Main Menu

Thursday, January 3rd, 2019

 

ધારી તાલુકાના કમી થી કેરાળા ગામના મુખ્ય રસ્તાના સીસી રોડનું ખાતમુહર્ત કર્યું

ધારી તાલુકાના કમી થી કેરાળા ગામના મુખ્ય રસ્તાના સીસી રોડનું ખાતમુહરત ધારાસભ્ય જે.વી.કાકડીયાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું વર્ષોથી આ કમી અને કેરાળા ને જોડતા માર્ગ માટે ખેડૂતો, રાહદારીઓ અને વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા હતા આ કમીથી કેરાળાના મુખ્ય માર્ગને સીસી રોડથી મઢવા માટે કમિના સરપંચ ઉપસરપંચ સહિતના અગ્રણીઓએ રજુઆત કરેલી હતી જેના ફળ સ્વરૂપે જાગૃત ધારાસભ્ય જેવી કાકડીયા એ આજે 34 લાખના ખર્ચે આ મુખ્ય માર્ગને જોડતા રોડ માટે સીસી રોડનું ખાતમુહરત કર્યું હતું ધારી પંથકના દરેક ગામડાઓના રોડ રસ્તાઓ અને પાણીના પ્રશ્નો આગામી દિવસોમાં ઉભા ન થાય તેનીRead More


ગુજરાતને એઈમ્સ ફાળવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી

  ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને હવે ગંભીર બીમારીઓમાં વિશ્વકક્ષાની સારાવાર માટે દિલ્હી-મુંબઈ સુધી જવુ નહીં પડે છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચે તે માટે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે કેન્દ્ર તથા રાજ્યની ભાજપા સરકારો કામ કરી રહી છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતને એઈમ્સ ફાળવવા બદલ આભાર વ્યક્ત કરતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. બીમારીમાં મોંઘી દવાથી છુટકારો મળે તે માટે સસ્તી અને ગુણવતાયુક્ત દવાઓના જેનેરિક મેડીકલ સ્ટોર જન ઔષધી કેન્દ્ર’તથા આયુષમાન ભારત’યોજનાની સફળ શરૂઆતRead More


અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા અમરેલી ડેપો મેનેજર ને ધારદાર રજુઆત

લોકરક્ષક ની પરિક્ષા માં અમરેલી જિલ્લા માંથી વધારા ની  બસો ફાળવવા આવેદન પત્ર પાઠવ્યું ઘણી એવી જગ્યા એ બસ સુવિધા નથી ફાળવવામાં આવી તેવી જગ્યા પર પણ બસ ફાળવવા અને જે વિદ્યાર્થી ને સરવર ના કારને રજીસ્ટ્રેશન ના થાય તેવા વિધ્યાર્થીઓ નો રૂટ નક્કી કરી ને પરીક્ષા ના દિવસે બસ ફાળવવા ધારદાર રાજુવાત કરી હતી


બોલિવુડની ફિલ્મોમાં ભૂમિકાથી સંતુષ્ટ: સોનાક્ષી

હોલિવુડ ફિલ્મોમાં કામ કરવાને લઇ ઇચ્છુક નથી

દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા બોલિવુડની પોતાની ફિલ્મોથી ખુશ છે. તેની હોલિવુડની ફિલ્મોમાં કામ કરવાની કોઇ યોજના નથી. તે અહીંની ફિલ્મોમાં વધારે સંતુષ્ટ દેખાઇ રહી છે.જા કે સોનાક્ષીએ કહ્યુ છે કે હોલિવુડમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપડા અને દિપિકાની ભૂમિકાથી તે ખુશ છે. સાથે સાથે ગર્વ પણ અનુભવ કરે છે. બન્ને અભિનેત્રીના કારણે ભારતનુ નામ થઇ રહ્યુ છે. બન્ને અભિનેત્રીઓએ બોલિવુડની સાથે સાથે હવે હોલિવુડ ફિલ્મોમા લોકપ્રિયતા જગાવી છે. ૩૦ વર્ષીય સોનાક્ષીએ કહ્યુ છે કે તે અહીં ખુબ ખુશ અનેRead More


ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે હવે કિયારા હશ

લવ આજ કલ-૨માં સારા અલીને ન લેવાનો નિર્ણય

બોલિવુડમાં કોઇ પણ અભિનેત્રી અથવા તો અભિનેતા માટે પાકી માહિતી વહેલી તકે બહાર આવતી નથી. હવે એવી માહિતી આવી છે કે કાર્તિક આર્યનની સાથે નવી ફિલ્મ લવ આજ કલ-૨માં સારા અલી ખાન નજરે પડનાર નથી. તેની સાથે હવે ફિલ્મ માટે કિયારા અડવાણીની પસંદગી કરવામાં આવી છે. પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મ માટે સારા અલી ખાનની પસંદગી કરી લેવામાં આવી છે. સારા હાલમાં સિમ્બાની સફળતા બાદ ભારે ખુશ દેખાઇ રહી છે. તે ફિલ્મ લવ આઈજ કલને લઇને આશાવાદી હતી. હવે તે બીજા ભાગમાં નહીં હોવાના હેવાલ મળ્યા છે. વર્ષ ૨૦૦૯માંRead More


અમેરિકન સુપરહિરોની સિક્વલ ફિલ્મમાં દેખાશે

ન્યુડસીનને લઇને સ્કારલેટ જોન્સનને કોઇ જ વાંધો નથી

સ્ટાર અભિનેત્રી અને વિશ્વની સૌથી ખુબસુરત સ્ટારમાં સ્થાન ધરાવતી સ્કારલેટ જોન્સન પાસે કેટલીક નવી ફિલ્મ હાથમાં આવી રહી છે. તેનુ કહેવુ છે કે તે હજુ પણ ન્યુડ સીન કરતી વેળા પરેશાની અનુભવ કરે છે. હવે અમેરિકન સુપરહિરોની ફિલ્મ એવેન્જર્સ ઇનફિનિટી વોરની સિક્વલ ફિલ્મ પણ બની રહી છે. જે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. જોન્સનના ફ્રાન્સના પત્રકાર રોમેન ડાઉરિયાક વચ્ચેના બે વર્ષના લગ્ન સંબંધનો અંત આવી ગયો છે. ૩૩ વર્ષીય સ્કારલેટની ૪ વર્ષીય પુત્રી પણ છે. વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત સ્કારલેટ અને ડાઉરિયાક એકસાથે દેખાયા હતા. વર્ષ ૨૦૧૩માં બન્નેએ સગાઇRead More


અજય દેવગન એક અલગ અંદાજમાં દેખાશ

દે દે પ્યાર દેને લઇને હવે રકુલ પ્રિત આશાવાદી છે

અભિનેતા અજય દેવગને નવા નવા વર્ષની શુભકામના આપી છે. અજય દ્વારા આવનાર ફિલ્મ તાનાજી ફિલ્મની ઝલક પણ જારી કરવામાં આવી હતી. સાથે સાથે પોતાની અન્ય એક ફિલ્મના લુકને પણ જારી કરવામાં આવ્યો હતો. દે દે પ્યાર દે ફિલ્મના ફર્સ્ટ લુક ઇન્ટરનેટ પર જારી કરવામાં આવતા તેની પણ ચર્ચા જાવા મળી રહી છે. તેમાં અજય એક ડેશિંગ લુકમાં નજરે પડી રહ્યો છે. બ્લુ કલરની ટી શર્ટમાં તે જારદાર રીતે દેખાઇ રહ્યો છે. અજય દેવગનના સ્વેગને જાવાલાયક છે. દે દે પ્યાર દે એક કોમેડી ફિલ્મ છે. જેને પ્યાર કા પંચનામા ફેમ નિર્દેશકRead More


ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા રૂબરૂ ગામડાઓનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નનો સાંભળીયા

ધારી ના જાગૃત ધારાસભ્ય જે વી ભાઈ કાકડિયા અને ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટ્ટણી લાલજીભાઈ અને કાર્યકરો દવારા તાલુકા ના મીઠાપુર ગોવિંદપુર આંબાગાળા સોઘાંપરા ચાંચઇ સુખપુર ક્રાંગસા ગામ પ્રવાસ કરી તેના પ્રશ્નનો જાણી પાણી ના બોર રસ્તા અને ખેતી માટે વીજળી કનેક્શન માં  પ્રશ્નનો ઉકેલવા માં આવેશે અને તાલુકા ના છેવાડા સુધીના દરેક ગામડાઓ વિકાસથી વંચિત ના રહે જેનાથી રૂબરૂ ગામડાઓ નો પ્રવાસ કરી તેના પ્રશ્નનો ઉકેલવામાં આવશે.


લીલીયા પો.સ્ટે.ના ભોરીંગડા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપી તથા સંપુર્ણ મુદામાલ રૂા. ૧,૬૦,૦૦૦/ રીકવર કરતી લીલીયા પોલીસ ટીમ 

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબનાઓએ મિલકત સબંધી વણશોધાયેલ ગુન્હામાં ગુન્હેગારને પકડી ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રિકવર કરી મુળ માલીક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય ના.પો.અધિ.સાહેબશ્રી બી.એમ.દેસાઇ સાહેબ તથા સર્કલ પો.ઇન્સ અમરેલી આઇ.વી.રબારી સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ ગ.તા ૦૧/૦૧/૨૦૧૯ નાં રોજ લીલીયા તાલુકાનાં ભોરીંગડા ગામે રહેતા બાબુભાઇ વશરામભાઇનાં રહેણાંક મકાનેથી કબાટમા રાખેલ રોકડા રૂ ૧,૬૦,૦૦૦/- કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલાની ફરીયાદ રજી કરાવેલ આ ચોરી બાબતે  પો.સ.ઇ એ.ડી.સાંબડ તથા સ્ટાફનાં એ.એસ.આઇ હુસૈનભાઇ બેલીમ, હેડ.કોન્સ જયદીપભાઇ જાની ,Read More


અમરેલીનાં પટેલ સંકુલમાં હિમોગ્‍લોબીન ચકાસણી કેમ્‍પ યોજાયો

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે તા.30-1ર-ર018ના રોજ બી.ટી.સવાણી ટ્રસ્‍ટ દ્વારા તેમજ કુંડારિયા ટ્રસ્‍ટના સહયોગથી સંસ્‍થાની હોસ્‍ટેલમાં રહેતી વિદ્યાર્થીના હિમોગ્‍લોબીન ચકાસણી કેમ્‍પમાં ડો.ભાણજીભાઈ કુંડારિયા યુએસએ તેમજ આસીસ્‍ટન કલેકટર પટેલ તેમજ ટ્રસ્‍ટના સંચાલક શાંતિભાઈ ફળદુ હાજર રહેલ સાથે સીટી ડોકટરોની ટીમ હાજર રહેલ સમય સંજોગે કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુની.ના સીન્‍ડીકેટ સભ્‍ય ડો.ભીમાણી, સંસ્‍થાના સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા, ગીરધરભાઈ ગજેરા, સંસ્‍થાના નિયામક મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, પ્‍લાઝા ડાયરેકટર પલસાણા સર, મગનભાઈ વસોયા, હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી તમામ હાજર રહેલ ડો.ભાણજીભાઈ કુંડારિયાએ પોતાના પ્રવચનમાં હિમોગ્‍લોબીનની ઉણપથીRead More