ કોઇપણ જાતના વચેટિયા વગર સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આ ગરીબ કલ્યાણ મેળાનો નવતર અભિગમ વિકસાવેલો છે. ર૦૦૯થી શરૂ થયેલા ગરીબRead More


વિશ્વ હિન્દુ પરિષદની મોદીના નિવેદન બાદ પ્રતિક્રિયા

મંદિર માટે અચોક્કસ મુદ્દત સુધી રાહ જાવા તૈયાર નથી

રામ મંદિર ઉપર કાયદાકીય પ્રક્રિયા બાદ સરકાર તરફથી વટહુકમ લાવવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદથી ઘણા હિન્દુ સંગઠનોમાં નારાજગી દેખાઈ રહી છે. વિહિપના આંતરરાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ આલોકકુમારે કહ્યું છે કે, મંદિર નિર્માણ માટે અચોક્કસ મુદ્દત સુધી કોર્ટમાં ચુકાદાને ઇન્તજાર કરી શકાય નહીં. તેમણે કહ્યું છે કે, મોદીના નિવેદનથી તેઓ સહમત નથી. હિન્દુ સમાજ મંદિર નિર્માણ માટે અચોક્કસ મુદ્દત સુધી રાહ જાવા માટે ઇચ્છુક નથી. આ પહેલા મંગળવારના દિવસે જ સંઘે પણ પીએમના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમની અવધિમાં જ મંદિર નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેRead More


કેરળમાં અનેક જગ્યાઓએ હિંસા ભડકી ઉઠી

કરેળમાં બે મહિલાના દર્શન બાદ ફરીથી હિંસક દેખાવો

કેરળના સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. મોડેથી મંદિરના કપાટ ફરી ખોલવામાં આવ્યા હતા. બે મહિલાઓએ દાવો કર્યો હતો કે, આજે સવારે મંદિરમાં પ્રવેશ કરીને ભગવાનના દર્શન કર્યા હતા. આ પ્રકારના દાવા બાદ શુદ્ધિ માટે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા. મહિલાઓના દાવા બાદ સબરીમાલામાં ફરી એકવાર વિસ્ફોટક સ્થિતિ ઉભી થઇ ગઈ છે. જારદાર વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ચુકી છે. ભાજપના નેતૃત્વમાં હિન્દુ સંગઠનો દ્વારા આવતીકાલે ગુરુવારના દિવસે સવારથી સાંજ સુધીના બંધની હાંકલ કરી છે. આજે સબરીમાલા કર્મા સમિતિએ અનેક જગ્યાઓએ નાકાબંધી કરી હતીRead More


ઓગસ્ટા ડિલને લઇને શિવસેનાના સરકાર આક્ષેપ

ચૂંટણી પૂર્વે રાહુલને ભીંસમાં લેવાના પ્રયાસો છે ; શિવસેના

શિવસેનાએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના દાવાના આધાર પર આગામી લોકસભાની ચૂંટણીથી પહેલા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઘેરવાના પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. શિવસેનાએ કહ્યું હતું કે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. શિવસેનાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાજકીય વિરોધીઓની સામે સરકારી તંત્રનો દુરુપોયગ કરવામાં આવી રહ્યો છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર મામલાની સુનાવણી કરી રહેલી દિલ્હીની એક અદાલતે છેલ્લા સપ્તાહમાં ઇડીની કસ્ટડીમાં મિશેલને પોતાના વકીલને મળવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. કોર્ટેRead More