Main Menu

Friday, January 4th, 2019

 

પી. જી. વી. સી. એલ. ભાવનગર ખાતે રૂપિયા ૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ

ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં પી. જી. વી. સી. એલ. ભાવનગર ખાતે રૂપિયા ૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયુ ………..ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભા. જ. પ. પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ પી. જી. વી. સી. એલ. ભાવનગર ખાતે રૂપિયા ૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ ………. ભાવનગર;શુક્રવાર; આજે તા. ૦૪ના રોજ ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં પી. જી. વી. સી. એલ. ચાવડીગેટ,ભાવનગર ખાતે રૂપિયા ૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશRead More


ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડ ચિત્રા ખાતે યોજાયો

અગીયારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડ ચિત્રા ખાતે યોજાયો …….મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક સ્વરૂપે ૩૨ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજના અંતર્ગત સાધન સહાય ચેક વિતરણ કરવામા આવ્યુ કુલ ૫૨૫૪ લાભાર્થીઓને વ્યક્તિગત યોજના અંતર્ગત રૂપિયા ૨.૦૪ કરોડના સાધન સહાય ચેકનું વિતરણ કરાયુ ……..ભાવનગર;શુક્રવાર; આજે તા. ૦૪ના રોજ સવારે ૧૦/૧૫ થી ૧૧/૫૦ કલાક સુધી અગીયારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડ ચિત્રા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનાRead More


પેરોલ રજા ઉપરથી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

૧૯૮૫ ના વર્ષના ખુનના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ જુંબેશ શરૂ કરવામાં આવેલ અને આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલા ખાતેના થોરડી ગામેથી એક પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડેલ છે. પકડાયેલ આરોપીઃ- આપાભાઇ સાર્દુલભાઇ ચાંદુ ઉ.વ.૫૫ ધંધો. ખેત મજુરી રહે.થોરડી તા.સાવરકુંડલા જી.અમરેલી બનાવની વિગતઃ- ધારી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૫૫/૮૫ ઇ.પી.કો.ક.૩૦૨,૩૪ મુજબના ગુન્હાના કામે તા.૧૨/૦૬/૧૯૮૭ ના રોજ આજીવન કેદનીRead More


સાવરકુંડલા જેસર રોડ ઉપર મોબાઇલની ચોરી કરનાર આરોપી ઝડપાયો

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ ચોરીના ગુન્હાના આરોપીને ઝડપી પાડેલ છે. બનાવની હકિકત એવી છે કે ગઇ તા.૦૮/૧૧/૨૦૧૮ ના રોજ સાવરકુંડલા જેસર રોડ ઉપર નંદિગ્રામ સોસાયટીમાં રાજેશગીરી કાશીગીરી ગૌસ્વામી નાઓના રહેણાંક મકાનએથી દિવસ દરમ્યાન ચોરી બે મોબાઇલની ચોરી થયેલ હતી.અને જે અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૭૭/૧૮ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭ મુજબનો ગુન્હો રજી.થયેલ છે. પકડાયેલ આરોપીઃ- ઇશ્ર્વરભાઇ નારણભાઇ રાઠોડRead More


યુવા ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સાવરકુંડલા અને લીલીયા તાલુકાના બિસમાર અને ટૂંકા રોડોને પહોળો બનવવા માટે રાજ્ય સરકારને રજુઆત કરી

સાવરકુંડલા અને લીલીયાના યુવા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે રાજ્ય સરકારને પત્રથી પાઠવીને સાવરકુંડલા અને લીલીયા તાલુકાના બિસમાર માર્ગોને પહોળો કરવા માંગ કરી જેમાં    (૧) સાવરકુંડલા- રંધોળા રોડ, (૨) અમરેલી- લીલીયા-ક્રાંકચ રોડ, (3) લીલીયા- લાઠી રોડ, હાલમાં આ ત્રણેય રોડ ૫.૫ મીટર પહોળો રોડ છે તેમને ૧૦ મીટર પહોળો રોડ કરવા અને (૪) લીલીયા- પાંચતલાવડા અને (૫) શેલણા-ઠવી-ભોકરવા  આ બન્ને રોડ જે હાલમાં ૩.૭૫ મીટર પહોળો રોડ છે તેને ૭ મીટર પહોળો રોડ બનાવવા માટે રજુઆત કરી.


સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ નજીક ખંડેરી ગામ ખાતે

એમ્‍સ હોસ્‍પીટલ માટે મંજુરી આપવા બદલ કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો આભાર માનતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

એમ્‍સ માટે કેન્દ્ર સરકાર ૧૨૦૦ કરોડ રૂા.નું રોકાણ કરશે. એમ્‍સ ચાલુ થતા ગુજરાત દર્દીઓને અદ્યતન આરોગ્‍ય સુવિધાનો લાભ મળશે રાજકોટ ખાતે હોસ્‍પીટલ ચાલુ થતા અમરેલીના દર્દીઓને આર્થીક ખર્ચમાં ખુબ જ ફાયદો થશે કેન્દ્રમાં મોદી સરકાર આવ્‍યાને સાડા ચાર વર્ષ થયા છે ત્‍યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાત રાજયને ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુ એક એમ્‍સ હોસ્‍પીટલ તરીકે સુનેરી ભેટ આપી છે. જે માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો ખુબ ખુબ આભાર વ્‍યકત કરેલ છે. સાંસદશ્રીએ જણાવેલ છે કે, મોદીજીના નેતૃત્‍વવાળી સરકાર બન્‍યા બાદથી જ ગુજરાત રાજયને અનેકવિધRead More


ઈશ્વરીયા ગામમાં એક જ આવતી બસ ફાળવતા વિધ્યાર્થી-મુસાફરો રઝળ્યા

સરકાર દ્વારા ઈશ્વરીયા ગામમાં એક જ બસ આવતી હોય છે, જે ગરીબ કલ્યાણ મેળામાં સારા થવા માટે ફાળવતા ગામના વિધ્યાર્થી તથા મુસાફરો રઝળ્યા છે. માર્ગ પરિવહન નિગમ દ્વારા કેટલીયે રજૂઆત અને દબાણ થતાં સવારે ભાવનગર-ઈશ્વરીયા બસ સેવા ચાલી રહી છે, પરંતુ એક કે બીજા કારણોસર ઘણીવાર આવતી નથી જે બરાબર થયું ત્યાં આજે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળામાં સારા થવા માટે આ ગામની જ બસ ફાળવી દેવાતા રાહે રહેલા વિધ્યાર્થી અને મુસાફર રઝળ્યા છે. સરકાર દ્વારા ઈશ્વરીયા ગામમાં એક જ બસ આવતી હોય છે, જે આવા સરકારી મેળાઓમાં ફાળવાતા ઉતારુઓ રાહેRead More


૨૩૭૯૮૩૩ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ

ટેકાના ભાવે ૧૧૮૯ કરોડની મગફળીની ખરીદી થઈ ચુકી

રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બર થી ૧ ડિસેમ્બર સુધીમાં રાજ્યભરમાં ૧૧૯૨૭૯ ખેડૂતો પાસેથી ૧૧૮૯.૯૧ કરોડની કિંમતની ૨૩૭૯૮૩૩ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ત્રીજી જાન્યુઆરી ૨૦૧૯ની સ્થિતિએ કુલ ૮૫૦૮૯ ખેડૂતોને ૮૫૫.૦૬ કરોડનું ચુકવણું પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેતા.૧૫/૧૧/૨૦૧૮થી ખરીદી શરૂ કરાઇ છે. મગફળીના ખરીદ કેન્દ્ર તરીકે જાહેરRead More


પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું વિસ્તરણ થયું

દોઢ વર્ષોમાં ૮ કરોડ LPG જોડાણનું લક્ષ્યાંક પૂર્ણ કરાશે

ગુજરાત સહિત દેશના ગરીબ પરિવારોને રસોઇ ગેસથી લાભાન્વિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું મહત્વપૂર્ણ વિસ્તરણ કરવામાં આવ્યું છે અને તેમાં એસઇસીસી કે પછીની સાત કેટેગરીમાં સમાવિષ્ટ ના હોય તેવા કોઇપણ ગરીબ પરિવારોને પણ ઉજ્જવલા યોજનાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે હવે આવા વંચિત ગરીબ પરિવારો કેવાયસી, આધારકાર્ડ અને બેંક ખાતાની વિગત સહિતના પુરાવા રજૂ કરી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવી શકશે. ગુજરાત સહિત દેશભરમાં હાલ ૨૫ કરોડથી વધુ એલપીજી કનેકશન થઇ ગયા છે. એટલે કે, લગભગ ૯૦ ટકા હિસ્સો એલપીજી જાડાણથી કવર થઇ ગયો છે.Read More


મોદી સરકારે ગુજરાતને વધુ એક મોટી ભેંટ આપતા દર્દીઓને ફાયદો

રાજકોટમાં ૧૨૦૦ કરોડના ખર્ચે આધુનિક એમ્સ હોસ્પિટલ બનશે

રાજકોટમાં ૧૨૦૦ કરોડના ખર્ચે અતિઆધુનિક સારવારથી સુવિધા સંપન્ન એમ્સ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવશે. આજે આ અંગેની ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને વધુ એક મોટી ભેંટ આપવામાં આવી છે. એમ્સ હોસ્પિટલની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨૦ એકર જમીન વિના મૂલ્ય આપવામાં આવશે. તબીબી શિક્ષણ, તબીબી સંસાધનો સાથે ૮૦૦થી ૧૦૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે. ગંભીર પ્રકારના રોગોમાં સારવાર ઘરઆંગણે જ દર્દીઓને સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલીટી પ્રકારની સુવિધા મળશે. છેલ્લા ઘણા સમયથી જેનીઅપેક્ષાસહ રાહ જાવાતી હતી તે રાજકોટને અડીને આવેલા ખંઢેરીમાં એઈમ્સની મંજુરી આપવામાં આવીRead More